SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૪૭ થી ૩૪૮ નથી. આલ્યુપગમિક - ઔપક્રમિક વેદનાને સમ્યક્ રીતે ન સહેનાર યાવત્ અધ્યાસિત ન કરનાર એવા મને શું પ્રાપ્ત થાય છે ? એકાંતથી મને પાપકર્મ થાય છે. આશ્રુપગમિક યાવત્ સમ્યક્ સહેતા યાવત્ અધ્યાસિત કરતા મને શું પ્રાપ્ત થાય ? એકાંતથી નિર્જરા થાય છે. આ ચોથી સુખશા. [૩૪૮] વાચનાને અયોગ્ય ચાર છે - અવિનીત, વિગઈ આસકત, અનુપશાંત અને માયાવી... વાચનાને યોગ્ય ચાર છે - વિનીત, વિગઈમાં આસક્ત, ઉપશાંત અને કપટરહિત. ЕЧ • વિવેચન-૩૪૭,૩૪૮ - [૩૪૭] દુઃખ દેનારી શય્યા તે દુઃખશય્યા ચાર છે, દ્રવ્યથી તેવા પ્રકારની ખાટ વગેરે, ભાવથી દુષ્ટયિત્ત વડે - દુષ્ટ શ્રમણપણા સ્વભાવવાળી શય્યા ૧- પ્રવચન અશ્રદ્ધા, ૨- પરલાભ પ્રાર્થના, ૩- કામાશંસા, ૪- સ્નાનાદિ પ્રાર્થના, સૂત્રમાં કહી છે. તે ચાર શય્યા મધ્યે કોઈક ભારેકર્મી - ૪ - શાસનને વિશે એક ભાવ વિષયક સંશયસહિત, અન્યમત પણ સારો છે એવી બુદ્ધિવાળો, ફળ પ્રત્યે શંકાવાળો બુદ્ધિ વડે દ્વિધાભાવને પામેલ - આ બધું આ પ્રમાણે છે કે બીજી રીતે ? ‘આ એમ નથી જ’ એવી વિપરીત બુદ્ધિવાળો, આ એમ છે એવી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિથી સ્વીકારતો નથી, અભિલાષા અતિરેકથી આસેવનાના સન્મુખપણે રુચિ કરતો નથી. મનને અસમંજસ કરે છે. તેથી ધર્મનાશ અથવા સંસારને પામે છે. એ રીતે તે શય્યામાં દુઃખે રહે છે. પોતાના વડે જે મેળવાય કે મેળવવું તે લાભ - અન્નાદિ કે રત્નાદિ, તેની આશા કરે છે, તે અવશ્ય મને આપશે એ રીતે આસ્વાદે છે - બીજાથી મળે તો જ ખાય છે, વાંછે છે, યાચે છે, પ્રાપ્ત થાય તો પણ અધિકતર લાભને ઇચ્છે છે. શેષ ઉક્ત અર્થ પ્રમાણે, એ રીતે તે દુઃખમાં રહે છે. ત્રીજી સુગમ છે. ચોથી આ - ઘરવાસમાં હતો ત્યારે શરીરના હાડકાંને સુખત્વાદિ વડે નિપુણતાથી મર્દન વિશેષ, લોટ વગેરેથી મસળવા માત્ર, તેલ આદિ વડે અંગને ચોપડવું, અંગને ધોવું. આ લાભમાં મને કોઈ નિષેધ કરતું ન હતું. શેષ સુગમ છે. આ ચોથી દુઃખશય્યા છે. દુઃખશય્યાથી વિપરીત સુખશય્યા પૂર્વવત્ જાણવી. વિશેષ આ - શોકના અભાવે હર્ષિત, જ્વરાદિ રહિત, પ્રાણવાન, સુંદર શરીરી, અનશનાદિ મધ્યે કોઈ એક તપ, આશંસાદિ દોષના અભાવે ઉદાર ચિતયુક્ત, મંગલરૂપ, ઘણા દિવસ કરવાથી વિપુલ, ઉત્કૃષ્ટ સંયમ યુક્ત, આદરથી સ્વીકારેલ, અયિન્ય શક્તિ યુક્ત, ઋદ્ધિ વિશેષના કારણભૂત, કર્મક્ષયના કારણભૂત, મોક્ષસાધક [હોવાથી] તપ ક્રિયાનો આશ્રય કરે છે. િ- પ્રશ્નાર્થે છે, અંગ - સંબોધનાર્થે છે. પુન: - પૂર્વોક્ત શબ્દથી ભિન્ન અર્થને દેખાડે છે. આશ્રુપગમિકી - શિરના લોચ અને બ્રહ્મચર્યાદિનો સ્વીકાર જેમાં કરાય છે તે. ઔપક્રમિકી - જેના વડે આયુષ્યનો ઉપક્રમ થાય તે - જ્વર અને અતિસારાદિ Εξ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વ્યાધિમાં થયેલ તે. એવી તે બંને વેદનામાં સન્મુખ જવા વડે હું સહન કરું છું. - x - ૪ - અર્થાત્ તેનાથી ભાગતો નથી, પોતાના કે પરના વિશે ક્રોધ વિના ક્ષમા કરું, અદીનપણે તિતિક્ષા કરું, અત્યંત સ્વસ્થતા વડે તે જ વેદનામાં હું રહું છું અથવા આ શબ્દો એકાર્થક છે. મન્યે - વિતર્ક અર્થમાં નિપાત છે. વિતે - શું થાય છે ? પ્રાંતનો એકાંતે કે સર્વયા. આ દુઃખશય્યાવાળા નિર્ગુણ અને સુખશચ્ચાવાળા સગુણ છે. આ કારણથી નિર્ગુણ અને સગુણને વાચના યોગ્યતા બતાવે છે. [૩૪] સૂત્ર સુગમ છે. વિશેષ આ - વિગઈ તે દૂધ વગેરે. પ્રાકૃત એટલે અધિકરણ કરનાર કોપ... હમણાં વાચનાને યોગ્ય અને અયોગ્ય પુરુષો કહ્યા. પુરુષના અધિકાસ્ત્રી પુરુષવિશેષનું પ્રતિપાદન કરે છે– • સૂત્ર-૩૪૯ : [૧] ચાર ભેદે પુરુષો કહ્યા - પોતાને પોતે બીજાને નહીં, બીજાને પોષે પોતાને નહીં, પોતાને અને પરને પોષે, બંનેને ન પોષે તે [૨] ચાર ભેદે પુરુષો કહ્યા કોઈ દુર્ગત અને દુર્ગત, કોઈ દુર્ગત અને સુગત, કોઈ સુગત અને દુર્ગત, કોઈ સુગત અને સુગત.. [૩] ચાર ભેદે પુરુષો કહ્યા - દુર્ગત અને દુર્રત, દુર્ગત અને સુવ્રત, સુગત અને દુર્રત, સુગત અને સુવ્રત. [૪] ચાર ભેદે પુરુષો કહ્યા દુર્ગત અને દુષ્પત્યાનંદ, દુર્ગત અને સુપત્યાનંદ આદિ ચાર.. [૫] ચાર ભેદે પુરુષો કહ્યા - દુર્ગત અને દુર્ગતિગામી, દુર્ગત અને સુગતિગામી આદિ ચાર.. [૬] ચાર ભેદે પુરુષો કહ્યા - દુર્ગત અને દુર્ગતિ ગત, દુર્ગત અને સુગતિગત આદિ ચાર. - [] ચાર ભેદે પુરુષ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાની, અજ્ઞાની અને જ્ઞાની. જ્ઞાની અને અજ્ઞાની, જ્ઞાની અને જ્ઞાની.. [૮] ચાર ભેદે પુરુષ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાન બલ, અજ્ઞાની અને જ્ઞાન બલ, જ્ઞાની અને જ્ઞાનબલ, જ્ઞાની અને જ્ઞાનબલ.. [૯] ચાર ભેદે પુરુષ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાનબલમાં આનંદ માનનાર, જ્ઞાની અને જ્ઞાનબલમાં આનંદ માનનાર આદિ ચાર. [૧૦] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાતકમાં પણ પરિજ્ઞાત સંજ્ઞા નહીં, પરિજ્ઞાત સંજ્ઞા પણ પરિજ્ઞાતકમાં નહીં આદિ ચાર.. [૧૧] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાતકમાં પણ પરિજ્ઞાત ગૃહાવાસ નહીં, પરિજ્ઞાત ગૃહાવાસ પણ પરિજ્ઞાત કાં નહીં આદિ ચાર. [૧૨] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાન સંજ્ઞા પણ નોપરિજ્ઞાત ગૃહવાસ, પરિજ્ઞાત ગૃહાવાસ પણ નોપરિજ્ઞાતસંજ્ઞા -૪ [૧૩] ચાર ભેદે પુરુષો કહ્યા - ઇહસ્થ પણ પરસ્થ નહીં, પરસ્થ પણ ઇહસ્થ નહીં આદિ ચાર. [૧૪] ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ એકથી વધે પણ એકથી ઘટે, કોઈ એકથી વધે પણ બે થી ઘટે, કોઈ બે થી વધે પણ એકથી ઘટે, કોઈ બે થી વધે અને બેથી ઘટે.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy