________________
૧૧/-/૯/૫૦૬ થી ૫૦૮
દ્મ શતક-૧૧, ઉદ્દેશો-૯-‘શિવરાજર્ષિ'
- * — x — x — x — x — x
૧૨૩
૦ ઉત્પલ આદિ પદાર્થો નિરૂપ્યા. આવા અર્થો સર્વજ્ઞ જ યથાવત્ જાણવા સમર્થ છે, બીજા નહીં, જેમ દ્વીપ-સમુદ્રના જ્ઞાન માફ્ક શિવરાજર્ષિ - આ સંબંધથી શિવરાજર્ષિ
સંબંધી નવમો ઉદ્દેશો કહે છે –
• સૂત્ર-૫૦૬ થી ૫૦૮ ૭
[૫૬] તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું . વર્ણન. તે હસ્તિનાગપુર-નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામવન નામો ઉધાન હતું, તે સર્વઋતુના પુષ્પ-ફળથી સમૃદ્ધ હતું, તે રહ્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ-શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અર્કટક, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતું.
તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો. તે હિમવંત પર્વત સમાન મહાન હતો ઈત્યાદિ વર્ણન કરવું. તે શિવરાજાને ધારિણી નામે દેવી (રાણી) હતી. તેણી સુકુમાલ હાથ-પગવાળી હતી આદિ વર્ણન કરવું. તે શિવ રાજાનો પુત્ર અને ધારિણીનો આત્મ જ એવો શિવભદ્રક નામે કુમાર હતો. તે સુકુમાર હતો ઈત્યાદિ સૂર્યકાંત સમાન કહેવું યાવત્ તે નિરીક્ષણ કરતો-કરતો વિચરતો હતો.
ત્યારે તે શિવરાજાને અન્ય કોઈ દિવસે, પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના મધ્યાહ્લ કાળ સમયમાં રાજ્યની ધુરાને ચિંતવતા, આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - આ મારા પૂર્વ પુન્યનો પ્રભાવ છે, ઈત્યાદિ તામલિના કથનાનુસાર જાણવું. યાવત્ હું પુત્રથી, પશુથી, રાજ્યથી, રાષ્ટ્રથી, બળ (સૈન્ય)થી, વાહનથી, કોશથી, કોષ્ઠારથી, નગરથી, અંતઃપુરથી વૃદ્ધિ પામી રહ્યો છું. વિપુલ-ધન, કનાંક, રત્ન ચાવત્ સારભૂત દ્રવ્ય દ્વારા અતી-અતી અભિવૃદ્ધિ પામી રહ્યો છું. તો શું હું પૂર્વ પુણ્યોના ફળ સ્વરૂપ યાવત્ એકાંતસુખનો ઉપયોગ કરતો વિચરું? હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે જ્યાં સુધી હું હિરણ્યાદિથી વૃદ્ધિ પામી રહ્યો છું યાવત્ અભિવૃદ્ધિ પામી રહ્યો છું યાવત્ સામંતરાજાઓ પણ મને વશવર્તી રહ્યા છે, ત્યાં સુધીમાં કાલે પ્રભાત થતાં યાવત્ જાજ્વલ્યમાન સૂર્યોદય થતાં હું ઘણી લોઢી, લોહકડાઈ, કડછા, તાંબાના તાપસોચિત ભંડક ઘડાવીને, શિવભદ્રકુમારને રાજ્યમાં સ્થાપીને, તે ઘણાં લોઢી, લોહ કડાઈ, કડછા, તાપસને ઉચિત તાંબાના ભંડક ગ્રહીને જે આ ગંગાફળે વાનપ્રસ્થ તાપસ છે –
-
-
જેવા કે અગ્નિહોત્રી, પૌતિક, કોઝિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલિક જે દંતપક્ષાલક, ઉન્મજ્જક, સંમક, નિમક, સંપક્ષાલક, ઉર્ધ્વકઝૂટક, અધોકડૂચક, દક્ષિણફૂલક, ઉત્તકૂલક, શંખધમક, કૂલ ધમક, મૃગલુબ્ધક, હસ્તિતાપસ, નાન કર્યા વિના ભોજન ન કરનારા, પાણીમાં રહેનારા, વાયુમાં
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 રહેનારા, જલવાસી, વસ્ત્ર (મંડપ)વાસી, ભૂભક્ષી, વાયુભક્ષી, શેવાળભક્ષી, મૂલાહારી, કંદાહારી, પાહારી, પુષ્પાહારી, ફલાહારી, બીજાહારી, પરિસડિત કંદમૂલ-છાલ-પાન-પુણ્યા-ફલાહારી, ઉડી, વૃક્ષમૂળ નિવાસી, વાલવાસી, વક્રાસી, દિશાક્ષિક, તાપનાથી પંચાગ્નિ તાપથી તપનારા, અંગારાથી તપાવી શરીરને કાષ્ઠ બનાવી દેનારા, કંડું સોલિય જેવા, કાષ્ઠ સોલિય જેવા પોતાના આત્માને યાવત્ કરાના વિચરે છે. જેમ ‘ઉતવાઈમાં કહ્યું તેમ યાવત્ વિચરે છે.
તેમાં જે દિશાપોક્ષિક તાપસ છે, તેમની પાસે મુંડ થઈને દિશાપોક્ષિક તાપસપણે પ્રતજિત થઈશ, ર્જિત થઈશ, પ્રવ્રુજિત થઈને આ આવા પ્રકારે અભિગ્રહને ગ્રહણ કરીશ. માવજીવન નિરંતર છટ્ઠ-છટ્ઠની તપસ્યાથી દિક્રવાલ તોકમથી ઉર્ધ્વ બાહુ રાખીને યાવત્ વિહરીશ એમ વિચારે છે, એ પ્રમાણે વિચારીને બીજે દિવસે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતાં, ઘણી લોટી, લોહ કડાઈ સાવત્ ઘડાવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે.
તેઓને આમ કહ્યું – ઓ દેવાનુપિયો ! હસ્તિનાગપુર નગરને અંદર અને બહારથી આસિત યાવત્ સાફ કરાવીને જણાવો. ત્યારે તે શિવ રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી શિવભદ્રકુમારના મહાર્થ, મહાઈ, મહાર્ટ, વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે
ઉપસ્થાપિત કરી.
ત્યારે તે શિવ રાજાએ અનેક ગણનાયક, દંડનાયક સાવત્ સંધિપાલ સાથે પરિવરીને શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેસાડે છે, બેસાડીને ૧૦૮ સુવર્ણના કળશોથી યાવત્ ૧૦૮ માટીના કળશો વડે સર્વઋદ્ધિ વડે યાવત્ નાદ વડે મહાત્મહાન રાજાભિક વડે અભિસિંચિત કરો, કરીને પીંછા જેવા સુકુમાલ, સુરભિ ગંધ કાસાયિક વસ્ત્રથી શરીરને લુંછો, લુંછીને સરસ ગોશીષ ચંદનથી લીધો. એ પ્રમાણે માલિની માફક અલંકારિત કરો, યાવત્ કલ્પવૃક્ષની સમાન અલંકૃત્ અને વિભૂષિત કર્યો. કરીને, બે હાથ જોડી ચાવત્ શિવભદ્રકુમારને જય અને વિજય વડે વધાવે છે. જ્ય-વિજય વડે વધાવીને, તેવી ઈષ્ટકાંત-પિય (વાણિ વડે) જેમ ઉતવાઈમાં કોણિકને કહ્યું તેમ અહીં કહેવું યાવત્ પરમાણુ પાળનાર થાઓ, ઈષ્ટજનોથી સંપવૃિત્ત થઈને હસ્તિનાપુર નગરના તથા બીજા ઘણાં ગ્રામ-આકરૂનગર યાવત્ વિચારો, એમ કહીને જય-જય શબ્દનો પ્રયોજે છે. ત્યારે તે શિવભદ્રકુમાર રાજા થયો, તે હિમવંત પર્વત જેવો મહાન થયો આદિ વર્ણન કરવું યાવત્ વિચરે છે.
ત્યારે તે શિવરાજા અન્ય કોઈ દિવસે શોભન તિથિ-કરણ-દિવસ-મુહૂર્તનક્ષત્રમાં વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિત્રજ્ઞાતિ-નિક યાવત્ પરિજનને, રાજાઓ તથા ક્ષત્રિયોને આમંત્રે છે. આમંત્રીને
૧૨૪
-