________________
૧૦/૧૪ થી ૧૮
તે દેવો દશ અર્ધમારો આન-પ્રાણ ઉવારસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૦,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો દશ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુખાંતકર થશે. • વિવેચન-૧૪ થી ૧૮ :
૩૯
-
સુબોધ છે, તો પણ કંઈક કહીએ · અહીં ૨૫ સૂત્રો છે. તેમાં (૧) લાઘવ
દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ગૌરવ ત્યાગ. સર્વ સંગોનો ત્યાગ અથવા સંવિગ્ન અને મનોજ્ઞ સાધુને દાન તથા બ્રહ્મચર્ય વડે જે રહેવું તે બ્રહ્મચર્યવાસ. (૨) વિત્ત - મનની સમાધિ - સમાધાન, પ્રશાંતતા તેનો સ્થાનો-ભેદો તે ચિત્ત સમાધિ સ્થાનો. તેમાં ધર્મો-જીવાદિ દ્રવ્યોનો ઉપયોગ, ઉત્પત્તિ આદિ સ્વભાવો, તેમનો વિચાર અથવા સર્વજ્ઞ ભાષિત શ્રુતચારિત્રાત્મક ધર્મ હરિહરાદિ કથિત ધર્મથી ઉત્તમ છે, એમ વિચારવું તે ધર્મચિંતા.
મે - કલ્યાણભાગી, તે સાધુને પૂર્વે અનાદિ અતીત કાળમાં ન ઉત્પન્ન થયેલ ધર્મચિંતા ઉત્પન્ન થાય, તો અપાર્ધ પુદ્ગલ પરાવર્તમાં તેનું અવશ્ય કલ્યાણ થાય. - x - શા માટે આ ધર્મચિંતા ઉત્પન્ન થાય ? સમગ્ર ધર્મ-જીવાદિ દ્રવ્ય સ્વભાવ, ઉપયોગ, ઉત્પાદાદિ કે શ્રુતાદિરૂપ ધર્મને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાજ્ય કર્મને ત્યાગ કરવાને માટે અર્થાત્ ધર્મના જ્ઞાનના કારણભૂત ધર્મચિંતા થાય છે. આ ધર્મચિંતા ઉક્ત સમાધિનું ઉક્તલક્ષણ સ્થાન તે પહેલું સ્થાન.
નિદ્રાધીનને વિકલ્પ જ્ઞાનનું દર્શન-સંવેદન તે સ્વપ્નદર્શન છે. આવું કલ્યાણ પ્રાપ્તિ સૂચક પૂર્વે અનુત્પન્ન સ્વપ્નદર્શન ઉત્પન્ન થાય છે જેમ ભગવંત મહાવીરને અસ્થિક ગામે શૂલપાણી યક્ષે કરેલ ઉપસર્ગને અંતે જોયેલ. આવું સ્વપ્નદર્શન કેમ થાય ? જે પ્રકારે સત્ય હોય તે પ્રકારે સર્વથા નિવ્યભિચાર એવા તે સ્વપ્નફળને જોવાજાણવાને, અવશ્ય થનાર મુક્તિ આદિ શુભ સ્વપ્નફળને જોવા માટે સાધુને સ્વપ્નદર્શન થાય. ક્યાંક મુખાળ પાઠ છે. સુખાળ - સત્ય અને અવશ્ય થનાર. યુવાન - સુમતિને જોવા-જાણવાને. સુગાન - થનાર શુભાર્થને અનુભવવાને, કલ્યાણસૂચક સત્ય સ્વપ્ન દર્શનથી ચિત્તસમાધિ થાય તે બીજું.
સંજ્ઞાન એટલે સંજ્ઞા. જો કે તે હેતુવાદ-દૃષ્ટિવાદ-દીર્ઘકાલિક ઉપદેશ ભેદથી અનુક્રમે વિકલેન્દ્રિય-સમ્યગ્દષ્ટિ-સમનસ્કને હોવાથી ત્રણ ભેદે છે. તો પણ અહીં દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞા ગ્રાહ્ય છે. તે જેને છે તે સંજ્ઞી-સમનસ્ક છે. તે સંજ્ઞીનું જ્ઞાન તે સંજ્ઞીજ્ઞાન. તે અધિકૃત સૂત્રમાં બીજી રીતે ન ઘટી શકે તેથી જાતિ સ્મરણ જ્ઞાન જ લેવું. તે પૂર્વે ઉત્પન્ન ન થયેલું સાધુને ઉત્પન્ન થાય. શા માટે ? પૂર્વભવોને સ્મરણ કરવા માટે. પૂર્વ ભવ સ્મરણથી સંવેગ થતાં સમાધિ ઉપજે તે ત્રીજી.
પૂર્વે અનુત્પન્ન દેવદર્શન થાય. દેવો તેના ગુણીત્વથી દર્શન દે છે. તેનું ફળ શું? દિવ્ય દેવદ્ધિ-ઉત્તમ પરિવારાદિરૂપ, દેવધુતિ-વિશિષ્ટ શરીર-આભરણાદિ દીપ્તિ. દેવાનુભાવઉત્તમ વૈક્રિયકરણાદિ પ્રભાવ જોવા માટે. આ સર્વ દેખાડવાને. દેવદર્શનથી આગમના અર્થોમાં દૃઢ શ્રદ્ધા અને ધર્મનું બહુમાન થતાં ચિત્તસમાધિ થવી તે ચોથું સ્થાન.
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન ઉત્પન્ન થાય. નિયત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અવધિ-મર્યાદાથી લોકને જાણવા માટે. વળી વિશિષ્ટ જ્ઞાનથી ચિત્તની સમાધિ થાય તે પાંચમું... અવધિદર્શન છટ્યું.
પૂર્વે અનુત્પન્ન મનઃપર્યવજ્ઞાન થાય. શા માટે ? અઢીદ્વીપ, બે સમુદ્રમાં રહેલા
પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવા માટે. મનના જ્ઞાન માટે. આ સાતમું સ્થાન જાણવું.
પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. શા માટે ? તેના વડે પરિપૂર્ણ જોવાય તે લોક-લોકાલોક સ્વરૂપને જાણવાને. કેવળજ્ઞાન ચિત્તસમાધિનો ભેદ હોવાથી ચિત્ત સમાધિનું સ્થાન છે. કેવલીને મન હોતું નથી, તેથી ચિત્ત એટલે ચૈતન્ય તે આઠમું... કેવલદર્શન નવમું.
४०
કેવલી મરણ કરે. શા માટે ? સર્વ દુઃખના નાશ માટે. આ કેવલી મરણ સર્વ સ્થાનોમાં ઉત્તમ સમાધિ સ્થાન છે, એ દશમું છે.
(૩) અકર્મભૂમિ-ભોગભૂમિમાં ઉત્પન્ન મનુષ્યોને દશ પ્રકારના કલ્પવૃક્ષો ઉપભોગપણાને પ્રાપ્ત થયા છે. તેમાં માંગ-મધના કારણભૂત છે. ભૂંગાંગ-વાસણ આપે છે, ત્રુટિતાંગ-સૂયંગ આપે છે, દીપશીખ-પ્રદીપનું કાર્ય કરે છે, જ્યોતિ-અગ્નિનું કાર્ય કરે છે, ચિત્રાંગ-પુષ્પ આપે છે, ચિત્રરસ-ભોજન આપે છે. મહ્યંગ-આભરણ આપે છે, ગેહાકાર-ભવનપણાથી ઉપકાર કરે છે, અનગ્નત્વ-વસ્ત્ર સહિતપણાનું કારણ છે.
ઘોષ આદિ અગ્યાર વિમાનનાં નામો છે.
સમવાય-૧૦-નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