________________
૧૧/-/૧૧/૫૧૮ થી ૫૨૦
દાસપણું દૂર થઈ જાય છે. * સૂત્ર-૫૨૧ :
ત્યારે તે બલ રાજા કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપિયો! જલ્દીથી હસ્તિનાપુર નગરને ચારકશોધન (બંદીરહિત) કરો. કરીને માન-ઉન્માનમાં વૃદ્ધિ કરો. કરીને હસ્તિનાપુર નગરને અંદર અને બહારથી આસિત કરો, સંમાર્જિત કરે, ઉપલિપ્ત કરો યાવત્ કરો - કરાવો, કરીને - કરાવીને ચૂસાહસ અને ચક્રસહસ્રની પૂજા, મહિમા, સત્કારપૂર્વક ઉત્સવ કરો, મારી આ આજ્ઞાને મને પછી સોંપો (અર્થાત્ તદનુસાર કાર્ય થયાનું નિવેદન કરો.) ત્યારે તે કૌટુંબિક પુરુષો બલ રાજાએ આ પ્રમાણે કહેતા યાવત્ તેમની આજ્ઞા પાછી સોંપી.
૧૫૯
ત્યારપછી તે બલરાજા જ્યાં અણશાળા હતી, ત્યાં આવે છે, ત્યાં આવીને પૂર્વવત્ યાવત્ મજ્જનગૃહથી નીકળે છે, નીકળીને શુલ્ક અને કર લેવાનું બંધ કર્યું, કૃષિ નિષેધ કર્યો, દેવાનો-માપતોલનો નિષેધ કર્યો. ભટોનો પ્રવેશ બંધ કર્યો, દંડ અને કુદંડ બંધ કર્યા, ઋષ મુક્ત કર્યા, ઉત્તમ ગણિકા તથા નાટ્ય સંબંધી પાત્રોથી યુક્ત થયો, અનેક તાલાનુચર વડે આચરિત, વાદકો દ્વારા સતત મૃદંગનાદ, મ્લાન ન થયેલ પુષ્પમાલા, પ્રમુદીત-પ્રક્રીડિત લોક, બધાં નગરજન અને જનપદ નિવાસી. (ઈત્યાદિ) રીતે દશ દિવસ સુધી સ્થિતિ પ્રતીત કરે છે.
ત્યારે તે બલરાજા દશ દિવસીય સ્થિતિ પતિતા વર્તાતી હતી ત્યારે સેંકડોહજારો-લાખો યાગ કાર્ય કરતો, દાનરૂભાગ આપતો, અપાવતો, રોકડો, હજારો, લાખો લાભોને સ્વીકારતો, સ્વીકારવતો એ પ્રમાણે વિચરે છે.
ત્યારે તે બાળકના માતાપિતા પહેલા દિવસ સ્થિતિપતિતા કરી, ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યા, છકે દિવસે જાગસ્કિા કરી, અગિયારમો દિવસ વીતી ગયા પછી, જાતક કર્મની નિવૃત્તિ કરી. અશુચિ જાતકર્મ કરણ સંપાપ્ત થતાં બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને જેમ શિવરાજામાં કહ્યું, તેમ યાવત્ ક્ષત્રિયોને આમંત્ર્યા, મંત્રીને, ત્યારપછી સ્નાન કર્યું, ભલિકર્મ કર્યું, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ સત્કાર-સન્માન કર્યા, કરીને તે જ મિત્ર, જ્ઞાતિજન, યાવત્ રાજા, ઈશ્વર યાવત્ ક્ષત્રિયોની આગળ પોતાના પિતામહ, પપિતામહ, પિતાના પ્રપિતામહ આદિથી ચાલી આવતી અનેક પુરુષ પરંપરાથી રૂઢ, કુળને અનુરૂપ, કુલરાશ, કુલ સંતાનતંતુવર્ધનકર, આ આવા પ્રકારનું ગૌણ ગુણ નિષ્પન્ન નામકરણ કર્યું - જેથી અમારો આ બાળક, બલરાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ બાળકનું નામ મહાબલ' થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ નામકરણ કર્યું - 'મહાબલ'.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
ત્યારે તે મહાબલ બાળક પાંચ ધાત્રીઓ વડે પરિગૃહીત થયો. તે આ - ક્ષીરધાત્રી વડે, એ પ્રમાણે જેમ પ્રતિજ્ઞ યાવત્ લાલન પાલન કરાતો સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારે તે મહાબલ બાળકના માતા-પિતા અનુક્રમે સ્થિતિપતિત, ચંદ્રસૂર્યદર્શન, જાગરિકા, નામકરણ, ઘુંટણીયે ચાલવું, પગ વડે ચાલવું, અન્નપાશન, ગ્રાસવર્ધન, સંભાષણ, કર્ણવેધન, સંવત્સર પતિલેખન, સૌક, ઉપનયન ઈત્યાદિ અન્ય ઘણાં ગર્ભાધાન, જન્મ મહોત્સવાદિ કૌતુક કરે છે.
