________________
પ/ર/૪૬૫ થી ૪૬૯
૧૮૯
૧0
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
સામાયિકરૂપ સંયમ તે સામાયિક સંયમ. આ પ્રમાણે સર્વત્ર વાક્ય સમાસ કરવો. • આ અર્ચને જણાવતી ત્રણ ગાથાઓ વૃત્તિકારશ્રીએ નોંધેલી છે.
પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોમાં ઉપસ્થાપન - [પુનઃ આરોપણ] જેમાં છે તે છેદોપસ્થાપન, તે જ છેદોપસ્થાપનિક. અથવા છેદ અને ઉપસ્થાપન વિધમાન છે જેમાં તે છેદોષસ્થાપનિક અથવા પૂર્વપર્યાયના છેદ વડે ઉપસ્થાપન કરાય છે - આરોપાય છે, જે મહાવ્રત લક્ષણ રાત્રિ તે છેદોપસ્થાપનીય. તે પણ બે પ્રકારે છે - નિરતિચાર અને સાતિયાર, જે નિરતિચાર છે તે ઇત્વકાલિક સામાયિકવાળા શિષ્યને આરોપાય છે અથવા પાનાથ ભગવંતના સાધુને પાંચ મહાવ્રતરૂપ ધર્મના અંગીકારમાં હોય છે અને જે સાધુને મૂલ પ્રાયશ્ચિત પ્રાપ્ત થયેલ હોય તેને સાતિયાર હોય છે - આ સંબંધ દર્શક ઉક્ત અર્થને જણાવતી બે ગાથા વૃત્તિકારે નોંધી છે. વિશેષ એ કે - આ છેદોપસ્થાપનીય ચારિત્ર્ય સ્થિતિમાં હોય છે.
દર - છોડવું તે પરિહાર, અર્થાત તપ વિશેષ. તેના વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષે કરી શુદ્ધ છે જેમાં તે પરિવાર વિશુદ્ધિ, તે જ પરિહાર વિશુદ્ધિક. આ સાત્રિ બે પ્રકારે છે. નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક : નિર્વિશમાનક - તપ વિશેષને સેવનારા - કરનારાઓનું જે ચામિ તે નિર્વિશમાનક અને નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક - આરાધેલ વિવક્ષિત ચાસ્ત્રિના સમૂહવાળાઓનું જે ચાસ્ત્રિ તે નિર્વિષ્ટકાયિક - તે સંબંધી બે ગાયા છે, તે આ પ્રમાણે
gfgIR - તપ વિશેષ વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષ વડે શુદ્ધ તપ છે જે રાત્રિમાં તે સ્વાર્ષિક પ્રત્યયના ગ્રહણથી પરિહારવિશુદ્ધ થાય છે. તેના બે ભેદ કહ્યા - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક.
તેનું સ્વરૂપ આ પ્રમાણે - આ તપને સ્વીકારનારાઓનો નવનો ગણ હોય છે. તેમાંથી ચાર પરિહારકો - તપના કરનારા, ચાર અનુપરિહારકો એટલે વૈયાવચ્ચને કરનારા અને એક વાસનાચાર્ય એટલે ગુરભૂત હોય છે.
તેમાં ચાર પરિહારકો તે નિર્વિશમાનક કહેવાય છે અને શેષ ચાર અનુપરિહારકો અને કપસ્થિત • વાયનાચાર્ય નિર્વિષ્ણકાયિક કહેવાય છે.
નિર્વિશમાનક ચાર મુનિઓનો પરિહાર આ પ્રમાણે હોય છે - ગ્રીષ્મ ઋતુમાં જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છટ્ઠ અને ઉત્કૃષ્ટથી અટ્ટમ. શિશિર ઋતુમાં જઘન્યચી છ, મધ્યમથી અટ્ટમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ. વષત્રિતુમાં જઘન્યથી અટ્ટમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ અને પારણામાં દરેક ઋતુમાં આયંબિલ કરે છે.
આવી રીતે પરિહારકો છ માસ પર્યન્ત ઉક્ત તપ કરે. ત્યારપછી ચાર અનુપરિહાસ્કો છ માસ સુધી ઉક્ત તપ કરે અને પરિહારકો વૈયાવૃત્ય કરનારા થાય અને વાસનાચાર્ય તે જ હોય. ત્યારપછી વાસનાચાર્ય છ માસ પર્યન્ત ઉક્ત તપ કરનારો થાય. - - આ ૫ અઢાર મહિને પુરો થાય.
સૂક્ષ્મ - લોભના કિટિકારૂપ અને - કપાયો છે જે યાત્રિને વિશે તે
સૂક્ષ્મસંપરાય. તે પણ બે પ્રકારે છે - વિશુદ્ધયમાન, સંક્ષિશ્યમાન.
ફાપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ પ્રત્યે આરોહકને આધ-વિશુદ્ધયમાન હોય છે અને સંક્ષિશ્યમાન તો પરિણામવશ ઉપશ્રમ શ્રેણિથી પડનારાને હોય છે. તે વિષયમાં બે ગાથા વડે વૃત્તિકારશ્રી જણાવે છે કે
ક્રોધ આદિ વડે આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સૂમસંપરાય છે. જેમાં સૂમ લોભ બાકી રહ્યો હોય તે સૂફમસંપરાય યાત્રિ કહેવાય.
શ્રેણિએ ચડેલાને તે વિશુદ્ધયમાન છે અને ત્યાંથી પડનારાઓને તે પરિણામ વિશેષથી સંક્ષિશ્યમાન રૂપે ઓળખાય છે.
અથ શબ્દ યથાર્થવાચક છે. અર્થાત કષાયરહિતપણાને લઈને યથાર્થ, માધ્યાત - કહેલ, તે ચયાખ્યાત, તે જ સંયમ - યથાપ્યાત સંયમ.
ઉપશાંત મોહ અને ક્ષીણ મોહવાળા છવાસ્થને ચાને સયોગી તથા અયોગી કેવલીને આ સંયમ હોય છે. કહ્યું છે કે - અથ શબ્દ યથાર્થ પણામાં આ અભિવિધિમાં અને ધ્યાત શGદ કહેલ અર્થમાં છે. અર્થાત્ યથાર્થપણે અભિવિધિએ કહેલ કષાયરહિત જે ચારિત્ર તે અયાખ્યાત અથવા યયાખ્યાત સંયમ કહેવાય છે. આ અર્થ જણાવતી ગાથા વૃત્તિકારે નોંધેલી છે.
[૪૬] fift ને નવ ઉત્ત. એકેન્દ્રિય જીવોને, જે શબ્દ વાક્ય અલંકારમાં છે. અક્ષમાપન - સંઘટ્ટ આદિ વડે સંબંધને નહીં કરનારાને સત્તર પ્રકારના સંયમના મધ્યમાં પાંચ પ્રકારના સંયમ - વિશેષ વિરામ તે અનાશ્રવ થાય છે. તે આ પ્રમાણે - પૃવીકાયિક જીવોને વિશે સંયમ - સંઘરું આદિથી ઉપરમ-અટકવું તે. પૃથ્વીકાયિક સંયમ. એવી રીતે બીજા પદો પણ જાણવા. -- અસંયમસૂત્ર, સંયમસૂત્રની જેમ વિપર્યય વડે જાણવું.
[૪૮] પંવૈકિલ્લામાં મિયા અહીં સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમલાણ ભેદને, ઇન્દ્રિયના ભેદ વડે જુદી વિવક્ષા કરવાથી, પાંચ પ્રકારપણું છે. તેમાં પંચેન્દ્રિયના અનારંભમાં શ્રોમેન્દ્રિયના વ્યાઘાતનું પસ્વિર્જન તે શ્રોબેન્દ્રિય સંયમ. એ રીતે ચક્ષુરિન્દ્રિયસંયમાદિ કહેવા.
અસંયમ સૂણ, સંયમ સૂાથી વિપર્યાય વડે જાણવું. સવવાળાય. પૂર્વે કેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના આશ્રય વડે સંયમ અને અસંયમ બંને કહ્યા. અહીં તો સર્વ જીવોના આશ્રય વડે કહેલ છે. તેથી જ સર્વ શબ્દ છે.
પ્રાપ આદિમાં આ વિશેષ છે - પ્રાT - બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા, ત૬ - વનસ્પતિકાયિકો તે પૂતો • કેહવાય છે. નવ - એટલું પંચેન્દ્રિયો અને બાકીના પૃથ્વી, અપુ, તેઉ, વાયુકાયિકોને નવો કહેવાય છે.
અહીં સત્તર પ્રકારના સંયમમાંથી આદિના નવ ભેદો [વિકલેન્દ્રિયના ત્રણ, પંચેન્દ્રિયનો એક, એકેન્દ્રિયના પૃથ્વી આદિ પાંચ તે નવ ભેદો છે.] સંગૃહીત છે. એકેન્દ્રિયના સંયમના ગ્રહણ વડે પૃથ્વી આદિ પાંચ પ્રકારના સંયમનું ગ્રહણ કરેલ હોવાથી, તેના વિપરીતાણાથી અસંયમ સૂત્ર છે.