SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧/૧૪૨ ૧૬૧ અહિંસાદિ લક્ષણવાળો છે. પ્રભેદથી પ્રરૂપીને એટલે ૧૮,ooo શીલાંગ સ્વરૂપ છે, તેના વડે . ધર્મ સ્થાપીને, પરિવહન વડે નહીં અથવા તે ધર્મમાં સ્થાપનાર પુરષ વડે અથવા તે ધર્મમાં સ્થાપનાર પુરુષ વડે માતાપિતાના ઉપકારનો પ્રત્યુપકાર થાય, વહન કરીને નહીં. તે માતા-પિતાનો સુખપૂર્વક પ્રત્યુપકાર કરાય તે સુપતિકાર. ધર્મસ્થાપનાના મહોપકારીપણાથી તેમનો પ્રતિ ઉપકાર કરાય છે. કહ્યું છે કે - ઘણા ભવોને વિશે સર્વ ગુણ વડે મેળવેલ હજાર કોટિ ઉપકાર વડે પણ સમકિત દાતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. હવે સ્વામીના પ્રતિ કાર્યપણા સંબંધે કહે છે - કોઈ પણ મહાત્ ઐશ્વર્ય સ્વરૂપ માં કે પૂજા છે જેને, અથવા મહાન ધનપતિ - શ્રેષ્ઠી, મહત્ત્વ તેના યોગ વડે માહત્ય અર્થાત્ ઈશ્વર, દરિદ્ર - ઐશ્વર્યરહિત, કોઈ દુઃખી પુરુષ. સમુકર્ષ-ધનદાનાદિથી ઉત્કૃષ્ટ કરે. ઉત્કૃષ્ટપણું પામીને તે દરિદ્ર ધનાદિ વડે સમુત્કૃષ્ટ થઈને પશ્ચાતુ કે પૂર્વકાળમાં અથવા સ્વામીની સમક્ષ કે પરોક્ષ ભોગની સામગ્રી વડે સ્વામી જેવો થાય. કોઈ વખતે તે સ્વામી - શ્રેષ્ઠી લાભાંતરાયના ઉદયે કદાચ પેલા દરિદ્રી જેવો દરિદ્રી થઈ જાય, ત્યારે પૂર્વે જેને ઉત્કૃષ્ટ કર્યો છે, તે દરિદ્રી પાસે જલ્દીથી શરણ અંગીકાર કરતો આવે ત્યારે પર્વની પોતાની અવસ્થા જાણી તે દરિદ્રી પૂર્વના ઉપકારી સ્વામીને માટે પોતાનું સર્વ દ્રવ્ય-સર્વરવ આપીને પણ તેણે કરેલા ઉપકારનો બદલો વાળી ન શકે. અર્થાત્ સર્વસ્વના દાન વડે પણ તે દુપ્પતિકાર જ છે. હધે ધમચાર્યની દુષ્પતિકાર્યતાને કહે છે - પાપકર્મોથી જે દૂર રહે તે આર્ય, એ જ કારણથી ધાર્મિક, તેના દ્વારા જ શ્રેષ્ઠ વચન કાનથી સાંભળીને, તે આર્ય, એ જ કારણથી ધાર્મિક, તેના દ્વારા જ શ્રેષ્ઠ વચન કાનથી સાંભળીને, મનથી વધારીને કોઈપણ દેવલોકના વિશે દેવપણે ઉત્પન્ન થાય. પછી જે દેશમાં ભિક્ષા દુર્લભ હોય તે દુર્મિક્ષ, તે દુભિક્ષી સુભિક્ષ દેશમાં લઈ જાય, ભયંકર અટવીસી વસ્તીવાળા પ્રદેશમાં લઈ જાય, જેનો લાંબો કાળ છે તે દીર્ધકાલિક, તેવા રોગ વડે અર્થાતુ ઘણાં કાલ સહન કરાય તે કુષ્ટાદિ અને આતંક-તુરંત પ્રાણનો નાશ કરનાર કષ્ટમય શૂલાદિ, આ બંનેનો કંઠ સમાસ કરતા રોગાતંક થાય, તેનાથી ધમચાનેિ મુક્ત કરે તો પણ તેમનો પ્રત્યુપકાર ન થઈ શકે, પણ જો ધર્માચાર્યને (ધર્મથી ચુત થયા હોય તો તેમને પુનઃ ધર્મમાં સ્થાપન કરવા વડે પ્રત્યુપકાર થાય છે. કહ્યું છે કે જેના વડે ધર્મોપદેશ આપવાથી સમ્યકત્વ કે ચાસ્ત્રિને વિશે જે સ્થાપિત કરાયો હોય તે પુરુષ જો ગર પણ દર્શન, ચાત્રિથી ભ્રષ્ટ થયા હોય તો તેમને તેમાં પુનઃ સ્થાપન કરીને મણ હિત થાય. શેષ સુગમ છે. ધર્મસ્થાપન વડે આનો ભવ છેદ લક્ષણરૂપ પ્રત્યુપકાર થાય, માટે ધમને ત્રણ સ્થાનમાં અવતારવા વડે ભવચ્છેદના કારણપણે કહે છે • સૂત્ર-૧૪૪ થી ૧૪૬ : [૧૪] ઋણ સ્થાન વડે સંપન્ન અણગર અનાદિ, અનંત, દીર્ધમાવિાળા, [5/11]. ૧૬૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચતુરંત સંસાર કાંતારનું ઉલ્લંઘન કરે છે - નિયાણું ન કરીને, સખ્ય દૈષ્ટિપણાઓ, ઉપધાનપૂર્વક શુdનું વહન કરવા વડે. [૧૪૫] ત્રણ ભેદે અવસર્પિણી કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય. એ રીતે ત્રણ ભેદથી છ આરા પણ કહેવા ચાવ4 Kયમ દૂષમ પર્યત ત્રણ પ્રકારે ઉત્સર્પિણી કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય. એવી રીતે ત્રણ ભેદથી છ આરસ પણ કહેવા, ચાવતું સુષમસુષમ પર્યા . [૧૪૬] ત્રણ કારણે આચ્છિન્ન પુલો ચલિત થાય છે - આહારપણે જીવ વડે પુગલો ગ્રહણ કરવાથી, વિકુવા કરવા વડે પુગલો ચલિત થાય, એક સ્થાનથી બીજે સ્થાને મૂકવાથી પુદ્ગલ ચલિત થાય. ઉપધિ ત્રણ પ્રકારે છે - કર્મ ઉપધિ, શરીર ઉપધિ, બાહ્ય ભાંડ માત્ર ઉપાધિ. એ પ્રમાણે સુસ્કુમારોને કહેવું. એવી રીતે એકેન્દ્રિય અને નૈરચિકને વજીને ચાવતું વૈમાનિક પર્યન્ત કહેવું . - અથવા - ઉપધિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અચિત્ત મિશ્ર. આ પ્રમાણે નૈરયિક ચાવતું વૈમાનિકોને ત્રણ ઉપધિ કહેવી. પરિગ્રહ ત્રણ પ્રકારે છે - કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય ભાંડ મામ પરિગ્રહ. આ ત્રણે અસુરકુમારોને હોય છે, એ પ્રમાણે એકેન્દ્રિય અને નૈરયિકને વજીન ચાવતુ વૈમાનિક પર્યન્ત કહેવું. - અથવા • પરિગ્રહ ત્રણ પ્રકારે છે - સચિત્ત, અસિત, મિશ્ર. આ ત્રણ પરિગ્રહ મૈરવિકથી વૈમાનિક પર્વત છે. • વિવેચન-૧૪૪ થી ૧૪૬ : [૧૪] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- આદિ હિત, અનંત, લાંબા માર્ગવાળા, નરકાદિ ગતિરૂપ ચાર સંત-વિભાગો જેના છે, તે ચતુરંત, સંસાર એ જ કાંતાર, તેનું ઉલ્લંઘન કરે. અનાદિકવ આદિ વિશેષણ અરણ્યના પક્ષે પણ વિવા વડે યોજવા. તે આ રીતે - અનાદિ અનંત એવું જે અરણ્ય, તે અતિ મોટું હોવાથી અને દિશા ભેદથી ચતુરંત હોવાથી. નિદાન - ભોગ ઋદ્ધિની પ્રાર્થનાના સ્વભાવરૂપ આર્તધ્યાન, તેનું ત્યાગપણું તે અનિદાનતા, તેના વડે. સમ્યગ્રષ્ટિપણાએ જાણવું. યોગવાહિતાસૂગના ઉપધાન વહન કરવા અથવા સમાધિમાં રહેવું, તેના વડે. [૧૫] ભવ-સંસારનું ઉલ્લંઘન કાળ વિશેષમાં થાય, આ કારણથી કાલ વિશેષને કહે છે - ચૌદ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - અવસર્પિણીના પહેલા મારામાં ઉત્કૃષ્ટી, ચાર આરામાં મધ્યમાંછેલ્લા આરામાં જઘન્ય છે. એવી જ રીતે સુષમ સુષમાદિમાં પણ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ કલ્પવા તથા ઉત્સર્પિણીના દુષમદુષમાદિ ભેદોને ઉકત ભેદથી વિપરીતપણે ઉત્કૃષ્ટ પૂર્વવત્ યોજવું. કાલલક્ષણરૂપ અચેતન દ્રવ્યના ધર્મો હમણાં કહ્યા, તેના સાધચ્ચેથી પુદ્ગલના ધર્મોનું નિરૂપણ કરતાં પાંચ સૂત્રાદિ કહે છે [૧૪૬] બલ્ગાદિ વડે છેદેલ પુલ સમુદાયથી ચલિત થાય છે જ. તેથી કહે
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy