________________
૨૫/૫૫ થી ૫૯
વિમુક્તિ અધ્યયન, નિશીથ અધ્યયન સહિત ૨૫-મું જાણવું.
અપર્યાપ્ત, સક્લિષ્ટ પરિણામી, મિથ્યાદષ્ટિ વિકલેન્દ્રિય જીવ નામકર્મની ૨૫-ઉત્તર પ્રકૃત્તિને બાંધે. તે આ - તિર્યંગતિનામ, વિકલેન્દ્રિય જાતિ નામ, ઔદારિક શરીર, તૈજસશરીર, કામણશરીર, કુંડક સંસ્થાન, ઔદારિક શરીર અંગોપાંગ, છેવટ્ટુ સંધયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તિરંગાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, ત્રાસ, બાદર, અપતિક, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ કીર્તિ અને નિર્માણનામ.
93
ગંગા, સિંધુ મહાનદી ૨૫ ગાઉ પૃથક્ પ્રવાહથી બંને દિશામાં ઘટના મુખથી પડીને, મુકતાવલી હાર સંસ્થાનવાળા પ્રાતે પોતપોતાના કુડમાં પડે છે... રા, રક્તવતી મહાનદી ૨૫-ગાઉ પૃથક્ પ્રવાહથી એ રીતે જ પડે છે.... લોકબિંદુસાર પૂર્વમાં ૨૫-વસ્તુઓ કહી છે.
આ રત્નપભામાં કેટલાક નાકીની સ્થિતિ ૨૫-પોપમની છે.. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૫-સાગરોપમ છે.. કેટલાક સુકુમારોની સ્થિતિ ૨૫-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની ૨૫-પલ્યોપમ સ્થિતિ છે. મઝિમહેર્ણિમ ગ્રેવેચકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૫-સાગરોપમ છે.. હેડ્રમઉવમિ જૈવેયકે ઉત્પન્ન દેવોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૨૫-સાગરોપમ છે... આ દેવો ૨૫અર્ધમાસે આન-પાણ, ઉચ્છ્વાસ-નિશ્વસા લે છે. તેઓને ૨૫,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૫ ભવ કરી યાવત્ દુઃખાંત કરશે.
♦ વિવેચન-૫૫ થી ૫૯ :
૨૫-મું સ્થાનક સુગમ છે. વિશેષ આ - સ્થિતિ પૂર્વે ૯ સૂત્રો છે.
પાંચ યામ-મહાવ્રતોનો સમુદાય તે પંચયામ. તેની ભાવનાઓ – પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ મહાવ્રતના રક્ષણાર્થે કરાય તે ભાવનાઓ છે. તે ભાવના દરેક મહાવ્રતની
પાંચ-પાંચ છે. તેમાં ઈર્યાસમિતિ આદિ પાંચ પહેલા મહાવ્રતની છે. આલોક ભાજન ભોજન - જોવાપૂર્વક ભાજન-પાત્ર, ભોજન-ભાત, પાણીનો આહાર કરવો તે, કેમકે અનાલોક્ય ભાજનમાં ભોજન કરવાથી પ્રાણી હિંસા સંભવે છે.. વિચારીને બોલવું આદિ બીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં વિવેવ્ઝ - પરિત્યાગ. અવગ્રહ અનુજ્ઞાપનાદિ ત્રીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં (૧) અવગ્રહની અનુજ્ઞા લેવી. (૨) પછી તેની હદને જાણવી. (૩) જાણીને અવગ્રહને ગ્રહણ કરવો, (૪) ગીતાર્થ સમુદાયમાં વિચરતા સંવિગ્ન સાધુઓનો અવગ્રહ, કાલાદિથી માસ આદિ, ક્ષેત્રથી પાંચ ગાઉ આદિ સાધર્મિકોની અનુજ્ઞા લઈને જ રહેવું, (૫) આણેલ સામાન્ય ભોજનાદિ આચાર્યાદિની અનુજ્ઞા લઈને વાપરવું તે.. સ્ત્રી આદિ સંસક્ત આસન-શયનાદિ વર્જન તે ચોથા વ્રતની,. તેમાં પ્રીત - અતિસ્નેહ વાળો, શ્રોત્રાદિ ઈન્દ્રિયના રોગનો ત્યાગ તે પાંચમા મહાવ્રતની ભાવા છે – જે જીવ જેમાં આસક્ત થાય, તેને તેનો પરિગ્રહ લાગે, તેથી શબ્દાદિનો રાગ કરતા તેનો પરિગ્રહ થાય, તેથી પરિગ્રહ વિરતિની વિરાધના થાય.
