SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રકીર્ણક સમવાય-૨૧૫ ૧૫૩ છે. કહ્યું છે - ‘આચાર' ભણવાથી સાધુધર્મ જેથી જાણવામાં આવે છે, તેથી ‘આચારધર' પહેલું ગણિ સ્થાન કહેવાય છે અર્થાત પરિચ્છેદ સ્થાન કહેવાય છે. તેથી પરિચ્છેદ સમૂહ તે ગણિપિટક. અહીં પદની ઘટના આ પ્રમાણે - જે આ ગણિપિટક તે દ્વાદશાંગ કહ્યું છે, તે આ રીતે - આયાર, સૂત્રકૃતુ ઇત્યાદિ. તે આચાર વસ્તુ કઈ છે? અથવા આ આચાર શું છે? આચાર એટલે આચરણ અથવા જે આચરણ કરાય . સાધુ આચરિત જ્ઞાનાદિ આસેવન વિધિ. તેનો પ્રતિપાદક ગ્રંથ તે “આચાર" કહેવાય છે. કરણભૂત આ આયાર વડે સાધુઓનો આચાર કહેવાય છે તેમ સંબંધ છે. અથવા અધિકરણભૂત આચારને વિશે- X ", શ્રમણ-તપલક્ષ્મી સહિત અને નિર્મન્થ-બાહ્ય અત્યંતર ગ્રંથિ સહિત. [શંકા] શ્રમણ, નિર્ગુન્ય જ છે, તો વિશેષણ શા માટે મૂક્યું ? [ઉત્તર) શાક્યાદિ મતના શ્રમણોને વિચ્છેદ કરવા માટે. કહ્યું છે - નિર્ગુન્ય, શાક્ય, તાપસ, ગરિક, આજીવિક આ પાંચ ભેદ શ્રમણ કહેવાય છે. આચાર-જ્ઞાનાદિ અનેક ભેદે છે. ગોચર - ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ. વિનયજ્ઞાનાદિ વિનય. વૈયિક - તેનું કર્મ ક્ષયાદિ ફળ. સ્થાન-કાયોત્સર્ગ, બેસવું, સુવું એ ત્રણ ભેદે. ગમન-વિહારભૂમિ આદિમાં જવું છે. ચંદ્રમણ-ઉપાશ્રયમાં શરીસ્તા શ્રમને નિવારવા આમ તેમ ચાલવું. પ્રમાણ - ભાત, પાણી, આહાર, ઉપાધિ આદિનું માન. યોગયોજન-સ્વાધ્યાય, પ્રભુપેક્ષણ આદિ કાર્યમાં બીજાઓને જોડવા. ભાષાસાધુને સત્યા, અસત્યામૃષારૂપ, સમિતિ-ઈર્યાસમિતિ આદિ પાંચ. ગુપ્તિ-મનોગુપ્તિ આદિ પ્રણ. શચ્યા-વસતિ. ઉપધિ-વાદિ. ભકત-અશનાદિ. પાન-ઉણ જળ આદિ... તથા ઉદ્ગમ, ઉત્પાદન, એષણાના દોષોની વિશુદ્ધિ-એટલે અભાવ, તે ઉદ્ગમોત્પાદન એષણાવિશુદ્ધ... ત્યાર પછી શય્યાદિની ઉદ્ગમાદિ વિશુદ્ધિ વડે શુદ્ધ હોય તેનું ગ્રહણ અને તળાવિધ કારણે અશુદ્ધનું પણ ગ્રહણ કરવું તે શય્યાદિ ગ્રહણ. - તથા - વ્રત - મૂળગુણ, નિયમ-ઉત્તરગુણ, તપઉપધાન - બાર ભેદે તપ... પછી આચાર, ગોચર આદિ ગુપ્તિ પર્યન્ત તથા શય્યાદિ ગ્રહણ તથા વ્રત, નિયમ અને તપઉપધાન આ બધાંનો સમાહારવંદ્વ સમાસ કરવો. પછી આ સર્વે સુપશસ્ત એમ કર્મધારય સમાસ છે. આ બધું કહે છે આ આચાર આદિપદોમાં કોઈ એક પદના કહેવાથી કોઈ બીજા પદનો સમાવેશ થઈ જતો હોય છતાં, તેનું જે જુદું કથન કર્યું તે સર્વ તેનું પ્રધાનપણું જણાવવાનું છે, એમ જાણવું. તે આચાર, જેને આશ્રીને આની ‘આચાર' સંજ્ઞા પ્રવર્તે છે, તે સંક્ષેપથી પાંચ ભેદે કહ્યો છે. તે આ જ્ઞાનાચાર-શ્રુત જ્ઞાન વિષયક, કાલ અધ્યયન, વિનયાધ્યયન આદિ આઠ પ્રકાનો વ્યવહાર... દર્શનાચાર - નિઃશંકિતાદિ આઠ પ્રકારનો સમ્યકત્વ વાળીનો વ્યવહાર.. ચાઆિચાર - સમિતિ આદિ પાળવારૂપ વ્યવહાર. તપાસાર - બાર પ્રકારે તપ વિશેષ કરવો તે.. વીચારજ્ઞાનાદિ પ્રયોજનમાં વીર્યને ન ગોપવવું તે. આ ‘આચાર' ગ્રંથ (શાસ્ત્ર