SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૯-૮૩૭ થી ૮૮૭ ૧૫૧ ચય, ઉપચય યાવતુ નિર્જરા કર્યા છે - કરે છે - કરશે. [૮] નવ પદેશિક સ્કંધ ના કહ્યા છે, નવ પ્રદેશ વગઢ યુગલો અનંતા કહા છે યાવતુ નવગુણ રુક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે. • વિવેચન-૮૩૩ થી ૮૮૭ : ૮િ99] સુગમ છે. વિશેષ એપશ્ચાત્ ભાગ ચંદ્ર વડે ભોગ જેનો છે તે પશ્ચાત્ ભાગ ચંદ્રને અતિક્રમીને જે ભોગવે છે – પૂંઠ દઈને ભોગવે છે. - ૮િ૩૮] અભિજિતુ આદિ... મતાંતરથી અશ્વિની, ભરણી, શ્રવણ, અનુરાધા, ઘનિષ્ઠા, રેવતી, પુષ્ય, મૃગશિર, હસ્ત, ચિના પશ્ચિમભાગા છે. [૮૭૯] નક્ષત્ર વિમાનનો વૃતાંત કહ્યો. તેથી વિમાન વિશેષ વૃત્તાંત સૂત્ર છે, તે સ્પષ્ટ છે... [૮૮૦] અનંતર વિમાનોનું ઉચ્ચત્વ કહ્યું માટે કુલકર વિશેષના ઉંચ્ચત્વનું સૂત્ર છે... [૮૮૧] કુલકરના સંબંધચી ઋષભકુલકરનું સૂત્ર છે... [૮૮૨] કષભ હંતુ મનુષ્ય હતા, તેથી અંતર્લીપના મનુષ્ય ક્ષેત્ર વિશેષ પ્રમાણવાળું સૂત્ર, તે સુગમ છે. તે સાતમા સ્થાનથી છે. [૮૮૩] 600 યોજન પ્રમાણ કહ્યા. સમભૂતલ પૃથ્વીના તળથી ઉપરના ભાગમાં ૯00 યોજનમાં ગતિ કરનારા ગ્રહવિશેષના વૃતાંતને કહે છે – શુક્ર મહાગ્રહની નવ વીવીઓ - ક્ષેત્રના ભાગો પ્રાયઃ ત્રણ ત્રણ નક્ષત્રો વડે થાય છે. તેમાં - હય સંજ્ઞાવાળી વીથી તે હચવીચી. એમ બધે છે. સંજ્ઞા-વ્યવહાર વિશેષાર્થે છે. જે અહીં હચવીથી કહી તે બીજે નાગવીથી નામે રૂઢ છે, નાગવીથી તે ઐરાવણ પદ છે. આ વીવીઓનું લક્ષણો ભદ્રબાહુ પ્રસિદ્ધ આર્યાના ક્રમથી લખાય છે – ભરણી, સ્વાતી, કૃતિકા આ ત્રણ નાગવીથી ઉત્તર ભાગમાં છે.. સેહિણી, મૃગશિર, આદ્ર ઈભ નામક વીધી છે. પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા આ ત્રણ સુગજ નામક વીધી છે. મઘાદિ વૃષભ નામક, શ્રવણાદિ જરøવા નામક, પ્રોઠપદાદિ ચાર ગો વીથી છે, તેમાં મધ્યફળ છે. હસ્તાદિ ચાર અજવીથી છે. ઇન્દ્ર દેવતા-જયેષ્ઠા અને મૂલ હોય તો મુગવીથી છે. પવષિાઢા, ઉત્તરાષાઢા, અભિજિત આ ત્રણ નક્ષત્રો વૈશ્વાનર્ણવીથી દક્ષિણ માર્ગે કહેલી છે. આ વીથીઓમાં શુક્ર વિયરે છે. તેમાં નાગ, ગજ, ઐરાવણ વીવીમાં જો શુક હોય તો મેઘ ઘણો વર્ષે, ઔષધિ સુલભ થાય, દ્રવ્ય વૃદ્ધિ થાય. પશસંજ્ઞક ત્રણ વીવીઓમાં શુક હોય તો ધાન્ય, ફલાદિ મધ્યમ થાય. અજ, મૃગ, વૈશ્વાનર