________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ® શતક છે
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ
-ભ-૧૧(૫) ભગવતી અંગ-a/3
૦ આઠમું શતક કહ્યું, હવે નવમું કહે છે. તેનો સંબંધ આ છે - આઠમામાં વિવિધ પદાર્થો કહ્યા. અહીં તે જ બીજા ભંગોથી કહે છે -
• સૂત્ર-૪૩૮ :
૧- જંબૂદ્વીપ, જ્યોતિષ, ૩ થી 30 અંતદ્વીપ, ૩૧-અછુવા, ૩ર-ગાંગેય, 33-કુંડગ્રામ, ૩૪-પરણ. નવમાં શતકમાં ૩૪-ઉદ્દેશ છે.
• વિવેચન-૪૩૮ :
૧-જંબૂદ્વીપ વક્તવ્યતા વિષય, ૨-જ્યોતિક વિષય, 3 થી ૩૦-અઠ્ઠાવીસ ઉદ્દેશા અંતર્લીપવિષયક, ૩૧-“અશ્રુત્વા' ધર્મ પ્રાપ્ત થાય તેનું પ્રતિપાદન, 3-ગાંગેય અણગારની વકતવ્યતા, 33-બ્રાહ્મણકુંડ ગ્રામ વિષયક, ૩૪-પુરુષ, પુરુષને હણે ઈત્યાદિ વકતવ્યતા.
અનુવાદ તથા ટાનુસારી વિવેચન
• ભૂમિકા :
ભગવતી” એ પાંચમું આગમ છે. અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે પાવરું નામે પ્રસિદ્ધ છે. તે ''વિવાઇપન્નર'' કે “fધવાઇ'' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર બનાવતી અને ચાધ્યાપ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂગ નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું યોક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧-શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેટાવર્ગ કે પેટા શતક છે. તેના પેટા ઉદ્દેશા પણ છે.
“ભગવતી'' સૂત્રના મુખ્ય વિષય સ્વસમયપરસમયની વિચારણા છે, ઈન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુદ્ઘાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
આ આગમના મૂળ સુગોનો પૂર્ણ અનુવાદ સામે નોંધેલ છે. વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે, પણ તેમાં વૃતિ સાથે ક્વચિત ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, કયાંક ચૂણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષો વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે ત્યાં • x • x - એવી નિશાની કરેલ છે.
$ શતક-૯, ઉદ્દેશક-૧ - “જંબૂઢીપ” છે.
- X - X - X - X - X - X – • સૂત્ર-૪૩૯ :
તે કાળે, તે સમયે મિથિલા નામે નગરી હતી-વર્ણન. માણિભદ્ધ ચૈત્ય હતું. - વર્ણન, સ્વામી પધાર્યા. દિi નીકળી યાવત ગૌતમસ્વામી પપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવાન ! જંબૂઢીપ નામક દ્વીપ કયાં છે ? ભગવદ્ ! જંબૂદ્વીપ કયા આકારે છે ? એ પ્રમાણે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી ચાવતુ એ પ્રમાણે જ પૂર્વ-પશ્ચિમ, જંબૂદ્વીપમાં ૧૪,૫૬,ooo નદીઓ કહેલી છે. ભગવાન ! તે એમ જ છે. તે એમ જ છે.
• વિવેચન-૪૩૯ :
ife of - કયા દેશમાં. એ પ્રમાણે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી. તે આ પ્રમાણે - ભગવત્ ! જંબૂદ્વીપ દ્વીપ કેટલો મોટો છે ? ભગવન! જંબૂદ્વીપના ભાવ-પ્રત્યાવતાર શું છે ? અર્થાત્ કેવા આકાર ભાવમાં તેનો પ્રત્યાવતાર છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોમાં સર્વવ્યંતર, સૌથી નાનો, વૃd, તેલના માલપુઆના આકારે રહેલા • વૃત, રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત-નૃત, પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત એવો વૃત, પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન આયામ અને વિકંભથી ઇત્યાદિ છે. અંતે શું કહ્યું? ઉક્ત ન્યાયથી પૂર્વ-પશ્ચિમ સમુદ્રગામી એવું ૧,૫૬,૦૦૦ નદીનું વૃંદ કહેલ છે. આ સંખ્યા ભરત, ઐરાવતની ગંગા, સિંધુ, કતા, કતવતી પ્રત્યેક ૧૪,૦૦૦ નદીથી યુક્ત છે, તથા હૈમવત-ઐરણ્યવતની રોહિતા, રોહિતાંશા, સુવર્ણકુવા, રાયક્લાએ પ્રત્યેક ૨૮,ooo નદીથી યુકત છે. હરિવર્ષ, મ્યફવર્ષની હરિ, હરિકાંતા, નકાંતા, નારીકાંતા પ્રત્યેક ૫૬,૦૦૦થી યુક્ત, મહાવિદેહમાં શીતા,
ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ ત્રીજો ભાગ છે. તેના ૧ થી ૮ શતકો બે ભાગમાં છપાયા છે. [11/2]