ની, પરિત-સંય, આદિ અને અંતની પ્રાપ્તિ છે માટે અનંતી નથી. શું સંખ્યાતી છે ? વાચના - સૂત્ર, અર્થ પ્રદાન લક્ષણ. અથવા અવસર્પિણી - ઉત્સર્પિણી કાળને આશ્રીને. તથા ઉપક્રમાદિ અનુયોગદ્વાર સંખ્યાતા છે, કેમકે તેના આધ્યયનો જ સંખ્યાતા છે અને તેના પ્રજ્ઞાપકના વચનના વિષયરૂપ છે. સંસાતી પ્રતિપત્તિ - દ્રવ્યાઈમાં પદાર્થોની પ્રાપ્તિ અર્થાતુ મતાંતરો અથવા પ્રતિમાદિઅભિગ્રહ વિશેપો સંખ્યાતા છે. વેસ્ટક-છંદ વિશેષ અથવા અન્ય મતે એક અને કહેનારી વચનની સંકલના. શ્લોક-અતુટુપ છંદ, તે સંખ્યાતા છે. નિર્યુક્તિ-સૂત્રમાં અભિધેયપણે સ્થાપન કરેલ અર્થોની યુક્તિ-ઘટના, વિશિષ્ટ યોજના તે રૂપ નિયુકતયુક્તિ સંખ્યાતી છે. આ વાક્યમાં “યુ’ શબ્દનો લોપ કરવાથી નિયુક્તિ કહેવાય છે, તે સંખ્યાતી છે. તે - X • આચાર, મંગલક્ષણ વસ્તુત્વથી પ્રથમ સંગ સ્થાપનાની અપેક્ષાએ કહ્યું છે, પણ ચનાની અપેક્ષાએ તો આ બારમું અંગ છે. કેમકે પૂર્વ - સર્વ પ્રવચનોની પૂર્વે રચેલ છે, તેથી તે પહેલું છે. ‘આચાર'માં બે શ્રુતસ્કંધ-અધ્યયન સમુદાયરૂપ. અધ્યયનો-૫ છે, તે આ રીતે - શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોહ, મહાપરિજ્ઞા, ઉપધાનશ્રુત તે પ્રથમ શ્રુતસ્કંધ છે. તથા પિÖષણા, શય્યા, ઈય, ભાષા, વૌષણા, પારૈષણા, અવગ્રહપ્રતિમા, સપ્ત. [] સપ્તતિકા, ભાવના, વિમુક્તિ એ બીજો શ્રુતસ્કંધ છે. આ પ્રમાણે નિશીયને વજીને આ ૨૫-અધ્યયનો છે. ઉદ્દેશનકાળ ૮૫ છે, તે આ રીતે - અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન અને ઉદ્દેશક, આ ચારેનો એક જ ઉદ્દેશનકાળ છે. એ પ્રમાણે શસ્ત્રપરિજ્ઞા આદિ શ્વ-અધ્યયનોમાં ક્રમથી – ૩, ૬, ૪, ૪, ૬, ૫, ૮, ૩, ૪, ૧૧, 3, 3, ૨, ૨, ૨, ૨ અને ૧૬ના 9૬-સંખ્યાવાળા ઉદ્દેશનકાળ છે. બાકીના ૯ અધ્યયનોના ૯ છે. એ રીતે ૮૫ થયા. [ઉક્ત અર્થ જણાવનારી ગાથા પણ છે.] આ પ્રમાણે સમુદેશનાકાળ પણ તેટલા જ કહેવા. - વળી - આ આયાના કુલ પદો વડે ૧૮,ooo પદો કહ્યા છે. અહીં જયાં અર્થની પ્રાપ્તિ થાય તે પદ તે પદ”. (શંકા જો અહીં બે શ્રુતસ્કંધ, ૫-અધ્યયન અને ૧૮,ooo પદો છે, તો - નવ હાચર્ય-અધ્યયનના ૧૮,૦૦૦ પદો છે એમ જે કહ્યું, તે કેમ વિરુદ્ધ નથી ? [સમાધાન] જે બે શ્રુતસ્કંધાદિ કહ્યું કે “આચાર”નું પ્રમાણ કહ્યું, જે ૧૮,૦૦૦ પદો કહ્યા તે નવ બ્રહ્મચર્યના અધ્યયનરૂપ પહેલા શ્રુતસ્કંધનું પ્રમાણ કહ્યું છે. કેમકે સૂત્રો વિચિત્ર અર્થબદ્ધ હોય છે. તેથી તેનો અર્થ ગુરુ ઉપદેશથી જાણવા યોગ્ય છે. વેટકાદિ સંખ્યાતા હોવાથી આના સંખ્યાતા અક્ષરો છે, ગમા અનંતા છે, TET • અર્થગમા ગ્રહણ કરાય છે. અર્થાત્ અર્થના પરિચ્છેદ, તે અનંતા છે. કેમકે એક જ ગણી તે તે ધર્મ વિશિષ્ટ અનંત ધર્મવાળી વસ્તુની પ્રાપ્તિ થાય છે. અન્ય આચાર્યો કહે છે - અભિધાન, અભિધેયને આશ્રીને ગમા થાય છે, તે અનંતા છે... પર્યાયો
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy