________________
૨/૨/૩૭
અંતરાત્માવાળા સાધુ હાથ-પગ-નેત્ર-મુખથી સંયત થઈને શૂર, સત્ય, આર્જવથી સંપન્ન હોય છે.
૨૨૩
આ રીતે આ સંવરદ્વાર સમ્યક્ સંવતિ અને સુપ્રણિહિત થાય છે. આ પાંચ કારણોથી-ભાવનાથી, મન-વચન-કાયથી પૂર્ણરૂપે સુરક્ષિત થાય છે. તેથી ધૈર્યવાન્ અને મતિમાત્ સાધકે અનાશ્રવ, અકલુપ, નિછિદ્ર, અપરિસાવી, અસંક્લિષ્ટ તથા સજિનેશ્વરો વડે અનુજ્ઞાત આ યોગને આમરણાંત જીવનમાં ઉતારવો જોઈએ.
આ પ્રમાણે બીજું સંવરદ્વાર પાર્શિત, પાલિત, શોધિત, તીતિ, કિત, અનુપાલિત અને આજ્ઞા વડે આરાધિત થાય છે. એવું જ્ઞાતમુનિ, ભગવંતે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરેલ છે. સિદ્ધવરશાસન, પ્રસિદ્ધ છે, આઘવિત-સુદેશિતપ્રશસ્ત છે - તેમ હું કહું છું.
• વિવેચન-૩૭ :
આ પ્રત્યક્ષ, અલી-અસદ્ભૂતાર્થ, પિશુન-બીજાને પરોક્ષ દોષારોપણ રૂપ, પરુષ-કઠોર ભાષણ, ટુક-અનિષ્ટાર્થ, ચપળ-ઉત્સુકતાથી વિચાર્યા વિનાનું જે વયન
વાક્ય, તેનાથી રક્ષણ કરવા માટેનો જે અર્થ તેનો ભાવ. તે માટે અર્થાત્ અલીકાદિથી રક્ષણ કરવા માટેનું પ્રવચન અર્થાત્ શાસન. ભગવંત મહાવીરે સારી રીતે કહેલ છે. બીજા અલીકવચન વ્રત વિશેષની પહેલી ભાવના તે અનુવિચિન્ય સમિતિરૂપ છે. તે આ રીતે - સદ્ગુરુ સમીપે સાંભળીને સંવરના પ્રસ્તાવથી મૃષાવાદ વિરતિ લક્ષણનું પ્રયોજન તે મોક્ષલક્ષણ - X - તેમાં સાંભળીને, પરમાર્થ-હેયોપાદેય વચનને સમ્યક્ રીતે જાણીને, વિકલ્પથી વ્યાકુળ થઈ વેગથી ન બોલવું જોઈએ. વચનની ચપળતાથી, કટુક અર્થથી, કઠોર શબ્દોથી, સાહસ પ્રધાન કે અતર્પિત, પ્રાણીને પીડાકર, સપાપ [વચન ન બોલવું
વચનવિધિને નિષેધ વડે જમાવી હવે વિધિથી કહે છે – સત્ય-સદ્ભુત
અર્થ, હિતકારી, પથ્ય, મિત-પરિમિત અક્ષર અને પ્રતિપાધ-વિવક્ષિત અર્થની પ્રતીતિજનક શુદ્ધ-પૂર્વોક્ત વચન દોષ રહિત, સંગત, ઉપપત્તિ વડે અબાધિત, અકાહલ-મુનમુન અક્ષરહિત, સમિક્ષિત-બુદ્ધિપૂર્વક પર્યાલોચિત, વચન સંયમવાને, કાલ-અવસરે બોલવું જોઈએ, અન્યથા ન બોલવું. આ રીતે ઉક્ત ભાષણ પ્રકારથી અનુવિચિન્ત્ય-પર્યાલોચ્ય ભાષણરૂપ જે સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ તે અનુવિચિ યોગ, તરૂપ જે વ્યાપાર, તેના વડે જીવ ભાવિત થાય છે. કયા પ્રકારે ? હાથપગ-ચરણ-નયન-વદન સંયત, શૂર ઈત્યાદિ.
બીજી ભાવના-ક્રોધ નિગ્રહ. ક્રોધ ન સેવવો. શા માટે? કુદ્ધકુપિત, ચાંડિક્સરૌદ્રરૂપત્વ સંજાત, તે મનુષ્ય અસત્ય બોલે છે. તેમાં - ૪ - વિકથા-પરિવાદરૂપ છે. શીલ-સમાધિ. વેસ-દ્વેષ્ય, અપ્રિય. વસ્તુ-દોષનો આવાસ. ગમ્ય-પભિવસ્થાન. નિષ્કર્ષ માટે કહે છે – ä - ‘અલિકાદિ’ ગ્રહણ કરવું, કેમકે તેનાથી બીજી ભણનક્રિયાનો અવિષય છે. અળ ઉક્તથી વ્યતિરિક્ત કેહવું. - X - X -
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
ત્રીજી ભાવના-લોભ ન સેવવો. શા માટે? લુબ્ધ-લોભી, લોલ-વ્રતમાં ચંચળ, અસત્ય બોલે છે. આ વાત વિષય ભેદથી કહે છે ગ્રામાદિ ક્ષેત્ર, કૃષિ ભૂમિ, ગૃહનું વાસ્તુ, તે હેતુથી લોભી અસત્ય બોલે. આ પ્રમાણે બીજા આઠે સૂત્રો જાણવા. તેમાં કીર્તિ-ખ્યાતિ, ઔષધાદિની પ્રાપ્તિના હેતુથી. ઋદ્ધિ-પરિવારાદિ, સૌખ્ય-શીતળ છાયાદિ સુખ હેતુ શય્યા-વસતિ અથવા જેમ પગ ફેલાવી સુવાય તે શય્યા. અઢી હાય લાંબો તે સંચારો-કંબલખંડાદિ. પાદપોંછન-જોહરણના હેતુથી. - x -
ચોથી ભાવના-ભય ન રાખવો. ડરેલ, ભયાઈ પ્રાણી. ભયાનિ-વિવિધ ભયો. અતિંતિ-આવે છે. કેવા ભય ? સવ્વસાર વર્જિતતાથી તુચ્છ, લઘુક-શીઘ્ર, અદ્વિતીયઅસહાય. ભૂત-પ્રેતો વડે ભયભીત અધિષ્ઠીત થાય છે. બીજાને પણ ડરાવે છે ઈત્યાદિ - ૪ - અહિંસાદિ રૂપ સંયમ ભારને ડરેલો વહન કરી શકતો નથી. સત્પુરુષો વડે સેવિત માર્ગ-ધર્માદિ પુરુષાર્થ ઉપાયને સેવવા-આચરવા ભયભીત સમર્થ ન થાય. તેથી મનુષ્યે ડરવું ન જોઈએ.
વસ્ત્ર • ભય હેતુથી બાહ્ય દુષ્ટતિર્યંચ મનુષ્યદેવાદિ તથા આત્મોદ્ભાવથી નહીં તે કહે છે – વ્યાધિ, ક્રમથી પ્રાણને હરણ કરનાર કુષ્ઠાદિ, રોગ-શીધ્રતર પ્રાણહરણકારી જ્વરાદિ, જરા કે મૃત્યુથી અથવા તેવા પ્રકારના ભયોત્પાદકત્વથી વ્યાધ્યાદિ સર્દેશ ઈષ્ટવિયોગાદિ. - ૪ - હવે તેનો નિષ્કર્ષ કરતા કહે છે – ધૈર્ય એટલે સત્વથી ભાવિત જીવ થાય છે. કેવો ? સંયત ઈત્યાદિ પૂર્વવત્.
પાંચમી ભાવના-પરિહાસ ન કરવો. તે અલીક-સદ્ભૂત અર્થને છુપાવવા રૂપ છે. અસંતગાઈ-અસદ્ભૂતાર્થ વચનો, અશોભન કે અશાંત-અનુપશમપ્રધાન, બોલે છે. [કોણ?] હાસ્યવંત-પરિહાસ કરનાર. પરિભવકારણ-અપમાનના હેતુ. પરપરિવાદબીજાના દૂષણો કહેવા. પ્રિય-ઈષ્ટ. - ૪ - ભેદ-ચાસ્ત્રિનો ભેદ, વિમૂર્તિ-વિકૃત નયન વદન આદિથી વિકૃત શરીરાકૃતિનું કાસ્ક. અથવા તે હાસ્ય મોક્ષમાર્ગનું ભેદકાસ્ક થાય છે. પરસ્પર કરાયેલ હાસ્ય, પરસ્પર અભિગમનકારી બને છે, પરદારા આદિ પ્રચ્છન્ન મર્મને ઉઘાડે છે. લોકનિંધજીવનવૃત્તિ રૂપ થાય છે. હાસ્યકારી કાંદર્ષિક-ભાંડ વિશેષ દેવરૂપ કે અભિયોગને યોગ્ય આદેશકારી દેવમાં ગતિ કરનાર થાય છે. -
x - x - મહદ્ધિક દેવોમાં ઉત્પન્ન થતો નથી. તેથી હાસ્ય અનર્થન માટે થાય છે. કહ્યું છે જે સંયત આવી અપ્રશસ્ત હાસ્યાદિ પ્રવૃત્તિમાં વર્તે છે, તે તેવા પ્રકારની ગતિમાં જાય છે. - ૪ - આસુરિય-અસુરભાવ, કિબ્બિસત-ચાંડાલ પ્રાયઃદેવમાં જન્મે - X - તેથી હાસ્ય ન સેવવું. પણ મૌન-વચન સંયમથી ભાવિત જીવ સંચતાદિ થાય.
૨૨૮
-
મુનિ દીપરત્નસાગરે કરેલ
સંવ-અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