________________
૨/૨૫
૪૧
હે દેવાનુપિય ! દેવેન્દ્ર દેવરાજ શકે યાવત્ શક સીંહાને રહી, ૮૪,૦૦૦ સામાનિક યાવત્ બીજા ઘણાં દેવ-દેવી મધ્યે આમ કહ્યું – જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં ચંપાનગરીમાં કામદેવ શ્રાવક પૌષધશાળામાં, પૌષધિક બહાચારી સાવત્ દર્ભસંથારે બેસીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મપજ્ઞપ્તિ સ્વીકારીને વિચરે છે. કોઈ દેવ-દાનવ યાવત્ ગંધર્વ વડે નિગ્રન્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિતવિપરિણામિત કરવા સમર્થ નથી. ત્યારે હું શક્રેન્દ્રના આ અર્થની અશ્રદ્ધા કરતા જલ્દી અહીં આવ્યો.
અહો દેવાનુપિય ! તેં ઋદ્ધિ-તિ-યશ-બલ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ પ્રાપ્ત કરેલ છે. તે ઋદ્ધિ મેં જોઈ યાવત્ જાણી. તે માટે હું ખમાવું છું, તમે મને ક્ષમા આપો, તમે ક્ષમા કરવાને યોગ્ય છો, હું ફરીથી એમ નહીં કરું, એમ કહી ગે પડ્યો, અંજલિ જોડી, આ અર્થને માટે વારંવાર ખમાવે છે. પછી જે દિશાથી આવેલો, તે દિશામાં પાછો ગયો. ત્યારે કામદેવે પોતાને નિરુપસર્ગ જાણીને પ્રતિમા પારી.
• વિવેચન-૨૫ :
રવિશવજી અહીં યાવત્ શબ્દથી-કડાં, ત્રુટિત, બહેરખાં વડે સ્તંભિત ભુજા, કેયુર કુંડલ અને ગંડસ્થળને સ્પર્શ કરેલ કર્ણપીઠ, વિચિત્ર હસ્તાભરણ, વિચિત્ર માળા યુક્ત મુગટ, નવીન શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલ, કલ્યાણકારી અને શ્રેષ્ઠ પુષ્પો તથા વિલેપનધારી, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળા ધારણ કરનાર, દિવ્ય વર્ણ-ગંધ-સ્પર્શ-સંઘયણ-સંસ્થાન વડે યુક્ત, દિવ્ય ઋદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-અર્ચીતેજ-લેશ્યા વડે યુક્ત એવું, દશે દિશાઓને પ્રકાશિત કરવું, શોભાવતું, ચિત્તને આહ્લાદક, જેને જોતાં ચક્ષુ થાકી ન જાય તેવું, મનોજ્ઞ, પ્રતિરૂપ દેવરૂપ વિક્ર્વે છે. વિકુર્તીને આકાશમાં રહી. નાની ઘુઘરીઓવાળા, પંચવર્ષી વસ્ત્રોને પહેરીને કામદેવને કહ્યું –
દેવેન્દ્ર શક્ર અહીં યાવત્ શબ્દથી આમ જાણવું - વજ્ર પાણી, પુરંદર, શતકન્તુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાર્વલોકાધિપતિ, બત્રીશ લાખ વિમાનાધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર, રજરહિત, સ્વચ્છ વસ્ત્રધારી, આરોપિત માળા યુક્ત મુગટવાળો, નવા-હેમ-ચારુ-ચિત્રિત-ચંચલ-કુંડલ વડે સ્પર્શ કરાતા ગાલવાળો, દેદીપ્યમાનશરીરી, લાંબી વનમાળાધારી [એવો શક્રેન્દ્ર] સૌધર્મકો સૌધર્માવાંસક વિમાનમાં સુધર્માસભામાં - ૪ - ૪ - ૪ -
lo
૮૪,૦૦૦ સામાનિક દેવો યાવત્ શબ્દથી 33-ત્રાયશ્રિંશક દેવો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ, ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો - ૪ - ૪ - આદિ મધ્યે આ પ્રમાણે ‘આઇક્બઇ’-સામાન્યથી કહે છે, ‘ભાસઈ’-વિશેષથી કહે છે, તેને જ પ્રજ્ઞાપયતિ અને પ્રરૂપયતિ એ બે પદ વડે કહે – યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, મહોરગ કે ગંધર્વ
છે. વેળ શબ્દથી જાણવું કે
વડે નિગ્રન્થ પ્રવચનથી ચલિત કરવા સમર્થ નથી.
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
ઋદ્ધિ યાવત્ શબ્દથી-દ્યુતિ, યશ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. નારૂં મુનો વાળવાળુ - ફરી તે આચરણ નહીં કરું.
૪૨
• સૂત્ર-૨૬ ઃ
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ચાવત્ વિચરે છે. ત્યારે તે કામદેવ શ્રાવક, આ વાત યાવત્ જાણીને કે ભગવંત યાવત્ વિચરે છે, તો મારે ઉચિત છે કે ભગવંતને વાંદી, નમી, ત્યાંથી પાછા આવીને પૌષધ પારવો. એમ વિચારીને શુદ્ધ-પ્રાવેશ્ય વસ્ત્રો યાવત્ અ-મહાઈ યાવત્ મનુષ્ય વર્ગથી પરિવરીને ચંપાનગરી મધ્યેથી નીકળે છે, પુર્ણભદ્ર ચૈત્યે “શંખ-શ્રાવક” માફક આવીને યાવત્ પાસે છે. ત્યારે ભગવંત મહાવીરે, કામદેવને તથા તે પર્યાદાને યાવત્ ધર્મકથા સમાપ્ત થઈ.
• વિવેચન-૨૬ :
ના સંઘે - ભગવતી સૂત્રમાં કહેલ શંખ શ્રાવક માફક અહીં કહેવું. અર્થાત્ બીજા પંચવિધ અભિગમ-સચિત્ત દ્રવ્ય ત્યાગ આદિ વડે સમોસરણમાં પ્રવેશે છે, પણ શંખે પૌષધ કર્યો હોવાથી સચિત્તાદિ દ્રવ્યના અભાવે અભિગમો કર્યા નથી, અહીં પણ તેમજ છે.
યાવત્ શબ્દથી આમ જાણવું - ભગવંત મહાવીર પાસે આવ્યો, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી-નમી, બહુ નજીક કે દૂર નહીં, તે રીતે શુષા કરતો, નમસ્કાર કરતો, અભિમુખ રહી અંજલિ જોડીને પર્યાપાસના કરે છે. ત્યારે ભગવંતે, કામદેવને અને તે પર્ષદાને અહીંથી ઉવવાઈ સૂત્ર મુજબ યાવત્ ધર્મકથા સમાપ્ત થઈ, સુધી કહેવું. તે આ રીતે સવિશેષ બતાવે છે -
=
ત્યારપછી ભગવંત મહાવીરે, કામદેવ શ્રાવકને અને તે મહા-મોટી ઋષિ ૫ર્મદા, મુનિ પર્મદા, યતિ પર્ષદાને, અનેક શત પ્રમાણ વૃંદને, અનેક શત પ્રમાણ વૃંદ પરિવારને, ધર્મ કહ્યો. ભગવંત કેવા છે ? - ઓઘબલિ, અતિબલિ, મહાબલિ. અપરિમિત બલ-વીર્ય-તેજ-માહાત્મ્ય-કાંતિ યુક્ત. શરદકાલિન નવીન મેઘના શબ્દની માફક મધુર નિર્દોષ અને દુંદુભિ જેવા સ્વરયુક્ત, છાતીમાં વિસ્તીર્ણપણાથી “સરસ્વતી'' સાથે સંબંધ છે. વર્તુળપણાથી કંઠને વિશે ગોળાકાર, મસ્તકે સંકીર્ણ, - ૪ - સ્પષ્ટ વર્ણવાળી, અસ્ખલિત બોલાતી, સર્વ અક્ષરના સંયોગવાળી, પરિપૂર્ણ મધુર, સર્વ ભાષારૂપે પરિણમનારી “સરસ્વતી’-વાણી વડે, યોજનગામી શબ્દ વડે અર્ધ માગધી ભાષામાં બોલતા અરહંત ધર્મ કહે છે - x -
ભગવંત કેવા ? અર્હમ્ - પૂજિત, પૂજાને યોગ્ય. સર્વજ્ઞ હોવાથી, જેને કંઈ છાનું નથી, તેવા ભગવંત શ્રદ્ધેય-ોય-અનુષ્ઠેય એવા ધર્મને કહે છે – વિશેષ કચનથી કહે છે. તે ધર્મ માત્ર ઋષિ પર્યદાને જ નહીં પણ વંદનાદિ અર્થે આવેલા તે સર્વે આર્યો અને અનાર્યોને ખેદરહિતપણે કહે છે. તે અર્ધમાધિ ભાષા, બધાંને સ્વભાષામાં પરિણામ પામે છે. - - હવે ધર્મકથાનું સ્વરૂપ દર્શાવે છે –
લોક છે, અલોક છે, જીવ-અજીવ-બંધ-મોક્ષ-પુન્ય-પાપ-આશ્રવ-સંવ-વેદના