________________
૧૦૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/3/૫૬,૫૭
૧09 વેશધારણ કરી સાર્થવાહ પુત્રો પાસે આવી. પછી તે સાર્થવાહ યુગો, ગણિકા સાથે રથમાં બેઠા.
પછી ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈ સુભૂમિ ભાગ ઉધાનમાં નંદાપુષ્કરિણીએ આવ્યા, આવીને રથમાંથી ઉતય, પછી તેમાં ઉતરીને જળ વડે સ્નાન કર્યું, જળકીડા કરી, સ્નાન કરી, દેવદત્તા સાથે બહાર નીકળી છૂણામંડપમાં આવ્યા. તેમાં પ્રવેશ કર્યો. કરીને સવલિંકર વિભૂષિત થયા, આad-વિશ્વસ્ત થઈ ઉત્તમ સુખાસને બેસી દેદા સાથે વિપુલ આશનાદિ, ધૂપ-પુષ્પગંધ-
વના આસ્વાદનવિવાદપરિભોગ કરતાં વિચરે છે. ભોજન પછી દેવદત્તા સાથે વિપુલ માનુષી કામભોગ ભોગવતા વિચરે છે.
• વિવેચન-૫૬,૫૩ :
૩- કોઈ એક દેશમાં, મળ્યા, કોઈ એકના ઘેર બેઠા. -x - પરસ્પર તેમણે વાત કરી • x • સંકેત સ્વીકાર્યો. ગીતનૃત્યાદિ સ્ત્રીજનો ચિત વાત્સ્યાયન પ્રસિદ્ધ ૬૪-કળા, આલિંગનાદિ ૬૪-ગણિકા ગુણો, એ પણ વાસ્યાયન પ્રસિદ્ધ છે. તેવી નવયૌવના થયેલી, સંગત ગતિ-હાસ્ય-ભાષા-વિહિત-વિલાસ ઈત્યાદિમાં કુશળ હતી. વાંચનાનંતરમાં આટલું અધિક છે - સુંદર સ્તન, જઘન, વંદન, ચરણ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસ યુક્ત હતી. - x - રાજાએ આપેલ છત્ર, ચામર, વીઝણાદિ યુક્ત હતી.
કણરથ-વાહન વિશેષ તે કોઈક ઋદ્ધિવાળા પાસે જ હોય, તે તેમની પાસે હતો. લઘુકરણ-ગમનાદિમાં શીઘ ક્રિયાદક્ષ. યંગ-ચૂંપાદિ વડે યોજિત. • x • યુવાન બળદોથી યુક્ત વાહન લાવો. સમ-તુલ્ય, લિખિત-શસ્ત્ર વડે બાહ્ય વયા દૂર કરી વીણ શૃંગ કરાયેલ. - x - જંબૂનદમય-સુવર્ણમય, કલાપ-કંઠાભરણ વિશેષ, યોકચૂપ સાથેનું ગળાને અંકુશમાં રાખવાનું દોરડું, સૂબજૂક-સુતરાઉ દોડું. * * * * - આપીડ-શેખર, ઈત્યાદિ - x - બીજી વાંચનામાં આટલું અધિક છે - સુજાત લાકડાનું ચૂપ, તેનાથી સંગત સરળ, શુભ, સુઘટિત, નિર્મિત જેમાં છે કે, પ્રવહણયાન - ૪ -
• સૂત્ર-૫૮ થી ૬૧ -
[૫૮] ત્યારપછી તે સાર્થવાહ પુત્રો દિવસના પાછલા પ્રહરમાં દેવદત્તા ગણિકા સાથે છૂણામંડપથી નીકળ્યા, હાથમાં હાથ નાંખીને સુભૂમિભાગમાં ઘણાં આલિ-કદલી-લતા-આસન-પેક્ષણ-પ્રસાધન-મોહન-સાલ-જાલ અને કુસમગૃહોમાં ઉધાનની શોભાને અનુભવતા વિચરે છે.
૫૯] ત્યારપછી તે સાર્થવાહ યુગો માલુકાચ્છમાં જળ નીકળ્યા. ત્યારે તે વનમયુરીએ તેમને આવતા જોયા, જોઈને ભયભીત થઈo મોટા મોટા શબદોથી કેકારવ કરતી કરતી માલુકા કચ્છથી બહાર નીકળી, નીકળીને એક વૃક્ષની ડાળીએ રહીને તે સાર્થવાહપુત્ર અને માલુકાકચ્છને અનિમિષ દષ્ટિએ જોતીજોતી રહી.
ત્યારે તે સાર્થવાહ પુત્રોએ એકીભાજને બોલાવીને આમ કહ્યું- દેવાનુપિય !
આ વનમયુરી આપણને આવતા જોઈને ડરી ગઈ, તબ્ધ થઈ, કાસિત-ઉદ્વિગન થઈને ભાગી ગઈ. મોટા-મોટા શબ્દોથી યાવતુ આપમને અને માલુકાકચ્છને જોતી-જતી રહી છે, તેથી આનું કોઈ કારણ હોવું જોઈએ.
એમ કહી તે બંને માલુકા કચ્છમાં પ્રવેશ્યા. ત્યાં પુષ્ટ, પવિગત યાવતું બે મયુરી અંડ જોઈને એકમેકને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયા આપણે માટે શ્રેયકર છે કે આ વન મયુરીઅંડકને આપણી જાતિવંત કુકડીના ઇંડા સાથે મુકાવીએ. તેનાથી તે જાતિમંત કુકડીઓ આ ઉડાને પોતાના ઈંડાની સાથે પાંખોની હવાથી સંરક્ષણ-સંગોપન કરતી વિચરશે. પછી આપણને આ બે ક્રીડા કરતા મયુરી-બાળક પ્રાપ્ત થશે.
આમ વિચારી પરસાર આ અર્થને સ્વીકારી, પોતપોતાના દાચચેટકને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ. આ ઇંડાને લઈને આપણી જાતિવંત કુકડીના ઇંડા સાથે મૂકો. ચાવત તેઓ મૂકે છે. ત્યારપછી તે સાર્થવાહ
મો દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉધાનની, ઉધાનની શોભા અનુભવતા વિચરીને તે જ યાનમાં આરૂઢ થઈને ચંપાનગરીએ દેવદત્તાના ઘેર ગયા. જઈને તેના ઘરમાં પ્રવેશ્યા, પછી ગણિકાને વિપુલ જીવિતાઉં પતિદાન આપે છે. આપીને સરકારી, સન્માનીને પછી દેવદત્તાના ઘેરથી નીકળે છે. પોતાને ઘેર આવે છે. આવીને પોત-પોતાના કાર્યમાં સંલગ્ન થઈ ગયા.
૬િo] ત્યારપછી જે સાગરદત્ત પુત્ર સાવિાહEાક હતો, તે કાલે ચાવતું સુર્ય ઉગ્યા પછી, વનમયુરી અંડક પાસે આવ્યો. પછી તે મયુરી ઉંડામાં શકિત, કાંક્ષિત, વિચિકિત્સા સમાપH, ભેદ સમાપm, કલુષ સમાપન્ન થઈ, વિચારવા લાગ્યો કે આ ઇંડામાંથી કીડા કરવા માટેનું મયુરી બાળક ઉતાW થશે કે નહી? તે મયુરી અંડકને વારંવાર ઉદ્વર્તન, પરિવર્તન, આસારણ, સંસારણ, ચલિત, સ્પંદિત, ઘહિત ક્ષોભિત કરવા લાગ્યો. વારંવાર તેને કાન પાસે લઈ જઈ ખખડાવવા લાગ્યો. ત્યારે તે મયુરી અંડક વારંવાર ઉદ્વર્તન કરતા યાવત્ નિર્જીવ થઈ ગયું.
- ત્યારે તે સાગરદત્ત પુત્ર સાર્થવાહ શાક અન્ય કોઇ દિને મયુરી અંડક પાસે આવ્યો, આવીને તે મયુરી અંડકને નિજીવ જુએ છે. જોઈને અહો! આ મયુરી બસુ મારે ક્રીડા કરવા યોગ્ય ન રહ્યું એમ વિચારી ઉપહત મનવાળો થઈ ચાવતું ચિંતાગ્રસ્ત થયો.
એ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! આપા જે સાધુ-સાદની, આચાર્યઉપાધ્યાય પાસે દીક્ષા લઈ પાંચ મહાવ્રત ચાવત્ છ જવનિકાયમાં નિન્ય પ્રવચનમાં શંકિત યાવ4 કલેષયુકત થાય છે. તે ભવમાં ઘણાં શ્રમણ યાવતું શ્રાવિકાશી હીલના-નિંદ-હિંસા-ગહ-પરાભવને પામે છે, પરલોકમાં પણ ઘણો દંડ પામે છે યાવત સંસારમાં ભમે છે.
૬૧] ત્યારે તે જિનદત્ત પુત્ર મયુરી અંડક પાસે આવે છે, આવીને તે મયુરી અંડકમાં નિઃશંકિત રહ્યો. મારા ઇંડામાંથી ક્રીડા કરનાર મયુરી બાળક