SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/૧૯ સમવાય-૧૧ — * — * ૪૧ સૂત્ર-૧૯ : (૧) ઉપાસક પ્રતિમા-૧૧-કહી-દર્શનશ્રાવક, કૃતવતકમાં, કૃતસામાયિક, પૌષધોપવાસ તત્પર, દિવસે બ્રહ્મચારી અને રન્ને પરિમાણકૃત, દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, સ્નાનરહિત, પ્રકાશમાં ભોજનકર્તા, કાછડી ન મારનાર, સચિત્ત ત્યાગી, આરંભાગી, પેષ્ડત્યાગી, ઉદ્દિષ્ટભક્ત ત્યાગી, શ્રમણભૂત -X - (૨) લોકાંતથી અબાધા વડે ૧૧૧૧ યોજને જ્યોતિક કહ્યા. (૩) જંબૂઢીપ દ્વીપમાં મેરુ પર્વતથી ૧૧૨૧ યોજને જ્યોતિષ ચક્ર ચાર સરે છે. (૪) શ્રમણ ભગવંત મહાવીરને ૧૧ ગણધરો હતા. તે આ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, પંડિત, મૌર્યપુત્ર, અસંપિત, અચલભ્રાતા, મેતા, પ્રભાસ. (૫) મૂલ નક્ષત્રના ૧૧-તારાઓ છે, (૬) નીચેના ત્રણ ત્રૈવેયકમાં દેવોના ૧૧૧-વિમાનો છે. (૭) મેરુ પર્વત ઉપર પૃથ્વીતલથી ઉંચાઈ ૧૧ ભાગ પરિહીન ઉચ્ચત્વથી છે... (૧) આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૧૧-પલ્યોપમ સ્થિતિ છે, (૨) પાંચમી પૃથ્વીમાં કેટલાક નાસ્કોની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. (૩) કેટલાક સુકુમારોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે, (૪) સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે. (૫) લાંતક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ-૧૧-સાગરોપમ છે. (૬) જે દેવો બ્રહ્મ, સુહા, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બાલેશ્ય, બ્રહ્મધ્વજ, બ્રહ્મસૃષ્ટ, બ્રહ્મકૂટ, બ્રહ્મોત્તરાવતંસક વિમાને દેવ થાય, તેમની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. તે દેવો ૧૧-અર્ધમાસાંતે આન-પાણ ઉચ્છ્વાસ-નિ:શ્વાસ લે છે. તેમને ૧૧,૦૦૦ વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૧-ભવોને ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે. • વિવેચન-૧૯ : અર્થ સુગમ છે. વિશેષ આ – પ્રતિમાદિ અર્થના સાત અને સ્થિતિ આદિના નવ સૂત્રો છે. તેમાં સાધુની જે ઉપાસના-સેવા કરે તે ઉપાસક-શ્રાવક. તેમની પ્રતિમાઅભિગ્રહ તે ઉપાસક પ્રતિમા. તેમાં દર્શન-સમ્યકત્વ, તેને સ્વીકારનાર શ્રાવક તે દર્શનશ્રાવક. - ૪ - પ્રતિમા અને પ્રતિમાવાના અભેદ ઉપચારથી પ્રતિમાવાનો નિર્દેશ છે. એ રીતે પછીના બધા પદોમાં જાણવું. ભાવાર્થ આ છે – અણુવ્રતાદિ વ્રત રહિત જે શંકાદિ શલ્યરહિત એવા માત્ર સમ્યગ્દર્શનનો સ્વીકાર તે પહેલી પ્રતિમા.. જેણે અણુવ્રતાદિનું શ્રવણ કર્યુ છે - જ્ઞાન ઈચ્છા અને સ્વીકારરૂપ કર્મ કર્યુ છે જેણે, તે સમકિત પામેલા શ્રાવક તે કૃતવ્રતકર્માઅણુવ્રતાદિ ધારણ કરનાર તે બીજી પ્રતિમા. સામાયિક-સાવધ યોગ ત્યાગ, નિસ્વધ યોગનું સેવન જેણે દેશથી કર્યુ છે, તે ‘સામાયિકૃત' કહેવાય - ૪ - આ રીતે પૌષધવ્રત ન સ્વીકારીને સમ્યકત્વ-વ્રત સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યુક્ત એવો શ્રાવક પ્રતિદિન ઉભયસંધ્યા ત્રણ માસ સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા.. કુશલધર્મની પુષ્ટિ અને આહારત્યાગાદિને ધારણ કરે તે પૌષધ. પૌષધ વડે ઉપવસનએક અહોરાત્ર રહેવું તે અથવા પૌષધ-અષ્ટમી આદિ પર્વતિથિમાં ઉપવાસ તેને પૌષધોપવાસ કહે છે. આ માત્ર વ્યુત્પત્તિ કહી, પ્રવૃત્તિથી આહાર, શરીર સત્કાર, અબ્રહ્મ, વ્યાપારનો ત્યાગ છે. આવા પૌષધોપવાસમાં આસક્ત તે પૌષધોપવાસનિરત” આ ચોથી પ્રતિમા છે. તેમાં આઠમ, ચૌદસ, પૂનમ, અમાસે આહાર પૌષધાદિ ચાર પ્રકારના પૌષધનો સ્વીકાર, ચાર માસ પર્યન્ત કરે છે. ૪૨ પાંચમી પ્રતિમામાં અષ્ટમી આદિ પર્વોમાં એકરાત્રિકી પ્રતિમા કરે. આ અર્થવાળું સૂત્ર અધિકૃત સૂત્ર પુસ્તકોમાં દેખાતું નથી, ઉપાસકદશાદિમાં દેખાય છે. તેને આધારે આ અર્થ કહ્યો છે. પર્વ સિવાયની બીજી તિથિઓમાં દિવસે બ્રહ્મચારી રહે, રાત્રિમાં સ્ત્રીઓનું કે તેમના ભોગોનું પ્રમાણ જેણે કર્યુ હોય તે પરિમાણકૃત કહેવાય - અર્થાત્ - દર્શન, વ્રત, સામાયિક, પર્વતિથિએ પૌષધ સહિત શ્રાવક પાંચ માસ સુધી પર્વતિથિમાં એકરાત્રિકી પ્રતિમા ધારણ કરે અને શેષ તિથિમાં દિવસે બ્રહ્મચારી રહી રાત્રિએ મૈથુન પરિમાણ કરે, સ્નાન ન કરે, કછોટો ન મારે, એમ કરવાથી પાંચમી પ્રતિમા થાય - ઉક્ત વ્યાખ્યાને જણાવતો એક શ્લોક પણ વૃત્તિકારે મૂકેલ છે. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, સ્નાનરહિત. ક્વચિત્ પાઠ છે - અનિશારિ - રાત્રિમાં ભોજન ન કરે. વિયડો દિવસના પ્રગટ પ્રકાશમાં, રાત્રે નહીં, દિવસે પણ અપ્રકાશપ્રદેશે ભોજન ન કરે તે વિકટભોજી છે. મોનિક - ધોતીને કચ્છ ન બાંધે. આ છઠ્ઠી પ્રતિમા છે. પૂર્વોક્ત પાંચે પ્રતિમાના અનુષ્ઠાન સહિત છ માસ સુધી બ્રહ્મચારી રહી આને આરાધે. સચિત્ત આહારના સ્વરૂપાદિ જાણવા થકી ત્યાગ કરે તે શ્રાવક સચિત્તાહાર પરિજ્ઞાન છે. આ સાતમી પ્રતિમા. પૂર્વોક્ત છ એ પ્રતિમાના અનુષ્ઠાન સહિત સાતમાસ સુધી પ્રાસુક આહાર થકી આનું આરાધન થાય. આરંભ-પૃથિવ્યાદિ ઉપમર્દન લક્ષણ. જાણીને તજે તે આરંભ પરિજ્ઞાત છે. આ આઠમી પ્રતિમા. પૂર્વોક્ત સાતે પ્રતિમા સહિત આરંભ વર્જન કરવું. પ્રેષ્ય-આરંભકાર્યમાં પ્રેરવા યોગ્યને જાણીને તજે તે પ્રેષ્યપરિજ્ઞાત શ્રાવક અને નવમી પ્રતિમા છે. પૂર્વોક્ત સર્વે અનુષ્ઠાન સહિત શ્રાવક નવ માસ સુધી બીજા પાસે આરંભ ન કરાવે... ઉદ્દિષ્ટ-પ્રતિમા વાહક શ્રાવકને ઉદ્દેશીને કરેલ ઓદનાદિ તે ઉદ્દિષ્ટ ભક્ત. તે જાણીને તજે તે ઉદ્દિષ્ટ ભક્ત-પરિજ્ઞાત પ્રતિમા. પૂર્વોક્ત નવે સહિત દશ માસ સુધી આધાકર્મી ભોજનનો ત્યાગ કરે, અસ્ત્રાથી મુંડન કરાવે કે શિખાવાળો રહે, કોઈ કંઈ ઘરનો વૃત્તાંત પૂછે ત્યારે જાણતો હોય તો ‘હું જાણું છું’ કહે, ન જાણતો હોય તો ‘જાણતો નથી’ એમ કહે. આ રીતે દશ માસ સુધી ઉત્કૃષ્ટપણે વિચરે તે દશમી પ્રતિમા. શ્રમણ-નિર્ગન્ય, તેનું અનુષ્ઠાન કરવાથી તે સાધુતુલ્ય કહેવાય. - ૪ - આવો સાધુતુલ્ય શ્રાવક, હે આયુષ્યમાનૢ શ્રમણ ! અગ્યારમી પ્રતિમા ધારક છે, એમ
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy