________________
૫૮/૧૩૬
ૐ સમવાય-૫૮ — * - * —
- સૂત્ર-૧૩૬ ઃ
૦ પહેલી, બીજી, પાંચમી એ ત્રણ પૃથ્વીમાં ૫૮-લાખ નકાવાસો છે.. ૦ જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાય એ પાંચ કર્મોની ૫૮-ઉત્તરપ્રકૃત્તિઓ છે.. • ગૌસ્તુભ આવાસ પર્વતના પશ્ચિમાંતથી વડવામુખ મહાપાતાળ કળશના બહુ મધ્યભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ આંતરું છે. આ પ્રમાણે ચારે દિશામાં જાણવું.
• વિવેચન-૧૩૬ :
૫૮મું સ્થાન - તેમાં પહેલી નસ્કમાં-૩૦ લાખ, બીજીમાં-૨૫ લાખ, પાંચમીમાં૩ લાખ, સર્વે મળીને-૫૮ લાખ નકાવાસ છે.. ॰ જ્ઞાનાવરણ-૫, વેદનીય-૨, આયુષ્ય૪, નામ-૪૨, અંતરાય-૫ બધી મળીને-૫૮ ઉત્તર પ્રકૃત્તિ થાય.. ૦ ગોસ્તંભ આદિનો ભાવાર્થ પૂર્વવત્ જાણવો.
.
૦ એ પ્રમાણે ચારે દિશામાં જાણવું, કહી ત્રણ સૂત્રની ભલામણ કરી. તે આ રીતે - દકભાસ આવાસ પર્વતના ઉત્તર છેડેથી કેતુક મહા પાતાળ કળશના બહુ મધ્ય દેશ ભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે. એ રીતે શંખ આવાસ પર્વતના પૂતિથી સૂપ મહાપાતાળ કળશનું તથા દકસીમ આવાસ પર્વતના દક્ષિણાંતથી ઈશ્વર મહાપાતાળ કળશના બહુ મધ્યદેશ ભાગ સુધીનું અંતર કહેવું.
સમવાય-૫૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૩
અધિક કહ્યો છે.
સમવાય-૫૯ ક — — —
- સૂત્ર-૧૩૭ :
ચંદ્ર સંવત્સરની એક-ત્રતુ ૫૯ રાત્રિદિવસની છે.. ૰ અર્હત્ સંભવે ૫૯લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈ યાવત્ પ્રવ્રજ્યા લીધેલી.. . અર્હત્ મલ્લિને ૫૦૦ અવધિજ્ઞાની હતા.
8/8
• વિવેચન-૧૩૭ :
સ્થાનાંગાદિમાં અનેકવિધ સંવત્સર કહ્યા. તેમાં ચંદ્રની ગતિને આશ્રીને જે સંવત્સર કહેવાય તે ચંદ્ર સંવત્સર. તેમાં ૧૨ માસ અને છ ઋતુઓ હોય. પ્રત્યેક ઋતુ ૫૯-રાત્રિદિનની હોય, તે આ રીતે - ૨૯-૩૨/૬૦ રાત્રિ દિનનો કૃષ્ણ એકમથી શુક્લ૧૫ સુધીનો એક ચંદ્રમાસ થાય. તેને બમણો કરવાથી એક ઋતુ થાય છે. તેથી આ ઋતુમાં ૫૯ અહોરાત્ર થાય. અહીં ૨/૬૨ ભાગ વધે તે કહેલ નથી.
અરિહંત સંભવનો ૫૯-લાખ પૂર્વ કહ્યો છે. આવશ્યકમાં તો તેથી ચાર પૂર્વાંગ
સમવાય-૫૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૪
સમવાય-૬૦
— x = x =
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૧૩૮ :
પ્રત્યેક સૂર્ય ૬૦-૬૦ મુહૂર્તો કરીને એકૈક મંડલને નીપજાવે છે... ૦ લવણસમુદ્રના અગ્રોદકને ૬૦,૦૦૦ નાગકુમારો ધારણ કરે છે..
અર્હત્ વિમલ ૬૦ ધનુર્ ઉંચા હતા.. • વૈરોરોનેન્દ્ર બલિને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. • દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. ૦ સૌધર્મ, ઈશાન બે કલ્પમાં થઈને ૬૦ લાખ વિમાનો છે.
• વિવેચન-૧૩૮ -
૬૦મું સ્થાનક - સૂર્યના ૧૮૪ મંડલો છે. તે દરેક મંડલને તથા પ્રકારની ચાર ભૂમિ, સૂર્ય ૬૦-૬૦ મુહૂર્તો વડે - બબ્બે અહોરાત્ર વડે પૂર્ણ કરે છે. ભાવાર્થ આ પ્રમાણે - એક સ્થાને ઉગેલ સૂર્ય તે સ્થાને બે અહોરાત્રે ઉગે.
૧,૬૦૦૦ યોજન ઉંચી વેળાની ઉપર બે ગાઉ પ્રમાણ વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળું જે જળ તે અગ્રોદક છે.. ૦ ઉત્તરીય અસુરકુમાર નિકાયના રાજાનું ભવન.. ૦ બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકનો ઈન્દ્ર.. ° સૌધર્મ કો ૩૨ અને ઈશાન કલ્પ
૨૮ બંને મળીને ૬૦-લાખ વિમાનો છે.
સમવાય-૬૦-નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૬૧
— x — * —
• સૂત્ર-૧૩૯ --
પાંચ સંવત્સરનો એક યુગ, તેને ઋતુમાસ વડે માન કરતાં ૬૧-ઋતુમાસ કહ્યા.. ॰ મેરુ પર્વતનો પહેલો કાંડ ૬૧,૦૦૦ યોજન ઉંચો છે... • ચંદ્રમંડલ ૬૧ ભાગે વિભાગ કરતા સમાંશ કહ્યું.. એ રીતે સૂર્ય પણ છે.
0
• વિવેચન-૧૩૯ :
૬૧મું સ્થાન - પાંચ વર્ષે જે નીપજે તે પંચસાંવત્સરિક - ૪ - તે યુગનો કાલમાન વિશેષ છે. તેને ચંદ્રમાસ નહીં પણ ઋતુમાસથી માપતા ૬૧ ઋતુમાસ કહ્યા. ભાવાર્થ આ છે કે – પાંચ સંવત્સરનો એક યુગ કહેવાય. તે આ રીતે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત. તેમાં ૨૯-૩૨/૬૨ પ્રમાણ કૃષ્ણ એકમથી પૂર્ણિમા સુધી હોય છે. તે રીતે એક ચંદ્રમાસ થાય, તેવા ૧૨-માસનો એક ચંદ્ર સંવત્સર થાય. તેનું પ્રમાણ આ છે - ૩૫૪-૧૨/૬૨ તથા ૩૧-૧૨૧/૧૨૪ પ્રમાણનો અભિવર્ધિત માસ થાય. આવા બાર માસ વડે એક અભિવર્ધિત સંવત્સર થાય, તેમાં ૩૮૩-૪૪/૬૨ દિવસો થાય. આવા ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર મળીને ૧૮૩૦ અહોરાત્ર થાય. ઋતુમાસ ૩૦-અહોરાત્રનો હોય. ૧૮૩૦ ને ૩૦ વડે ભાગતા ૬૧ ઋતુમાસ થાય. ૯૯,૦૦૦ યોજન પ્રમાણ મેરુના બે ભાગ કરીએ, તેમાં પહેલો ભાગ ૬૧,૦૦૦