________________
૩/૧/૧૪૨
૧૫૯
૧૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
લોકાંતિક દેવોનો અતિ પ્રધાનપણારૂપ ભેદ વડે મનુષ્યક્ષેત્રમાં આવવા સંબંધી કારણો કહે છે - સત્ર સંગમ છે. વિશેષ એ કે - બ્રહ્મલોકની સમીપે કૃણરાજી ક્ષેત્રમાં નિવાસ કરનારા લોકાંતિકો અથવા ઔદયિક ભાવલોકના અંતે થનાર, અનંતર ભવે મોક્ષમાં જનાર હોવાથી લોકાંતિકો - ધે કહેવાશે તેવા સાસ્વતાદિ આઠ પ્રકારે છે - - હવે શા માટે દેવો અહીં આવે છે ? તે કહે છે - અહંન્તોનું ધમચાર્યપણાએ મહાન ઉપકાર હોવાથી પૂજાદિ અર્થે આવે છે, જેના ઉપકારનો બદલો ન વાળી શકાય એવા ધમરચાય છે, તેથી
• સૂત્ર-૧૪૩ :
હે આયુષ્યમાન શ્રમણો ! ત્રણ દુલ્હતિકાર - [ઉપકારનો બદલો વાળી ન શકાય તેવો છે. - માતા-પિતાનો, ભતનિો, ધમરચાનો. કોઈ પણ દરરોજ માતાપિતાનું શતપક, સહમ્રપાક તેલ વડે મર્દન કરીને, સુગંધિ દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્ધતન કરીને, ત્રણ પ્રકારના પાણી વડે સ્નાન કરાવે, સવલિંકાર વડે વિભૂષિત કરીને મનોજ્ઞ વાસણમાં સારી રીતે પકાવેલ નિદોષ અઢર જાતિના વ્યંજન યુક્ત ભોજન જમાડીને, જીવનપર્યન્ત કાંધે બેસાડીને લઈ જાય તો પણ તે માતાપિતાના ઉપકારનો બદલો ન વાળી શકે. પણ જો તે પણ તે માતાપિતાને કેવલિપાત ધર્મ કહીને, સમજાવીને, પરૂપીને, સ્થાપિત કરે તો તે માતાપિતાના ઉપકારનો બદલો હે આયુષ્યમાન શ્રમણો : વાળી શકે.
કોઈ મહાદ્ધિવાળો દરિદ્ધને ધન આપીને તેનો સમુત્કર્ષ કરે. ત્યારે તે દક્તિ સમુહર્ષ પામીને પછી તે શ્રેષ્ઠીની સામે કે પાછળ વિપુલ ભોગસામગ્રી વડે યુકત થઈને રહે, ત્યારપછી તે શ્રેષ્ઠી અન્ય કોઈ વખત દરિદ્રી થઈને તે પેલા દરિદ્ર પાસે શીઘ આવે, ત્યારે તે દરિદ્રી તે ભતf [ધના ને પોતાનું સર્વસ્વ આપી દે તો પણ શ્રેષ્ઠીના ઉપકારનો બદલો ન વાળી શકે, પણ તે દરિદ્રી તે શ્રેઠીને ડેવલીપજ્ઞ ધર્મ કહીને, સમજાવીને, પરપીન, સ્થાપીને તે અવશ્ય તે શ્રેષ્ઠીના ઉપકારનો બદલો વાળનાર થાય.
કોઈક તદ્મ શ્રમણ કે માહણની પાસેથી એક પણ આર્ય-ધાર્મિક સુવચન સાંભળીને, સમજીને યોગ્ય અવસરે મૃત્યુ પામીને કોઈ એક દેવલોક દેવપણે ઉત્પન્ન થાય, ત્યારે તે દેવ તે ધમરચાયનિ દુર્ભિક્ષવાળા દેશમાંથી મુભિક્ષવાળ દેશમાં લઈ જાય, કોઈ અટવીમાંથી વસતિમાં લઈ જાય, દીર્ધકાલીન રોગાતંકથી અભિભૂત થયેલા તેમને વિમુક્ત કરાવે, તો પણ તે ધમચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકે, પણ જે તે ધમચિાર્યને કેવલિપજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થતા હોય તો વારંવાર કેલિપજ્ઞખ ધર્મ કહીને યાવતુ ધર્મમાં સ્થાપિત કરે તો તેના વડે તે ધમચાર્યના ઉપકારનો બદલો વાળી શકે.
