________________
૧૦/- ૨/૪૩૮,૪૩૯
૧૦૧
૧૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 • વિવેચન-૪૮૦,૪૮૧ -
જેનું પરિમાણ એક માસ છે, તે માસિકી. તે ભિક્ષ પ્રતિમા-સાધુ પ્રતિજ્ઞા વિશેષ, સ્નાનાદિ પરિકમ વર્જનથી કાયાને વોસિરાવીને અને વધ, બંધ આદિના નિવારણથી દેહનો ત્યાગ કરીને અથવા દેહને ધર્મના સાધનરૂપે પ્રધાનતાથી માનીને (વર્તે). એ પ્રમાણે માસિકી ભિક્ષપ્રતિમા વડે જે કોઈ પરીષહ ઉપ-દેવ, મનુષ્ય કે તિર્યચયોનિકના ઉપજે, તેને સમ્યક પ્રકારે સહે, ખમે, તિતિક્ષે, અધ્યાસિત કરે. તેમાં સ્થાનથી સહે, ક્રોધાદિ અભાવે ખમે, દૈન્યતા અભાવે તિતિ, અથવા મન આદિ વડે સહે.
આરાધિકા થાય છે. હવે આરાધના જે રીતે થાય, જે રીતે ન થાય, તે દેખાડે છે. • x• અકૃત્યસ્થાનને સેવનાર થાય છે. •x - વ્યંતર નિકાય વિશેષ આણપHિવ દેવત્વને પણ ન પામે.
વેદના ત્રણ ભેદે – શારીરિક, માનસિક, શારી-માનસિક. બધાં સંસારી ત્રણે ભેદે પણ છે. સમનસ્કાને ત્રણે ભેદે છે, અસંજ્ઞીને શારીરિક છે. તથા વેદના ત્રણ ભેદે છે - શાતા, અશાતા, શાતાઅશાતા. બધાં સંસારીને ત્રણે ભેદે હોય. વેદના ત્રણ ભેદે – દુ:ખા, સુખા, અદુઃખાસુખા. બધાંને ત્રણે ભેદે – શાતા-અશાતા અને સુખ-દુ:ખમાં આટલું વિશેષ છે - સાતા, અશાતા અનુક્રમથી ઉદયમાં આવતા વેદનીયકર્મ પુદ્ગલના અનુભવ રૂપે છે. સુખ-દુ:ખ એ બીજાથી ઉદીરાતા વેદનીયના અનુભવરૂપે છે.
વેદના બે ભેદે – અભ્યપગમિકા, ઉપકમિકા. જાતે જસ્વીકારી વેદાય, તે આમ્યુપગમિકી, જેમ સાધુ કેશલુંચન, આતાપનાદિ વેદે છે. ઔપકમિડી, તે ઉદયમાં આવેલ-વરાદિ વેદના અથવા જેમાં ઉદીરણા કરીને ઉદયમાં લાવેલી વેદનાનો અનુભવ કરાય છે. બીજી વેદના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને હોય છે, બાકીનાને ઔપકમિટી હોય છે.
વેદના બે ભેદે છે – નિદા અને અનિદા, નિદા-વિવેક સહિત વેદાય તે, વિપરીત તે અનિદા. સંજ્ઞીને બંને પ્રકારે છે, અસંજ્ઞિને અનિદા વેદના છે. અહીં પ્રજ્ઞાપનાની દ્વાર ગાયા છે - સીતા, દ્રવ્ય, શારીરી, શાતા, દુ:ખા, આમ્યુયગમિકી, ઔપકમિટી, નિદા, અનિદા વેદના જાણવી. - x -
વેદનાના પ્રસ્તાવથી વેદનાના હેતુભૂત પ્રતિમાને કહે છે - • સૂત્ર-૪૮૦,૪૮૧ -
[૪૮] ભગવન / માસિકી ભિક્ષુપતિમા સ્વીકારેલ નગારને નિત્ય કાયાને વોસિરાવીને, દેહ ત્યાગીને એ પ્રમાણે માસિકી ભિક્ષુ પ્રતિમા સંપૂર્ણ કહેવી. ચાવતુ દશાપુતસ્કંધ મુજબ ચાવતુ આરાધિતા હોય છે.
[૪૮૧] કોઈ ભિક્ષુ કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તે સ્થાનની આલોચના, પ્રતિકમણ કર્યા વિના કાળ કરે, તેને આરાધના નથી. જો કે, તે સ્થાનની આલોચના-પ્રતિકમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તેને એમ થાય કે પછી હું ચરમ કાળ સમયે આ સ્થાનને આલોચીશ ચાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકારીશ. તે, સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરે તો તેને આરાધના નથી, જે તે, તે સ્થાનની આલોચના-પ્રતિકમણ કરી કાળ કરે, તો તેને આલોચના છે.
ભિક્ષને કોઈ કૃત્ય સ્થાનને સેવીને, તેને એમ થાય કે જે શ્રાવક પણ કાળમાણે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો હું શું અણપષિ દેવત્વ પણ પ્રાપ્ત નહીં કરી શકું? એમ વિચારી છે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે તો તેને આરાધના નથી. જો કે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે તો તેને આરાધના છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
છે શતક-૧૦, ઉદ્દેશો-3-“આત્મઋદ્ધિ” છે
– X - X —— X - X - X - X – બીજા ઉદ્દેશાને અંતે દેવત્વ કહ્યું, અહીં દેવ સ્વરૂપ કહે છે – • સૂત્ર-૪૮૨ -
રાજગૃહે યાવતુ આમ કહ્યું - ભગવન્! દેવ, આત્મઋદ્ધિ વડે યાવતુ ચાર, પાંચ દેવાવાસાંતરોનું ઉલ્લંઘન કરે છે, અને પછી બીજી ઋદ્ધિથી ઉલ્લંઘન કરે છે ? હા, ગૌતમ ! તેમ છે. એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. વિશેષ આ - તે અસુકુમારોના આવાસો ઉલ્લંઘે છે, બાકી પૂર્વવતું. એ પ્રમાણે આ ક્રમથી ચાવતુ ખનિતકુમાર કહેતા. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિક યાવતુ તેનાથી આગળ બીજી ઋદ્ધિથી જાય છે.
ભગવન્! અતાહિક દેવ મહાહિક દેવની વચ્ચોવચ્ચે થઈને જઈ શકે? ના, અર્થ યોગ્ય નથી. ભગવન! સમદ્ધિક દેવ સમદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, આ અર્થ સમર્થ નથી. પણ જે તે પ્રમત્ત હોય તો જઈ શકે. ભગવન! તે વિમોહિત કરીને જાય કે અવિમોહિત કરીને જય? ગૌતમાં વિમોહિત કરીને જવા સમર્થ છે, વિમોહિત કર્યા સિવાય નહીં. તે શું પૂર્વે વિમોહિત કરી પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત કરે? ગૌતમાં પૂર્વે વિમોહિત કરી પછી જાય, પરંતુ પહેલા જઈને, પછી વિમોહિત ન કરે.
મહાદ્ધિક દેવ, ભગવતુ ! અલારદ્ધિક દેવની વવસથી જઈ શકે? હા, જઈ શકે. ભગવના વિમોહિત કરીને કે વિમોહિત કર્યા વિના જવાને સમર્થ છે? ગૌતમ ! વિમોહિત કરીને અને ન કરીને. બંને રીતે સમર્થ છે, ભગવાન ! તે પૂર્વે વિમોહિત કરી, પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિd કરે ?