________________
el-I૬૦૨
૬૨
કાશ્યપો. મુનિસુવત, નેમિને વજીને ૨૨-જિન, ચકવર્તી આદિ, ક્ષત્રિયો, સાતમા ગણધરાદિ બ્રાહ્મણો અને જંબૂસ્વામી આદિ ગૃહપતિ કાશ્યપ છે.
અહીં ગોત્રનો ગોગવાળા સાથે અભેદથી આ પ્રમાણે નિર્દેશ છે, નહીં તો કાશ્યપ એમ કહેવું થાત, એ રીતે સર્વત્ર સમજવું.
ગૌતમના અપત્યો તે ગૌતમ. મુનિસુવત, નેમિજિન, નારાયણ, પદ્મ, સિવાયના વાસુદેવ અને બલદેવ, ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ગણધરો, વજસ્વામી.
વસના અપત્યો તે વસો - શયંભવ આદિ.. એ રીતે કુસ્સો-શિવભૂતિ આદિ.. કૌશિક : પદ્ઘકાદિ.. મંડુના અપત્યો તે મંડવો.. વશિષ્ઠના અપત્યો તે વાશિષ્ઠો - છઠ્ઠા ગણધર, આર્યસુહસ્તિ આદિ.. તથા જે કાશ્યપો છે તે સાત પ્રકારે છે, એક કાશ્યપ શબ્દ વ્યપદેશ્યપણે કાશ્યપો જ છે અને બીન કાશ્યપગોત્ર વિશેષ ભૂત શંડિલ આદિ પુરષોના અપત્ય રૂ૫ શાંડિલ્યાદિ જાણવા. * આ ગોત્ર વિભાગ નયવિશેષથી છે, માટે નયસૂત્ર કહે છે
• સૂત્ર-૬૦૩ -
સાત મૂલ નયો કહા, આ પ્રમાણે - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવભૂત.
• વિવેચન-૬૦૩ -
મૂળભૂત ગયો તે મૂલ નયો, સાત છે. ઉત્તર ગયો ૩૦૦ છે. કહ્યું છે - એકેક નયના ૧૦૦ ભેદ કરતા goo નો થાય, બીજા મતે પoo ભેદ છે.
જેટલા વચનના પ્રકારો છે તેટલા જ નયવાદો છે અને જેટલા નયવાદ છે, તેટલા જ પર-સિદ્ધાંતો છે. અનંત ધર્માત્મક વસ્તુમાં એક ધર્મ સમર્થન કરવામાં દક્ષ બોધ વિશેષ તે નય છે. તેમાં (૧) નેમ - એક માન નથી તે, * * * કહ્યું છે કે - જેને એક માન-પ્રમાણ નથી, પણ સામાન્ય, ઉભય અને વિશેષ જ્ઞાનો છે, તેના વડે પ્રમાણ કરે છે, નૈગમનય એક માનવાળો નથી.
અથવા નિગમ - અર્થ બોધોમાં કુશલ કે બોધમાં થયેલ તે નૈગમ. અથવા નથી એક માર્ગ જેનો તે તૈકગમ. કહ્યું છે - લોકાર્ય બોધક કે નિગમોમાં કુશલ કે બોધમાં કુશલ કે જેને જાણવાના એક માર્ગ નથી પણ અનેક માર્ગો છે તે નૈગમનય કહેવાય છે. આ નય સર્વત્ર “સ” એ રીતે અનુરૂપ આકારના અવબોધના હેતુભૂત મહાસતાને ઈચ્છે છે.
અનુવૃત અને વ્યાવૃત અવબોધતા હેતુભૂત સામાન્ય વિશેષરૂપ દ્રવ્યત્વ આદિ અને વ્યાવૃત અવબોધના હેતુભૂત નિત્યદ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા વિશેષને ઇચ્છે છે. [શંકા-] આ રીતે તૈગમ સમ્યગૃષ્ટિ જ થાઓ કેમકે સામાન્ય-વિશેષને સાધુવતું સ્વીકારવામાં તત્પર હોય છે. [સમાધાન એવું નથી, કેમકે સામાન્ય-વિશેષ વસ્તુને અત્યંત ભેદ વડે સ્વીકારવામાં તત્પર હોવાથી તેને સમ્યગુ દૈષ્ટિવ નથી.
કહ્યું છે - જે કારણથી સામાન્ય અને વિશેષને પરસ્પર અત્યંત ભિન્ન માને છે, તેથી કણાદની જેમ મિથ્યાષ્ટિ છે. દ્રવ્ય-પર્યાય ઉભય નય વડે બધું પોતાનું
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ શાસ્ત્ર ઉલૂકે સમર્કેલ છે, તો પણ મિથ્યાષ્ટિ છે, કેમકે સ્વ વિષયના પ્રધાનપણે અન્યોન્ય નિરપેક્ષ સ્વીકારેલ છે.
(૨) ભેદોનું સંગ્રહવું કે જેના વડે ભેદો સંગ્રહાય છે તે સંગ્રહ - X - અર્થાત્ આ નય નિશ્ચયથી સામાન્યનું પ્રતિપાદન કરવામાં તત્પર છે. સત્ એમ કહેવા છતાં સામાન્યને જ સ્વીકારે છે, વિશેષને નહીં. તથા માને છે કે - વિશેષો, સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન હોય તો તે છે જ નહીં, જો અભિન્ન છે તો વિશેષો સામાન્ય માત્ર છે.
જે કારણે સત્ છે એમ કહેવા છતાં સર્વત્રમાં બુદ્ધિ પ્રવર્તે છે, સર્વ સત્તા મામ છે, તેથી જલ્દી કોઈ વસ્તુ નથી. જેમ-ઘડો, ભાવથી અનન્ય છે ? જો અનન્ય છે, તો સતા માત્ર જ છે, જે ભાવથી ભિન્ન છે તો અભાવરૂપ છે, એમ પટ વગેરે પણ પ્રત્યેક અનન્ય સત્તા માત્ર જ છે.
(૩) વ્યવહરવું, વ્યવહરે છે કે વ્યવહાર છે - જેના વડે સામાન્યને દૂર કરાયા છે અથવા વિશેષોને આશ્રીને વ્યવહારમાં તત્પર તે વ્યવહાર નય - X • આ નયા વિશેષને પ્રતિપાદનમાં તત્પર છે. સતું એમ કહેવા છતાં ઘટાદિ વિશેષોને જ સ્વીકારે છે, કેમકે તેનું જ વ્યવહારમાં પ્રયોજનત્વ છે. પણ ઘટાદિ વિશેષોથી સામાન્ય જુદું નથી. •x -
સામાન્ય વિશેષોથી ભિન્ન કે અભિન્ન ? જો ભિન્ન હોય તો વિશેષોથી જુદું જણાત, જો અભિન્ન છે તો વિશેષ માત્ર જ છે. તેના સ્વરૂપની જેમ વિશેષોથી જુદું નથી. (આ અર્થ જણાવતી ભાષ્ય ગાથા પણ મૂકી છે.] .
લોક સંવ્યવહાર તત્પર તે વ્યવહારનય. જેમકે - ભમરાદિ પાંચ વર્ણવાળીમાં પણ આ નય અતિશયપણાથી કૃષ્ણપણાને જ માને છે. કહ્યું છે કે - સંવ્યવહાર તત્પર હોવાથી લોકને ઇછે તો વ્યવહાર નય, બહુતપણાથી કૃષ્ણ વર્ણને મુખ્ય માની, વિધમાન છતાં બીજા વર્ષો છોડે છે.
(૪) ઋજુ - વકના વિપર્યયપણાથી અભિમુખ શ્રુત-જ્ઞાન છે જેનું તે બાજુશ્રુત અથવા અતીત, અનામત વકના પરિત્યાગથી વર્તમાન વસ્તુને જણાવે છે ઋજુ સૂમ. • x • આ નય વર્તમાનકાલીન, સ્વકીય વસ્તુને લિંગ, વચન અને નામાદિથી ભિન્ન છતાં એકરૂપે સ્વીકારે છે, શેષ અવસ્તુ છે. કેમકે અતીતકાળ વિનષ્ટ છે અને અનાગતકાળ અનુત્પન્ન છે. માટે તે બંને જણાતા નથી તથા પકીય પણ અવસ્તુ છે કેમકે નિફળ છે. તેથી વર્તમાન અને સ્વ વસ્તુ લિંગાદિ વડે ભિન્ન છતાં સ્વરૂપને છોડતી નથી. * * * * - નામાદિ ભિન્ન તે નામ-સ્થાપના-ન્દ્રવ્ય-ભાવ • x ".
(૫) શબ્દનય - બોલાવવું કે બોલાવે છે કે જેના વડે વસ્તુ બોલાવાય છે તે શબ્દ, તે શબ્દના અર્થને ગ્રહણ કરવાથી, નય પણ શબ્દ છે, તેથી હેતુ જ કહેવાય છે. • x • આ નય નામ-સ્થાપના-દ્રવ્યકુંભ નથી જ એમ માને છે. કેમકે તે તત્કાનિ કરતા નથી. વળી ભિન્ન લિંગ, ભિન્ન વચન વસ્તુ એક નથી. કેમકે લિંગ અને વચનના ભેદથી જ શુટા, વૃક્ષ ઇત્યાદિ માફક સ્ત્રી, પુરુષની જેમ ભિન્ન છે. આ હેતુથી