________________
૨૩/૫૩
૨૩,૦૦૦ વર્ષે આહારેછા થાય છે.. કેટલાંક ભવસિદ્ધિક જીવો ૨૩ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.
• વિવેચન-૫૩ :
૧
૨૩મું સ્થાનક સુગમ છે. વિશેષ એ – સ્થિતિ સૂત્રો પૂર્વે ચાર સૂત્રો છે, તેમાં સૂયગડાંગના પહેલા શ્રુતસ્કંધમાં-૧૬, બીજા શ્રુતસ્કંધમાં-૭-અધ્યયનો છે. તેમના અન્વર્ય નામ પ્રમાણે જાણવો.
સમવાય-૨૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે સમવાય-૨૪ R
— * - * =
સૂત્ર-૨૪ -
દેવાધિદેવો ચોવીશ કહ્યા છે ઋષભ, અતિ, સંભવ, અભિનંદન, સુમતિ, પક્ષભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુટુ, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન... ગુલ્લહિમવંત અને શિખરી એ બે વર્ષધર પર્વતની જીવા ૨૪,૯૩૨ યોજન તથા એક યોજનનો ૩૮મો ભાગ કંઈક અધિક છે.
દેવોના ર૪ સ્થાનો ઈન્દ્રસહિત છે, બાકીના અહમિન્દ્ર, ઈન્દ્ર અને પુરોહિત રહિત છે. ઉત્તરાયણમાં રહેલ સૂર્ય ૨૪ ગુલ પોરિસીની છાયા કરીને પાછો વળે છે. ગંગા અને સિંધુ મહાનદી પ્રવાહમાં સાધિક ર૪-કોશ વિસ્તારમાં છે. ક્ત-રક્તવતી મહાનદી પણ તેટલી જ વિસ્તૃત છે.
આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકોની ૨૪-પલ્યોપમ સ્થિતિ છે, અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૪-સાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૨૪-૫ોપમ છે.. સુધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૨૪-પલ્યોપમ છે.. હેમિ ઉવર્ણિમ રૈવેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૪સાગરોપમ છે.. જે દેવો હેટ્નિમ મઝિમ પ્રૈવેયક વિમાને દેવપણે ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ ૨૪-સાગરોપમ સ્થિતિ છે.
તે દેવો ૨૪-અર્ધમાસે આન-પાણ, ઉચ્છવાસ-નિશ્વાસ લે છે, તેમને ૨૪,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૪-ભવે ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વ દુઃખનો અંત કરશે.
• વિવેચન-૫૪ :
૨૪માં સ્થાનકમાં સ્થિતિની પૂર્વે છ સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે – ઈન્દ્રાદિક દેવો મધ્યે જે પૂજ્યત્વથી અધિક હોય તે દેવાધિદેવ કહેવાય.
જંબુદ્વીપ લક્ષણ વૃત્તક્ષેત્ર મધ્યે જે ક્ષેત્રો અને પર્વતો હોય તેની સીધી સીમાને જીવા કહે છે. ધનુષુ ઉપર ચડાવેલ પ્રત્યંચા સર્દેશ હોવાથી જીવા કહે છે. તેમાં ચુલ્લ
હિમવંત અને શિખરી બંને પર્વતની જીવા ૨૪,૯૩૨ યોજન અને એક યોજનનો ૩૮મો ભાગ અધિક છે. તેની ગાથા - ૨૪,૯૩૨ યોજન અને અર્ધી કલા એટલી ચુલ્લહિમવંતની
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
જીવા છે. અર્ધીકલા એટલે ઓગણીશ ભાગનું અડધું.
દેવોના ભેદો ૨૪-આ પ્રમાણે – ભવનપતિના ૧૦, વ્યંતરના ૮, જ્યોતિષ્કના૫, કલ્પોપન્ન વૈમાનિકોનો એક, એ સર્વે મળી ૨૪-થાય. આ ૨૪-સ્થાનો ઈન્દ્રસહિતચમરેન્દ્રાદિથી અધિષ્ઠિત છે. બાકીના-ત્રૈવેયક અને અનુત્તર દેવોમાં તેઓ અહમિન્દ્ર છે, તેઓ પોતે જ ઈન્દ્રો છે - પોતાના આત્માને ઈન્દ્ર માનનારા છે, તેથી તે સ્થાનો ઈન્દ્ર-નાયક રહિત છે, ત્યાં શાંતિકર્મકર પુરોહિત નથી. ઉપલક્ષણથી સેવકજનો આદિ કંઈપણ નથી.
૩૨
ઉત્તરાયણમાં રહેલો - કર્ક સંક્રાંતિ દિવસે સચિંતર મંડલમાં રહેલો સૂર્ય, એક હસ્તપ્રમાણ શંકુની ૨૪ અંગુલપ્રમાણ પોરિસિની છાયા કરીને પાછો ફરે છે એટલે સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલમાં આવે છે. કહ્યું છે કે – અષાઢ માસે
બે પાદની છાયા ઇત્યાદિ... જે સ્થાનથી નદી વહે તે પ્રવાહ. અહીં પદ્મદ્રહથી તેના તોરણ દ્વારા તેની નીચે થઈને તેનો નિર્મમ સંભવે છે. અન્ય સ્થળે “પ્રવહ” શબ્દથી મકરના મુખની પ્રનાલમાંથી નીકળવું અથવા પ્રપાત કુંડમાંથી નિર્ગમ કહ્યો છે, તે અહીં ઈષ્ટ નથી. કેમકે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં અને અહીં-૨૫-કોશ પ્રમાણ ગંગાદિ નદીનો પ્રવાહ કહ્યો છે.
સમવાય-૨૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૨૫
* — * -
- સૂત્ર-૫૫ થી ૫૯ -
[૫૫] પહેલા, છેલ્લા તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રતોની ૨૫-ભાવના કહી છે. તે આ − (૫) ઈયસિમિતિ, મનગુપ્તિ, વાનગુપ્તિ, પત્ર જોઈને ભોજન કરવું, આદાનભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ. (૫) વિચારીને બોલવું, ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક. (૫) અવગ્રહ અનુજ્ઞા, અવગ્રહ સીમા જાણવી, અવગ્રહ અનુગ્રહણ કરવું, સાધર્મિક અવગ્રહને તેની આજ્ઞા લઈને પરિભોગ કરવો. સાધારણ ભાત-પાણીનો પરિભોગ અનુજ્ઞા લઈને કરવો. (૫) સ્ત્રી-પશુ-નપુંસક સંસત શયન-આાન વર્જવા, શ્રી કથાવવી, ી ઈન્દ્રિયો આલોકજ વવું, પૂર્વરત-પૂર્વક્રીડિતનું સ્મરણ ન કરવું, પ્રણીત આહાર ત્યાગ (૫) શ્રોપ્રેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય-પ્રાણેન્દ્રિય-જિલ્લેન્દ્રિય-સ્પર્શેન્દ્રિય રાગનો ત્યાગ,
અર્હત્ મલ્લી ૨૫-ધનુમ્ ઉંચા હતા.. સર્વે દીઘવાટ્ય પર્વતો ૨૫-યોજન ઊંચા, ૨૫ ગાઉ પૃથ્વીમાં છે.. બીજી પૃથ્વીમાં ૨૫-લાખ નકાવાસ છે. “આચાર”ના ચૂલિકા સહિત ૨૫-અધ્યયનો છે. તે આ પ્રમાણે –
[૫૬] શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવંતી, ધૂત, વિમોક્ષ, ઉપધાનશ્રુત, મહાપરિા, પિન્ટુષણા, શય્યા, ઈાં, ભાષા, વચ્ચેષણા, પૌષણા, અવગ્રહપ્રતિમા, સપ્તસતૈકકા-એ સાત, ભાવના, વિમુક્તિ. [૫૯]