SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 10-94 થી 1000 219 ચડીને સૂર્યમંડલને જોઈ, નિર્નિમેષ દૃષ્ટિ વડે ચોતરફ જોઈને, તે પુરુષોને ભસ્મીભૂત કરતો હતો, ત્યારે લોકોને નિવારણ કરનાર વૃદ્ધવણિકને અનુકંપાથી વનદેવી લઈ ગઈ. આ રીતે તારો ધમચાર્ય પોતાની સંપદાથી અસંતુષ્ટ થઈને અમારો વિવાદ કરે છે, હું મારા તપ તેજ વડે આજે જ તેને ભસ્મ કરીશ. તું તારા ધર્માચાર્યને આ બતાવ. વૃદ્ધ વણિકની જેમ હું તારી રક્ષા કરીશ. આ સાંભળીને આનંદમુનિ ભય પામ્યા, ભગવંત પાસે આવીને નિવેદન કર્યું. ભગવંતે કહ્યું - ગોશાલક આવે છે, બધાં સાધુઓ શીઘ બીજે સ્થાને જાઓ, કોઈએ તેને કંઈ કહેવું નહીં. આ પ્રમાણે હે આનંદ ! તું બધાં સાધુને જણાવ. એટલું કહેતા ગોશાલક ભગવંત પાસે આવીને બોલ્યો - હે કાશ્યપ ! - x * તું એમ ન કહે કે - આ ગોશાલક મંખલિપુત્ર છે. ઇત્યાદિ. તારો શિષ્ય ગોશાલક તો દેવ થઈ ગયો. હું તો બીજો છું. પણ તેના શરીરને પરીષહ સહન કરવામાં સમર્થ માનીને તેમાં રહું છું. ઇત્યાદિ. તે કલ્પિત વસ્તુ કહેતો હતો, તેને પ્રેરણા કરવામાં તત્પર થયેલ સર્વાનુભૂતિ અને સુનમ નામના બે સાધુઓને તેજલેશ્યાથી ભસ્મ કર્યા. પછી ભગવંતે કહ્યું - હે ગોશાલક ! કોઈ ચોર - x - પરાભવિત થઈને તેવા દુર્ગને નહીં મેળવી અંગુલી કે વૃણાગ્ર વડે પોતાને છુપાવે તો શું તે છૂપાઈ શકે. તું પણ એ રીતે અન્યથા બોલીને આત્માને શું છુપાવી શકીશ ? તું તે જ ગોશાલક છે કે જે મારા વડે બહુશ્રુત કરાયેલ છે - 4 - એ રીતે યથાવત બોલતા ભગવંત ઉપર ગોશાળાએ કોપથી તેજોનિસર્ગ કર્યો. ઉંચા-નીચા આક્રોશ વચનો કહ્યા. તેં તેજ (તેજોલેશ્યા) ભગવંતને વિશે સમર્થ થઈને તેમને પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીરમાં * * - પ્રવેચ્યું. તેના વડે દગ્ધ થયેલ શરીરવાળો તે ગોશાળો અનેક વિક્રિયા બતાવીને સાતમી સગિમાં કાળધર્મ પામ્યો. - - - જેને સમસ્ત નરદેવ, દેવેન્દ્ર નમેલ છે એવા, જઘન્યથી પણ કોટિ સંખ્યક દેવો ભક્તિના સમૂહ વડે સેવિત પાદપાવાળા, વિવિધ ઋદ્ધિવાળા, હજારો શિયોથી પરિવરિત, સ્વપ્રભાવથી શાંત કરેલ છે 100 યોજનમાં રહેલ વૈર, મારી, વિઠ્ઠર અને દુભિક્ષાદિ ઉપદ્રવ જેણે એવા અને અનુતર પુણ્યવાળા મહાવીર ભગવંતને પણ મનુષ્ય માત્ર, ચિર પરિચિત અને શિષ્ય સર્દેશ ગોશાલકે ઉપસર્ગ કર્યો, તે આશ્ચર્ય છે. માટે આશ્ચર્ય કથન * સૂત્ર-૧૦૦૧ થી 1003 : [1001] દશ અચ્છેરણ કહ્યા છે - [1002] ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તિર્થંકર, અભાવિત અંદા, કૃષ્ણનું અપકંકા ગમન, ચંદ્ર-જૂનું ઉત્તરણ,.. [1oo] હરિવંશ કુલોત્પતિ, ચમરોત્પાત, 108 સિદ્ધ, અસંયતોની પૂજા. આ દશ આશ્ચર્યો અનંતકાલ થયા. - વિવેચન-૧૦૦૧ થી 1003 - [સાથે જ લીધેલ છે.] મ વિસ્મયથી, વર્યને જણાય છે તે આશ્ચર્યો - અલ્કતો. * x * (1) ઉપગિિદ બે ગાયા છે. ઉપસર્જન કરાય - ફેંકાય - પતિત થાય છે પ્રાણી ધર્મથી 220 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જેના વડે તે ઉપસર્ગો - દેવાદિ કૃત ઉપદ્રવો. ભગવંત મહાવીરને છડાહ્યકાળમાં અને કેવલી કાલે મનુષ્ય-દેવ-તિર્યચો વડે કરાયેલા થયા છે. પણ આ ઉપસર્ગ ક્યારે પણ પૂર્વકાલમાં થયો નથી. કેમકે તીર્થકરો તો અનુત્તર પુણ્યના સંભારચી ઉપસર્ગના ભાજન થતા નથી, પણ સકલ ન-અમરતિર્યંચો સંબંધી સકારાદિના સ્થાનમાં જ થાય છે. માટે અનંતકાલે થનાર આ બ અચ્છેરારૂપ છે. (2) ગર્ભ-ઉદરસ્થ જીવનું હરણ થવું તે-x- ગર્ભહરણ. આ પણ તીર્થકરની અપેક્ષાઓ પૂર્વે નહીં થયેલ છતાં ભગવંત મહાવીરનું ગર્ભહરણ થયું. ઈન્દ્રાજ્ઞાથી હરિોગમેપી દેવ, દેવાનંદાના ઉદરથી સંતરીને ત્રિશલા રાજરાણીના ઉદરમાં સંકમાવ્યા. આ પણ અનંતકાલે થયેલ આશ્ચર્ય છે. (3) તીર્થકપણે ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ-દ્વાદશાંગ કે સંઘ તે સ્ત્રીતીર્થ. તીર્થ તો પુરપસિંહ, પુરુષવરગંધ હતી, પ્રભુવનમાં અવ્યાહત સામર્થ્યવાળા પ્રવતવિ છે. પણ આ અવસર્પિણીમાં મિથિલાનગરીના સ્વામી કુંભ રાજાની પુત્રી, મલ્લિ નામે તીર્થકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થને પ્રવર્તાવ્યું. આ ભાવ અનંતકાળે થવાપણું હોવાથી આશ્ચર્ય. (4) અભવ્યાખ્યાઅિધર્મને અયોગ્યપર્વદા-તીર્થકર સમવસરણે સાંભળનાર લોકો, સંભળાય છે કે - ભિક ગ્રામ નગર બહાર વર્ધમાન સ્વામીને કેવળજ્ઞાન થયું. પછી ચાર નિકાયના દેવોએ સમવસરણ રચ્યું. ભક્તિ અને કુતૂહલથી ખેંચાઈને આવેલા અનેક મનુષ્ય, દેવો, વિશિષ્ટ તિર્યંચોને પોતપોતાની ભાષાને અનુસરનારી, અતિ મનોહર, મહાઇવનિ વડે કલાનું પાલન કરવાને ભગવંતે ધર્મકથા કહી. ત્યાં કોઈએ વિરતિ ના સ્વીકારી, તીર્થકર દેશના પૂર્વે કદાપી નિષ્ફળ થઈ નથી. માટે આ આશ્ચર્ય. (5) કૃષ્ણ વાસુદેવનું અપઢંકામાં જવું, આવું પૂર્વે કદી થયું નથી. માટે આશ્ચર્ય સંભળાય છે કે - દ્રૌપદી, ધાતકીખંડના ભરતની અપરકંકાનો પદ્મ રાજાએ દેવ સામર્થ્યથી અપહરણ કરાવી. દ્વારિકાવાસી કૃષ્ણ નારદના મુખથી જાણને * * * x* ત્યાં ગયા. - x* દ્રૌપદીને પાછી લાવ્યા. ત્યાં કપીલ વાસુદેવે મુનિસુવતજિન પાસે વૃતાંત જાણ્યો - x લવણસમુદ્ર ઉલ્લંઘતા કૃષ્ણને પંચજન્ય શંખ વગાડી તે જણાવ્યું. આ આશ્ચર્ય. (6) ભગવંત મહાવીરના વંદનાર્થે સમવસરણભૂમિમાં આકાશથી ચંદ્ર-સૂર્યનું શાશ્વતા વિમાન સહિત અવતરવું, તે પણ આશ્ચર્ય છે. (3) હરિ નામના પુરુષ વિશેષનો વંશ-ત્ર પૌત્રાદિ પરંપરા તે હરિવંશ. તે લક્ષણવાળા કુલની ઉત્પત્તિ તે હરિવંશ કુલોત્પતિ. કુલ તો અનેક પ્રકારે છે. આ કારણથી હરિવંશ વિશેષણ અપાય છે. આ પણ આશ્ચર્ય છે. સંભળાય છે કે - ભરત બાપેક્ષા એ ત્રીજું હરિવર્ષ નામે યુગલીક ક્ષેત્ર છે. કોઈ પૂર્વભવના વિરોધી વ્યંતર દેવે એક મિથુનને ભરત ક્ષેત્રમાં મૂક્યું, પુણ્યના અનુભાવથી રાજને પામ્યું તેથી હરિવર્ષ ગોત્પન્ન હરિ નામક પ્રથમ પુરુષનો વંશ તે હરિવંશ.
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy