________________
9/-/503
૬૩
ઘટ:, ફ્રુટ:, મેં આ શબ્દો સ્વપર્યાય ધ્વનિ વડે વાચ્ય એક જ છે. કહ્યું છે - તે જ ઋજુસૂત્ર મત વર્તમાનકાલીન, વિશેષિતરથી ઈચ્છે છે. માત્ર ભાવ ઘટને જ માને છે. (૬) સમભિરૂઢ - વિવિધ અર્થોમાં વિવિધ સંજ્ઞાના સમભિરોહણથી સમભિરૂઢ છે. કહ્યું છે - જે જે સંજ્ઞાને કહે છે, તે તે સંજ્ઞાને અનુસરે છે, સંજ્ઞાતર અર્થથી વિમુખ હોવાથી આ નય સમભિરૂઢ છે. આ નય માને છે કે ઘટ, કુટ આદિ શબ્દો ભિન્ન છે, કેમકે ભિન્ન પ્રવૃત્તિ નિમિતત્વથી ઘટ-૫ટાદિ શબ્દવત્ ભિન્ન અર્થને જણાવનાર છે. તે આ રીતે - વિશિષ્ટ ચેષ્ટાવાળો તે ઘટ, ફૂટવાથી કૂટ, આ હેતુથી ઘટ અન્ય છે, કુટ પણ અન્ય છે.
(૭) એવંભૂતનય - જેમ શબ્દનો અર્થ છે, તે રીતે પદાર્થ વિધમાન થતા અર્થ છે અને અન્યથા વસ્તુભૂત નથી. એવો મત તે એવંભૂત નય. - ૪ - ૪ - આ હેતુથી એવંભૂત નય સમભિરૂઢ નયથી વિશેષતઃ શબ્દના અર્થમાં તત્પર છે. આ નય તો સ્ત્રીના મસ્તક પર રહેલ, ચેષ્ટા વાળા જ ઘટ શબ્દવાચ્ય પદાર્થને માને છે, પણ સ્થાન અને ભરણ આદિ ક્રિયાંતરને પ્રાપ્ત થયેલ ઘટને માનતો નથી. [હવે નયના શ્લોક કહે છે.]
શુદ્ધ દ્રવ્યને આશ્રીને સંગ્રહ નય છે, તેની અશુદ્ધિથી નૈગમ, વ્યવહાર બે નય છે. શેષ નયો પર્યાયાશ્રિત છે. અભિન્ન જ્ઞાન કારણભૂત સામાન્ય જુદું છે, વિશેષ પણ જુદું છે, એમ વૈગમનય માને છે. સ્વસ્વભાવ લક્ષણ ‘સત્’ રૂપતાને ન ઉલ્લંઘેલ આ જગત્ છે, એમ સર્વને સંગ્રહતો સંગ્રહનય માને છે. વ્યવહારનય પ્રત્યેક વસ્તુમાં રહેલ સપ્ને જ માને છે. કેમકે પ્રાણીનો વ્યવહાર તેમજ થાય છે. ઋજુસૂત્ર મત શુદ્ધ પર્યાયમાં જ રહેલ છે. નશ્વર ભાવના ભાવથી, સ્થિતિ વિયોગથી, અતીત-અનાગત વર્જીને વર્તમાનપણા વડે સર્વ જણાય છે. શબ્દનય વસ્તુને લિંગ અને વયનાદિ ભેદથી ભિન્ન સ્વભાવને માનતો આ શબ્દ નય છે. ઇત્યાદિ - ૪ - ૪ - ૪ - -
પ્રશ્ન-કેવી રીતે ૭૦૦ નયો અથવા અસંખ્ય નયો, સાત નયોમાં જ અંતર્ભાવ થાય છે ? [સમાધાન] જેમ વક્તાના વિશેષથી અસંખ્યેય સ્વરો પણ સાત સ્વરોમાં જ સમાય છે તેમ... સ્વરોના સ્વરૂપનું પ્રતિપાદન કરવા “સાત સ્વરો’ આદિના પ્રકરણને કહે છે
• સૂત્ર-૬૦૪ થી ૬૪૩ :
[૬૪] સાત સ્વરો કહ્યા છે - ... [૬૫] ષડ્જ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ... [૬૬] આ સાત સ્વરોના સાત સ્વસ્થાન કહ્યા છે - [૬૭] ષડ્સ જિમના અગ્રભાગે, ઋષભ સ્વર હૃદય વડે, ગાંધાર કંઠના ઉગ્રપણાથી, જીભના મધ્ય ભાગે મધ્યમ, [૬૮] નાસા વડે પંચમ, ધૈવત દંતોષ્ઠ વડે, મસ્તક વડે નિષાદ. આ સાત સ્વર સ્થાનો કહ્યા.
...
[૬૯] સાત સ્વરો જીવનિશ્રિતા કહ્યા છે . • [૬૧૦] ષડ્સ - મયુરનો સ્વર, ઋષભ - કુકડાનો સ્વર, ગંધાર-હંસનો સ્વર, મધ્યમ-ગવેલકનો સ્વર... [૬૧૧] પંચમ વસંત માસમાં કોયલનો સ્વર, ધૈવત-સારસ અને ક્રીચનો સ્વર,
-
૬૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
નિષાદ-હાથીનો સ્વર.
[૬૨] સાત સ્વરો જીવનિશ્રિતા કહ્યા - ... [૬૧૩] ષડ્જ-મૃદંગનો રવ, ઋષભ-ગોમુખીનો સ્વર, ગંધા-શંખનાદ, મધ્યમ-ઝલ્લરીનો... [૬૧૪] પંચમચાર ચરણોથી સ્થિતિ ગોધિકા, ધૈવત-ઢોલનો, નિષાદ-મહાભેરીનો સ્વર... [૬૧૫] આ સાત સ્વરના સાત લક્ષણો છે.
[૬૧૬] પ′′થી વૃત્તિ પામે અને કરેલ કાર્ય નાશ ન પામે વળી ગાય, મિત્ર, પુત્રોની પ્રાપ્તિ થાય છે તથા સ્ત્રીઓને વલ્લભ થાય છે... [૬૧૭] ઋષભથી ઐશ્વર્ય, સેનાપત્ય, ધન, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન... [૬૮] ગંધારથી ગીતયુક્તિજ્ઞ, વજ્રવૃત્તિ, કલાની અધિકતા, કાવ્યજ્ઞા, અન્ય શાસ્ત્રોમાં પારંગતતા... [૧૯] મધ્યમ સ્તર સંપન્ન સુખે જીવનાર, ખાતો, પીતો, દાન દેતો અને મધ્યમ સ્વર આશ્રિત થાય છે... [૬૨] પંચમ સ્વર સંપન્ન રાજા, શૂર, સંગ્રહકર્તા, અનેક ગણનો નાયક થાય... [૬૨૧] રેવત [ધૈવત] સ્વર સંપન્ન કલહપ્રિય, શાકુનિક, વાગુસ્કિ, શૌકરિક, મછીમાર થાય છે... [૬૨] નિષાદ વરવાલા ચાંડાલ, મલ્લ, સેકા, અન્ય પાપકર્મી, ગોઘાતક, ચોર થાય છે...
[૬૩] આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે - પ૪ ગ્રામ, મધ્યમ ગ્રામ, ગંધાર ગ્રામ... પડ્ત ગ્રામની સાત મૂઈના કહી છે... [૬૪] મંગી, કૌરવીય, હરી, રજની, સારકાંતા, સારસી, શુદ્ધ પા... [૬૨૫] મધ્યમ ગ્રામની સાત મૂનાઓ કહી છે . [૬૬] ઉત્તરમંદા, રજની, ઉત્તરા, ઉત્તરારામા, અશકતા, સૌવીરા, અભીરુ... [૬૭] ગંધાર ગ્રામની સાત મૂઈના કહી છે [૬૮] નંદી, શુદ્ધિમા, પૂરિમા, શુદ્ધગંધારા, ઉત્તરગંધારા, મૂર્છા. [૬૨] સુષુતર આયામા નિયમથી છટ્ઠી જાણવી. ઉતરાયતા કે કોડીમાતા સાતમી મૂર્છા છે.
[૬૩૦] સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેયની કઈ યોનિ હોય છે ? ઉચ્છ્વારા કાલ કેટલા સમયનો છે ? ગેયના કેટલા આકારો છે ?
[૬૩૧] સાત સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે, ગીતની રુદિત યોનિ છે, પાદ સમાન ઉચ્છવાસો છે, ગેયના ત્રણ આકારો છે.
[૬૩૨] ગેયના આકાર ત્રણ છે - મંદ સ્તરથી આરંભ કરે, મધ્યમાં સ્વરની વૃદ્ધિ કરે અને અંતમાં સ્વરને ક્રમશઃ હીન કરે.
[૬૩૩] ગેયાના છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃત્તો, બે ભણિતી, જે જાણશે તે સુશિક્ષિત રંગમંડપ મધ્યે સારી રીતે ગાઈ શકશે.
[૬૩૪] ગેયના છ દોષો - ભીત, કુંત, લઘુવર, તાલરહિત, કાકરવર અને નાસિકય, એ રીતે ગીત ન ગાવું... [૬૩૫] ગેયના આઠ ગુણ - પૂર્ણ, ત, અલંકૃત, વ્યક્ત, અવિસ્તર, મધુર, સમ, સુકુમાર... [૬૩૬] ગેયના બીજા ગુણ - ઉર, કંઠ-શિર દ્વારા પ્રશસ્ત, મૃદુ-રિભિત-પદબદ્ધ ગવાય, સમતાલના પ્રક્ષેપવાળું અને સાત સ્વરોથી સમ ગવાય... [૬૩૭] ગેસના બીજા ગુણ - નિર્દોષ, સાયુકત, હેતયુક્ત, અલંકૃ, ઉપનીત, સોપચાર, મત્ત અને મધુર... [૬૩] ગેયના ત્રણ