SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૧૩૯ ૧૧૫ ૧૧૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કહ્યો, બીજો ભાગ પૂર્વે ૩૮માં સ્થાનમાં ૩૮,000 યોજન કહ્યો છે. ફોગ સમાસમાં મૂળસહિત લાખ યોજનના ત્રણ ભાગ કહ્યા છે, તેમાં પહેલો કાંડ ૧૦૦૦ યોજન, બીજો ૬3,000, ત્રીજો ૩૬,૦૦૦ ચોજન કહ્યો છે. ચંદ્રમંડલ - ચંદ્ર વિમાન. •x - યોજનના ૬૧ ભાગ વડે વિભાજિત કરાતા સમાંશ - સમ વિભાગવાનું કહ્યું, વિષમ વિભાગવાળું નહીં. કેમકે તેનું પ્રમાણ એક યોજનના પ૬) ભાગ છે. બાકીના ભાગ અવિધમાન છે, જ પ્રમાણે સૂર્યનું મંડલ પણ કહેવું. કેમકે તે ૪૮/૧ ભાગ છે, તેનાથી વધારાનો ભાગ નથી, તેથી સમાન અંશપણું સિદ્ધ થાય છે. [ સમવાય-૬૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | હું સમવાય-૬૨ • સૂત્ર-૧૪૦ = X - X – પાંચ સંવત્સરના એક યુગમાં ૬ર-પૂનમ અને ૬૨-અમાસ કહી... • અરહંત વાસુપુજ્યને ૬ર-ગણ, દુર-ગણધરો હતા.. o શુકલ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે ૬૨-ભાગ વધે છે. તેટલો જ કૃષ્ણપક્ષમાં ઘટે છે.. o સૌધર્મ અને ઈશાન કજે પહેલા પ્રdટમાં. પહેલી આવલિકામાં એક એક દિશામાં ૬-૬ર વિમાનો છે. સર્વે વિમાનના કુલ ૬ર-પાટો છે. • વિવેચન-૧૪૦ : ૬૨મું સ્થાન - એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર હોય છે, તેની કુલ-૩૬ પૂનમો હોય છે. અભિવર્ધિત સંવત્સર બે હોય છે. તે બંને ૧૩-માસના હોય છે, તે બંનેની મળીને ૨૬-પૂનમો હોય છે. એ રીતે ૬૨-પૂનમો થાય. આ પ્રમાણે અમાવાસ્યા પણ ૬૨-હોય છે. અહીં વાસુપૂજ્યના ૬૨-ગણ, ગણધર કહ્યા. આવશ્યકમાં ૬૬ કહા છે, તે મતાંતર જાણવું.. o શુક્લ પક્ષ સંબંધી ચંદ્ર ૬૨-ભાણ વધે છે અને કૃષ્ણ પક્ષમાં ૬૨ભાગ ઘટે છે, આ અર્થ સૂર્યપ્રજ્ઞપ્તિમાં પણ કહ્યો છે. તે આ રીતે- કૃષ્ણ સહુ વિમાના નિત્ય ચંદ્ર સાથે જ હોય છે, તે ચંદ્ર નીચે ચાર આંગળ દૂર રહીને ચાલે છે. શુક્લપક્ષમાં ચંદ્ર હંમેશા ૬૨-૬૨ ભાગ વૃદ્ધિ પામે છે અને કૃષ્ણ પક્ષામાં તેટલો જ હાનિ પામે છે. રાહુ વિમાન ૧૫માં ભાગે ચંદ્રને છોડીને ૧૫-દિવસ ચાલે છે અને ૧૫માં ભાગે તેટલા જ દિવસ ચંદ્રને આવરે છે. આ પ્રમાણે ચંદ્ર હાનિ-વૃદ્ધિ પામે છે, તેથી ચંદ્રની કૃષ્ણતા કે જ્યોના થાય છે. તથા તેમાં જ કહ્યું છે - ચંદ્ર પોતાના મંડલના ૧૬ ભાગ કરીને તેમાંથી ૧૫ ભાગ હીન થાય છે અને ફરી ૧૫ ભાગ જ્યોરના વૃદ્ધિ પામે છે. આ બંને વચન અનુસારે એમ અનુમાન થાય છે કે – ચંદ્રમંડલના ૯૩૧ ભાગ કલાવા. તેમાંથી એક ભાગ બાકી રહે છે જ. બાકી અંશમાંથી હંમેશા ૬૨-૬૨ ભાગે વૃદ્ધિ પામે છે, તેથી ૧૫માં ચંદ્ર દિને ૯૩૧ અંશો એકઠા થાય છે. તે જ પ્રમાણે હાનિ પામતા ૧૫માં ચંદ્ર દિને ૧ અંશ અવશેષ રહે છે. બે વચનના સામર્થ્યથી આ વ્યાખ્યાન પ્રાપ્ત થયું છે. જીવાભિગમમાં તો બે ગાયાની વ્યાખ્યા આ પ્રમાણે છે - બાસઠ-બાસઠ ભાગ એટલે પ્રતિદિવસે શુક્લપક્ષમાં ચંદ્ર જે કંઈક અધિક ચાર બાસઠીયા ભાગ વૃદ્ધિ પામે છે અને કૃષ્ણપક્ષમાં તેટલો ક્ષય પામે છે તે પંદર દિવસે એટલે ચંદ્રવિમાનના ૬૨ ભાગ કસ્વા, તે બાસઠને ૧૫ વડે ભાંગવા. તેમ કરતા ૧૫મે ભાગે સાધિક ચાર બાસઠીયા ભાગ પમાય છે. તેથી કહ્યું છે કે- પંદરમાં ભારે ચંદ્રને આશ્રીને સહુનું વિમાન પંદર દિવસ સુધી ચાલે છે અને તે જ પ્રમાણે અપક્રમે છે. અહીં અમે દેખ્યું તેમ લખ્યું છે, સાયો નિર્ણય બહુશ્રુતોએ કરવો. જો એક અંશ પ્રકાશતો ચંદ્ર ચાલે અને એક અંશ સહુ ચાલે છે, તો હંમેશાં બે અંશ આચ્છાદનીય થાય. એ રીતે ૧૫ દિવસ આચ્છાદિત કર્યા છતાં બે અંશ બાકી રહે છે. તે બે અંશનો પણ અર્ધ ભાગ એક એક વડે આચ્છાદન કરાતા એક જ ભાગ આચ્છાદન થાય છે માટે ૬૨-ભાગ કાવાની જરૂર પડે છે. સૌધર્મ અને ઈશાનમાં ૧૩ વિમાન પ્રતટ છે. સનતકુમાર, માહેન્દ્રમાં ૧૨, બ્રાહ્મલોકે-૬, લાંતકે-૫, શુકે-૪, સહજ્જારમાં-૪, આનતપ્રાણતમાં-૪, આરણ-અયુતમાં૪, ત્રણ શૈવેયકે 3-3, અનુત્તરે-૧. આ સર્વેના મધ્ય પ્રત્યેક ઉડુ વિમાનાદિથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યત્ત વૃત્ત વિમાનરૂપ ૬૨. જ મધ્યના વિમાનેન્દ્રો છે. તેની પાસેના ભાગથી પૂવદિ ચારે દિશામાં ત્રિકોણ, ચતુષ્કોણ અને પછી વૃત વિમાનના ક્રમથી વિમાનોની આવલિકા છે. આ પ્રમાણે સૌધર્મ-ઈશાન કલ્પના પહેલા પ્રતટમાં એટલે સૌથી નીચે ઉતરોતર આવલિકાની અપેક્ષાએ પહેલી વાર આવલિકા જે પહેલાં પ્રતટની ચારે દિશાએ છે તે પ્રથમાવલિકા છે. આવી પહેલી આવલિકામાં પહેલા પ્રdટમાં અથવા મૂળમાં રહેલા વિમાનેન્દ્રકથી જે આ આવલિકા - વિમાનાનુપૂર્વી કહી, તે વડે અથવા ઉત્તરોત્તર આવલિકાની અપેક્ષાએ એક એક દિશામાં જે પહેલી આવલિકા કહી છે, તે ૬૨-૬૨ વિમાન પ્રમાણ વડે કહી છે. ઉડુ વિમાન દેવેન્દ્રકની અપેક્ષાએ એક એક પૂર્વાદિ દિશામાં ૬૨-૬૨ વિમાનો કહ્યા છે. તથા બીજા ત્રીજા આદિ પાથડામાં એક એક વિમાન ઓછું હોય છે ચાવતુ બાસઠમાં અનુત્તર દેવલોકના પાયડામાં સવર્થિસિદ્ધ દેવેન્દ્રકની ચારે દિશાએ એક એક જ વિમાન હોય છે. સર્વે વૈમાનિક દેવ વિશેષોના ૬૨ વિમાનના પાવડાઓ પાડાના કુલ પ્રમાણે કરીને કહ્યા છે. સમવાય-૬૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy