________________
સૂત્ર-૨૯
સિંહાસનો કહ્યા છે. તેનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ સંપૂર્ણ કહેવું.
તે તોરણો આગળ બબ્બે રૂસમય છત્રો કહ્યા છે. તે છત્રો ધૈર્યરત્નમય વિમલદંડવાળા, જાંબૂનદ કર્ણિકાવાળા, વજ્રરત્ન વડે આપૂતિ દંડ શલાકા સંધિયુક્ત, મુક્તાજાલ પરિંગત, ૮૦૦૦ સંખ્યક વસ્કાંચનમય શલાકાયુક્ત, વસ્ત્રખંડથી ઢાંકેલ કુંડિકાદિના ભાજનમુખ વડે ગાળેલ કે તેમાં પકાવેલ જે મલયજ સુખડ, તેના સંબંધી જે સુગંધી જે ગંધવાસ, તેની જેમ બધી ઋતુમાં સુરભિ અને શીતલ છાયાવાળા. સ્વસ્તિકાદિ આઠ મંગલ જેમાં આલેખેલા છે તેવા ચંદ્રાકૃતિની ઉપમાવાળા, તેના જેવા વૃત્ત છે.
૧
તે તોરણોની આગળ બબ્બે ચામર કહી છે. તે ચંદ્રકાંત, વજ, ધૈર્ય તથા બીજા મણિરત્નો વડે ખચિત છે. આવા પ્રકાના વિવિધ આકારવાળા દંડો જે ચામરોના છે તેવી. સૂક્ષ્મ રજતમય દીર્ઘવાળયુક્ત, શંખ-અંક-કુંદપુષ્પ-ઉદકકણ-અમૃત મથિત ફેણ પુંજ, તે બધાં જેવી પ્રભાવાળા, સ્વચ્છાદિ પૂર્વવત્.
તે તોરણોની આગળ બબ્બે તૈલ સમુદ્ગક છે. જીવાભિગમ મૂળ ટીકા મુજબ તૈલ સમુદ્ગક - સુગંધી તેલના આધારપાત્ર. એ પ્રમાણે કોષ્ઠાદિ સમુદ્ગક પણ કહેવા. - ૪ - આ બધાં સર્વરત્નમય, સ્વચ્છ આદિ છે - પૂર્વવત્ કહેવા.
• સૂત્ર-૩૦ :
સૂભિ વિમાનના પ્રત્યેક દ્વારે ૧૦૮-૧૦૮ ચક્ર, મૃગ, ગુડ, છત્ર, પિચ્છ, શકુનિ, સી, વૃષભ, ચાર દાંતવાળા શ્વેત હાથી અને ઉત્તમ નાગથી અંકિત ધજાઓ ફરકે છે. આ પ્રમાણે બધી મળીને સૂભિ વિમાનના પ્રત્યેક દ્વારે ૧૦૮૦ ધ્વજા ત્યાં કહી છે.
ત્યાં સૂયમિ વિમાનમાં ૬૫-૬૫ ભૌમ બતાવેલા છે. તે ભૌમનો ભૂમિભાગ અને ચંદરવાને કહેવા. તે ભૌમના બહુ મધ્યદેશ ભાગે એક-એક સીંહાસન છે, સીંહાસનનું વર્ણન સપરિવાર પૂર્વવત્ કહેવું. બાકીના ભૌમમાં ભદ્રાસન રાખેલ છે. તે દ્વારોના ઉત્તમાગાર સોળ પ્રકારના રત્નોની સુશોભિત છે. તે આ રીતે - રત્નો યાવત્ સ્ટિરત્ન વડે.
તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલક, ધ્વજ સહિત યાવત્ છત્રાતિછત્રથી શોભિત છે. આ પ્રમાણે બધાં મળીને ૪૦૦૦ દ્વારો સૂર્યાભ વિમાનમાં હોય છે, તેમ કહ્યું છે.
તે સૂર્યભ વિમાનમાં અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, સૂતકવન ચારે દિશામાં ૫૦૦-૫૦૦ યોજના અંતરે છે. આ વનખંડ આ રીતે છે – પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણ વન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં ચૂતક વન. તે વનખંડો સાતિરેક સાડા બાર યોજનથી અધિક લાંબા, ૫૦૦ યોજન પહોળા છે. પ્રત્યેકે પ્રત્યેક પાકારથી પરિવષ્ટિત, કાળા-કાળીઆભાવાળા છે. • વિવેચન-૩૦ :
સૂર્યાભ વિમાનના એક-એક દ્વારમાં ૧૦૮ ચક્રધ્વજ ઈત્યાદિ કહ્યા. ચક્રધ્વજ
17/6
ર
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
ચક્ર રેખારૂપ ચિહયુક્ત ધ્વજા. એ રીતે મૃગ-ગરુડ આદિ [સૂત્રોક્ત] બધી ૧૦૮-૧૦૮ જાણવી. આ પ્રમાણે પૂર્વાપર બધી મળીને તે સૂર્યાભ વિમાનના એક-એક દ્વારે ૧૦૮૦-૧૦૮૦ ધ્વજાઓ મેં અને બીજા તીર્થંકરોએ કહેલી છે.
તે દ્વારો સંબંધી પ્રત્યેકના ૬૫-૬૫ વિશિષ્ટ સ્થાનો કહ્યા છે. તે ભ્રમોના ભૂમિભાગ અને ઉલ્લોક યાન વિમાન વત્ કહેવા. તે ભૌમોના બહુ મધ્યદેશ ભાગે જે ૩૩-ભૌમ છે, તેના પ્રત્યેકના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં સૂર્યાભદેવને યોગ્ય સિંહાસન છે. તે સિંહાસનોની પશ્ચિમ-ઉત્તર-પૂર્વાદિમાં સામાનિક દેવ યોગ્ય ભદ્રાસનો ક્રમથી યાનવિમાનવત્ કહેવા. બાકીના ભૌમોમાં દરેકમાં એક-એક સિંહાસન પરિવાર
રહિત છે.
તે દ્વારોનો ઉપરિત આકાર ઉત્તરંગાદિ રૂપ, ક્વચિત્ ઉપરનો ભાગ એ પાઠ છે. તે સોળ પ્રકારના રત્નો વડે શોભે છે. તે આ – કડૈતનરત્ન, વજ, ધૈર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતીરસ, અંક, અંજન, રજત, અંજનપુલક, જાતરૂપ, સ્ફટિક અને રિષ્ઠરત્નો વડે.
તે પ્રત્યેક દ્વારની ઉપર આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલક ઈત્યાદિ છે, ચાનવિમાનના તોરણવત્ તે કહેવા યાવત્ ઘણાં સહસપત્ર કમળો છે. કોઈક પ્રતમાં વધારાનો આ પાઠ છે - આ પ્રમાણે બધાં મળીને સૂભવિમાનમાં ૪૦૦૦ દ્વારો છે.
સૂર્યભવિમાનની ચારે દિશામાં મળીને – ચારે દિશામાં ૫૦૦-૫૦૦ યોજને બાધા રહિત અર્થાત્ અપાંતરાલ છોડીને ચાર વનખંડો છે. વનખંડ - “અનેક જાતીય ઉત્તમ વૃક્ષોનો સમૂહ'' એમ જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે. તે વનખંડોને નામથી અને દિશાભેદથી દર્શાવે છે. અશોકવન-અશોકવૃક્ષ પ્રધાન વન. એ જ રીતે સપ્તપર્ણવન, સંપકવન, ચૂતવન કહેવા. પૂર્વાદિ દિશા પાઠસિદ્ધ છે. - x - તે વનખંડો સાતિરેક સાડા બાર લાખ યોજન લાંબા અને ૫૦૦ યોજન વિકુંભથી છે. પ્રત્યેક વન પ્રાકાર વડે પરિક્ષિપ્ત છે. વળી તે વનખંડ કૃષ્ણ-કૃષ્ણ આભાવાળા, નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધાવભાસ, તિવ્ર-તિવ્રાવભાસ,
કૃષ્ણ-કૃષ્ણછાય, નીલ-નીલચ્છાય, હરિત-હતિચ્છાય, શીત-શીાચ્છાય, સ્નિગ્ધસ્નિગ્ધછાય, શાખા-પ્રશાખા એક બીજામાં મળી જવાથી સઘન છાયાવાળુ, રમ્ય, મહામેઘના સમુદારાથી શોભે છે. તે વૃક્ષો મૂળ-કંદ-સ્કંધ-ત્વચા-પ્રવાલ-પત્ર-પુષ્પ-બીજફળથી યુક્ત છે. અનુક્રમે સુજાતાદિ, એકસ્કંધ, અનેક શાખા-પ્રશાખા યુક્ત, અનેક મનુષ્યો વડે પ્રસારેલ બાહાથી અગ્રાહ્ય ધન વિપુલ વૃત્ત સ્કંધવાળુ, અછિદ્ર-અવિલ આદિ પત્રોથી યુક્ત, જરઠ પાંડુ પત્રો રહિત, નવા હરિત પત્રાદિના ભારથી અંધકાર યુક્ત અને ગંભીર દર્શનીય, શ્રેષ્ઠ તરુણ પત્ર-પલ્લવ આદિ નીકળેલા છે તેવું નિત્ય કુસુમિત-મુકુલિત, લવચિક-સ્તબકીય-ગુલયિત-ગોઍિક-ચમલિય-યુગલિક-વિનમિતપ્રણમિતાદિ, સુવિભક્ત ઈત્યાદિ ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું - x -
ઉક્ત વૃક્ષ વર્ણનની વ્યાખ્યા [નો સાર] આ પ્રમાણે છે -
આ વૃક્ષો મધ્યે પ્રાયઃ મધ્યમ વયમાં વર્તતા પાનો કાળા હોય છે, તેના યોગથી