________________
૨/-/૬૪
આકાશ પ્રદેશમાનત્વથી જાણવું. તેનાથી સનત્કુમાસ્કલ દેવો અસંખ્યાતગણા છે કેમકે વિમાનની બહુલતા છે. ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - સનતકુમાર દેવોથી ઈશાન દેવો અસંખ્યાતગણા, અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિ સંબંધી બીજું વર્ગમૂળ, ત્રીજા વર્ગમૂળથી ગુણતા જેટલી પ્રદેશરાશિ છે તેટલી સંખ્યામાં ધનીકૃત્ લોકની એક પ્રાદેશિક શ્રેણીમાં જેટલાં આકાશપ્રદેશો છે તેના બત્રીશમાં ભાગ પ્રમાણથી. તેમનાથી સૌધર્મ દેવો સંખ્યાતગણાં છે. કેમકે વિમાનની બહુલતા છે. સૌધર્મકલ્પ દક્ષિણ દિવર્તી છે, તેથી ઘણાં કૃષ્ણપાક્ષિકો ઉપજે છે. - ૪ - ૪ - ૪ - પ્રજ્ઞાપના આદિ બધામાં આમ કહ્યું છે.
39
સૌધર્મદેવોથી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિ સંબંધી પહેલાં વર્ગમૂળમાં, બીજા વર્ગમૂળથી ગુણતા જેટલાં પ્રદેશ રાશિ ઉપજે, તેટલી સંખ્યામાં ધીકૃત્ લોકના એક પ્રાદેશિકી શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો છે, તેમાં જેટલો બત્રીશમો ભાગ છે, તેટલા પ્રમાણથી. તેનાથી વ્યંતર દેવો અસંખ્યાતગણા છે. - ૪ - તેનાથી જ્યોતિપુરુષ સંખ્યાતગણાં છે. - ૪ -
હવે પાંચમું અલ્પ બહુત્વ - સૌથી થોડાં અંતર્તીપક મનુષ્ય પુરુષો, કેમકે ક્ષેત્ર નાનું છે. તેનાથી દેવકુટુ-ઉત્તરકુના મનુષ્ય પુરુષો સંખ્યાતગણા છે, ક્ષેત્રના બહુપણાથી સ્વસ્થાને બંને તુલ્ય છે. તેનાથી હવિર્ષ-રમ્યવર્ષના પુરુષો સંખ્યાતગણા, તેનાથી હૈમવત-હૈરણ્યવના મનુષ્યપુરુષો સંખ્યાતગણા છે – બંનેમાં ક્ષેત્ર બહુલતા કારણરૂપ છે. તે બંને સ્વસ્થાને તુલ્ય છે. તેનાથી ભરત-ઐરવત કર્મભૂમક પુરુષો સંખ્યાતગણા છે, અજિતસ્વામી કાળે ઉત્કૃષ્ટ પદમાં અને સ્વભાવથી જ ભરત ઐવતમાં મનુષ્યોનું પ્રાસુર્ય સંભવે છે. તે બંને સ્વસ્થાનથી પરસ્પર તુલ્ય છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરુષો સંખ્યાતગણાં છે, ક્ષેત્ર બાહુલ્ય અને સ્વભાવથી જ મનુષ્ય પુરુષોનું પ્રાસૂર્ય સંભવે છે. સ્વસ્થાનમાં બંને તુલ્ય છે.
તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગણા છે. ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યેય ભાગવર્તી આકાશ પ્રદેશ પ્રમાણત્વથી. પછી ઉપરની ત્રૈવેયક-પછી મધ્યમ ત્રૈવેયકપછી નીચેની ત્રૈવેયકથી છેક આનતકાના દેવપુરુષો સુધી અનુક્રમે સંખ્યાતગણા છે. પછી સહસ્રારકા, પછી લાંતકકલ્પથી ઈશાનકલ્પ સુધી અસંખ્યાતગણાં છે. તેનાથી સૌધર્મના દેવો સંખ્યાતગણાં છે, તેથી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, ભાવના બધે જ પૂર્વવત્ કહેવી.
તેનાથી ખેચર તિર્યંચ પુરુષો અસંખ્યાતગણાં છે, પ્રતર અસંખ્યાતભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત આકાશપ્રદેશ રાશિ પ્રમાણથી. તેમનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણાં, તેનાથી જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણાં, યુક્તિ પૂર્વવત્. તેનાથી વ્યંતર પુરુષો સંખ્યાતગણાં, સંખ્યાત યોજન કોટી પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ માત્ર ખંડ, જેટલાં એક પ્રારમાં થાય છે, તેના બત્રીશમાં ભાગ પ્રમાણથી. તેનાથી જ્યોતિષ્ઠ
દેવો સંખ્યાતગણાં છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
- સૂત્ર-૬૫ ઃ
ભગવન્ ! પુરુષવેદ કર્મની કેટલો કાળ બંધ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય આઠ સંવત્સર, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ કોડાકોડી. ૧૦૦૦ વર્ષ અબાધા, અબાધાકાળ રહિત સ્થિતિ કનિષેક છે. ભગવન્ ! પુરુષવેદ કેવા પ્રકારે છે ? ગૌતમ ! વન વાગ્નિ જ્વાલા સમ.
• વિવેચન-૬૫ :
પુરુષવેદની જઘન્યથી આઠ વર્ષ, કેમકે તેનાથી ઓછી સ્થિતિના પુરુષવેદ બંધ યોગ્ય અધ્યવસાય હોતા નથી. ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ આદિની વ્યાખ્યા પૂર્વવત્. આ પુરુષવેદ દવાગ્નિ જ્વાળા સમાન પ્રારંભમાં તીવ્ર કામ દાહ યુક્ત.
36
- સૂત્ર-૬૬ ઃ
તે નપુંસકો કેટલા છે ? ત્રણ ભેદે છે – નૈરયિક નપુંસક, તિર્યંચયોનિક નપુંસક, મનુષ્ય યોનિક નપુંસક. તે નૈરયિકનપુંસક શું છે ? તે સાત ભેદે છે – રત્નપભા પૃથ્વી નૈરયિક નપુંસક યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસક. તે આ નૈરયિક નપુંસક કહ્યા.
તે તિચિયોનિક નપુંસક શું છે ? પાંચ ભેદે - એકેન્દ્રિય તિયિ નપુંસક યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો છે. એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો કેટલા છે ? પાંચ ભેદે - પૃથ્વી સાવત્ વાયુકાયિક. - ૪ - બેઈન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો ? અનેક ભેદે છે. એ રીતે તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયો પણ જાણવા. તે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો કેટલા છે ? ત્રણ ભેદ – જલચર, સ્થલચર, ખેચર. તે જલચરો કેટલા ભેટે છે ? તે આશાલિક સિવાયના પૂર્વોક્ત ભેદો
કર્મભૂમક, અકર્મભૂમક,
જાવ. - X -
તે મનુષ્ય નપુંસકો શું છે ? ત્રણ ભેટે છે તપક. ભેદો યાવત્ કહેવા. • વિવેચન-૬૬ :
નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે – નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય નપુંસકો. વૈરયિક નપુંસકો કેટલા છે? પૃથ્વીભેદથી સાત પ્રકારે - રત્નપ્રભા આદિ પૃથ્વી વૈરયિક નપુંસકો. તિર્યંચયોનિક નપુંસકો પાંચ ભેદે કહ્યા છે – એકેન્દ્રિયાદિ તિર્યંચ યોનિકનપુંસકો. એકેન્દ્રિય નપુંસકો પાંચ ભેદે કહ્યા છે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્થયોનિક નપુંસકો. ભગવન્ ! બેઈન્દ્રિય તિર્યંચ નપુંસકો કેટલા છે ? ગૌતમ ! અનેકવિધ. પુલાકૃમિક આદિ પૂર્વવત્ કહેવા. ચતુરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે ખેચર. આ પૂર્વવત્ ભેદસહિત કહેવા. તે મનુષ્ય નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે કર્મભૂમક, અકર્મભૂમક-અંતર્તીપક. આ બધાં પૂર્વવત્ પ્રભેદો સહિત કહ્યા. ભેદો
- જલચર, સ્થલચર,
-