SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૧૬૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૮૭ શું • સૂ-૧૬૬ - - X - ૪ - ૦ મેર પર્વતના પૂર્વ ચરમાંતથી ગોસ્તૃભ આવાસ પર્વતના પશ્ચિમ ચરમાંત સુધી ૮૭,ooo યોજન અબાધાએ અંતર છે.. o મેરુ પર્વતના દ1િણ ચમતથી દકભાસ આવાસ પર્વતના ઉત્તર ચરમાંત સુધી ૮૭,ooo અબાધા અંતર છે.. o મેર પર્વતના પશ્ચિમ ચરમાંતથી શંખ આવાસના પૂર્વ છેડા સુધી અને 2 મેના ઉત્તર ચમતથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણ ચરમત સુધી ૮૭,ooo યોજના અબાધા આંતરું કહ્યું છે. o પહેલા અને છેલ્લા કર્મ સિવાયના બાકીના છ કમની ઉત્તર-અકૃત્તિઓ૮૭ કહી છે.. • મહાહિમવંત કૂટના ઉપસ્મિ અંતથી સૌગલિક કાંડથી નીચેના ચરમાંત સુધીમાં ૮soo યોજનાનું અબાધાએ શું કહ્યું છે.. o એ જ પ્રમાણે કમી કૂટનું પણ કહેવું. • વિવેચન-૧૬૬ : ૮મું સ્થાનક - o મેરુના પૂવતિથી જંબૂદ્વીપની અંદરનો ભાગ ૪૫,૦૦૦ યોજન છે, ૪૨,000 યોજન લવણસમુદ્રમાં જતા વેલંધરનાગરાજનો આવાસરૂપ ગોરંભ પર્વત પૂર્વ દિશામાં છે. એ રીતે સૂત્રોક્ત અંતર થાય છે. એ જ પ્રમાણે બીજા ત્રણેનું આંતરું જાણવું. - તથા - o પહેલી જ્ઞાનાવરણ અને છેલ્લી અંતરાય એ બે કર્મપ્રકૃત્તિરહિત શેષ છે. કમપ્રકૃતિ દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ અને ગોગ કર્મની ૮૭-ઉત્તર પ્રકૃતિઓ છે, તે આ રીતે - દર્શનાવરણાદિ છ કર્મોની ઉત્તર પ્રકૃતિ અનુક્રમે – ૯,૨,૨૮,૪,૪૨,૨ મળીને ૮૭ થશે. o મહાહિમવંત, બીજા વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન, મહાહિમવતુ, આદિ આઠ કૂટો છે, તે ૫૦૦ યોજન ઉંચા છે, તેમાં માહિમવંત કૂટના ૫oo યોજન, મહાહિમવંત વર્ષધર પર્વતની ઉંચાઈ ૨૦૦ યોજન, રતનપભાના ખરકાંડના અવાંતર કાંડમાંના સૌગંધિક કાંડ સુધીના આઠ કાંડો કે જે દરેક ૧000 યોજન છે, તેના cooo યોજન મળીને ૮૩oo યોજન છે. o એ જ પ્રમાણે રુકમી નામે પાંચમાં વર્ષધર પર્વત ઉપર જે બીજું કમી કૂટ છે. તેનું આંતરું મહાહિમવંત ફૂટ સમાન જ કહેવું. સમવાય-૮૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ® સમવાય-૮૮ છે. :- X • સૂત્ર-૧૬ - X - એક એક ચંદ્ર-સૂર્યના ૮૮-૮૮ મહાગ્રહો રૂપ પરિવાર કહ્યો છે.. o દષ્ટિવાદના ૮૮ સુમો છે, આ રીતે - જુસૂઝ, પરિણતાપરિણ, આદિ ૮૮ સૂો નંદી સૂત્રમાં કહ્યા છે, તેમ કહેa.. o મેરુ પર્વતના પૂર્વ ચરમાંતથી ગોસ્તંભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંત સુધી ૮૮,૦૦૦ યોજનનું અબાધાએ અંતર કહ્યું છે.. o એ પ્રમાણે ચારે દિશામાં જાણતું. o સવર્ચિતર મંડલરૂપ બાહ્ય ઉત્તર દિશાથી પહેલા છ માસ પ્રતિ આવતો સૂર્ય જ્યારે ૪૪માં મંડલે આવે ત્યારે મુહૂર્તના ૮૮/૧ ભાગ જેટલી દિવસ ની હાનિ અને તેટલા જ રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિથી ગતિ કરે છે. તથા દક્ષિણ દિશાથી બીજા છ માસ તરફ આવતો સૂર્ય ૪૪માં મંડલે આવે ત્યારે મુહૂર્તના ૮ ભાગ રાગિની હાનિ અને દિનની વૃદ્ધિ કરે છે. • વિવેચન-૧૬ : ૮૮મું સ્થાનક - ચંદ્ર, સૂર્ય અસંખ્યાતા છે, તો પણ અહીં દરેક ચંદ્ર-સૂર્યના પરિવારભૂત ૮૮ ગ્રહો જાણવા. અહીં ચંદ્ર-સૂર્ય યુગલના ૮૮ મહાગ્રહો છે, તેમ જાણવું. જો કે આ ગ્રહો ચંદ્રના જ પરિવારરૂપ છે એમ અન્યત્ર કહ્યું છે, તો પણ સૂર્ય પણ ઈન્દ્ર હોવાથી તેનો પરિવાર છે. દષ્ટિવાદ, બારમું અંગ. તે પાંચ પ્રકારે છે–પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, પ્રથમાનુયોગ, ચૂલિકા. તેમાં બીજો ભેદ તે સૂa, તેમાં ૮૮ સૂત્રો છે. “જેમ નંદી સૂત્રમાં કહ્યા છે તેમ” એમ કહીને સૂત્રો દેખાડ્યા, તે પછી કહેશે. મેરના પૂવતિથી જંબૂદ્વીપનો છેડો ૪૫,૦૦૦ યોજન દૂર છે. ત્યાંથી ૪૨,૦૦૦ યોજને ગોખૂભ પર્વત છે, તેનો વિકંભ ૧૦૦૦ યોજન છે, તેથી સૂત્રોકો-૮૮નો અંક આવે છે. આ જ ક્રમે દક્ષિણાદિ દિશામાં રહેલ દકાવભાસ, શંખ, દકસીમ નામે વેલંધર નાગરાજના નિવાસરૂપ પર્વતોને આશ્રીને કહેવું. બાહા - સવચિંતર મંડલરૂપ ઉત્તર દિશાથી - x• પહેલા છ માસ તરફ એટલે દક્ષિણાયન તરફ આવતો સૂર્ય ૪૪માં મંડલમાં જાય ત્યારે મુહૂર્તના ૮૮/૧ ભાગ દિવસની હાનિ કરીને તથા તેટલી જ રાત્રિની વૃદ્ધિ કરીને ચાર ચરે છે • ભ્રમણ કરે છે. ભાવાર્થ આ છે - દરેક મંડલે મુહૂર્તના એક ભાગ દિવસની હાનિ થાય છે, તેથી ૪૪માં મંડલે ૮૮ ભાગ જેટલી હાનિ થાય અને તેટલા જ ભાગ પ્રમાણ સત્રિની વૃદ્ધિ થાય છે. સૂત્રમાં બે વખત સૂર્ય શબ્દ દિવસ અને રાત્રિના આશ્રીને બે વાયના ભેદની કલાનાથી લખ્યો છે, તેથી પુનરુક્તિ દોષ ન જાણવો. * * * - દક્ષિણ ઈત્યાદિ સૂત્ર ઉપરના સૂત્રની જેમ જાણવું. વિશેષ એ કે - અહીં દિવસની વૃદ્ધિ અને સાત્રિની હાનિ જાણવી. સમવાય-૮૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy