________________ 10/-/978 209 20 (8) પાસત્યાદિ દોષ વર્જિતતાથી મૂલ-ઉત્તરગુણ વડે સંપન્નતાથી કરીને જે શોભન એવો સાધુ તે સુશ્રમણ તેનો ભાવ તે સુશ્રમણતા વડે. (9) પ્રકૃષ્ટ, પ્રશસ્ત કે પ્રગત વયન - આગમ તે પ્રવચન અર્થાત્ દ્વાદશાંગ અને તેના આધારભૂત સંઘ, તેની વત્સલતા - હિતકારિતા, પ્રત્યનીકવ આદિના નિરાસ વડે તે પ્રવચન વત્સલતા. (10) પ્રવચન-દ્વાદશાંગનું ઉદ્ભાવવું - પ્રભાવના કરવી, પાવચનિકપણું, ધર્મકથા, વાદાદિ લબ્ધિ વડે યશવાદ ઉત્પન્ન કરવો, તે પ્રવચનોભાવન, તે જ પ્રવચનોભાવન વડે... - આ આગામી ભદ્રતાના કારણોને કરનારાએ આશંસા પ્રયોગ ન કરવો જોઈએ, માટે તેને કહે છે * સૂત્ર-૯૭૯ + આશંસા પ્રયોગ દશ ભેદે છે - (1) આલોક આશંસા પ્રયોગ, (2) પરલોક આશંસા પ્રયોગ, (3) દ્વિધાલોક આશંસાપયોગ, (4) અવિનાશંસાપયોગ, (5) મરણશંસા પ્રયોગ, (6) કામ આશંસાપયોગ, () ભોગ આશંસાપયોગ. (8) લોભાશંસાપયોગ, (9) પૂજાશંસાપયોગ, (10) સકારાશંસા પ્રયોગ * વિવેચન-૯૭૯ : આશંસવું તે આશંસા - ઈચ્છા, તેનો પ્રયોગ - વ્યાપાર અથવા આશંસા વડે જ પ્રયોગ તે આશંસાપયોગ. પ્રાકૃતપણાથી ‘સ' ઉપર અનુસ્વાર નથી. તેમાં - (1) * આ, પ્રજ્ઞાપક મનુષ્ય અપેક્ષાએ માનુષત્વપયયિમાં વતતો જે લોક-પ્રાણીવર્ગ તે. ઇહલોક અને તેનાથી જુદો તે પરલોક. તેમાં ઈહલોકની આશંસા આ રીતે - હું તપશ્ચરણના પ્રભાવે ચક્રવર્તી આદિ થાઉં એવી ઈચ્છા, તે ઈહલોકાશમાપયોગ. એ રીતે બધે વિગ્રહ કરવો. (2) પશ્લોકાશંસાપ્રયોગ - જેમ હું તપશ્ચરણથી ઈન્દ્રાદિ થાઉં. (3) દ્વિઘાલોકાશંસાપયોગ - હું ઈન્દ્ર થાઉં અને પછી ચક્રવર્તી થાઉં અથવા આ ભવમાં કંઈક ઈચ્છા કરે અને પરભવમાં કંઈક ઈચ્છા કરે. આ ત્રણ સામાન્યથી છે, બીજા સાત તેના વિશેષો છે. સામાન્ય અને વિશેષમાં વિવક્ષા ભેદ છે. તેથી કરીને આશંસાપ્રયોગનું દશવિધપણું વિરુદ્ધ થતું નથી. *** (4) જીવિત પ્રત્યે આશંસા - મારું જીવન દીધ થાઓ એવી ઈચ્છા તે જીવિતાશંસા પ્રયોગ.. (5) મરણ પ્રત્યે આશંસા-મારું શીધ્ર મરણ થાઓ, એવી ઈચ્છા તે મરણાશંસા પ્રયોગ. (6) શબ્દ-રૂપ લક્ષણ કામ એ બંને મને મનોજ્ઞ મળે તેવી ઈચ્છા તે કામાશંસા પ્રયોગ... (3) ગંધરસ-સ્પર્શ લક્ષણ ભોગો મને મનોજ્ઞ મળે તે ઈચ્છા, તે ભોગાશંસાપ્રયોગ... (8) કીર્તિ, શ્રુતાદિનો મને લાભ થાય તે ઈચ્છા, તે લાભાશંસા પ્રયોગ... (9) પૂજા-પુષ્પાદિ વડે મારું પૂજન થાઓ એવી ઈચ્છા છે પૂજાશંસા પ્રયોગ... (10) સકાર-પ્રવર વસ્ત્રાદિ વડે પૂજનરૂપ સત્કાર મને થાઓ એવી ઈચ્છા છે સકારાશંસા પ્રયોગ. ઉકત લક્ષણ આશંસા પ્રયોગથી પણ કેટલાક ઘર્મને આચરે છે માટે ધર્મને [7/14 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સામાન્યથી નિરુપણ કરતા કહે છે– * સૂગ-૯૮૦ : ધર્મ દશ ભેદે હોય છે. તે આ - ગ્રામધર્મ, નગરધમ, રાષ્ટ્રધર્મ, પાખંડધામ, કુલદામ, ગણધર્મ, સંયધર્મ, કૃતધર્મ, ચાસ્ટિાધર્મ, અસ્તિકાય. * વિવેચન-૮૦ : (1) ગ્રામ-દેશના આશ્રયવાળા, તેનો કે તેમાં ધર્મ-આચાર, વ્યવસ્થા તે ગ્રામધર્મ, આ દરેક ગામમાં ભિન્ન હોય છે અથવા ગ્રામ - ઈન્દ્રિયનો સમૂહ, તેનો ધર્મ તે વિષયાભિલાષ લક્ષણ પ્રામધર્મ. (2) નગરધર્મ-નગર આચાર. તે પણ દરેક નગરમાં પ્રાયઃ ભિન્ન જ હોય છે... (3) રાષ્ટ્રધર્મ-દેશાચાર... (4) પાખંડ ધર્મ-પાખંડીનો આચાર.. (5) કુલધર્મ-ઉગ્રાદિ કુલાચાર અથવા જૈન મુનિઓના ગચ્છ સમૂહાત્મક ચાંદ્રાદિ કુલની સામાચારી રૂપ ધર્મ... (6) ગણધર્મ-મલ આદિના ગણની વ્યવસ્થારૂપ અથવા જૈનોના કુલના સમુદાયરૂપ - કોટિક આદિ ગણ, તેની સામાચારીરૂપ ધર્મ... (3) સંઘધર્મ-ગોષ્ઠીનો આચાર * અથવા જૈનોના ગણ-સમુદાય રૂપ ચાતુર્વર્ણ સંઘધર્મ-આચાર, (8) શ્રુત-આચારાદિ, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરવાથી તે ધૃતધર્મ... (9) સંચિત કરેલા કર્મને ખાલી કરવાથી ચાસ્ત્રિ, તે જ ધર્મ તે ચાઅિધર્મ... (10) પ્રદેશોનો શશિ તે અસ્તિકાય, તે જ ધર્મ-ગતિ પયય વડે જીવ અને પુદ્ગલ એ બંનેને ધરવાથી અસ્તિકાય ધર્મ છે. આ ગ્રામધમદિ સ્થવિર વડે કરાયેલ હોવાથી વિરનું નિરૂપણ. * સૂત્ર-૯૮૧,૯૮૨ - [81 સ્થવિર દશ ભેદે કહ્યા - ગ્રામસ્થવિર, નગરસ્થવિર, રાષ્ટ્રસ્થવિર, પ્રશાસ્તૃસ્થવિર, કુલસ્થવિર ગણવિર, સંઘસ્થવિર, જાતિસ્થાવર, ચુતસ્થવિર, પસ્થિતિ [] ધુમો દશ ભેદે કહ્યા - આત્મજ, ક્ષેત્રજ, દત્તક, વિનયિત, ઓરસ, મૌખર, શોંડીર, સંવર્ધિત, ઔપયાચિતક, ધમનિવાસી * વિવેચન-૯૮૧,૯૮૨ : [981 દુર્વ્યવસ્થિત લોકોને સન્માર્ગમાં સ્થિર કરે તે સ્થવિર. તેમાં - (1,2,3) ગામ, નગર, રાષ્ટ્રમાં વ્યવસ્થા કરનાર, બુદ્ધિવાળા, આદેય, પ્રભાવવાળા તે સ્થવિરો... (4) જે શિખવે છે તે પ્રશાસ્તા-ધર્મોપદેશક, તે લોકોને સ્થિર કરવાથી પ્રશાસ્તૃસ્થવિરો... (5,6,7) જે લૌકિક કે લોકોત્તર કુલ, ગણ, સંઘની વ્યવસ્થા કરનારા અને તેનો ભંગ કરનાસ્તો નિગ્રહ કનારા તે કુલ-ગણ-સંઘ સ્થવિરો કહેવાય છે. (8) સાઠ વર્ષ પ્રમાણ, જન્મ પર્યાયવાળા તે જાતિ વિરો... (9) સમવાયાદિ અંગને ધારણ કરનાર તે શ્રુતસ્થવિરો... (10) વીશ વર્ષ પ્રમાણ પ્રવજયા પરિવાળા તે પર્યાય સ્થવિરો. [982] સ્થવિરો આશ્રિતોને પુત્રની જેમ પરિપાલન કરે છે, માટે પુત્રનું નિરુપણ