________________
39/-/9/9003
મૈં શતક-૩૧
— * - * —
૦ શતક-૩૦માં ચાર સમવસરણો કહ્યા. ચતુષ્કના સાધર્મ્સથી ચતુર્મુગ્મ વક્તવ્યતાનુગત ૨૮-ઉદ્દેશા, યુક્ત આ ૩૧મું શતક કહે છે –
• સૂત્ર-૧૦૦૩ :
છે શતક-૩૧, ઉદ્દેશો-૧
જી
— * — * - * — * -
૧૮૯
રાજગૃહે યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! યુગ્મ કેટલા છે ? ગૌતમ ! 2112. - કૃતયુગ્મ, સોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ. - ભગવન્ ! એમ કેમ કહ્યું કે ચાર ક્ષુદ્રયુગ્મ છે ? ગૌતમ ! જે રાશી ચતુષ્ક અપહારથી અપહરતા છેલ્લે ચાર શેષ વધે, તે મુદ્રકૃતયુગ્મ. જે રાશી ચાર-ચારના પહારથી શેષ ત્રણ વધે તે સુદ્ર જ્યોજ. જે રાશી ચાર-ચારના પહારથી છેલ્લે શેષ-બે વધે તે મુદ્ર દ્વાપરયુગ્મ જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષ-એક વધે તે યુદ્ધ કલ્યોજ.
ભગવન્! શુદ્ધ કૃતયુગ્મ નૈરયિક ક્યાં ઉપ? શું નૈરયિકાદથી ઉપજે, પ્રશ્ન? ગૌતમ! નૈરયિકથી આવીને ન ઉપજે, એ પ્રમાણે નૈરયિકોનો ઉપપાત ‘વ્યુત્ક્રાંતિ' પદમાં કહ્યા મુજબ કહેવો. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ગૌતમ! ચાર, આઠ, બાર કે સોળ કે સંખ્યાત-અસંખ્યાત.
ભગવન્ ! તે જીવો કઈ રીતે ઉપજે ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કુદવાના અધ્યવસાય એ રીતે શતક-૨૫, ઉદ્દેશા-૮-માં નૈરયિક વકતવ્યતામાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. સાવત્ આત્મપયોગથી ઉપજે, પરપયોગથી નહીં.
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી મુદ્રકૃતયુગ્મ નૈયિક ક્યાંથી આવીને ઉપજે ? ઔધિક નૈરયિકની વક્તવ્યતા સંપૂર્ણ અહીં રત્નપ્રભામાં પણ કહેવી યાવત્ પરપયોગથી ન ઉપજે. એ રીતે શર્કરા૫ભા યાવત્ અધઃસપ્તમીમાં કહેવું. એ રીતે ઉત્પાદ, “વ્યુત્ક્રાંતિ” પદ મુજબ કહેવો. [ક્યાં સુધી કહેવું
અસંતી પહેલી સુધી, સરીસર્પ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી ઈત્યાદિ ગાથા મુજબ ઉત્પાદ સુધી કહેવું. બાકી પૂર્વવત્ જાણવું.
ભગવન્! ક્ષુદ્ર જ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરયિકથી આદિ? ઉત્પાદ, ‘વ્યુત્ક્રાંતિ' પદ મુજબ કહેવો. ભગવના તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ત્રણ, સાત, અગિયાર, પંદર કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી બધું કૃતયુગ્મ નૈરયિક સમાન જાણવું. એ રીતે અધઃ સપ્તમી સુધી. ભગવન્ ! સુદ્ર દ્વાપરયુગ્મ નૈરસિક કયાંથી આવીને ઉત્પન્ન થાય ? ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ કે - પરિમાણ બે-છ-દશ-ચૌદ કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ ચાવત્ અધઃસપ્તમી.
ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે ? શુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. માત્ર પરિમાણમાં ભેદ છે – એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત
=
૧૯૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
ઉપજે. બાકી પૂર્વવત્ એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે.
શતક-૩૧, ઉદ્દેશો-૨ ઊ
— x — x — x — x —
- સૂત્ર-૧૦૦૪ -
ભગવન્ ! સુકૃતયુગ્મ કૃષ્ણલેશ્તી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? ઔધિકગમ અનુસાર જાણવું યાવત્ પરપયોગથી ન ઉપજે. વિશેષ એ કે ઉપપાત, વ્યુત્ક્રાંતિ પદ સમાન કહેવો. તેનો ઉપપ્પાત ધૂમપભા પૃથ્વીમાં થાય. બાકી પૂર્વવત્ જાણવું.
ધૂમમા પૃથ્વી કૃષ્ણલેી ક્ષુદ્રતા યુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? સંપૂર્ણ પૂર્વવત્ જાણવું. - - એ રીતે તમા અને અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવું. વિશેષ એ કે - ઉપપાત સર્વત્ર વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો.
કૃષ્ણલેશ્મી ક્ષુદ્ર જ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વવત્ વિશેષ એ કે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમી જાણવું.
કૃષ્ણલેશ્તી શુદ્ર દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે ? પૂર્વવત્ વિશેષ એ – બે, છ, દશ, ચૌદ આદિ પૂર્વવત્. આ પ્રમાણે ધૂમપભાથી અધઃસપ્તમી સુધી જાણવું. - - - કૃષ્ણલેસ્ટી ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે ? પૂર્વવત્. વિશેષ એ કે – એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ એ પ્રમાણે ધૂપભામાં, તમામાં અને અધઃસપ્તમીમાં પણ જાણવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
ક્ષ શતક-૩૧, ઉદ્દેશો-૩
— * - — * - * -
- સૂત્ર-૧૦૦૫ :
ભગવન્ ! ક્ષુદ્ર કૃતયુગ્મ નીલલેશ્તી નૈરયિક કાંથી આવીને ઉપજે ? કૃષ્ણલેશ્મી ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ કે ઉપપાત વાલુકાપભા સમાન જાણવો. બાકી પૂર્વવત્ વાલુકાપભાપૃથ્વી નીલલેશ્મી યુદ્ધ કૃતયુગ્મ નૈરયિક ? પૂર્વવત્ એ પ્રમાણે પંકપ્રભામાં પણ જાણવું, ધૂમપ્રભામાં પણ જાણવું. - - - આ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવું. વિશેષ એ કે પરિમાણ જાણી લેવું. પરિમાણ કૃલેશ્તી ઉદ્દેશા મુજબ છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે.
દ્મ શતક-૩૧, ઉદ્દેશો-૪
— — — x — x —
- સૂત્ર-૧૦૦૬ :
કાપોતલેથી ક્ષુદ્ર કૃતયુગ્મ નૈયિક ક્યાંથી આવીને ઉપજે ? કૃષ્ણલેશ્મી યુદ્ધ કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ - ઉપપાત રત્નપભાપૃથ્વી સમાન જાણવો.