________________
૧૧/-/૯/૫૦૬ થી ૫૦૮
કહ્યું તેમ યાવત્ ભ્રમણ કરતાં ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા, ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવત્ પરૂપે છે - ખરેખર, હે દેવાનુપિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - હે દેવાનુપિયો ! યાવત્ પછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ થાય છે, તે કેવી રીતે બને ? ત્યારે ગૌતમસ્વામીએ ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભલીને, સમજીને સાવત્ શ્રદ્ધાવાળા થઈને નિગ્રન્થ ઉદ્દેશક માફક (પૂછ્યું) યાવત્ પછી દ્વીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે, ભગવન્ ! એ કેવી રીતે માનવું ?
ગૌતમાદિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – હે ગૌતમ ! જે ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, ઈત્યાદિ બધું કહેવું - x " યાવત્ હીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે - ૪ - યાવત્ શિવરાજર્ષિ કહે
છે તે - ૪ - મિથ્યા છે.
હે ગૌતમ ! હું એમ કહું છું યાવત્ પરૂષુ છું - એ પ્રમાણે, જંબુદ્વીપ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો એક સરખાવૃત્ત સંસ્થાનવાળા, વિસ્તારમાં અનેક પ્રકારના છે, એમ જ રીતે જીવાભિગમમાં યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત હે શ્રમણાયુષો ! આ તિલિોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે.
જંબુદ્વીપ દ્વીપમાં હે ભગવન્ ! વર્ણસહિત-વર્ણરહિત, ગંધ સહિત-ગંધરહિત, રસસહિત-રસરહિત, સ્પર્શસહિત-સ્પર્શરહિત દ્રવ્યો પરસ્પર બદ્ધ, પરસ્પર ધૃષ્ટ યાવત્ પરસ્પર સંબદ્ધ છે ? હા, છે.
ભગવન્ ! લવણસમુદ્રમાં વર્ણસહિત-વર્ણરહિત, ગંધસહિત-ગંધરહિત યાવત્ પરસ્પરસંબદ્ધ દ્રવ્યો છે ? હા, છે.
૧૨૩
ભગવન્ ! ધાતકીખંડ દ્વીપમાં વર્ણસહિત આદિ પૂર્વવત્ દ્રવ્યો યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રમાં દ્રવ્યો છે ? હા, છે.
ત્યારે તે મોટી-મહાનુ-મહત્ પર્યાદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભલીને અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, જે દિશામાંથી આવી હતી. ત્યાં પાછી ગઈ.
ત્યારે હસ્તિનાપુર નગરમાં શ્રૃંગાટક યાવત્ માર્ગોમાં ઘણાં લોકો પરસ્પર એમ કહેવા યાવત્ પ્રરૂપવા લાગ્યા કે હે દેવાનુપિયો ! જે શિવરાજર્ષિ એમ કહે છે - યાવત્ પરૂો છે કે - x - તેને અતિશય જ્ઞાન-દર્શન ઉપજ્યા છે યાવત્ તે અર્થ, સમર્થ નથી. ભગવંત મહાવીર આમ કહે છે યાવત્ રૂપે છે - એ પ્રમાણે આ શિવરાજર્ષિને નિરંતર છટ્ઠ-છઠ્ઠ તપ કરતા યાવત્ - ૪ - ૪ - સમુદ્રો, તે મિથ્યા છે. ભગવંત મહાવીર કહે છે જંબુદ્ધીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો યાવત્ અસંખ્યાતા દ્વીપ-રસમુદ્રો હે શ્રમણાયુષો ! કહ્યા છે.
ત્યારે તે શિવરાજર્ષિ ઘણાં લોકો પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્મિક, ભેદસમાપન્ન, કલેશ રામાયણવાળો યાવત્ થયો.
-
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
ત્યારે તે શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત યાવત્ લેશવાળો થતાં, તેનું વિભંગ અજ્ઞાન જલ્દીથી નષ્ટ થઈ ગયું.
ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉપજ્યો કે – આ પ્રમાણે આદિકર તિર્થંકર શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્ર વડે યાવત્ સહસ્રામવન ઉધાનમાં સથાપતિરૂપ અવગ્રહ લઈ યાવત્ વિચરે છે - તથારૂપ અરહંત ભગવંતોનું નામ-ગોત્ર શ્રવણ પણ મહા ફળદાયી છે આદિ જેમ ઉવવાઈ માં કહ્યું, હું જાઉં અને ભગવંત મહાવીરને વાંદુ યાવત્ પર્યાપાસના કરું. આ મને આ ભવ અને પરભવે પણ શ્રેયસ્કર થશે, આ પ્રમાણે વિચારે છે, વિચારીને જ્યાં તાપણાશ્રમ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને તાપસાશ્રમમાં પ્રવેશે છે. પ્રવેશીને ઘણાં લોઢી, લોહકડાઈ, સાવત્ કિઢિણ-કાવડ લે છે, લઈને તાપસાશ્રમથી નીકળે છે, નીકળીને વિભંગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વચ્ચોવચથી નીકળે છે, નીકળીને સહસ્રામવન ઉધાનમાં શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને અતિનીકટ નહીં-અતિદૂર નહીં એવા સ્થાને યાવત્ અંજલિ જોડીને પર્યુપાસે છે.
૧૨૮
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર શિવરાજર્ષિને અને મોટી પર્યાદાને (ધર્મ કહે છે). સાવત્ આજ્ઞાના આરાધક થાય છે. ત્યારે તે શિવરાજર્ષિ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારીને સ્કંદકની માફક ઈશાન ખૂણામાં જઈને, ઘણાં લોઢી, લોહકડાઈ યાવત્ કિઢિણ-કાવડને એકાંતમાં મૂકે છે, મૂકીને સ્વયં જ પંચમુષ્ટી લોય કરે છે. ભગવંત મહાવીર પાસે ઋષભદત્તની માફક દીક્ષા લીધી. તેની જેમ જ અગિયાર અંગોને ભણ્યો. તેની જેમજ સાવત્ સર્વદુઃખથી મુક્ત થયો.
• વિવેચન-૫૦૬ થી ૫૦૮ :
મા મિવંત - વર્ણન, દ્વારા હિમવંત પર્વત સમાન મહાત્, મલય-મંદરમહેન્દ્ર સમાન ઈત્યાદિ રાજાનું વર્ણન કહેવું તેમ સૂચવ્યું છે. તેમાં મહાહિમવાનની જેમ બીજા રાજાની અપેક્ષાએ મહાત્, મલય, મેરુ એ બંને પર્વત વિશેષ છે. મહેન્દ્ર એટલે દેવરાજ શક્રાદિવત્. * X *
સુષુમાન વર્ણન - એના દ્વારા - જેના હાથપગ સુકોમળ છે, ઈત્યાદિ રાણીનું વર્ણન કહેવું, એમ સૂચવેલ છે - - સૂર્યકાંતની માફક સુકુમાલ યાવત્ વિચરે છે, તેનો આ અર્થ છે - સુકુમાલ હાથ-પગવાળો, લક્ષણ-ગુણ-વ્યંજનથી યુક્ત ઈત્યાદિ તથા રાજપુશ્ત્રીય માફક સૂર્યકાંત રાજકુમારના વર્ણન મુજબનું વર્ણન કરવું. તે પ્રમાણે અહીં આ સંબંધ જોડવો - તે શિવભદ્રકુમાર યુવરાજ હતો, શિવરાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોષ, કોષ્ઠાગાર, પુર, અંતઃપુર, જનપદનું સ્વયં નિરીક્ષણ કરતો વિચરે છે.