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ સર્વે ભાવનાઓ વાચનાંતરમાં આવશ્યકાનુસાર દેખાય છે.
મિચ્છાદૃષ્ટિ જ તિર્યંતિ આદિ કર્મપ્રકૃતિ બાંધે, સમ્યગ્દષ્ટિ નહીં. કેમકે તે પ્રકૃતિઓ મિથ્યાત્વપ્રત્યય છે. તેથી મિથ્યાર્દષ્ટિ ગ્રહણ કર્યા. વિકલેન્દ્રિય – બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળામાંથી કોઈ એક. પર્યાપ્તો બીજી પણ કર્મપ્રકૃતિ બાંધે માટે અહીં અપર્યાપ્તકો કહ્યા. અપર્યાપ્તક જ આ અપ્રશસ્ત પરાવર્તમાન પ્રકૃતિને બાંધે. વળી તે સંક્લિષ્ટ પરિણામી હોય તો જ બાંધે. તેથી સંક્લિષ્ટ પરિણામી કહ્યું. તે પણ બેઈન્દ્રિયાદિ અપર્યાપ્તકને યોગ્ય જ બાંધે તેમાં કોઈ વખત બેઈન્દ્રિય જાતિ સહ, કોઈ વખત તેઈન્દ્રિય જાતિ સાથે અને કદાચિત્ ચતુરિન્દ્રિય જાતિ સાથે પચીશ પ્રકૃતિઓ જાણવી.
૭૪
ગંગા આદિ ૨૫ ગાઉના વિસ્તારવાળો પ્રપાત એમ જાણવું. બંને દિશામાં એટલે પૂર્વમાં ગંગા અને પશ્ચિમમાં સિંધુ. તે બંને પદ્મદ્રહમાંથી નીકળી ૫૦૦ યોજન પર્વત ઉપર જઈને પછી દક્ષિણાભિમુખ વળે છે. ત્યાં ઘટના મુખ જેવી ૨૫-કોશ પહોળી જિહ્વાવાળા મકરમુખરૂપી પરનાળામાંથી પ્રવર્તોલ મોતીના હાર જેવા સંસ્થાનવાળા પ્રપાત વડે ૧૦૦ યોજન ઉંચા હિમવંત પર્વત નીચે રહેલા પોત-પોતાના પ્રપાતકુંડમાં પડે છે... એ જ પ્રમાણે રક્તા અને રક્તવતી જાણવી. વિશેષ આ – શિખરી વર્ષધર ઉપર રહેલા પુંડરીક દ્રહથી નીકળીને પડે છે... લોકબિંદુસાર એ ચૌદમું પૂર્વ છે. સમવાય-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મૈં સમવાય-૨૬ Ð — * — *
• સૂત્ર-૬૦ :
દશા, કલ્પ, વ્યવહારના ૨૬ ઉદ્દેશનકાળ કા – દશાના દશ, કલ્પના છ અને વ્યવહારના દશ... અભવસિદ્ધિક જીવોને મોહનીયકર્મની ૨૬ કર્મ પ્રકૃતિઓ સત્તામાં રહેલી છે. તે આ – મિથ્યાત્વ મોહનીય, ૧૬ કષાયો, ૩-વેદ, હાસ્ય, અરતિ, રતિ, ભય, શોક, દુર્ગંછા. [૧૬ કપાય, ૯-નૌકાય, મિથ્યાત્વ]
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાંક નારકોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાંક નાસ્કોની ૨૬-સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુકુમારોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૨૬-પલ્યોપમ છે. મઝિમહેમિ પ્રૈવેયક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હોય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬-સાગરોપમ છે.
તે દેવો ૨૬-અર્ધ માટે આન-પ્રાણ, ઉછ્વાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૬,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૬-ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે.
• વિવેચન-૬૦ :
૨૬મું સ્થાન વ્યક્ત છે. વિશેષ - ઉદ્દેશનકાલ એટલે જે શ્રુતસ્કંધમાં અને