________________
પ્રકીર્ણક સમવાય-૨૧૫
૧૫૯
એટલે સ્વ અને પર એવા ભેદ વડે જુદા અારાર્થના પર્યાયો અનંતા છે. અહીં જે ત્રાસ પામે તે કસ - દ્વીંદ્રિય આદિ, તેઓ પરિમિત છે પણ અનંત નથી. કેમકે તેમનું એવું જ સ્વરૂપ છે. તથા વનસ્પતિકાય સહિત સ્થાવર જીવો અનંતા છે.
આ સર્વે કેવા છે ? શાશતા - વ્યાર્થપણે કાયમ હોવાથી. કૃતા - પયિાર્થપણે પ્રતિ સમય બદલાતા હોવાથી. નિબદ્ધા - સૂત્રમાં જ ગ્રચિત. નિકાચિત - નિર્યુક્તિ, સંગ્રહણિ, હેતુ, ઉદાહરણાદિ વડે પ્રતિષ્ઠિત છે. તથા જિનેશ્વરોએ કહેલા ભાવો - પદાર્થો, બીજા પણ અજીવાદિ છે. તે સર્વે - x • આગાયનો - સામાન્ય અને વિશેષ વડે કહેવાય છે. પ્રજ્ઞાયો - નામાદિના ભેદ વડે કહેવાય છે. પ્રણયનો - નામાદિનું સ્વરૂપ કથન વડે કહે છે. જેમકે, પર્યાયનું અભિધેય એટલે નામાદિ. દશ્યો - માત્ર ઉપમા વડે દેખાડાય છે, જેમકે - જેવો બળદ તેવો ગવય. નિદર્યો - હેતુ અને ટાંત કથનથી દેખાડાય છે. ઉપદર્યને - ઉપનય અને નિગમન વડે કે સર્વ નય અભિપ્રાય વડે દેખાડાય છે.
ધે આચારાંગના ગ્રહણનું ફળ દેખાડવા માટે કહે છે - એટલે આચારાંગને ગ્રહણ કરનાર જાણવો. - અર્વ માત્ત - ‘આચાર' ભાવથી સમ્યક્ પ્રકારે ભણતા આભા આવો થાય છે - કેમકે તે આચારમાં કહેલી ક્રિયાના પરિણામથી અભિg હોવાથી તે આત્મા તદ્રુપ થાય છે. ‘ર્વ ગાય' સૂત્ર પ્રતમાં જોયું નથી, પણ ‘નંદી'માં દેખાય છે, તેથી અહીં તેની વ્યાખ્યા કરી છે. આ પ્રમાણે જ્ઞાનનો સાર ક્રિયા જ છે, એવું જણાવવા માટે ક્રિયાનો પરિણામ કહીને હવે જ્ઞાનને આશ્રીને કહે છે. આ સૂત્ર ભણીને એ પ્રમાણે જ્ઞાતા થાય છે કે જે પ્રમાણે આ સત્રમાં કહ્યું હોય.
વિત્રાય - વિવિઘ કે વિશિષ્ટ પ્રકારે જે જાણનાર તે વિજ્ઞાતા કહેવાય, એ પ્રમાણે વિજ્ઞાતા થાય છે. એટલે અન્ય શાસ્ત્રોને પણ જાણનાર થાય છે એટલે અન્ય શાસ્ત્રોના જાણકાર થકી અત્યંત જાણકાર થાય.
- ઈત્યાદિ નિગમન વાક્ય છે. પર્વ એટલે આચાર, ગોચર, વિનય આદિ કહેવારૂપ આ પ્રકારે - ઘર એટલે વ્રત, સાધુધર્મ, સંયમાદિ અનેક પ્રકારનું ચા»િ.* ચાર • પિંડવિશુદ્ધિ, સમિતિ આદિ અનેક પ્રકારે કરણ. તે બંનેની પ્રરૂપણા જ કહેવાય છે, પ્રજ્ઞાપના કરાય છે આદિ પૂર્વવત્ જાણવું. તે આ આચારવસ્તુ કે આચાર જે પૂર્વે જોયો.
૧૬૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મોહિતથી જેઓને સંદેહ ઉત્પન્ન થયેલ છે તથા સહજ બુદ્ધિના પરિણામથી જેઓ સંશયિત થયા છે, તેવાની-પાપી-મલિન બુદ્ધિના ગુણને શુદ્ધ કરવા માટે ૧૮૦ કિયાવાદીઓ, ૮૪-અકિયાવાદીઓ, ૬૭ અજ્ઞાનવાદી, ઝર-વિનયવાદીઓ મળીને કુલ ૩૬૩ અન્ય દર્શનીઓની રચના કરીને સમયની સ્થાપના કરાય છે.
તથા પરમતના ખંડન અને વમતની સ્થાપના માટે અનેક પ્રકારના ષ્ટાંત વચનોથી પરમતની નિસ્મારતા અને આ સિદ્ધાંતને સારી રીતે દશવિનાર, વિવિધ વિસ્તારનું પ્રતિપાદન અને પરમ સદ્ભાવ ગુણ વિશિષ્ટ, મોક્ષમાર્ગમાં ઉતારનાર, ઉદર, અજ્ઞાની અત્યંત અંધકારથી દુમિ એવા માર્ગમાં દીવારૂપ, મોક્ષ અને સુગતિરૂપ ઉત્તમ પ્રાસાદ ઉપર ચડવાના પગથિયારૂપ, નિક્ષોભ, નિકંપ એવા પ્રાર્થ કહ્યા છે.
સૂયગડની પરિત વાચના, સંખ્યાત અનુયોગ દ્વારો, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાતા વેષ્ટકો, સંખ્યાતા ોકો. સંખ્યાતી નિયુક્તિઓ છે.
આ સૂયગડ સાંગાણfપણે બીજું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ, ૩-અધ્યયનો, 33-ઉદ્દેશનકાળ, 34ન્સમુશન કાળ, પદાગથી ૩૬,ooo પદો છે. તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતા ગમા, અનંતા પયયો, પરિd ગયો અને અનંત સ્થાવરો છે.. આ સર્વે શાશ્વત-નૃત-નિબદ્ધ-નિકાચિત છે. જિનપજ્ઞપ્ત ભાવોને આ અંગમાં કહેવાય છે, પ્રજ્ઞાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદર્શન કરાય છે.
જે આને ભણે છે, તે આત્મા એ પ્રમાણે થાય છે, જ્ઞાતા થાય છે, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે, પ્રજ્ઞાપના કરાય છે, અપાય છે, દેખાડાય છે, નિર્દેશ કરાય છે, ઉપદર્શન કરાય છે. • • તે આ “સૂયગડ” છે.
• વિવેચન-૨૧૬ :
તે સૂતકૃત્ શું છે ? મુદ્ - સુચવવું, સૂચવવાથી સૂઝ, સૂગ વડે કરેલ તે સૂત્રકૃતુ એમ રુઢિથી કહેવાય છે. સૂpકૃત વડે કે સૂત્રકૃતમાં સ્વ સમય સૂચવાય છે ઇત્યાદિ સુગમ છે. તથા સૂત્રકૃત વડે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ સુધીના પદાર્થો સૂચવાય છે. તથા સાધુઓની મતિના ગુણને શુદ્ધ કરવા સ્વસમય સ્થાપના કરાય છે. એમ વાક્યર્થ કરવો. -- તે સાધુઓ કેવા ?
થોડા કાળમાં પ્રવજિત થયેલા, કેમકે ચિરકાળના પ્રવજિત સાધુઓ નિર્મળતિવાળા હોય છે, તેઓ નિત્ય શાસ્ત્ર પશ્ચિયથી અને બહુશ્રુત સાધુના સમાગમથી તેવા હોય છે. વળી તે અવાપર્યાયી સાધુ - ૬ - કુત્સિત, સEવ - સિદ્ધાંત છે જેનો તે કુસમય • કુતીર્થિકો. તેમનો મોદ - પદાર્થનો વિપરીત બોધ. તે કુસમય મોહ થકી જે મોહ એટલે શ્રોતાના મનોમૂઢતા, તે વડે જેની મતિ મોહિત થઈ છે - મૂઢતા પામી છે, તે કુસમય મોહ મતિમોહિત - અથવા - કુસમય તે કુસિંદ્ધાત, તેનો ઓઘ એટલે સમૂહ, તે કુસમયમોહ, તેના વડે મૂઢ, તેથી જેમની મતિ મોહ પામી હોય તે કુસમયૌઘમોહ મતિ મોહિત કહેવાય.
• સૂત્ર-૨૧૬ -
તે ‘સૂયગડ’ શું છે ? સૂયગડમાં સ્વરામયની સૂચના કરાય છે. પસ્યમયની સૂચના કરાય છે. સ્વસમય-સમયની સૂચના કરાય છે. એ રીતે જીવ - અજીવ - જીવાજીવ સૂચિત કરાય છે. લોક-લોક-લોકાલોક સૂચિત કરાય છે. સૂયગડમાં જીવ-જીવ-પુજ્ય-પાપ-આશ્રવસંવર-નિરા-બંધ-મોક્ષ પર્યન્તના પદાર્થો સૂચિત કરાય છે.
અકાળના વજિત થયેલ શ્રમણો, કુસમયના મોહથી થયેલ મોહમતિ