SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ 203 204 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સાધિક એક લાખ યોજન હોય, દેવોને ઉત્તર વૈકિય શરીરની અવગાહના એક લાખ યોજનની છે અને ભવધારણીય શરીરની અવગાહના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઈશાનના દેવોની સાત હાથ, સનકુમાર અને માહેની છ હાથ, બ્રાહ્મ અને લાંતકમાં પાંચ હાય, મહાશુક્ર અને સંસારની ચાર હાથ, આનતાદિ ચારની ત્રણ હાથ, વયકમાં બે હાથ અને અનુત્તર વિમાનમાં એક હાથની કહી છે | સુવિ પન્નતે ઈfથ ઇત્યાદિ પૂર્વોક્ત ક્રમે પ્રજ્ઞાપના સૂરમાં કહેલ વૈક્રિયા અવગાહનાના પ્રમાણવાળું સૂત્ર કહેવું. ક્યાં સુધી ? ચાવતુ સનકુમારી આરંભીને ભવધારણીય વૈક્રિય શરીરની હાનિ જાણવી. ત્યાંથી પણ ચાવતુ અનુતદેવ સંબંધી ભવધારણીય શરીર છે ત્યાં સુધી એક એક રત્નિની હાનિ કરવી. ત્યાં સુધી કહેવું. આહાક આદિ સૂગ સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ જે રીતે પરિપૂર્ણ આલાવો કહ્યો, તે જ પ્રમાણે પછી પણ કહેવો. તે આ રીતે - હે ભગવન ! જો મનુષ્યને આહારક શરીર કહ્યું છે, તો તે ગર્ભજ મનુષ્યને કે સંમૂર્ણિમ મનુષ્યને હોય ? હે ગૌતમ ! ગર્ભજન હોય, સંમૂર્ણિમને નહીં. જો ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે તો, ઇત્યાદિ સર્વ કહેવું ચાવત્ જો પ્રમત સંયત સમ્યગૃષ્ટિ પર્યાપ્તિક સંખ્યાતા વર્ષાયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહાક શરીર હોય છે તો શું ત્રાદ્ધિપ્રાપ્તને હોય કે ઋદ્ધિ પ્રાપ્ત ને હોય ? હે ગૌતમ ! ઋદ્ધિ પ્રાપ્ત ને હોય. અહીં કહે છે કે કહેલા વચનો વિભાગ વડે સંપૂર્ણ ઉચ્ચારણ કરવા. ઉITNe હે ભગવનઆહારક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી કંઈક ન્યૂન રનિ, ઉત્કૃષ્ટથી પૂર્ણ રનિ. કેવી રીતે? તયાવિધ પ્રયત્ન વિશેષ અને તયાવિધ આરંભક દ્રવ્ય વિશેષથી પ્રારંભે પણ તેટલું જ પ્રમાણ વડે ઉત્કર્ષથી તિછલોકથી તિછ લોકાંત સુધી જાણવી. કેમકે પ્રાયઃ તિછલોકમાં બેઈન્દ્રિયાદિ તિર્યંચ હોય છે. બાકીના તૈજસ શરીરની અવગાહના જઘન્યથી 1ooo યોજન છે. કેવી રીતે ? નરકમાંથી નીકળીને પાતાળકળશના 1ooo યોજનની માંનવાળા કુરાને ભેદીને તેમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય તેને આશ્રીને તેટલી અવગાહના હોય છે અને ઉત્કૃષ્ટથી નીચે સાતમી પૃથ્વી સુધી હોય છે. આ પ્રમાણ સાતમી પૃથ્વીનો નાસ્કી સમુદ્રાદિમાં મસ્ત્રમાં ઉત્પન્ન થાય તેને આશ્રીને જાણવું. તિર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉંચે પડકવનની વાવ સુધી જાણવું. કેમકે નારકીજીવ તે બંનેમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ તેનાથી આગળ ઉત્પન્ન થતાં નથી. મનુષ્યની લોકાંત સુધી જાણવી. ભવનપતિથી પહેલા બે કલાના દેવોની અંગુલના અસંખ્યાત ભાગ જેટલી છે. કેમકે તેઓ પોતાના સ્થાને જ પૃથ્વીકાયાદિપણે ઉત્પન્ન થઈ શકે છે. ઉત્કૃષ્ટથી ત્રીજી પૃથ્વી સુધી, તિર્ણ સ્વયંભૂરમણના વેદિકાંત સુધી અને ઉંચે ઈષત્ પ્રાશ્મારા પૃથ્વી સુધી જાણવી - x - - સનકુમારથી સંસાર સુધીના દેવોની જસશરીર સાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. પંડકવનાદિની વાવમાં સ્નાન માટે ઉતરતાં, મરણ પામીને ત્યાં જ મત્સ્યપણે ઉત્પન્ન થાય તેથી અથવા પૂર્વભવ સંબંધી મનુષ્ય ભોગવેલ સ્ત્રીને આલિંગન કરી, મરણ પામી તેના જ ગર્ભમાં ઉત્પન્ન થાય તો. ઉત્કૃષ્ટ થકી મહાપાતાળ કળશના બીજા વિભાગ સુધી - x * તિર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉંચે અષ્ણુતકલુ સુધી જાણવી. * * * આનતથી અશ્રુતકલાના દેવોની જઘન્યથી ગુલનો અસંખ્ય ભાગ * * * ઉકાઈથી નીચે અધોલોક ગ્રામ, તિર્ણ મનુષ્ય ક્ષેત્રમાં, ઉંચે અટ્યુતવિમાન સુધી તૈજસ શરીરાવણાના જાણવી. - * - નવ રૈવેયક અને પાંચ અનુસરોપપાતિક દેવોના તૈજસ શરીરની અવગાહના જઘન્યથી વિધાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટથી નીચે અધોલોકગ્રામ સુધી, તિર્ણ મનુષ્ય ક્ષેત્ર, ઉંચે સ્વવિમાન સુધી. કામણશરીસ્તી અવગાહના એમજ જાણવી. કેમકે તૈજસ અને કામણ શરીરની અવગાહના સમાન જ હોય છે. * * પ્રાણીની અવગાહના કહી, હવે અવધિ ધર્મ કહે છે - 0 અવધિજ્ઞાનના ભેદ, વિષય, સંસ્થાન, આત્યંતર, બાહા, દેશાવધિ, હાનિવૃદ્ધિ, પ્રતિપાતી, અપ્રતિપાતી આ સર્વે દ્વાર કહેવા. o અવધિના ભેદ - અવધિ બે પ્રકારે - ભવપ્રત્યય, ક્ષાયોપથમિક, તેમાં દેવ, નાકીને ભવપ્રત્યય અને મનુષ્ય, તિર્યંચને ક્ષાયોપથમિક અવધિ હોય છે... o અવધિનો વિષય - ચાર પ્રકારે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યથી જઘન્ય તેજ અને ભાષા બંનેને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા સુધીના દ્રવ્યોને જાણે. ઉકર્ષથી ચોક પરમાણુથી આરંભીને અનંત પરમાણુ સુધીના સર્વે રૂપી દ્રવ્યસમૂહને જાણે. ફોનથી - જઘન્યથી અંગલનો અસંખ્યાતમો ભાગ અને ઉકાઈથી અલોકમાં લોકપ્રમાણવાળા અસંખ્ય ખંડોને જાણે. કાળથી - જઘન્યથી અનીત-અનાગત આવલિકાના અસંખ્યાતમાં હોય છે. - 4 - તેવાસી અહીં ચાવત શબ્દ છે. તેથી “પ્રજ્ઞાપના'ના ૨૧-માં પદમાં કહેલ તૈજસશરીરની વક્તવ્યતા અહીં કહેવી. અર્થાત્ હે ભગવન્! એકેન્દ્રિયનું તૈજસ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ! પાંચ પ્રકારે. તે આ પ્રમાણે - પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યન્ત. એ પ્રમાણે જીવરાશિની પ્રરૂપણા અનુસાર સુગની ભાવના કરવી. ચાવતુ સવર્થિસિદ્ધિ અનુત્તરોપપાતિક કપાતીત વૈમાનિક દેવરૂપ પંચેન્દ્રિયનું તૈજસ શરીર, હે ભગવન્! કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! વિવિધ સંસ્થાનવાળું. જે પૃથ્વી આદિ જીવનું જે ઔદારિક શરીર સંસ્થાન કહ્યું તે જ તૈજસ-કાશ્મણનું જાણવું. - તથા મારણાંતિક સમુઠ્ઠાત પ્રાપ્ત જીવના તૈજસ શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! વિાકંભ અને બાહચથી શરીરપ્રમાણ જેટલી અને આયામ વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ઉંચે અને નીચે લોકાંતથી લોકાંત સુધી જાણવી. કેમકે એકેન્દ્રિય જીવ અઘોથી ઉર્વલોકાંતે ઉત્પન્ન થઈ શકે છે, તેને આશ્રીને આ જાણવું. આ પ્રમાણે સર્વે એકેન્દ્રિય સંબંધે જાણવું. પણ બેઈન્દ્રિય જીવોની તો આયામ
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy