________________
૫//૪૬૦ થી ૪૬૩
૧૮૫
૧૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
ચૂનોથી ભીંતને સફેદ કરેલ, વાસિત - અગર, શિલારસ ધૂપ વગેરે સુગંધી દ્રવ્યથી વાસિત કરેલ, રત્ન-દીપ આદિથી ઉધોત કરેલ, ચોખા આદિથી બલિનો વિધાન કરેલ, મધ્યવંતા - છાણ, માટીથી જલ વડે ભમિતલને લીપલ, સિવંતા - ફક્ત જળ વડે સીંચેલ, સંકૃશ - સાવરણથી પ્રમાર્જન કરેલ... આવા પ્રકારની વસતિ સાધુને નિમિત્તે નહીં કરેલ હોવાથી વિશુદ્ધ કોટિને પ્રાપ્ત થયેલ છે, શુદ્ધ છે પરંતુ તેમ જો સાધુ નિમિતે કરાય તો દોષવાળી થાય છે. - - હવે પરિહરણા • •
પરેરા - આસેવા, તેથી ઉપધિ વગેરેની શુદ્ધતા છે. તેમાં ઉપધિની અશુદ્ધતા આ પ્રમાણે - એકાકી વિચરનાર સાધુ વડે જે સેવાયેલ ઉપકરણ તે હણાયેલું થાય છે - અશુદ્ધ થાય છે. આ આચાર વ્યવસ્થા છે * * ગચ્છથી ભટ થયેલ સાધુ એકાકીપણે જો જાગૃત રહે છે • દૂધ આદિમાં પ્રતિબંધ કરતો નથી તે જ ઘણે કાળે ગચ્છમાં આવે તો પણ તેની ઉપધિ દોષવાળી થતી નથી, અન્યથી તો દોષવાળી થાય છે.
વસતિમાં પણ શેષ કાળમાં એક માસ અને ચોમાસામાં ચાર માસથી અધિક રહેવાથી કાલાતિકાંતતા થાય છે. બે માસ અને ચાતુર્માસને વર્યા સિવાય ફરીથી
ત્યાં જ વસતા સાધુઓને વસતિના દોષોના નામથી ઉપસ્થાપના દોષ થાય છે • x * * *
આહારની પણ પારિષ્ઠાપનિકાના કરનાર પ્રત્યે અકલયતા છે. કહ્યું છે કે - ઉદ્ગમાદિ દોષરહિત સરસ કે નિરસ એમ બે વિભાગ વડે પાત્રમાં જુદું નહીં કરેલ તે વિધિગ્રહિતને જ કટકા કરીને-ચૂર્ણ કરીને જે ખાવું તે વિધિભુત કહેવાય છે. ઉક્ત વિધિથી બીજી રીતે ગ્રહણ કરેલ જે ભોગવવા યોગ્ય ભાપાન તે કાનીય છે.
અહીં વિધિપ્રહિત અને વિધિભક્ત આ બે પદના ચાર ભંગ થાય છે તે આ પ્રમાણે - (૧) વિધિથી ગ્રહિત અને વિધિથી ભક્ત, (૨) વિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત, (3) અવિધિથી ગ્રહિત અને વિધિથી મુક્ત (૪) અવિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત.
અથવા વિધિ વડે ગ્રહણ કરેલ અને વિધિ વડે ભક્ત તે ગુરુ વડે ચાનુજ્ઞાત છે. શેષ ત્રણ ભાંગા અનુજ્ઞાત નથી માટે ગ્રહણ કરવામાં અને દેવામાં ત્રણ ભાંગા ત્યાજ્ય છે.
ઉગમાદિ વડે જ આહારોની કલયતા-વિશુદ્ધિઓ છે. ઉપઘાત અને વિશુદ્ધિની વૃત્તિવાળા જીવો અધાર્મિક અને ધાર્મિકપણાના બોધિના લાભ અને લાભના સ્થાનોમાં પ્રવર્તે છે, તેનું પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૪૬૪ -
પાંચ કારણોથી જીવો, દુર્લભબોધિપણાના કમી બાંધે છે. તે આ પ્રમાણે - (૧) અરિહંતનો વિવાદ કરતા, (૨) અરિહંત પ્રાપ્ત ધર્મનો વિવાદ કરતા, (૩) આચાર્ય-ઉપાધ્યાયનો અવર્ણવાદ કરતા, (૪) ચતુર્વણ સંઘનો વિવાદ કરતા, (૫) ઉત્કૃષ્ટ તપ અને બહાચર્યથી થયેલ દેવોનો વર્ણવાદ
કરવાથી.
પાંચ કારણોથી જીવો સુલભ બોલિપણાના કર્મને બાંધે છે. તે આ પ્રમાણે * અરિહંતોના ગુણાનુવાદ કરતો સાવ દેવોના ગુણાનુવાદ કરતો.
• વિવેચન-૪૬૪ -
» સુગમ છે. વિશેષ એ કે - દુર્લભ છે બોધિ - જિનધર્મ જેને તે દુર્લભ બોધિ. તેનો ભાવ, તે વડે અર્થાત દુર્લભબોધિતા વડે અથવા દુર્લભ બોધિતા માટે મોહનીય આદિ કર્મ કરે છે - બાંધે છે.
(૧) અરિહંતોની નિંદાને કરતો. કહ્યું છે કે - અરિહંત પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ કરવા યોગ્ય નથી અથવા ગૃહસ્થાવાસને વિશે ત્રણ જ્ઞાન સંપન્ન હોવા છતાં ભોગોને કેમ ભોગવે છે ? કેવલજ્ઞાન ઉત્પન્ન થવા છતાં પણ દેવરચિત સમવસરણાદિ મહાકદ્ધિને કેમ ભોગવે છે ? ઇત્યાદિ કથનરૂપ જિનેશનો અવવાદ છે.
અરિહંત થયા નથી એમ કદાપિ કહેવું નહીં. કેમકે - તેમણે કહેલ પ્રવચનનો સાક્ષાત્કાર છે. વળી ભોગોનો અનુભવ કરવો વગેરે તેમને દોષરૂપ નથી કેમકે તેમને અવશ્ય વેદવા યોગ્ય સાતાવેદનીય અને તીર્થકર નામાદિ કર્મના નિર્જરણના ઉપાય હોય છે. વળી વીતરણવથી સમવસરણાદિમાં પ્રતિબંધનો અભાવ હોવાથી દોષ નથી.
(૨) અરિહંત પ્રજ્ઞપ્ત શ્રુત-ચારિરૂપ ધર્મ તો - પ્રાકૃત ભાષા વડે ગુંથાયેલ શ્રત છે, વળી ચાસ્ત્રિ વડે શું ફળ છે ? દાન જ શ્રેય છે. ઇત્યાદિ અવર્ણવાદ બોલતો કર્મબંધ કરે છે.
અહીં ઉત્તર આપે છે - શ્રુતનું પ્રાકૃત ભાષાપણું દોષરૂપ નથી, કારણ બાળ વગેરે જીવોને સુખપૂર્વક અભ્યાસ કરવા માટે ઉપકારી છે તથા મોક્ષનું અનંતર કારણ હોવાથી ચાસ્ત્રિ જ શ્રેષ્ઠ છે.
(૩) “આ બાળક છે' ઇત્યાદિ આચાર્ય-ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો કમબંધ કરે છે. ••• અહીં ઉત્તર એ છે કે - બુદ્ધિ વગેરેથી વૃદ્ધત્વ હોવાથી બાલવ આદિ દોષરૂપ નથી.
(૪) ચાર વર્ણો - પ્રકારો, શ્રમણ આદિ જેમાં છે તે ચાતુર્વર્ણ, તે જ. ચાતુર્વર્ણ, તે સંઘના અવર્ણવાદને બોલતો. જેમકે - આ સંઘ શું છે ? જે સમુદાયના બલ વડે પશુના સંઘની જેમ માર્ગને પણ માર્ગરૂપ કરે છે. - ઇત્યાદિ કહેવું ઉચિત નથી. ••• કેમકે- સંઘ તે જ્ઞાનાદિ ગુણનો સમુદાય છે અને જ્ઞાનાદિ ગુણ વડે જ માર્ગને માર્ગરૂપ કરે છે.
(૫) વિપક્વ - સારી રીતે પરિતિષ્ઠિત અર્થાત પ્રકર્ષ પર્યન્ત પ્રાપ્ત થયેલ તપ અને બહાચર્યને ભવાંતરમાં હતું જેઓનું તે અથવા વિપક્વ-ઉદયમાં આવેલ તપ અને બ્રહ્મચર્યના હેતુપૂર્વક દેવાયક આદિ કર્મ જેઓને તે વિપકવ તપ બ્રહમચર્યવાળા દેવોના અવર્ણવાદ કરતો - જેમકે - દેવો નથી જ, કોઈ વખતે જોવામાં આવતા જ નથી અથવા કામમાં આસક્ત ચિત્તવાળા વિટની જેવા અવિરતિ વડે શું? વળી અનિમેષ અને ચેપ્ટા હિત મરણ પામતા એવા અને શાસનના કાર્યમાં અનુપયોગી