________________
પ/૧/૪ર૬ થી ૪૨૮
૧૫૧
૧૫ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
નિધાનો - પ્રાય:નાશ પમેલ છે સ્વામી જેના, જેની વૃદ્ધિ કરનાર કોઈ નથી, જેના વંશમાં કોઈ નથી, જેના સ્વામી - સ્વામીવંશજ અને ગોપ્રીય કુળોનો સર્વથા ઉચ્છેદ થઈ ગયો છે તેવા તથા જે ગામ - આકર - નગર - ખેડ - કટિ - દ્રોણમુખ - પટ્ટણ - આશ્રમ - સંબધ - સંનિવેશમાં તેમજ શૃંગાટક, મિક, ચકુષ્ટ, ચવર, ચતુર્મુખ, મહાપથોમાં, નગરની ખાળ - શ્મશાન - શૂન્યગૃહ - પરિકંદર - શાંતિગ્રહ - શૈલગ્રહ - ઉપસ્થાન-ભવનગૃહમાં સ્થાપેલા છે તેને જોઈને પ્રથમ સમયમાં ખલના પામે. આ પાંચ કારણે ઉત્પન્ન થતાં અવધિ દર્શની પહેલા સમયે ક્ષોભ પામે.
પાંચ કારણે પ્રધાન કેવલજ્ઞાન, ડેવલદન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે - અલ્પ જીવવાળી પૂરતીને જઇને પહેલા સમયે ક્ષોભ પામે, બાકી પૂર્વવત્ યાવત્ ભવનગૃહમાં સ્થાપેલા નિધાનોને જોઈને પ્રથમ સમયે લોભ પામે, બાકી પૂર્વવતું. આ કારણે ક્ષોભ પામે.
• વિવેચન-૪ર૬ થી ૪૨૮ :
[૪૨૬] સૂત્ર સરળ છે. વિશેષ આ - ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા. અનુક્રમે બે, ચાર, દશ દિવસે પૂર્ણ થાય છે. સુભદ્રા શાસ્ત્રમાં ન જોવાથી કહી નથી, સર્વતોભદ્રા બીજી રીતે કહેવાય છે. બે પ્રકારે છે - નાની અને મોટી. તેમાં પહેલી ચતુર્થભક્તાદિથી, દ્વાદશભકત પર્વત ઉપ-દિન પ્રમાણ પચી થાય છે, તેની સ્થાપના આ પ્રમાણે છે.
ક્રમશઃ આદિમાં એકથી પાંચ પર્યન્ત અંક સ્થાપીને જે ક મધ્યે આવે તેને પ્રત્યેક પંક્તિમાં પ્રથમ સ્થાપીને ઉચિતકમે શેષ અંકો સ્થાપવા તે નાની સર્વતોભદ્રા. પારણાના દિવસો-૨૫-છે. મોટી તો ચોથભક્તાદિથી સોળભક્ત પર્યન્ત ૧૯૬ દિવસ પ્રમાણ તપથી થાય. તેની સ્થાપના આ પ્રમાણે - આદિમાં એકથી સાત સુધી અંકો સ્થાપવા પછી મધ્ય એકને દરેક પંક્તિની આદિમાં સ્થાપી, ઉચિત ક્રમે શેષ અંકો સ્થાપવા તે મોટી સર્વતોભદ્રા. પારણાદિન ૪૯ થાય.
ભદ્રોત્તર પ્રતિમા બે ભેદે - નાની, મોટી. તેમાં પહેલી દ્વાદશભક્તથી વીશભક્ત સુધી ૧૩૫ દિવસ પ્રમાણ તપથી થાય. તેની સ્થાપના-આદિમાં પાંચથી નવનો અંક સ્થાપવો, મધ્ય એકને પંક્તિની આદિમાં સ્થાપી, એવી પાંચ પંક્તિ ઉયિત ક્રમે સ્થાપો તે નાની ભદ્રોતર પ્રતિમા, પારણાદિન-૫ છે. મોટી ભદ્રોત્તર પ્રતિમામાં દ્વાદશભક્તથી ચોવીશભક્ત સુધી ૩૨ દિવસનો તપ છે. તેની સ્થાપના - પ્રથમ પંક્તિમાં પાંચથી ૧૧ સુધી અંક સ્થાપવા. મધ્યમ અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપવા આદિ. અહીં સાત પંક્તિ થાય છે. પારણા દિન-૪૯ છે.
[૪૨] કર્મ નિર્જરાનો હેતુ તપ કહ્યો. તેનું ગ્રહણ ન કરવામાં હેતુભૂત સંયમના વિષયભૂત એકેન્દ્રિય જીવોને કહે છે. સ્થાવર નામ કર્મોદયથી સ્થાવરો-પૃથ્વી આદિ, તેમની કાયા. અથવા જેઓનું શરીર સ્થાવર છે તે સ્થાવકાય. ઇન્દ્ર સંબંધી ઇન્દ્ર સ્થાવરફાય - પૃથ્વીકાય. એમ બ્રહ્માદિને અમુકાયાદિપણે જાણવા. તેના નાયકો કહે છે. પૃથ્વી આદિના અધિપતિઓ દિશાઓના અગ્નિ આદિ નાયકોની જેમ, નાગા
સ્વામીની જેમ • x - સ્થાવરકાયના પણ નાયકો સંભવે છે.
[૪૨૮] આ અધિપતિ અવધિજ્ઞાની હોય. માટે અવધિનું સ્વરૂપ કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - અવધિ વડે દર્શન - પદાર્થોનું અવલોકન, ઉત્પન્ન થતું તેની પ્રથમતામાં - અવધિદર્શન ઉત્પત્તિના પ્રથમ સમયે ક્ષોભ પામે. અથવા ઉત્પન્ન થવા રૂપ ઇચ્છા વિષયક અવધિ દર્શન છતે અવધિવાળો ક્ષોભ પામે.
થોડાં જીવવાળી પૃથ્વીને જોઈને અનેક જીવોથી વ્યાકુળ પૃથ્વીની સંભાવનાવાળો, અકસ્માત્ અલાઇવોવાળી પૃથ્વી જોવાથી અરે ! આ શું ? કેમ ? એ રીતે ક્ષોભ પામે કેમકે મોહનીય કમનો ક્ષય થયો નથી. અથવા મૂત એટલે પ્રકૃત્તિ, હાલ પૃથ્વી થોડી છે, પહેલાં ઘણી હતી માટે.
કુંથુઆની અતિ પ્રચૂરતાવાળી પૃથ્વી જોઈને અતિ વિસ્મિત થઈ દયા વડે ચલિત થાય... મનુષ્ય શોત્ર બહાર રહેનાર અતિ મોટા સપનું શરીર જોઈને ભયથી વિમિત થાય... મહર્તિક, મહાધુતિક, મહાનુભાગ, મહાબલી, મહાસુખી દેવને જોઈને વિસ્મિત થાય.
નગરાદિના એકદેશભૂત પ્રાકારાવૃત પુરાતન - લાંબા કાળના કે પાઠાંતરથી મનોહર, વિશાળ મહાનિધાનો - મહામૂલ્ય રનવાળા જેના સ્વામી નષ્ટ થયા છે, જેના સીંચનાર - તે નિધાનમાં ધનને ઉમેરનારા પુત્રાદિ નાશ પામ્યા છે તેવા, દીર્ધકાળથી તેના રક્ષક અભાવે નિધાનના જણાવનાર પાજ કે માર્ગો નાશ થયેલ છે જેઓના તે પ્રહીણ સેતુકો. નિધાનો સ્થાપનારાઓ નાશ પામેલ છે. સગોત્રીના ઘરો જેઓના અથવા તેમના નામ-આકાર નાશ પામેલ છે જેઓના તે પ્રહીણ ગોત્રાગાર અર્થાત્ જેમના નામનિશાન રહ્યા નથી એવા નિધાનો. એ રીતે ઉચ્છિન્ન સ્વામિકો આદિ પણ જાણવા. વિશેષ આ - પ્રખT - કંઈક સતાવાળા અને જીત્રા - સર્વથા નષ્ટ સત્તાવાળી.
પ્રામાદિને વિશે અનંતરોક્ત વિશેષણવાળા નિધાનો. તેમાં - જેમાં કર લેવાય તે ગામ, મનુષ્યો આવીને કામ કરે તે આકખાણ. કર નથી લેવાતો જ્યાં તે નગર, ધૂળના ગઢ સહિત તે ખેટ, કુનગર તે કબૂટ, ચોતરફ અડધા યોજને ગામ હોય તે મડંબ, જેને જળ-સ્થળ બંને માર્ગ છે તે દ્રોણમુખ, જયાં જળ કે સ્થળ એક માર્ગે જવું-આવવું થાય તે પતન, તીર્થસ્થાન તે આશ્રમ, જ્યાં ધાન્ય સંગ્રહાય તે સંબોધ, જ્યાં ઘણાં કરિયાણા આવે તે સંનિવેશ.
શૃંગાટક-ત્રિકોણ, - X • ત્રિક - જ્યાં ત્રણ રસ્તા મળે છે તે, ચવર - આઠ રસ્તાનો મધ્યભાગ, ચતુષ્ટ - જ્યાં ચાર રસ્તા મળે, મહાપચ તે રાજમાર્ગ, પથ-મામ શેરી આવા સ્થાનોમાં. નગરની ખાળોમાં, મશાનગૃહ - પિતૃવન ગૃહ. • x • પર્વત ઉપરની ગુફા, ગિરિકંદર, જ્યાં રાજાઓ માટે શાંતિકર્મ કરાય છે તે શાંતિગૃહ, પર્વત ખોદીને બનાવેલ તે શૈલગૃહ. આસ્થાનમંડપ તે ઉપસ્યાનગૃહ, શૈલોપસ્થાન ગૃહ તે પત્થરનો મંડપ, કુટુંબી વસે છે તે ભવનગૃહ • x - ભવન - ચતુઃશાલાદિ, ગૃહ - આચ્છાદનાદિ માબ. -- ત્યાં સ્થાપેલા નિધાનો જોઈને ચલિત થાય કેમકે પૂર્વે જોયેલા