________________
૮૯/૧૬૮
સમવાય-૮૯
— * — —
• સૂત્ર-૧૬૮ :
અરહંત ઋષભ કૌશલિક આ અવસર્પિણીના “સુષમદુષમ” નામક ત્રીજા આરાને અંતે ૮૯ ધમાસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા સાવત્ સર્વ દુઃખથી રહિત થયા.. • શ્રમણ ભગવંત મહાવીર અવસર્પિણીના ચોથા દુમસુષમ આરાને છેડે ૮૯ અર્ધમાસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા યાવત્ સર્વદુઃખ સહિત થયા.. ॰ ચાતુરંત ચક્રવર્તી રાજા હણિ ૮૯૦૦ વર્ષ સુધી મહારાજા હતા.. o અરહંત શાંતિને ૮૯,૦૦૦ સાધ્વીઓ રૂપ ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી.
- વિવેચન-૧૬૮ :
૮૯મું સ્થાનક - સુષમદુઃશ્યમ નામે ત્રીજા આરામાં ૩ વર્ષ, ૮૫ માસ રહ્યા ત્યારે. ચાવત્ શબ્દથી અંતકૃ, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા તેમ જાણવું.
હરિષેણ ચક્રવર્તી ૧૦,૦૦૦ વર્ષનું સર્વયુ પાળ્યુ. તેમાં ૮૯૦૦ વર્ષ રાજ્ય કર્યુ, બાકી ૧૧૦૦ વર્ષ કુમારપણામાં, માંડલિકત્વ, સાધુપણે જાણવા.
અહીં શાંતિ જિનની સાધ્વી સંપદા ૮૯૦૦૦ કહી છે, પણ આવશ્યક સૂત્રમાં તો ૬૧,૬૦૦ કહેલ છે, તે મતાંતર જાણવું.
સમવાય-૮૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મૈં સમવાય-૯૦
૧૩૯
— — —
• સૂત્ર-૧૬૯ :
.
અરહંત શીતલ ૯૦-ધનુર્ ઉંચા હતા.. • અરહંત અજિતને ૯૦ ગણ, ૯૦ ગણધર હતા.. છ શાંતિનાથને પણ એમજ જાણવું.. • સ્વયંભૂ વાસુદેવે ૯૦ વર્ષે વિજય કર્યો.. • સર્વે વૃત્તવૈતાઢ્ય પર્વતના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના હેઠલા ચરમાંત સુધી ૯૦૦૦ યોજન અંતર છે.
• વિવેચન-૧૬૯ :
૯૦મું સ્થાનક - અહીં અજિતનાથ અને શાંતિનાયના ૯૦-૯૦ ગણ, ગણધર કહ્યા છે. પણ આવશ્યકમાં અજિતનાથના-૯૫ અને શાંતિનાથના-૩૬ કહ્યા છે, તે મતાંતર જાણવું.. ૰ સ્વયંભૂ, ત્રીજા વાસુદેવને ૯૦ વર્ષ વિજય-પૃવીને સાધવાનો વ્યાપાર હતો. શબ્દાપાતી આદિ ૨૦ વૃત્ત વૈતાઢ્યો ૧૦૦૦ યોજન ઉંચા છે, સૌગંધિક કાંડનો ચરમાંત ૮૦૦૦ યોજન પ્રમાણ એટલે ૯૦૦૦ યોજન અંતર સૂત્રમાં કહ્યું છે, તે બરાબર છે.
સમવાય-૯૦-નો
મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૪૦
સમવાય-૯૧
— x = X --
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૧૭૦ :
પર વૈયાવચ્ચ કર્મપ્રતિમા ૯૧-કહી છે.. • કાલોદ સમુદ્રની પરિધિ કંઈક અધિક ૯૧-લાખ યોજન છે.. . અર્હત્ યુને ૯૧૦૦ અવધિજ્ઞાનીની સંપદા હતી.. • આયુ, ગોત્ર સિવાયના છ કર્મની ૯૧ ઉત્તરપ્રકૃત્તિ છે.
• વિવેચન-૧૩૦ :
૯૧મું સ્થાનક - તેમાં ૫૬ - પોતાના સિવાયના, વૈયાવૃષ્ય કર્મ - ભોજન પાનાદિથી ઉપદંભ ક્રિયા કરવા રૂપ પ્રતિમા - અભિગ્રહ વિશેષ, તે પવૈયાવૃત્યકર્મ પ્રતિમા. આ પ્રતિમા બીજે ક્યાંય જોવામાં આવતી નથી. કેવલ વિનય વડે વૈયાવૃષ્યના આ ભેદો સંભવે છે.
તે આ પ્રમાણે - દર્શનગુણોથી જેઓ અધિક હોય તેઓનો સત્કાર આદિ દશ પ્રકારે વિનય કરવો. કહ્યું છે – સત્કાર, અભ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનાનુપ્રદાન, કૃતિકર્મ, અંજલિપ્રગ્રહ, આવતાની સામે જવું, સ્થિર રહેલાની પર્યુપાસના, જતાની પાછળ જવું. આ દશ ભેદે શુશ્રુષા વિનય કહ્યો. તેમાં
(૧) સત્કાર એટલે વાંદવું, સ્તુતિ કરવી. (૨) અભ્યુત્થાન - આસનત્યાગ, (૩) સન્માન - વસ્ત્રાદિથી પૂજન, (૪) આસનાભિગ્રહ - પાસે આવીને ઉભા હોય તેને આસન આપી - “અહીં બેસો” એમ કહેવું, (૫) આસનાનુપ્રદાન - આસનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું તે, (૬ થી ૧૦) કૃત્તિકર્માદિ પાંચ ભેદોનો અર્થ સ્પષ્ટ છે.
તીર્થંકર આદિ ૧૫ પદને અનાશાતનાદિ ચાર પદ વડે ગુણતાં ૬૦ પ્રકારે અનાશાતના વિનય થાય છે. તે ૧૫-૫દ આ પ્રમાણે
(૧) તીર્થંકર, (૨) ધર્મ, (૩) આચાર્ય, (૪) વાચક, (૫) સ્થવિર, (૬) કુલ, (૭) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક, (૧૦) ક્રિયા, (૧૧ થી ૧૫) મતિજ્ઞાનાદિ. અહીં આ રીતે ભાવના કરવી. - તીર્થંકરોની જે અનાશાતના તે તીર્થંકર અનાસાતના, તીર્થંકર પ્રાપ્ત ધર્મની અનાશાતના, એ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી...
અનાશાતનાદિ ચાર પદ આ પ્રમાણે– તીર્થંકરથી આરંભીને કેવલજ્ઞાન સુધી ૧૫-૫દોની (૧) અનાશાતના, (૨) ભક્તિ, (૩) બહુમાન, (૪) વર્ણવાદ-પ્રશંસા. એ
ચાર કરવા.
ઔપચારિક વિનય સાત ભેદે છે. કહ્યું છે કે – (૧) અભ્યાસાસન, (૨) છંદોનુવર્તન, (૩) કૃતપ્રતિકૃતિ, (૪) કારિત નિમિતકરણ, (૫) દુઃખાતેંગવેષણ, (૬) સર્વ અર્થમાં દેશકાળનું જાણવું, (૭) અનુમતિ. આ ઔપચાકિ વિનય સંક્ષેપે કહ્યો. તેમાં – (૧) અભ્યાસન - ઉપચાર કરવા લાયક ગુરુની પાસે બેસવું.
(૨) છંદોનુવર્તન - ગુરુના અભિપ્રાયને અનુસરવું, (૩) કૃપ્રતિકૃતિ - પ્રસન્ન થયેલા આચાર્ય સૂત્રાદિ આપશે, નિર્જરા નહીં, એમ માનનાર શિષ્ય આહારાદિ લાવી આપે. (૪) કારિત નિમિત્તકરણ - સમ્યક્ પ્રકારે શાસ્ત્રના પદ ભણાવેલા વિશેષે કરીને