________________
૪૩
૪૪
૨/૨૬ નિર્જરા, આ પદાર્થોનું અસ્તિત્વ દર્શાવી શૂન્ય-જ્ઞાન-નિરાત્મ-અદ્વૈત-એકાંત-ક્ષણિકનિત્યવાદી અને નાસ્તિકાદિ કુદર્શનના નિરાકરણથી પરિણામી વસ્તુના પ્રતિપાદનથી સર્વે આલોક અને પરલોકની ક્રિયાનું નિર્દોષપણું બતાવ્યું.
તથા અરહંત, ચકી, બલદેવ, વાસુદેવ, નાટક, તિર્યંચો, માતા-પિતા, બષિ, દેવો, સિદ્ધિ, સિદ્ધો, પરિનિર્વાણાદિ છે. -x- તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાના ચાવતુ મિથ્યાદર્શનશલ્ય છે. પ્રાણાતિપાત વિરમણ ચાવતું મિથ્યાદર્શનશલ્ય વિવેક છે. કેટલું કહીએ ? સર્વે અતિભાવ અતિરૂપે કહે છે, સર્વે નાસ્તિભાવને નાસ્તિરૂપે કહે છે. સારા કર્મો સારા ફળવાળા, અશુભ કર્મો અશુભ પરિણામવાળા થાય છે. આત્મા શુભાશુભ કર્મને બાંધે છે, ઈત્યાદિ
- x • આ પ્રત્યક્ષ નિર્ઝન્ય પ્રવચન-જિનશાસન સત્ય છે. અનુત્તર છે, કેવલિક-અદ્વિતિય, સંયુદ્ધ-નિર્દોષ, પ્રતિપૂર્ણ, સદ્ગુણોથી ભરેલ, તૈયાયિક-ન્યાયનિષ્ઠ, માયાદિશચનાશક, સિદ્ધિ-હિતપ્રાપ્તિ માર્ગ, મુક્તિ-અહિતના ત્યાગ રૂપ માર્ગ, નિર્માણસિદ્ધિ માર્ગ, પરિનિર્વાણ-કર્મભાવ પ્રભવ સુખોપાય, સર્વ દુઃખ ક્ષયોપાય છે.
ધે આ પ્રવચન ફળથી કહે છે – આ પ્રવચનમાં રહેલ જીવો કૃતાર્થપણે સિદ્ધ, કેવલિપણે બુદ્ધ, કર્મ વડે મુક્ત થઈ, નિર્વાણ પામે છે. અદ્વિતીય, પૂજવા યોગ્ય અથવા સંયમ અનુષ્ઠાનમાં અસદંશ એવા કેટલાંક સિદ્ધ થતાં નથી, તેઓ નિર્ણન્ય પ્રવચન સેવક, ભદંત, પૂજય કે ભમાતા હોવાથી મહા ઋદ્ધિ-ધુતિ-ચશબળ-સુખવાળા અને દીર્ધ સ્થિતિક કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. [અહીં વૃત્તિમાં તેઓ કેવા દેવ થાય છે ? તેનું વર્ણન છે, જે વિશેષણો વૃત્તિમાં જોવા.) આ પ્રમાણે અહીં ધમનું ફળ કહ્યું. [હવે ચારે ગતિ કહે છે –].
ચાર કારણે જીવ તૈરયિકપણાનું કર્મ બાંધી, નૈરયિકોમાં ઉપજે, તે આ - મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ, માંસાહારથી, તિર્યંચો ચાર કારણે તિર્યંચ યોગ્ય કર્મ બાંધે- માયા, અસત્યવચન, ઉકંચન-ભોળાને છેતરતી વેળા પાસે રહેલા ચતુર્ત ખ્યાલ ન આવે, તેમ ક્ષણવાર પ્રવૃત્તિ ન કરે, વચન-છેતરવા વડે. મનુષ્ય યોગ્ય કર્મ ચાર કારણે બાંધે - પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિ વિનીતતા, દયા, માત્સર્ય વડે. દેવોમાં સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જલ, બાલતપકર્મ વડે ઉત્પન્ન થાય છે.
જે પ્રકારે નરકમાં જવાય છે, જે નરકો છે, નરકમાં જે વેદના છે, તિર્યંચ યોનિમાં શારીરિક-માનસિક દુઃખો છે, વ્યાધિ-જરા-મરણ-વેદના વ્યાપ્ત, અનિત્ય એવું મનુષ્યપણું, દેવો-દેવલોક-દેવના દેવસુખને કહે છે. નરક-તિર્યંચયોનિ-મનુષ્યભાવ અને દેવલોક, સિદ્ધિ-સિદ્ધિ સ્થાન છે જીવંતિકાયને કહે છે. જે રીતે જીવો બંધાયમૂકાય-ફ્લેશ પામે છે, જે રીતે કેટલાંક અપ્રતિબદ્ધો દુ:ખનો અંત કરે છે, આdઆર્તચિત્તવાળા જીવો જે પ્રકારે દુ:ખનો અંત કરે છે, જે રીતે વૈરાગ્ય પ્રાપ્ત જીવ કર્મની પેટી ઉઘાડે છે તે કહે છે - અહીં મ7 - શરીરથી દુ:ખી, મfdવત્તા - શોકાદિ પીડિત અથવા આર્તધ્યાનથી પીડિત થયેલા મનવાળા જાણવા. જે રીતે રાગકૃત કર્મનો ફલવિપાક પ્રાપ્ત થાય, જે રીતે કર્મ ક્ષીણ થતાં સિદ્ધો મોક્ષ પામે તે કહે છે..
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ હવે અનુષ્ઠય-અનુષ્ઠાન લક્ષણ ધર્મ કહે છે - તે ધર્મ બે ભેદે કહેલ છે, જે ધર્મ વડે સિદ્ધો સિદ્ધાલયને પામે છે તે- આગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગાર ધર્મ-સર્વ ધન, ધાન્યાદિ પ્રકારને આશ્રિને સર્વ આત્મ પરિણામ વડે ઘર છોડી સાધુતાને પ્રાપ્ત થઈ સર્વથા પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરમણ રૂપ જાણવો. આ આમાર સામાયિક ધર્મ કહ્યો, આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત સાધસાળી વિચરણ કરતાં આજ્ઞાના આરાધક થાય છે. ગૃહસ્થ ધર્મ બાર ભેદે કહ્યો છે - પાંચ અણુવત, ગણ ગુણવત, ચાર શિક્ષાવ્રત · * તથા પશ્ચિમ મારણાંતિક સંલેખણા-સાણા-આરાધના. આ અગાર સામાયિક ધર્મ કહો. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થયેલ શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે.
ત્યારપછી અતિ મોટી મનુષ્ય પર્ષદાએ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજીને હટ-તુષ્ટ યાવતુ હૃદયી થઈને ઉડ્યા, ઉઠીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરીને વાંદી-નમીને કેટલાંક મુંડ થઈને ઘરથી નીકળી, સાધુપણાંને સ્વીકારે છે. કેટલાંક બાર ભેદે ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે, બાકીની પર્ષદા ભગવંતને વાંદીનમીને આમ કહે છે –
ભગવન ! આપે નિથ પ્રવચન સારી રીતે કહ્યું, ભેદથી સારી રીતે પ્રરૂપ્ય, વચનથી સારી રીતે ભાગ્ય, શિયોમાં સારી રીતે વિનિયોગ કર્યો, તવથી સારી રીતે ભાવ્યું છે. અનુત્તર છે, ધર્મને કહેતા ઉપશમને કહો છો, ઉપશમને કહેતા વિવેકને કહો છો, વિવેકને કહેતા વિરમણને કહો છો, વિરમણને કહેતા. પાપકર્મને ન કરવાનું કહો છો. બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી, જે આવા ધર્મને કહેવા સમર્થ હોય. ઈત્યાદિ - x .
• સૂત્ર-૨૭ :
કામદેવને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રાવકને આમ કહ્યું - હે કામદેવ! મધ્યરાત્રિ સમયે તારી પાસે એક દેવ અાવ્યો, દેવે એક મોટા દિવ્ય પિશાચરૂપને વિકુ - x • ચાવત્ તને એમ કહ્યું કે - ઓ કામદેવ ! યાવ4 જીવિતથી રહિત થઈશ, ત્યારે તું - x • નિર્ભય થઈ ચાવતું વિચર્યો. આ પ્રમાણે પૂવોંકત મણે ઉપસર્ગો કહેવા, ચાવત દેવ પાછો ગયો. કામદેવ શું આ અર્થ-ન્સમર્થ છે? - હા, છે.
હે આયોં ! એમ સંભોધી, ભગવંત મહાવીરે, ઘણાં શ્રમણ નિ9નિગ્રન્થીને આમંત્રીને કહ્યું - હે આર્યો ! જે ઘરમાં રહેતા ગૃહસ્થ શ્રાવકો દિવ્ય-માનુષી-તિયયસંબંધી ઉપસર્ગોને સમ્યફ સહે છે યાવતું આધ્યાસિત કરે છે, તો હું આ ! દ્વાદશાંગ ગણિપિટકને ભણતાં શ્રમણ નિJભ્યોએ દિવ્યમાનુષી-તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમ્યફ સહેજ પાવતુ આધ્યાસિત કરવા યોગ્ય છે. ત્યારપછી તે ઘણાં શ્રમણ નિર્મા-
નિર્જીએ ભગવાન મહાવીરની આ વાત dહરિ' કહીને સ્વીકારી.
ત્યારપછી કામદેવ શ્રાવકે હર્ષિત થઈ ચાવત ભગવત મહાવીરને અનો