એ ત્રણ વીવીઓમાં જો શુક્ર હોય તો દ્રવ્ય અને ભયથી પીડિત લોક હોય છે. ૮િ૮૪] વીથી વિશેષના ચાર વડે શુકાદિ ગ્રહો મનુષ્યોને ઉપકાર અને ઉપઘાત કરનારા હોય છે માટે દ્રવ્યાદિ સામગ્રી વડે કર્મોના ઉદયાદિનો સદ્ભાવ હોય છે. આ સંબંધે પ્રસ્તુત અધ્યયનમાં અવતરતા કર્મના સ્વરૂપને કહે છે – અહીં નો શબ્દ સાહચર્ય અર્થમાં છે. ક્રોધાદિ કષાયો સાથે રહેનારા તે નોકપાયો. એકલા આ નોકષાયોનું પ્રધાનપણું નથી. પણ જે અનંતાનુબંધી આદિ કષાયોની સાથે ઉદયમાં ૧૫ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 આવે છે, તેના વિપાક જેવા જ વિપાકને બતાવે છે. બુધ ગ્રહની માફક બીજાના સંસર્ગની જેમ અનુવર્તે છે. એ રીતે નોકષાયપણે જે કર્મ વેદાય તે નોકષાયવેદનીય. તેમાં જેના ઉદયથી સ્ત્રીને પુરુષનો અભિલાષ થાય છે, પિતના ઉદયથી મધુરના અભિલાષની જેમ, તે છાણના અગ્નિ સમાન સ્ત્રીવેદ છે. જેના ઉદય વડે પુરષને સ્ત્રીનો અભિલાષ થાય છે, કફના ઉદયથી ખટાશની અભિલાષની જેમ, તે દાવાગ્નિની જવાલા સમાન પુષવેદ છે. જેના ઉદયથી નપુંસકને સ્ત્રી તથા પુરષ બંનેનો અભિલાષ થાય, પિત્ત-કફના ઉદયે મતિના અભિલાષવતું, મહાનગરદાહના અગ્નિ સમાન નપુંસક વેદ છે.. જેના ઉદયથી સનિમિત્ત કે નિáિમિત હસે છે તે કર્મ હાય.. જેના ઉદયથી સચિત-અયિત બાહ્ય દ્રવ્યોમાં જીવને તિ ઉત્પન્ન થાય તે કર્મ તિ... જેના ઉદયે તે દ્રવ્યોમાં અરતિ ઉત્પન્ન થાય તે અરતિકર્મ. જેના ઉદયથી ભયરહિત જીવોને પણ આલોકભયાદિ સાત પ્રકારનો ભય ઉત્પન્ન થાય તે ભયકર્મ... જેના ઉદયથી શોકરહિત જીવને પણ આક્રંદનાદિ શોક ઉત્પન્ન થાય તે શોકકર્મ... જેના ઉદયથી વિટાદિ બીભત્સ પદાર્થોની જુગુપ્સા થાય તે જુગુપ્સાકર્મ. [૮૮૫ થી ૮૮] અનંતર કર્મ કહ્યું, તેના વશવર્તી જીવો વિવિધ કુલ કોટિને ભજનારા થાય છે માટે કુલકોટિના બે સૂત્રો છે... તેમાં ગયેલ જીવો કર્મનો સંચય કરે છે માટે ચય આદિ છ સૂત્રો છે... કર્મ પુદ્ગલના પ્રસ્તાવથી પુદ્ગલ સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- ચઉરિન્દ્રિય જીવોની જાતિમાં જે કુલકોટિઓની યોનિ પ્રમુખના - યોનિદ્વારોના લાખો છે. તે નવ જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ લાખો.. ભુજા વડે ચાલે છે, તે ભુજગો, ગોધા આદિ. સ્થાન-૯-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy