________________
પ/ર/૪૩૯,૪૮૦
સ્થાન-૫- ઉદ્દેશો-૩ છે.
– X - X - X - X - X – • બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૨માં પ્રાયઃ જીવ ધર્મો પ્રરૂપ્યા. અહીં જીવ-જીવના ધર્મો કહે છે. તે સંબંધે સૂગ
• સૂત્ર-૪૩૯,૪૮૦ :
9િ6] પાંચ અસ્તિકાયો કહા છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અનાસ્તિકાય, પગલાસ્તિકાય... મસ્તિકાય અવર્ણ, ગંધ, અરસ, સ્પર્શ, અરૂપી, જીવ, શાશ્વત, અવસ્થિત, લોકવ્યાપી દ્રવ્ય છે તે સંક્ષેપથી પાંચ ભેટે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળી, ભાવથી અને ગુણથી... દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય, ક્ષેત્રથી લોકપ્રમાણ, કાળથી ક્યારેય ન હતો તેમ નહીં તેથી એમ નહીં, ન હશે એમ નહીં. તે હતો - છે અને રહેશે... તે gવ, નિત્ય, શાશ્વત, ક્ષય, અવ્યય, વસ્થિત, નિત્ય છે. ભાવથી વણ, અગંધ, રસ, સ્પર્શ, ગુણથી ગામનગુણ છે.
અધમસ્તિકાય અવર્ણ આદિ પૂર્વવત છે. વિશેષ એ કે - ગુણથી સ્થિતિગુણ છે... • આકાશાસ્તિકાય અવણદિ પૂર્વવત્ છે. વિશેષ એ કે - હોમથી લોકાલોક પ્રમાણ છે, ગુણથી અવગાહના ગુણ છે. શેષ પૂર્વવત.
જીવાસ્તિકાય - વદિ પૂર્વવત્ છે. વિશેષ એ કે - દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત દ્રવ્ય છે, આરપી, જીવ, શાશ્વત છે, ગુણથી ઉપયોગ ગુણ છે.
પુલાસ્તિકાય • પાંચ વર્ણ, પાંચ સ, બે ગંધ, આઠ સ્પર્શ, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત છે - ચાવત - દ્રવ્યથી પગલાસ્તિકાય અનંત દ્રવ્યો, ફોગથી લોકમાણ, કાળથી-કાળથી ન હતો તેમ નહીં ચાવત નિત્ય, ભાવથી વણ-ગંધ-રસાયુકત ગુણથી ગ્રહણગુણવાળો છે.
[૪૮] ગતિ પાંચ કહી છે . નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, સિદ્ધિગતિ. • વિવેચન-૪૩૯,૪૮૦
[૪૯] આ સૂત્રનો સંબંધ આ પ્રમાણે - અનંતર સૂટમાં જીવાસ્તિકાય વિશેષો ઋદ્ધિવાળા કહ્યા, અહીં તે અસંખ્યય અને અનંત પ્રદેશ લક્ષણ ઋદ્ધિવાળા સમસ્ત અસ્તિકાયો કહેવાય છે. આ સંબંધે આ સૂત્રની વ્યાખ્યા પહેલા અધ્યયનવતું અનુસરણીય છે. વિશેષ આ કે
ધમસ્તિકાયાદિ શા માટે ઉપન્યાસ કરેલ છે ? કહે છે. ધમસ્તિકાય આદિ પદનું માંગલિકપણું છે તેથી પહેલાં ધમસ્તિકાયનો ઉપચાસ છે, પછી ધમસ્તિકાયના પ્રતિપક્ષપણાથી અધમસ્તિકાયનો, પછી તેઓના આધારસ્વથી આકાશાસ્તિકાયનો, પછી તેના આધેયભૂત જીવાસ્તિકાયનો અને પછી તેના સહાયક પુદ્ગલાસ્તિકાયનો ક્રમશઃ ઉપન્યાસ કરેલ છે.
હવે ધમસ્તિકાયાદિનું સ્વરૂપ ક્રમશઃ કહે છે - વર્ણ, ગંધ, સ, સ્પર્શના પ્રતિષેધથી અરૂપી. વર્ણાદિમત્પણું જેને છે તે રૂપી અને જે રૂપી નહીં તે અરૂપી -
૨૦૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અમૂર્ત તથા માનવ - અચેતન, શાશ્વત - પ્રતિક્ષણ સત્તામાં વ્યાપ્ત, તે જ સ્વરૂપે નિત્ય હોવાથી અવસ્થિત છે. લોકનું અંદભૂત દ્રવ્ય તેલોકદ્રવ્ય, કહ્યું છે કે - પંચાસ્તિકાયમય લોક અનાદિ અનંત છે.
હવે ઉક્ત સ્વરૂપનો વિસ્તાર કરવા માટે અને અનુક્તના કથન માટે કહે છે. સંક્ષેપથી પાંચ પ્રકારે છે, વિસ્તારથી તો વિશેષ પ્રકારે પણ થાય. કેવી રીતે ? કહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને અને ગુણથી-કાર્યને આશ્રીને. દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય છે, કેમકે તથાવિઘ એક પરિણામ થકી એક સંખ્યાનો જ અહીં ભાવ છે. ફોગથી લોકના પ્રમાણવાળું તે લોકપ્રમાણ - અસંખ્ય પ્રદેશો, તેનું પરિમાણ છે જેને તે લોકપ્રમાણ માગ.
કાળથી ક્યારેય ન હતો તેમ નહીં ઇત્યાદિ ત્રણ કાળનો નિર્દેશ છે. એ જ વિષય સહેલાઈથી સમજાય તેવી વ્યતિરેક વડે કહે છે - હતો, હોય છે, હશે એ રીતે ત્રિકાલભાવિ ધ્રુવ છે. કાળના એક વિભાગ અપેક્ષાએ જ ઘુવપણું ન થાઓ માટે સર્વ કાળમાં એમ જ હોવાથી નિયત છે. કાલના અનેક વિભાગોની અપેક્ષાએ જ ધવપણું ન થાઓ માટે સર્વકાળમાં ચોમ હોવાથી નિયત છે. તે રીતે જ નિયતત્વ ન થાય માટે પ્રલય અભાવથી શાશ્વત છે. એ રીતે સદા ભાવ વડે અક્ષય છે, પર્યાય નાશ થવા છતાં અનંતપણાથી અવ્યય છે.
એમ દ્રવ્ય-પર્યાયલક્ષણ ઉભય રૂપે અવસ્થિત છે. આ રીતે ઓઘથી નિત્ય છે અથવા જે કારણે મૈકાલિક છે, એ જ કારણે અવશ્યભાવિપણાથી સૂર્ય ઉદય વતુ ધ્રુવ છે, એક રૂપપણાથી નિયત છે. પ્રતિક્ષણ વિધમાનવથી શાંત છે. તેથી જ અવયવી દ્રવ્યોપેક્ષતાથી અક્ષય છે અથવા પરિપૂર્ણ હોવાથી અાત છે. અવયવ અપેક્ષાએ અવ્યય છે. નિશ્ચલત્વથી અવસ્થિત છે.
તાત્પર્ય એ કે નિત્ય છે અથવા ઇન્દ્ર, શકાદિ, શબ્દવ ધુવાદિ શબ્દો પર્યાયવાસી છે. વિવિધ દેશોત્પન્ન થયેલ શિષ્યને જ્ઞાનાર્થે ઉપન્યાસ કરેલ છે. ગુણથી ગમન-ગતિ, તેનો ગુણ-ગતિપરિણામને પ્રાપ્ત જીવ, પુદ્ગલોને સહકારી કારણપણાથી મસ્યોને જલની જેમ કાર્ય છે જેનું તે ગમન-ગુણ અથવા ગમનને વિશે ઉપકાર છે. જેનો તે ગમનગુણ.
જેમ ધમસ્તિકાય કહ્યો એમ અધમસ્તિકાય પણ કહેવો. વિશેષ આ • અધમસ્તિકાય સ્થિતિરૂપ કાર્ય કરે છે. અથવા જેનાથી સ્થિતિમાં ઉપકાર થાય છે, સ્થાન ગુણ... લોક અને અલોકરૂપ ઉભય વ્યક્તિનું જે પ્રમાણ - અનંત પ્રદેશો તે જ પરિમાણ છે જેનું તે લોકાલોક પ્રમાણ માત્ર. અવગાહના - જીવ આદિ આશ્રયરૂપ ગુણ-કાર્ય છે જેનું અથવા જેનાથી અવગાહનામાં ઉપકાર થાય છે, તે અવગાહના ગુણ... અનંત જીવોનું પ્રત્યેકમાં દ્રવ્યપણું હોવાથી અનંત જીવ દ્રવ્યો છે. જીવાસ્તિકાય અમૂર્ત છે તથા ચેતનાવાળો છે ઉપયોગ- સાકાર, અનાકાર ભેદરૂપ ચૈતન્યગુણ-ધર્મ છે જેનો તે ઉપયોગ ગુણ. બાકીનું અધમસ્તિકાયવતું કહેવું.
જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય લોકપ્રમાણ છે, કેમકે તે બંનેનો લોને