________________
૧૧/-/૧/૪૯૪
શતક-૧૧
— x — * —
૦ દશમા શતકની વ્યાખ્યા કરી, હવે અગિયારમાની કરીએ છીએ. શતક૧૦ને અંતે તદ્રુપો કહ્યા. તેમાં વનસ્પતિની બહુલતા છે. તેથી વનસ્પતિ વિશેષ આદિ પદાર્થના સ્વરૂપના પ્રતિપાદન માટે કહે છે –
• સૂત્ર-૪૯૪ :
ઉત્પલ, શાલૂક, પલાશ, કુંભી, નાડીક, પા, કર્ણિકા, નલિન, શિવરાજર્ષિ, લોક, કાલ, આલભિક એ ૧૨ ઉદ્દેશા આ શતકમાં છે.
• વિવેચન-૪૯૪ :
૧૧૫
(૧) ઉત્પલાર્યે પહેલો ઉદ્દેશો, (૨) ઉત્પલકંદ, તદર્થે. (૩) પલાશકિંશુક, તદર્થે. (૪) કુંભી-વનસ્પતિ વિશેષ, (૫) જેના ફળ નાડી જેવા છે તે નાડીક-વનસ્પતિ વિશેષ, (૬) પદ્મ અર્થે, (૭) કર્ણિકાર્યે, (૮) નલિનાર્થે, (૯) શિવરાજર્ષિ વક્તવ્યતાર્થે, (૧૦) લોકાર્થે, (૧૧) કાલાયેં, (૧૨) આલભિકા નગરીમાં જે પ્રરૂપેલ, તેનો પ્રતિપાદક ઉદ્દેશક પણ આલભિક કહેવાય છે.
શતક-૧૧, ઉદ્દેશો-૧-“ઉત્પલ”
• સૂત્ર-૪૯૫ થી ૪૯૮ ઃ
— — — — — x — x —
(દ્વારગાથા) - [૪૯૫] ઉપપાત, પરિમાણ, પહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન... [૪૬] ...યોગ, ઉપયોગ, વર્ણ, રસાદિ, ઉચ્છ્વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંજ્ઞા, કષાય, સ્ત્રી, બંધ... [૪૯] . સંી, ઈન્દ્રિય, અનુબંધ, સંવેધ, આહાર, સ્થિતિ, સમુદ્ઘાત, વન, મૂલાદિમાં સર્વ જીવોનો ઉપપાત.
...
[૪૮] તે કાળે, તે સમયે, રાજગૃહે યાવત્ પપાસના કરતા આ પ્રમાણે કહ્યું – (૧) ભગવન્ ! એક પત્રવાળું ઉત્પલ એક જીવ છે કે અનેક જીવ?
ગૌતમ ! એક જીવ છે, અનેક જીવ નથી. તેમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય પછી તે એક જીવવાળું નથી, પણ અનેક જીવવાળું થાય છે.
ભગવન્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી, તિચથી, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ ! નૈરયિકથી આવીને ઉપજતા નથી, તિર્યંચયોનિકમાં, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉપજે છે. એ પ્રમાણે ઉપપાત કહેવો; જેમ “વ્યુત્ક્રાંતિ પદ”માં કહ્યું છે, વનસ્પતિકાયિક યાવત્ ઈશાન કલ્પ સુધીના જીવોનો ઉપપાત કહેવો.
(૨) ભગવન્ ! તેમાં જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? ગૌતમ !
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત.
(૩) ભગવન્ ! તે જીવો સમયે સમયે કઢાતા-કઢાતા કેટલો કાળ થાય ? ગૌતમ ! અસંખ્ય જીવો સમયે સમયે કઢાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાઢે તો પણ પુરા ખાલી થતા નથી.
(૪) ભગવન્ ! તે જીવો શરીરની અવગાહનાથી કેટલા મોટા કહ્યા છે ? ગૌતમ ! તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ સાતિરેક ૧૦૦૦ યોજન. (૫) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક ? ગૌતમ ! અબંધક નથી. બંધક કે બંધકો છે. એ પ્રમાણે અંતરાય સુધી. વિશેષ આયુકર્મની પૃચ્છા. ગૌતમ ! બંધક કે અબંધક, બંધકો કે અબંધકો
આ - અથવા બંધક અને અબંધક અથવા બંધક અને અબંધકો અથવા બંધકો અને અબંધક અથવા બંધકો અને અબંધકો. આ આઠ ભંગ છે.
(૬) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના વૈદક કે અવૈદક ? ગૌતમ ! અવૈદક નથી, વેદક છે અથવા વેદકો છે, યાવત્ અંતરાયક. ભગવન્ ! તે જીવો સાતાવેદક છે કે અસાતાવેદક ? ગૌતમ ! સતાવેદક કે અતવેદક હોય ઈત્યાદિ આઠ ભંગ (બંધકવત્) જાણવા,
૧૧૬
(૭) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા ? ગૌતમ ! અનુદયવાળા નથી, ઉદયવાળો કે ઉદયવાળા છે. એ પ્રમાણે યાવત્ અંતરાયકર્મ, જાણવું.
(૮) ભગવન્ ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક છે ? ગૌતમ ! અનુદીક નથી, ઉદીક કે ઉદીકો છે. એ રીતે યાવત્ અંતરાય. વિશેષ એ કે – વેદનીયના આઠ ભંગો કહેવા.
(૯) ભગવન્ ! તે જીવો, કૃષ્ણલેશ્યા કે ચાવત્ તેજોલેશ્યાવાળા છે? ગૌતમ ! કૃષ્ણલૈશ્યક યાવત્ તેજોલેશ્યક અથવા અનેક જીવો કૃષ્ણલેશ્યા કે યાવત્ તેજોલેશ્યાવાળા છે, અથવા એક કૃષ્ણવેશ્યા અને એક નીલલેશ્યાવાળો છે. આ પ્રમાણે દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુષ્કસંયોગી, એ બધાં મળીને ૮૦ ભંગો થાય.
(૧૦) ભગવન્ ! તે જીવો સદ્દષ્ટિ, મિથ્યાષ્ટિ કે સમ્યગ્ મિથ્યાદષ્ટિ છે ? ગૌતમ ! તે સમ્યક્ કે સમ્યફમિથ્યાદષ્ટિ નથી, પણ મિથ્યાદષ્ટિ જ છે. (૧૧) ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે જ્ઞાની છે ? ગૌતમ ! જ્ઞાની નથી, અજ્ઞાની કે અજ્ઞાનીઓ છે.
(૧૨) ભગવન્ ! તે જીવો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી ? ગૌતમ ! મનયોગી કે વચનયોગી નથી, કાયયોગી, કાયયોગીઓ છે.
(૧૩) ભગવન્ ! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? સાકારોપયુક્ત કે અનાકારોયુકત આઠ ભંગો છે.