ત્યારે તે મહાબલકુમારના માતા-પિતા તેને સાતિરેક આઠ વર્ષનો જાણીને શોભન એવા તિથિ-કરણ-મુહૂર્તમાં એ પ્રમાણે પ્રતિજ્ઞની માફક યાવત્ તે ભોગ સમર્થ થયો.
૧૬૦
ત્યારે તે મહાબલકુમાર બાલભાવથી મુક્ત થઈને યાવત્ ભોગ સમર્થ જાણીને, માતા-પિતાએ આઠ પ્રાસાદાવતંસક કરાવ્યા. કરાવીને અભ્યુદ્ગતઉંચા-પહસિત એવા, તેનું વર્ણન રાયપરોણઈય માફક કરવું યાવત્ તે પ્રતિરૂપ હતા. તે પાસાદાવતંસકમાં બહુ મધ્યદેશ ભાગે આવા એક મોટા ભવનને કરાવ્યું, તે અનેક શત સ્તંભ ઉપર રહેલ હતું. તેનું વર્ણન રાયપોણઇચના પ્રેક્ષાગૃહ મંડપની જેમ કરવું, પ્રતિરૂપ હતું.
• વિવેચન-૫૨૧ :
ચાગશોધન એટલે બંદિનું વિમોચન, માનોત્માનવર્ણન તેમાં માન - રસ, ધાન્યવિષયક, ન્માન - તુલારૂપ, ક્ષુદ્ર - શુલ્ક મુક્ત કરવા, એ પ્રમાણે સ્થિતિપતિના કરાવે છે. શુલ્ક એટલે વેચવાના ભાંડ પ્રત્યે રાજાને દેવાનું દ્રવ્ય. કાં - કરોથી મુક્ત, કર એટલે ગાય આદિનો પ્રતિવર્ષ દેવાતું રાજદે દ્રવ્ય. કવિન્દુ • ઉત્કૃષ્ટ અથવા ખેડવાનો નિષેધ. વિન - વેચાણનો નિષેધ હોવાથી અદેય. અમિષ્ન - વિક્રય પ્રતિષેધથી માપવાનો નિષેધ, ૧૪પ્પલેક્ષ - ભટ એટલે રાજાજ્ઞાદાયી પુરુષોના પ્રવેશ કુટુંબીઘરોમાં થતો નથી તે.
અવંડોવં૪િમ - દંડ યોગ્ય દ્રવ્ય તે દંડ તથા કુદંડથી નિવૃત્ત આ દંડ અને કુદંડ જેમાં નથી તે દંડકુદંડિમ, તેમાં દંડ, તે અપરાધ અનુસાર રાજગ્રાહ્ય દ્રવ્ય, કુદંડ તે કારણિકોના મહા અપરાધને કારણે રાજ્યગ્રાહ્ય દ્રવ્ય. કમિ - અવિધમાન્ ધારણીય દ્રવ્ય, ઋણને માફ કરવાથી. શિવ - વેશ્યાપ્રધાન વડે નાટકીય - નાટકસંબંધી પાત્ર વડે યુક્ત તે અપેાતાનાવરાળુરિયું - વિવિધ પ્રેક્ષાચારી વડે સેવિત. અનુન્નુયમુકુંળ - વાદનને માટે વાદક વડે ન મૂકાયેલા મૃદંગો જેમાં છે તે. અમ્લાન પુષ્પમાલાને, પ્રમુદિત લોકોના યોગથી પ્રમુદિતા, પ્રક્રીડિતજન યોગથી
પ્રક્રિડિત.
સપુરના નાળવર્ષ - પુજનની સાથે અને જનપદસંબંધી જન વડે જે વર્તે છે,
તે તથા તેને. વાચનાંતરમાં ‘વિજયવૈજયંત’ પણ દેખાય છે, તેમાં અતિશય વિજય