SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩/૧૪૧ છે સમવાય-૬૩ — * — X — • સૂત્ર-૧૪૧ : અર્હત્ ઋષભ કૌશલિક ૬૩ લાખ પૂર્વ મહારાજ્યમાં વસીને મુંડ થઈ, ઘેરથી નીકળી અનગાર-તજિત થયા.. છ હરિવર્ષ, રમ્યકવર્ષ ક્ષેત્રમાં મનુષ્યો ૬૩ રાત્રિદિને યૌવન વય પામે છે.. ૰ નિષધ પર્વ તે ૬૩ સૂર્યમંડલ કહ્યા. એ પ્રમાણે જ નીલવંતે પણ જાણવા. ૧૧૭ • વિવેચન-૧૪૧ : ૬૩મું સ્થાનક ઃ- સંપ્રાપ્ત યૌવન - માતા, પિતા વડે પાલનની અપેક્ષારહિત.. ૦ સૂર્યના ૧૮૪ મંડલો છે. તેમાંથી જંબૂદ્વીપના છેડેથી અંદર ૧૮૦ યોજનમાં ૬૫-મંડલ છે. તેમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ઉપર ૬૩-સૂર્યમંડલો છે. બાકીના બે મંડલ જગતી ઉપર રહેલા છે અને બાકીના ૧૧૯ મંડળ લવણસમુદ્રમાં ૩૩૦ યોજનમાં છે. સમવાય-૬૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૬૪ — — — • સૂત્ર-૧૪૨ - • આઠ અષ્ટમિકા ભિક્ષુપ્રતિમા ૬૪-રાત્રિદિન અને ૨૮૮ દત્તિ વડે યથાસૂત્ર યાવત્ થાય છે.. ૰ અસુકુમારના ૬૪ લાખ ભવનો છે. • સમરેન્દ્રને ૬૪,૦૦૦ સામાનિક દેવો છે.. ૰ દધિમુખ પર્વત પ્યાલાના આકારે રહેલ છે. તે સર્વત્ર વિખુંભ વડે સમાન અને ઉંચાઈ વડે ૬૪,૦૦૦ યોજન છે.. ૰ સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોક એ ત્રણ કલ્પના મળીને ૬૪ લાખ વિમાનો છે.. ૰ સર્વે ચક્રવર્તીને ૬૪સરો હાર હોય. • વિવેચન-૧૪૨ : હવે ૬૪મું સ્થાન - જેમાં જેમાં આઠ-આઠ દિવસો હોય તે આઠ અષ્ટમિકા કહેવાય. તેમાં આઠ દિવસ અષ્ટક હોય. ભિક્ષુપ્રતિમા-અવગ્રહ વિશેષ. આઠ અષ્ટક હોવાથી ૬૪ રાત્રિદિવસે તે પાલન કરેલી થાય છે. પહેલા અષ્ટકમાં હંમેશાં એક એક ભિક્ષા, બીજામાં બે-બે યાવત્ આઠમામાં આઠ-આઠ ભિક્ષા હોય છે, સર્વે મળીને ૨૮૮ ભિક્ષા થાય છે. - x - ચાવત્ શબ્દથી યથાકલ્પ, ચચામાર્ગ સ્પર્શિતા, પાલિતા, શોભિતા, તીરિતા, કિર્તિતા, સમ્યક્ રીતે આજ્ઞાપૂર્વક આરાધિતા થાય છે એમ જાણવું. અહીંથી આઠમાં નંદીશ્વર દ્વીપમાં પૂર્વાદિ ચારે દિશામાં ચાર અંજનક પર્વતો છે. તે દરેકની ચારે દિશામાં ચાર-ચાર વાવડી છે. તેના મધ્યે એક એક દધિમુખ પર્વત છે. તે ૧૬-પર્વતો પ્યાલાના આકારે છે. તે પર્વતો મૂળ આદિમાં ૧૦,૦૦૦ યોજન વિભવાળા હોવાથી વિખુંભ વડે સર્વત્ર સમાન છે. - ૪ - ૪ - ઉત્સેધ વડે ૬૪,૦૦૦ યોજન છે. સૌધર્મકો ૩૨ લાખ, ઈશાન કલ્પે-૨૮ લાખ, બ્રહ્મલોકમાં ૪-લાખ, તે સર્વે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મળીને ૬૪ લાખ થાય છે.. ૰ જેમાં ૬૪ યષ્ટિ-શરીરો છે તે ચોરાઠ સરવાળો કહેવાય. મુક્તા - મોતી, મળિ - ચંદ્રકાંતાદિ અથવા મુક્તારૂપી મણિ એટલે રત્નો, તેનાથી યુક્ત એવો હાર. સમવાય-૬૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૮ સમવાય-૬૫ — — — - સૂત્ર-૧૪૩ : ૦ જંબુદ્વીપમાં સૂર્યના ૬૫ મંડલો છે.. ૰ સ્થવિર મૌર્યપુત્ર ૬૫ વર્ષ ગૃહવાસમાં રહી, મુંડ થઈ, ઘરથી નીકળી અણગાર પ્રવ્રુજિત થયા... • સૌધર્માવલંસક વિમાનની એક એક દિશામાં ૬૫-૬૫ ભૌમ છે. • વિવેચન-૧૪૩ - ૬૫મું સ્થાનક - મૌર્યપુત્ર, ભગવંત મહાવીરના સાતમા ગણધર. તેનો ગૃહસ્થ પર્યાય - ૬૫ વર્ષ છે. આવશ્યકમાં પણ તેમજ કહ્યો છે. વિશેષ આ – તેના જ મોટા ભાઈ ‘મંડિતપુત્ર’ નામે છટ્ઠા ગણધર આમના દીક્ષા દિને જ પ્રવ્રુજિત થયા, તેમનો ગૃહસ્થ પર્યાય આવશ્યકમાં-૫૩ વર્ષનો કહ્યો છે. તે સમજાતું નથી, મોટાનો-૬૫, નાનાનો-૫૩ હોઈ શકે છે. સૌધર્મ દેવલોકના મધ્યભાગમાં સૌધર્માવતંસક વિમાન શક્રના નિવાસભૂત છે. પ્રત્યેક દિશામાં પ્રાકાર સમીપે નગરના આકારો છે. - ૪ - સમવાય-૬૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૬૬ — * — * - - સૂત્ર-૧૪૪ :દક્ષિણાર્ધ મનુષ્યક્ષેત્રમાં ૬૬ ચંદ્રો પ્રકાશતા હતા - છે - પ્રકાશશે.. ૬૬સૂર્યો તપ્યા હતા - છે - તપશે.. ૭ ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં ૬૬-ચંદ્રો પ્રકાશતા છે . પ્રકાશશે.. ૬૬-સૂર્યો તપ્યા હતા છે - તપશે. અર્હત્ શ્રેયાંસને ૬૬ ગણ, ૬૬ ગણધર હતા.. • આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ કહી છે. હતા - • વિવેચન-૧૪૪ : - ૬૬મું સ્થાનક – તેમાં મનુષ્યક્ષેત્રનું અર્ધ તે અર્ધમનુષ્ય ક્ષેત્ર. દક્ષિણનું તે દક્ષિણાર્ધ મનુષ્યક્ષેત્ર. તેને વિશે થયેલ તે દાક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્રા - ૪ - ૬૬ ચંદ્રો પ્રકાશવા લાયકને પ્રકાશતા હતા અથવા દક્ષિણના મનુષ્યક્ષેત્રના અર્ધ ભાગને અથવા દક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં પ્રકાશનીયને પ્રકાશતા હતા. તે ૬૬ આ પ્રમાણે – જંબુદ્વીપમાં બે ચંદ્રો, લવણ સમુદ્રે ચાર, ધાતકીખંડમાં-૧૨, કાલોદધિમાં-૪૨, પુષ્કરાર્ધમાં-૭૨
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy