________________
૧/-/૩/૫૮ થી ૬૧
અવશ્ય થશે, એમ નિશ્ચય કરી, તે મયુરી અંડકનું વારંવાર ઉર્તન ન કર્યું યાવત્ ખખડાવ્યુ નહીં, ત્યારે તે મયુરી અંડક ઉદ્ધર્તન ન કરવાથી ચાવત્ ન ખખડાવવાથી, તે કાળે - તે સમયે ઠંડુ ફૂટીને મયૂરી બચ્ચાનો જન્મ થયો. ત્યારે તે જિનદત્તપુત્ર તે મયુર બચ્ચાને જુએ છે. જોઈને હષ્ટ-તુષ્ટ થઈ મયુર પોષકને બોલાવીને આમ કહ્યું –
હે દેવાનુપ્રિય ! તું આ મયુરબાળકને અનેક મયુરને પોષણ યોગ્ય દ્રવ્યોથી અનુક્રમે સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરો. નૃત્યકળા શીખવો. ત્યારે તે મયુરપોષકોએ જિનદત્તપુત્રની આ વાત સ્વીકારી. તે બાળમયુરને ગ્રહણ કર્યો, કરીને પોતાને ઘેર આવ્યા. આવીને તે મયુર બાળકને યાવત્ નૃત્યકળા શીખવાડી.
ત્યારે તે બાળમયુર બાલ્યભાવને છોડીને વિજ્ઞાન ચૌવન લક્ષણવ્યંજન માનોન્માન પ્રમાણ પ્રતિપૂર્ણ, પીંછા-પાંખો સમૂહ યુક્ત, આશ્ચર્યકારી પીંછા, ચંદ્રક શતક અને નીલ કંઠક યુક્ત, નૃત્ય કરવાના સ્વભાવવાળો, ચપટી વગાડતા અનેક શત નૃત્ય અને કેકારવ કરતો હતો.
ત્યારે તે મયુરપોષકોએ તે બાળ મસુરને, બાળભાવથી મુક્ત થતા યાવત્ કેકારવ કરતો જાણીને તે મયુરને જિનદત્તપુત્ર પાસે લઈ ગયા. ત્યારે તે જિનદત્ત
પુત્ર - ૪ - યાવત્ મયુરને જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, તેઓને જીવિત યોગ્ય વિપુલ પ્રીતિદાન દઈ યાવત્ રવાના કર્યા.
૧૦૯
ત્યારે તે મથુર જિનદત્ત પુત્ર વડે ચપટી વગાડતાં જ લાંગુલ ભંગ સમાન ગરદન નમાવતો હતા, તેના શરીરે પરસેવો આવતો, વિખરાયેલ પીંછાવાળી પાંખને શરીરથી જુદો કરતો, તે ચંદ્રક આદિ યુક્ત પીંછાના સમૂહને ઉંચો કરતો, સેંકડો કેકારવ કરતો નૃત્ય કરતો હતો.
ત્યારે તે જિનદત્તપુત્ર તે મયુરને ચંપાનગરીના શ્રૃંગાટક યાવત્ માર્ગોમાં સેંકડો, હજારો, લાખોની હોડમાં જય પામતો વિચરે છે.
હે આયુષ્યમાન શ્રમણો ! આ પ્રમાણે આપણા જે સાધુ-સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયોમાં, નિગ્રન્થ પ્રવચનોમાં નિઃશંકિત, નિષ્કાંતિ. નિર્વિચિકિત્યિક રહે છે. તે આ ભવમાં ઘણાં શ્રમણ, શ્રમણીમાં યાવર્તી સંસારનો પાર પામશે.
એ પ્રમાણે હૈ જંબૂ ! ભગવંત મહાવીરે જ્ઞાતાના ત્રીજા આધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
• વિવેચન-૫૮ થી ૬૧ :
હથસંગેલ્લી-પરસ્પર હસ્તાવલંબન. આલિ-કદલિ બંને વનસ્પતિ વિશેષ છે. લતા-અશોકલતાદિ, અચ્છણ-આસન, પેચ્છણ-પ્રેક્ષણક, પસાહણ-પ્રસાધન, મંડન.
મોહન-મૈથુન, સાલ-શાખા અથવા વૃક્ષ વિશેષ, જાલધર-જાળી યુક્ત ઘર, કુસુમ
પ્રાયઃવનસ્પતિ - ૪ -
શંકિત-આ નિપજશે કે નહીં ?, કાંક્ષિત-તેના ફળની આકાંક્ષા, ક્યારે નીપજશે એવા ફળની ઉત્સુકતાવાળો. વિચિકિત્સિત-મયુર થઈ જાય તો પણ તે મયૂર શું મારે
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
રમવાલાયક થશે કે નહીં ? ભેદ સમાપન્ન-મતિનો àધા-ભાવ પ્રાપ્ત. - ૪ - કલુષસમાપન્ન
મતિ માલિત્યને પામેલ.
૧૧૦
ઉદ્ઘર્દયતિ-અધો ભાગને ઉપર કરવો, પરિવર્તયતિ-તે રીતે જ ફરી સ્થાપના, આસારયતિ-સ્વસ્થાનને થોડું ત્યજીને, સંસાર યતિ-સ્થાનાંતરે લઈ જવાથી, સ્પંદયતિકંઈક ચલનથી, ઘયતિ-હાથ સ્પર્શવાથી, ક્ષોભયતિ-તેમાં પ્રવેશવા દ્વારા. કર્ણમૂલંસિપોતાના કાનની સમીપે લઈને, ટિર્ફિયાવેતિ-ખખડાવવા રૂપ શબ્દ કરે છે.
હીલનીય-ગુરુના કુળ આદિને ઉઘાડા પાડવા. નિંદનીય-કુત્સનીય, ભિંસનીયલોકો મધ્યે નિંદવા, ગહણીય-સમક્ષ જ પરાભવ કરવો. - ૪ - નલગ-નાટ્ય, ૪ - ૪ - માન-વિખંભથી, ઉન્માન-પહોડાઈથી, પ્રમાણ-આયામથી, પેહુણકલા-મયુરાંગ કલાપ - ૪ - ૪ - ચપ્પુટિકા-ચપટી, કેકાયિત-મયૂરોનો શબ્દ - ૪ - અંગોલાભંગ સિરોહરિ-સિંહાદિની પુંછડા માફક વક્ર કરવું - તે પુંછડાનો ભંગ, શિરોધર-ડોક. સ્વેદાપન્ન-પરસેવો થવો આદિ. પ્રકિર્ણ - વિકિર્ણ પાંખો જેની છે તે. ઉત્થિતાઉર્વીકૃત્, ચંદ્રકાદિ - ચંદ્રક વગેરે મયૂરાંગક વિશેષોપેત. કેકાયિતશત-શબ્દ વિશેષશત,
પણિત-વ્યવહાર વડે.
અહીં કૃત્તિકારે ગાથા મૂકેલ છે, જેનો અનુવાદ અહીં કર્યો નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