SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૧૬ ૧૬૧ અથવા કુસમય-કુતીર્થિકોનો મોહ કે મોઘ એટલે શુભ ફળની અપેક્ષાએ નિફળ એવો જે મોહ, તે વડે જેમની મતિ મોહ પામી હોય તે કુસમય મોહ-મોહમતિ મોહિત કે કુસમયમોઘ-મોહમતિ મોહિત કહેવાય. સં - વસ્તુ તવ પ્રત્યે શંકા, કુસમય મોહ મતિ મોહિત એવું વિશેષણ સમીપે હોવાથી કુસમય પાસેથી જેઓને સંદેહ થયા છે તે સંદેહજાd.. તથા સહજ એટલે સ્વભાવથી જ પ્રાપ્ત થયેલ કુસમયના શ્રવણથી પ્રાપ્ત થયેલા નહીં એવા બુદ્ધિ પરિણામ-મતિ સ્વભાવથી જેઓને સંશય થયો છે, તે સહજ બુદ્ધિ પરિણામ સંશયિત. સંદેહજાત અને સહજબુદ્ધિ પરિણામ સંશયિત આવા સાધુઓને - શું? - કહે છે – પાપકર - વિપરીત સંશયરૂપપણે કુસિત પ્રવૃત્તિના કારણરૂપ હોવાથી અશુભ કર્મના હેતરૂ૫, તેથી જ મલિન - સ્વરૂપના આચ્છાદનથી નિર્મળ જે મતિગુણ - બુદ્ધિપર્યાય, તેના વિશોધનને માટે અર્થાત નિર્મળપણું કરવા માટે. ૧૮૦ કિયાવાદીઓના તિરસ્કાર કરીને સ્વસમાં સ્થાપન કરાય છે. • x • એ જ પ્રમાણે બાકીના પદોમાં પણ આ ક્રિયાપદ જોડવું. તેમાં કર્યા વિના ક્રિયા સંભવતી નથી, તેથી આત્મા સાથે સંબંધવાળી તે ક્રિયાને જેઓ કહેવાના સ્વભાવવાળો છે, તેઓ ક્રિયાવાદી છે. આ આત્માદિનું અસ્તિપણું માનનારા આ રીતે ૧૮૦ ભેદે જાણવા - જીવ, જીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુષ્ય, પાપ, મોક્ષ આ નવ પદાર્થોને અનુક્રમે માંડીને પછી પહેલા જીવ પદાર્થની નીચે સ્વ અને પર એવા બે ભેદો સ્થાપવા. તે બંનેની નીચે નિત્ય, અનિત્ય એવા બે ભેદો સ્થાપવા. તે બંનેની નીચે કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ, સ્વભાવ એ પાંચ ભેદો સ્થાપવા. પસી આ રીતે વિકલ્પો કરવા - જીવ પોતે કાળથી નિત્ય છે, એ એક વિકલ્પ. તેનો અર્થ આ પ્રમાણે - નિશે આત્મા છે, તે સ્વ-રૂપે છે, નિત્ય છે, કાળ થકી છે એમ કાલવાદીનો મત છે. એ રીતે બીજો વિકલા ઈશ્વરકારણિક, ત્રીજો આત્મવાદીનો, ચોથો નિયતિવાદીનો અને પાંચમો સ્વભાવવાદીનો કહેવો. એ પ્રમાણે સ્વત: પદથી પાંચ વિકલ્પ, પરત: પદથી પાંચ વિકલ્પો, એ દશ વિકલ્પો નિત્યવથી અને એ જ ૧૦ વિકલા અનિત્યસ્વ વડે કહેવા. એ પ્રમાણે એક જીવ પદાર્થ વડે ૨૦ વિકલ્પો થયા. તે જ પ્રમાણે અજીવાદિ આઠને આશ્રીને પણ ગુણતાં કુલ-૧૮૦ ભેદો થયા. અકિયાવાદીના ૮૪-ભેદ છે. તેનું સ્વરૂપ નંદી આદિ સૂર મુજબ કહેવું. વિશેષ એ કે - તેની વ્યાખ્યામાં પુન્ય અને પાપને વજીને સાત પદાર્થો કહેવા. તેના સ્વ, પર એ બે ભેદ, તેના કાલ આદિ પાંચ અને ચચ્છા એમ છે ભેદો સ્થાપવા. એ રીતે ૬ x ૨ x 9 = ૮૪ ભેદ થયા. અજ્ઞાનવાદીના-૬૩ ભેદ, તે જ પ્રમાણે કરવા. વિશેષ એ - જીવાદિ નવ પદાર્થ અને દશમો ઉત્પત્તિ એ દશ ભેદ, તેના સત્ આદિ સાત પદો આ રીતે - સવ, અસત્વ, સદસત્વ, અવાધ્યત્વ, સદવાધ્યત્વ, અસદવાસ્વવ, સદસદવાવ - ૪ - એ રીતે ૯ x 9 = ૬૩ ભેદો અને દશમા ઉત્પત્તિ પદને આશ્રિને પહેલા ચાર જ ભેદ 8િ/11] ૧૬૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ લેતા ૬૩ ભેદ. વૈનયિક વાદીના ૩૨-ભેદ છે. તે આ રીતે- દેવ, રાજા, જ્ઞાતિ, યતિ, સ્થવિર, અધમ, માતા, પિતા આ આઠેનો કાય, વાણી, મન, દાન વડે એ ચાર પ્રકારે વિનય કરવો, એમ અંગીકાર કરનારના 3૨-ભેદ. આ પ્રમાણે આ ચારે વાદીઓના ભેદો મળીને કુલ ૩૬૩ ભેદો અન્ય દર્શનીઓના છે - x • તેમનો વ્યુહ એટલે પ્રતિફોપ [નિરાસ કરીને સ્વસમય જૈિન સિદ્ધાંત ની સ્થાપના કરાય છે. જેથી આ રીતે સૂત્રકૃત વડે કહેવાય છે. તેથી તેના સૂગ અને અર્થનું સ્વરૂપ કહે છે નાના - અનેકવિધ એટલે ઘણા પ્રકારે સ્યાદ્વાદીએ પૂર્વપક્ષી કરેલા પરવાદીઓના સ્વપક્ષને સ્થાપવાને જે ટાંત વચનો અને ઉપલક્ષણથી હેતુવાનો છે. તેની અપેક્ષાઓ સારરહિત બીજાનો મત છે, એમ સારી રીતે એટલે પોતાના મતનું કોઈ ખંડન ન કરી શકે એ રીતે દેખાડતા • પ્રગટ કરતા તથા સત પદની પ્રણાદિ અનેક અનુયોગ દ્વારને આશ્રિતcવથી જે વિસ્તારાનુગમ, અનુમ - વ્યાખ્યા કરવાલાયક જીવાદિ અનેક તત્વોનું વિસ્તારથી પ્રતિપાદન તે વિવિધ વિસ્તાર અનુગમ કહેવાય છે. પરમ સભાવઅત્યંત સત્યતા અર્થાત્ વસ્તુનું ઐદંપર્ય, આ બે ગુણો વડે જે સહિત. તે વિવિધ વિસ્તાર અનુગમ પરમ સદ્ભાવ ગુણ વિશિષ્ટ કહેવાય છે. મોક્ષ માર્ગમાં ઉતરનારા એટલે પ્રાણીઓને સમ્યગદર્શન આદિમાં પ્રવૃત્તિ કરાવનારા એવા તથા કરાર - સકલ સૂત્રાર્થ દોષ હિતપણાએ અને નિખિલ સગુણ સહિતથી. તથા અજ્ઞાનરપી તમસ - અંધકાર એટલે અત્યંત અંધકાર અથવા પ્રકૃષ્ટ જ્ઞાન તે અજ્ઞાનતમ, તે રપી જે અંધકાર તે અજ્ઞાનતમોડાકાર અથવા અજ્ઞાનતમાંધકાર. તેના વડે જે દુર્ગ-દુઃખે કરી ગમન કરી શકાય તેવા તાવમાર્ગમાં પ્રકાશ કરનાર હોવાથી દીવાની ઉપમાવાળા ગોવા, તથા - સિદ્ધિરૂપી જે સુગતિ તે સિદ્ધિ સુગતિ અથવા સિદ્ધિ એટલે મોક્ષ અને સુગતિ એટલે ઉત્તમ દેવપણું - ઉત્તમ મનુષ્યપણું તે સિદ્ધિ સુગતિ. તે રૂપી જે ઉત્તમગૃહ - શ્રેષ્ઠ પ્રાસાદ, તે સિદ્ધિ સુગતિ ગૃહોમનું આરોહણ, સોપાન - ઉપર ચડવાનો માર્ગ વિશેષ-પગથિયા. તથા - વિક્ષોભ- વાદી વડે ક્ષોભ પમાડવો - ચલાયમાન કરવાને અશક્ય, નિપ્રકંપસ્વરૂપથી પણ થોડા પણ વ્યભિચાર દોષરૂપ કંપથી રહિત. એવા કોણ ? સૂઝ અને અર્થ - નિયુક્તિ, ભાષ્ય, સંગ્રહણિ, વૃત્તિ, ચૂર્ણિ, પંજિકા આદિ. આવા સૂત્રાર્થ. બાકીનું સુગમ છે. તે આ ‘સૂયગડ’ છે. વિશેષ એ કે - 33-ઉદ્દેશનકાળ આ રીતે - ૪, ૩, ૪, ૨, ૨, ૧૧ એકસસ, એ પહેલા મૃત સ્કંધના ૧૬ અધ્યયન, બીજાના સાત મહાઅધ્યયન મળી 33 થાય છે. • સૂત્ર-૨૧૭ થી ૨૧૯ : [૧] તે “ઠાણ” શું છે ? ઠાણ [સ્થાનાંગો માં સ્વમયની સ્થાપના થાય છે, પરસમયની સ્થાપના થાય છે, રસમય-પરસમયની સ્થાપના થાય છે.
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy