________________
પ/ર/૪૩૬
૧૯૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
શુદ્ધિ કરાવે તો આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી... (3) આચાર્ય-ઉપાધ્યાય છે ઇચ્છા થાય તો વૈયાવૃત્ય કરે, ઇચ્છા ન હોય તો ન કરે.
(૪) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક કે બે રાત એકલા રહે તો પણ આજ્ઞા ઉલ્લંઘન ન થાય... (૫) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રય બહાર એક કે બે રાત એકલા રહે તો પણ આજ્ઞા ઉલ્લંઘન ન થાય.
• વિવેચન-૪૭૬ :
આચાર્ય એ જ ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય, તે કેટલાકને અર્થના દાયક હોવાથી આચાર્ય અને બીજાઓને સૂઝના દાયક હોવાથી ઉપાધ્યાય, તેના અથવા આચાર્ય અને ઉપાધ્યાયના પણ શેષ સાધુઓને નહીં.
TT સાધુના સમુદાયમાં વર્તનારના અથવા વનાર બંનેના અથવા ગણમાં અર્થાત્ બાકી સાધુ સમુદાયની અપેક્ષાએ પાંચ અતિશયો કહ્યા છે.
| ઉપાશ્રયમાં પ્રવેશ કરતા આચાર્ય-ઉપાધ્યાય બંને પગને ગ્રહણ કરીને ખંખેરતી. ઘળથી, જેમ બીજા સાધુઓ ઘલ વડે ન ભરાય તેમ વયન દ્વારા શિક્ષા આપીને આભિગ્રહિક મતિ દ્વારા કે અન્ય સાધુ દ્વારા જોહરણથી અથવા ઉનના પ્રાદપોંછનને ઝટકાવતા કે પ્રમાર્જન કરાવતા, ધીમે ધીમે સાફ કરાવતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. ભાવાર્થ આ છે - અહીં રહેલ આચાર્ય, કુલ, ગણ મદિના કાર્ય પ્રસંગે બહાર નીકળેલ, તે પાછા આવેલ તે ઉત્સર્ગ માર્ગે પહેલા વસતિની બહાર બંને પગને ઝટકાવે છે જો ત્યાં સાગરિક હોય તો વસતિની અંદર ઝટકાવે. પ્રસ્ફોટન તે પ્રમાર્જન વિશેષ છે. તે દૃષ્ટિના વ્યાપારરૂપ પ્રત્યુપેક્ષણપૂર્વક છે.
અહીં સાત ભંગ છે - (૧) ન જુએ - ન પ્રમાર્જે. (૨) ન જુએ પણ પ્રમાર્જે. (3) જુએ પણ ન પ્રમાશેં. (૪) જુએ અને પ્રમાર્જ. - દુશ્વેક્ષણ - દુપમાર્જન. (૫) દુધેક્ષણ - સુપમાર્જન, (૬) સુપેક્ષણ - દુષ્પમાર્જન, (૭) સુપેક્ષણ-સુપાર્જન. - ઉક્ત સાત ભંગમાં છેલ્લો ભંગ શુદ્ધ છે. બાકી છ મંગમાં સામાચારી નથી. જો સાગારિક કરનાર હોય તો સાત પગલા ભરવા માગ કાળ બહાર રહીને સાગરિક જાય પછી બંને પગને ઝટકાવે. કહ્યું છે - ગૃહસ્થ જનાર હોય તો સ્થવિરો મુહૂર્ત માત્ર બહાર રહે. મુહૂર્ત એટલે સાત તાલ જાણવો. ત્યારપછી વસતિમાં પ્રવેશ કરે. કોણ શેના વડે પાદ યુગલ પ્રમાર્શે ?
કોઈ અભિગ્રહ લેનાર હોય, તે સાધુ જ આચાર્યના જોહરણ વડે અથવા અન્ય ન વાપરેલ જોહરણ વડે પાદપોંકન કરે. અથવા બીજા સાધુ કરે.
વસતિમાં પ્રવેશવાનો વિધિ - વિશાળ વસતિ છતાં અપરિભક્ત સ્થાનમાં અને સાંકડી વસતિમાં પોતાના સંતારકના સ્થાનમાં બેઠેલા આચાર્યના બંને પગ પ્રમાર્જવા યોગ્ય છે. ગણાવચ્છેદકાદિ બીજાનો પણ આ જ વિધિ છે ફક્ત અન્ય મુનિ ઘણો વખત સુધી બહાર રહે છે. • x - એટલો આ અતિશય. - આચાર્ય વિશેષ વખત બહાર ન રહે, જો રહે તો ક્યા દોષો લાગે ? તે કહે છે - તૃષા વડે, તાપ વડે પીડાયેલ સુકુમાર આચાર્યને વિશેષ સમય બહાર રહેવાથી
મૂછદિ પામે, તૃષા વડે ઘણું પાણી પીએ તથા ભોજનનું અજીર્ણ થવાથી ગ્લાન થાય અને ગ્લાનપણાચી આચાર્યનું મૃત્યુ થાય અથવા સૂત્રાર્થની હાનિ થવાથી અજાણ સાધુને જ્ઞાનાદિની વિરાધના થાય.
શેષ સાધુઓ ઘણો વખત બહાર રહે તો પણ દોષ ન થાય. કેમકે તે જિતશ્રમ છે. દશવિધ વૈયાવચમાં સ્વગામમાં કે બહાર રહેતા ઘણો વ્યાયામ થાય છે, વળી સાધુઓ શીત-ઉણને સહન કરનારા છે, તેથી જ્ઞાનહાનિ ન થાય.
ઉપાશ્રય મો મૂ-મળને બધું પરઠવતા, પગ આદિમાં અશુદ્ધિ હોય તેને વિશુદ્ધ કરાવતો કે શૌચભાવથી શુદ્ધિ કરાવતો આજ્ઞા ન ઉલ્લંઘે. એક વાર શદ્ધિ કરાવવી તે વિવેયન, બહુ વાર શુદ્ધિ કરવી તે વિશોધન. કહ્યું છે કે • પુત, પાદ, હાથને લગેલ સર્વનો ત્યાગ તે વિવેચન સ્પર્શ વડે ધોવું તે વિશોધન. તેમાં એક કે અનેક વખતનું વૈવિધ્ય છે. આજ્ઞા ઉલ્લંઘતો નથી. તેનો ભાવાર્થ આ પ્રમાણે - આચાર્ય ઉત્સર્ગથી દોષના સંભવથી વિચારભૂમિમાં ન જાય. તે બતાવે છે
આ આચાર્ય શ્રુતવાનું છે, ઇત્યાદિ ગુણથી પ્રથમ સ્તામાં વ્યાપારી એક વખત વિચારભૂમિમાં જવામાં ઉભા થવું આદિ વિનયાદિ કરતા હતા, પછી બીજી વખતે આચાર્યના જવા-આવવામાં આળસથી તેઓ કરતા નથી, પણ પરામુખ થાય છે. તેથી અન્ય લોકોને શંકા થાય કે - આ આચાર્ય હમણાં પતિત થયા હશે કેમકે વેપારીઓ અભ્યત્યાનાદિ કરતા નથી. એવી રીતે અન્ય જીવો મિથ્યાત્વને પામે ઇત્યાદિ દોષો થાય છે. કહ્યું છે કે
શ્રતવાન, તપસ્વી, પરિવારવાળા આ આચાર્ય છે, એમ માર્ગમાં હાટમાં રહેલા વેપારીઓ અભ્યત્યાદિ કરતા હતા, પણ બીજી વખત જવામાં વિનયની હાનિ થતાં લોકો પરસંગમુખ થાય છે અને અવર્ણવાદ કરે છે. વણિકો બીજા ગુણવાનું સાધુને પણ પૂજે છે, પણ આ આચાર્યનો વિનય કરતા નથી માટે આ આચાર્ય પતિત જણાય છે એ રીતે શ્રાવકાદિ પરાંગમુખ થાય છે.
દ્વેષીઓ મરણ, બંધન, તિરસ્કારાદિ દોષો વ્યવહાભાગથી જાણવા.
y- સમર્થ, જો વૈયાવૃત્ય કરવામાં ઈચ્છા-અભિલાષા થાય તો ભક્ત, પાનના ગવેષણ અને ગ્રહણથી સાધુઓને માટે દેવારૂપ કરે અને જો ઇચ્છા ન થાય તો વૈયાવૃત્ય ન કરે. ભાવાર્થ આ છે - આચાર્યને ભિક્ષા ભ્રમણ કરવું ન કશે. કહ્યું છે કે - જેમ ઉત્પન્ન જ્ઞાન થતા યોગીશ અતિશયવાળા જિનેન્દ્રો ભિક્ષાર્થે ન જાય, તેમ આઠ ગણી સંપદારૂપ ગુણવાળા આચાર્ય શાખા-તીર્થકર માફક ભ્રમણ ન કરે. • • ભિક્ષાગમનમાં આચાર્યને આ દોષ
આહારના ભાર વડે પીડા થાય, ઉંચા-નીચા સ્થાને શ્વાસ ચડે, મૂછ આવવાથી વિશેષ પાણી પીવાથી શરદી આદિ થાય, ગ્લાનતાથી સૂત્રાથિિદ પોરિસિનો ભંગ થાય. આવા અનેક દોષો વ્યવહાર ભાષ્યમાં કહ્યા છે. તે ત્યાંથી જાણવા. આ દોષો સામાન્ય સાધુને પણ પ્રાયઃ સમાન હોય છે તો પણ ગચ્છના કે તીર્થના મહાઉપકારી હોવાથી અથવા રક્ષા કરનારા હોવાથી આચાર્યનો અતિશય કહેલ છે. કહ્યું છે કે - જે પુરુષને