________________
૨/-/૫૫
ભગવન્! જ્યોતિષ્ઠદેવીની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦,૦૦૦ વર્ષ અધિક અપલ્યોપમ. ચંદ્રતિમાન જ્યોતિષ્ઠદેવીની જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ. ઉત્કૃષ્ટ પણ એટલી જ છે. સૂર્યવિમાનદેવીની જઘન્ય ચતુગિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધપોપમ અને ૫૦૦ વિિધક. ગ્રહવિમાનની દેવીની જન્ય સતુભગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાન દેવીની જઘન્ય રાતુમ્બંગ પલ્યોપમ. ઉત્કૃષ્ટ સાતિરેક ચતુર્ભાગ પલ્યોપમ. તારાવિમાનની દેવીની જઘન્ય અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ.
૨૧
વૈમાનિકદેવીની જઘન્ય પલ્યોપમ. ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. ભગવન્ ! સૌધર્મકલ્પવાસી દેવીની સ્થિતિ કેટલી છે? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. ઈશાનદેવીની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ. • વિવેચન-૫૫ :
તિર્યંચ સ્ત્રીની સ્થિતિ - ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, દેવકુટુ આદિમાં ચતુષ્પદ સ્ત્રીને આશ્રીને છે. જલચરીની ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, સ્થલચરીની ત્રણ પલ્યોપમ. ખેચરીની પલ્યોપમનો અસંખ્યાત ભાગ... મનુષ્યસ્ત્રીની ક્ષેત્ર આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેવકુરુ આદિ, ભરતાદિમાં એકાંત સુષમાદિ કાળે ત્રણ પલ્યોપમ, ચાસ્ત્રિ ધર્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત. તે ભવસ્થિતિના પરિણામ વશથી પ્રતિપાત અપેક્ષાઓ કહેવી. - x - કેટલીક સ્ત્રી તથાવિધ ક્ષય-ઉપશમ ભાવથી સર્વ વિતિને આશ્રીને તેટલા જ ક્ષયોપશમભાવથી અંતર્મુહૂર્તમાં ફરી અવિરતિ સમ્યગ્દષ્ટિત્વ કે મિથ્યાત્વને પામે છે. અથવા ચાસ્ત્રિ ધર્મથી અહીં દેશ ચાસ્ત્રિને જ સ્વીકારવું. દેશચાત્રિથી જઘન્ય પણ આંતર્મુહૂર્તિકી, તેના ઘણાં ભંગને કારણે કહી. ઉભય ચાસ્ત્રિ સંભવ છતાં કેમ દેશચાસ્ત્રિ લીધું ? દેશચાસ્ત્રિપૂર્વક પ્રાયઃ સર્વચાસ્ત્રિ છે, તેવું જણાવવા માટે. વૃદ્ધો કહે છે સમ્યકત્વ પ્રાપ્ત થતાં પલ્યોપમ પૃથી શ્રાવક થાય. ચારિત્ર મોહોપશમ ક્ષયમાં સંખ્યાતા સાગરોપમ અંતર થાય છે. - ૪ - પૂર્વનું પરિમાણ – ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ છે.
-
હવે કર્મભૂમિજાદિ વિશેષ સ્ત્રીની વક્તવ્યતા કહે છે – કર્મભૂમિજા સ્ત્રીની કર્મભૂમિક સામાન્ય લક્ષણ આશ્રીને જઘન્યથી અંતર્ મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. તે ભરત-ઐરવતમાં સુષમસુષમા આરામાં જાણવું. ચાત્રિધર્મને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી. અહીં વિશેષ વિચારણા કરતા કહે છે – તે સુગમ છે. પણ વિશેષ એ કે ભરત-ચૈવતમાં સુષમસુષમામાં ત્રણ પલ્યોપમ, પૂર્વ વિદેહમાં ક્ષેત્રથી પૂર્વકોટી, તેથી આગળ વધુ આયુ અસંભવ છે.
અકર્મભૂમગ-જન્મને આશ્રીને જઘન્યથી દેશોનપલ્યોપમ, તે અષ્ટભાગાદિ ન્યૂન છતાં દેશોન થાય છે. - - ૪ - આ હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રાપેક્ષાથી જાણવું. કેમકે ત્યાં જઘન્યથી સ્થિતિના આટલા પ્રમાણનો સંભવ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કુરુક્ષેત્રોની અપેક્ષાથી છે. સંહરણ-કર્મભૂમિજા સ્ત્રીનું અકર્મભૂમિમાં લઈ જવાવું તે. તેને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. - ૪ - ૪ - ત્યાં સંહરાયા પછી કોઈક અંતર્મુહૂર્ત જીવે છે, ફરી પણ સંહરણથી કોઈક પૂર્વકોટી આયુ સુધી જીવે છે, તો પણ ત્યાં અંતર્મુહૂર્વથી પૂર્વકોટી સુધી રહે છે.
ભરત-ઐરવત કર્મભૂમિમાં ત્યાં એકાંત સુષમામાં ત્રણ પલ્યોપમ સ્થિતિ થાય. સંહરણ પણ સંભવે છે. તો પણ દેશોન પૂર્વકોટી કર્મકાળ વિવક્ષાના અભિધાનથી આમ કહ્યું. હૈમવત-હૈરણ્યવત્ અકર્મભૂમિક મનુષ્યસ્ત્રીને જન્મથી જઘન્ય દેશોન પલ્યોપમ અને પલ્યોપમના અસંખ્યભાગે ન્યૂન, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમ. સંહરણથી ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે હરિવર્ષ-રમ્યક્ વર્ષમાં છે. વિશેષ આ – ઉત્કૃષ્ટ બે પલ્યોપમ, જઘન્ય તેથી અસંખ્યાત ભાગ ન્યૂન, દેવકુટુ-ઉત્તકુરુમાં જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ.
૨૨
અંતર્લીપમાં જન્મથી જઘન્યથી દેશોનપલ્યોપમ, તે ન્યૂનતા પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન છે. - x - x - સંહરણને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી તેટલું જ પ્રમાણ છે.
હવે દેવસ્ત્રી વક્તવ્યતા - દેવસ્ત્રી સામાન્યથી જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, તે ભવનપતિસ્ત્રી અને વ્યંતરીને આશ્રીને જાણવી. ઉત્કૃષ્ટથી ૫૫-૫લ્યોપમ. તે ઈશાન દેવીને આશ્રીને છે. ભવનવાસી દેવી સામાન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડા ચાર પલ્યોપમ. આ ભવનવાસીમાં અસુકુમાર દેવીને આશ્રીને છે. - ૪ - નાગકુમાર ભવનવાસી દેવીની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ. એ પ્રમાણે સ્તનિતકુમારી સુધી જાણવું.
વ્યંતરીનું આયુ જઘન્યે ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ. જ્યોતીસ્ત્રીનું જઘન્ય આયુ અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક. અહીં વિશેષ વિચારણામાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા વિમાનની દેવીનું આયુ છે, તે સૂત્રાર્થ મુજબ જાણવું.
વૈમાનિક દેવીનું આયુ સામાન્યથી-જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી ૫૫પલ્યોપમ. ઈત્યાદિ કયન સૂત્રાર્થમાં લખ્યા મુજબ જાણવું. - x - x - હવે સ્ત્રી નિરંતપણાથી સ્ત્રીત્વ છોડ્યા વિના કેટલો કાળ રહે છે ? તે જિજ્ઞાસામાં - x - તેનો ઉત્તર કહે છે –
- સૂત્ર-પ૬ :
ભગવન્ ! સ્ત્રી, સ્ત્રીરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથ અધિક ૧૧૦ પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ અધિક ૧૮પલ્યોપમ. એક અપેક્ષાએ જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી યુવકોડી પૃર્ત્ત અધિક ૧૪-પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી