________________
BJદ્વીપ /૧૩૭
૧૯૧
૧૯૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી અદ્ધ યોજના બાહલ્યથી છે. તે સર્વે મણીમસી, સ્વચ્છાદિ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તે દેવશયનીયનું વર્ણન કરવું. ઉપપાત સભાની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજ, છત્રાતિછત્ર ચાવતું ઉત્તમ આકારે છે.
તે ઉપયત સભાની ઉત્તરપૂર્વમાં એક મોટો પ્રહ કહેલ છે. તે દ્રહ સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો, દશ યોજન ઊંડો, સ્વચ્છ-ક્ષણ આદિનું વર્ણન કરવું. જે પ્રમાણે નંદા પુષ્કરિણી ચાવતું તોરણનું વર્ણન છે, તેમ કહેવું.
તે દ્રહના ઉત્તરપૂર્વમાં એક મોટી અભિષેકસભા કહી છે. સુધમસિભાની માફક સંપૂર્ણ બધું જ ગોમાનસી, ભૂમિભાગ, ઉલ્લોક સુધી પૂર્વવત્ કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહેલી છે. તે એક યોજન લાંબી-પહોળી, અર્વયોજન જડી, સમણિ
મયાદિ છે.
તે જિનપ્રતિમાનું આવું વર્ણન છે – તપનીય હાથ-પગ, મકરનમય પણ મધ્યમાં લોહિતાક્ષ રનયુક્ત નખો, કનકમય એવા જંઘા-જાનૂ ઉર્ અને ગાગયષ્ટિ, તપનીયમય નાભિ, રિટ રનમય રોમરાજી, તપનીયમય સ્તનાપ્રભાગ અને શ્રીવન્સ. વિદ્રમમય હોઠ, ટિકમય દાંત, તપનીયમય જીભ અને તાળવું. કનકમય નાસિકાજેમાં લોહિતાક્ષરનની લાલાશ છે. અંકમય આંખ જેમાં લોહિતાક્ષ રનની લાલાશ છે, આંખની વચ્ચે રહેલ કીકી રિઠરનની છે. અપિત્ર અને ભ્રમર પણ રિટરનમય છે. કપોલ-કાન-લલાટ પટ્ટિકા એ કનકમય છે. વજમય શીર્ષઘટી છે. તપનીયમય કેશભમિ છે. તે વાળ રિટરનમય છે.
તે જિનપ્રતિમાની પાછળ એકૈક છગધર પ્રતિમા છે તે હેમ-જત-કુંદ-ચંદ્ર સમાન પ્રકાશવાળા કોરંટમાળા યુક્ત ધવલ આતપત્ર લઈને લીલા કરતા રહેલ છે. તે જિનપ્રતિમાની બંને બાજુ બળે ચામરધારી પ્રતિમા કહી છે. તેમાં ચંદ્રકાંત, વજ, વૈડૂર્યાદિ મણી ખયિત દંડ છે. તેવા વિવિધ પ્રકારના દંડો છે. તેમાં સૂમ-ગ્લણ, જતમય વાળ છે. તે ચામરોથી પવન ઢોળતી રહી છે.
તે જિનપ્રતિમાની આગળ બળે નાગપ્રતિમા, બળે યક્ષપ્રતિમાં, બબ્બે ભૂતપ્રતિમા, બબ્બે કુંડધાર પ્રતિમા રહેલ છે.
તે દેવછંદકમાં જિનપ્રતિમાની આગળ ૧૦૮ ઘંટા, ૧૦૮ ચંદનકળશો, ૧૦૮ શૃંગાર, ૧૦૮ દર્પણ, ૧૦૮ વાલા, ૧૦૮ પાની, ૧૦૮ સુપતિષ્ઠક, ૧૦૮ મનોગુલિકાપીઠિકા વિશેષ, ૧૦૮ વાતકફો, ૧૦૮ રત્નકાંડક, ૧૦૮ કંઠ, એ રીતે ગજકંઠ, નરકંઠ, કિંનર કંઠ, ઝિંપુરુષકંઠ, મહોગકંઠ, ગંધર્વકંઠ, વૃષભ કંડ છે. ૧૦૮-૧૦૮ પુષ્પ ચંગેરી, મારા ચંગેરી, ચૂર્ણચંગેરી, ગંધ અંગેરી, વા ચંગેરી, આભરણ ચંગેરી, લોમહસ્ત ચંગેરી છે. લોમહસ્ત-મોસ્પીંછીની પૂંજણી.
૧૦૮ પુષપટલક, ૧૦૮ માલ્ય પટલકોના મુકલ પુષ્પોની ગ્રથિત માળા, ૧૦૮ ચૂર્ણ પટલક એ પ્રમાણે ગંધ, વસ્ત્ર, આભરણ, સિદ્ધાર્થ, લોમહસ્તક, પટલક કહેવા. એ રીતે ૧૦૮-૧૦૮ સિંહાસન, છત્ર, ચામર, તૈલ સમુદ્ગક, કોઠ સમુક, ચોક સમુદ્ગક, તગર સમુદ્ગક, મેલા સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુદ્ગક, મન:શિલા સમુદ્ગક, જન સમુદ્ગક છે. આ તૈલ આદિ બધા સમુદ્ગક પરમ સુરભિ ગંધયુક્ત કહેવા. ૧૦૮ ધ્વજા છે.
- અહીં વૃત્તિકાર મહર્ષિએ બે ગાથા નોંધી છે. જેમાં ૧૦૮-૧૦૮ ચંદનકળશાદિની નોંધ છે. શેષ - x • પૂર્વવત્.
• સૂત્ર-૧૩૮ -
તે સિદ્ધાયતનની ઉત્તપૂર્વમાં એક મોટી ઉપધાનસભા કહી છે. સુધમસભા માફક ગોમાનસી પન્ન બધું વર્ણન અહીં પણ કરી લેવું. ઉપપાનસભામાં પણ દ્વાર, મુખમંડપાટિ ભર્યું વર્ણન. ભૂમિભાગ ચાવતું મણીઓનો સ્પર્શ આદિ કહેવા. સુધમાં સભાની વકતવ્યતા ભૂમિ અને સ્પર્શ પર્યન્ત કહેવી.
તે મણિપીઠિકાની ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસનનું વર્ણન પરિવાર રહિત કરવું.
તે વિજય દેવના અભિષેકના ઘણાં ભાંડો રાખેલા છે. અભિષેકસભામાં ઉપર આઠ-આઠ મંગલ ચાવતું ઉત્તમાકારના સોળ પ્રકારના રનોથી સુશોભિત છે.
તે અભિષેકસભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટી અલંકારિરૂભા વકતવ્યતા યાવ4 ગોમાનસી કહેવી. મણિપીઠિકા વન અભિષેકસભા માફક જાણવું. તેની ઉપર સીંહાસનનું વર્ણન સપરિવાર કરવું. ત્યાં વિજયદેવના ઘi અલંકાર, ભાંડ રહેલા છે. ઉત્તમ કારણ અલંકારિક ઉપર મંગલકો, ધ્વજ, છત્રાતિછો છે.
તે અલંકાકિસભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટી વ્યવસાયસભા કહી. છે. પરિવાર રહિત સીંહાસન સુધીની બધી વક્તવ્યતા અભિષેસભા માફક કહેતી. ત્યાં વિજયદેવનું એક મોટું પુસ્તકન રહેલ છે. તે પુસ્તકનનું વર્ણન આ પ્રમાણે છે –
તે પુસ્તકરત્નની રિટરનમય કંબિકા, રજતમય પત્રક, રિટરનમય અક્ષરો, તપનીયમય દોરા, વિવિધ મણિમય ગ્રંથિઓ, અંદરનમય ઝો, વૈડૂમિય લિયાન, તપનીયમય સાંકળ, રિટરનમય ઢાંકણ, રિટ રનમય મણી, વજમણી . લેખની, રિસ્ટરનમય અક્ષરો તે ધાર્મિક શાસ્ત્રમાં છે. તે વ્યવસાય સભા ઉપર આઠ-આઠ મંગલ, વજછતિછત્ર છે જે ઉત્તમાકાથી ચાવતુ શોભિત છે.
તે વ્યવસાયની ઉત્તરપૂર્વમાં એક મોટી બલિપીઠ કહી છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજન સર્વ રજતમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે.
અહીં તે બલિપીઠની ઉત્તરપૂર્વમાં એક મોટી નંદા પુષ્કરિણી કહી છે. તેના પ્રમાણ આદિનું વર્ણન દ્રહ માફક કરવું.