________________
સૂત્ર-૩૪
કાળ ભાવિતપણાથી વિનાશિતપણાથી. ઉપસંહાર સુગમ છે.
અહીં દ્રવ્યાસ્તિક નયવાદી સ્વમત પ્રતિષ્ઠાપનાર્થે કહે છે – અત્યંત ઉત્પાદ નથી, સત્નો નાશ નથી, વિધમાન ભાવ અસત્ નથી, અભાવ એ સત્ નથી. જે પ્રતિવસ્તુનો ઉત્પાદ-વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ અને તિરોભાવ માત્ર છે. તેથી સર્વ વસ્તુ નિત્ય છે. તેના મતમાં સંશય કરે છે કે શું ઘટાદિવત્ દ્રવ્યાર્થતાથી શાશ્વતી કે સર્વકાળ એકરૂપ છે? તે સંશયાર્થે ફરી પૂછે છે -
ભગવન્ ! પાવર વેદિકા કાળથી કેટલો કાળ સુધી હોય છે ? એ રીતે કેટલો કાળ રહે છે ? ભગવન્ કહે છે – ગૌતમ ! તે કદી ન હતી તેમ નહીં અર્થાત્ સર્વદા હતી કેમકે અનાદિ છે. કદી નથી તેમ પણ નહીં, સર્વદા વર્તમાનકાળમાં રહેલી છે. કદી નહીં હશે તેમ પણ નહીં, ભાવિમાં પણ સર્વદા હશે. કેમકે અનંતકાળ છે. આ રીતે ત્રણ કાળ વિચારણામાં નાસ્તિત્વનો પ્રતિષેધ કરીને હવે અસ્તિત્વ પ્રતિપાદિત
૯૩
કરવા કહે છે – હતી, છે અને રહેશે. એ રીતે ત્રિકાળ અવસ્થાયીત્વથી ધ્રુવ, મેરુ આદિ વત્ વત્વથી જ સદૈવ સ્વસ્વરૂપ નિયત, નિયતત્વથી જ શાશ્વતી, શાશ્વતત્વથી જ સતત ગંગા-સિંધુ પ્રવાહપ્રવૃત્ત છતાં પુંડરીક દ્રહ વત્ અનેક પુદ્ગલોના વિચટન છતાં તેટલી જ માત્રાના પુદ્ગલના ઉચ્ચટન સંભવથી અક્ષય - જેમાં યોક્ત સ્વરૂપમાં પરિભ્રંશ થતો નથી તે. અક્ષયત્વથી જ અવ્યય - પોતાના સ્વરૂપથી ચલનના અભાવથી. અવ્યયત્વથી સ્વસ્વ પ્રમાણમાં અવસ્થિત માનુષોત્તરતી બાહ્ય સમુદ્રવત્. તેથી જ નિત્ય-ધર્માસ્તિકાયાદિવત્.
આ પાવરવેદિકા એક વનખંડથી ચોતરફથી પરિક્ષિપ્ત છે. તે વનખંડ દેશોન બે યોજન ચક્રવાલ વિછંભથી છે. વનખંડ વર્ણન - કૃષ્ણ, કૃષ્ણાવભાસ ઈત્યાદિરૂપ પૂર્વવત્ જાણવું.
તે ઉપકારિકા લયનની ચારે દિશામાં, પ્રત્યેકમાં એક-એક એમ ચાર ત્રિસોપનપ્રતિરૂપક કહ્યા છે. તેનું વર્ણન યાન વિમાનવત્ છે. તે ત્રિસોપાનકની આગળ પ્રત્યેકમાં એક એક તોરણ છે. તોરણ વર્ણન પણ પૂર્વવત્. ઈત્યાદિ - ૪ -
. સૂત્ર-૩૫ ઃ
તે બહુામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક મોટું પ્રાસાદાવતંસક કહ્યું છે. તે પ્રાસાદાવાંસક ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૨૫૦ યોજન વિલ્કેભથી તથા પોતાની ફેલાઈ રહેલ પ્રભાથી હસતું એવું પ્રતીત થાય છે. ચંદરવો અને સપરિવાર સીંહાસન કહેવા. અષ્ટ અષ્ટમંગલ, ધ્વજ, છાતિ છત્ર કહેવા. તે મૂળ પ્રાસાદાવતંસક, બીજા ચાર પ્રાસાદાવતંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્રથી
ચોતરફ પવૃિત્ત છે. તે પાસાદાવાંસકો ૨૫૦ યોજન ઉર્ધ્વ ઉચવી, ૧૨૫
યોજન વિકભતી છે.
તે પ્રાસાદાવાંતકો બીજા ચાર પ્રાસાદાવતંસકોથી ઘેરાયેલ છે, તે અર્ધા ઉચ્ચત્વ પ્રમાણથી છે. તે પ્રાસાદાવાંસકો પચીશ યોજન ઉંચા અને સાડા બારાઠ યોજન પહોળા, એકીશ યોજન અને એક કોશ વિષ્ફભથી છે. ઉલ્લોક,
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
સપરિવાર સીંહારાન, પ્રાસાદ ઉપર આઠ આઠમંગલો, ધ્વજો અને છાતિછત્રો છે. • વિવેચન-૩૫ :
E୪
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક મોટું મૂલપાસાદાવતંસક છે, તે ૫૦૦ યોજન ઉંચા છે, ૨૫૦ યોજન પહોળા છે. તેનું વર્ણન, મધ્યના ભૂમિભાગ, ઉલ્લોક વર્ણન દ્વારની બહાર રહેલ પ્રાસાદવત્ જાણવું. તેના મધ્ય ભાગમાં એક મણિપીઠિકા કહી છે. આઠ યોજન લંબાઈ-પહોળાઈથી, ચાર યોજન જાડાઈથી છે. તે સર્વથા મણીમય, નિર્મળ ઈત્યાદિ પૂર્વવત્ છે.
તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન છે. તે સિંહાસન અને પરિવારરૂપ ભદ્રાસન પૂર્વવત્ જાણવું. તે મૂળ પ્રાસાદાવાંસક બીજા ચાર પ્રાસાદાવતંસકથી ચોતસ્ફથી પરિવૃત્ત છે. તેનું અદ્ધત્વ પ્રમાણ બતાવે છે - ૨૫૦ યોજન ઉંચો, ૧૨૫ યોજન વિખંભથી. તેનું વર્ણન, મધ્યભૂમિભાગ ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
તે પ્રાસાદાવતંસકના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં સિંહાસન કહ્યું છે. તે સીંહાસન વર્ણન પૂર્વવત્. માત્ર અહીં બાકી પરિવારરૂપ ભદ્રાસન કહેવા. તે પ્રાસાદાવતંસકો બીજા ચાર પ્રાસાદાવતંસકથી પવૃિત્ત છે. તેનું ઉચ્ચત્વ પ્રમાણ આ રીતે છે - મૂલ પ્રાસાદાવતંસકની અપેક્ષાએ ચોથા ભાગ પ્રમાણથી છે. તેનું અદ્ભુઉચ્ચત્વ પ્રમાણથી બતાવે છે - તે ૧૨૫ યોજન ઉચ્ચત્વી, ૬૨॥ યોજન વિખંભથી છે - ૪ - શેષ વર્ણન પૂર્વવત્. [અહીં વૃત્તિ સર્વ વર્ણન સૂત્રાર્થ મુજબ છે તેથી નોધેલ નથી.] વિશેષ એટલું કે છેલ્લા ચાર પ્રાસાદાવતંસક પંદર યોજનથી અધિક ઉચ્ચત્વથી અને દેશોન આઠ યોજન વિખંભથી છે.
• સૂત્ર-૩૬ :
તે મૂલ પ્રાસાદાવતંસકની પૂર્વે અહીં સુધસભા કહી છે. તે ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, કર યોજન ઉંચી, અનેકશત સ્તંભ સંનિવિષ્ટ, અભ્યુદ્ગત સુકૃત્ વજ્ર વેદિકા અને તોરણ, વર રચિત શાલભંજિકા યાવત્ અસરાગણ સંઘથી વ્યાપ્ત, પ્રાસાદીય આદિ છે. તે સુધમસિભામાં ત્રણ દિશામાં ત્રણ દ્વારો કહ્યા છે. તે આ — પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. આ દ્વારો ૧૬-યોજન ઉચ્ચત્વથી, આઠ યોજન વિકભથી, તેટલાં જ પ્રવેશ ભાગમાં છે. તે દ્વાર શ્વેત અને શ્રેષ્ઠ સુવર્ણની સ્તુપિકાઓ તથા વનમાળાથી અલંકૃત્ છે. તે દ્વારોની ઉપર આઠ-આઠ જંગલો, ધ્વજા, છત્રાતિછત્રો છે.
તે દ્વારોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મુખ મંડપ કહ્યા છે. તે મુખ મંડપો ૧૦૦ યોજન લંબાઈથી, ૫૦ યોજન વિલ્કેભથી, સાતિરેક ૧૬ યોજન ઉંચાઈથી છે. સુધર્મ સભા સમાન વર્ણન કહેવું. તે મુખમંડપની ત્રણ દિશામાં ત્રણ દ્વારો કહ્યા છે. તે આ — પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. તે દ્વારો ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશથી છે. આ દ્વારો શ્વેત, શ્રેષ્ઠ સુવર્ણ સ્તુપિકા યાવર્તી વનમાળાઓથી અલંકૃત્ છે. તે મુખમંડપના ભૂમિભાગ, ઉલ્લોક, તેની ઉપરના આઠ મંગલ, છત્રાદિ કહેવા.