વિવેચન-૧૪૩ :જેના પર ઉપકાર કરાયેલ છે તે પુરુષ વડે તે ત્રણનો દુઃખે કરીને પ્રતિ ઉપકાર
કરાય છે. •x• પ્રત્યુપકાર કરવા માટે અશક્ય સમજવું. હે શ્રમણ ! હે આયુષ્યમાનું ! અથવા સમાસસહિત કથન - હે શ્રમણાયુષ્યમાન્ ! એ રીતે ભગવંત વડે શિષ્યને સંબોધન કરાયું. માતાસહિત પિતા અર્થાત્ માતાપિતા, જન્મદાતાપણાની એકવ વિવાથી તેનું એક સ્થાન. તથા ભર્તુપોષક - સ્વામીનું બીજું સ્થાન. ઘર્મદાતા આચાર્ય તે ધર્માચાર્ય તે ત્રીજું સ્થાન, કહ્યું છે કે, આ લોકમાં માતાપિતા, સ્વામી, ગુર દુપ્રતિકાર છે. તેમાં ગુરુ તો આલોક અને પરલોકમાં પણ અતિ દુપ્રતિકારક છે.
તેમાં માતાપિતાના દુપ્રતિકારપણા સંબંધિ કહે છે - પ્રાતઃ તે પ્રભાd, પ્રભાત સહિત તે સંપાત અને સંપાતર તે પ્રભાતકાળ. અર્થાત્ “જ્યારે પ્રભાત થયું ત્યારે જ' એ અર્થ છે. આ શબ્દ વડે બીજા કાર્યમાં અવ્યગ્રતા દેખાડે છે. અથવા ‘સ' શબ્દનો અતિશય અર્થ હોવાથી અતિ પ્રભાતમાં અ0િ પ્રતિ શબ્દથી પ્રતિપ્રભાત - “દરરોજ' એ ભાવ સમજવો. કોઈ કુલીન પુરષ-મનુષ્ય કેમકે દેવ અને તિર્યંચોને આવા વ્યતિકરનો અસંભવ છે - તે શતપાક - તે ૧૦૦ ઔષધ યુક્ત તેલના પાકમાં, અથવા ૧૦૦ ઔષધિ સાથે જે પકાવાય છે તે શતપાક, અથવા ૧૦૦ રૂપિયાના ખર્ચથી જે પકાવાય તે શતપાક. એવી રીતે સહસંપાક તેલ જાણવું. આ બંને તેલ વડે મર્દન કરીને, સુગંધી ચૂર્ણ વડે ઉદ્વલન કરીને, ગંધોદક - ઉણોદક - શીતોદક વડે સ્નાન કરાવીને, મનોજ્ઞ-ભાત આદિ, શાલીમાં જેનો પાક છે, તે થાલીપાક. અહીં વાસણ સિવાય કાચું-પાકું થાય તેથી આ વિશેષણ મુકેલ છે. શુદ્ધ-ભોજનના દોષરહિત થાલીમાં પકાવેલું એવું જે શુદ્ધ, વળી લોકપ્રસિદ્ધ અઢાર પ્રકારના શાક તથા દાળ કે છાસ વગેરેથી વ્યાપ્ત છે અથવા અઢાર ભેદ વિશિષ્ટ વ્યંજન [ભોજન] આવું ભોજન જમાડીને - વ્યંજન ભોજન ના અઢાર ભેદ આ પ્રમાણે છે–
દાળ, ભાત, જવ-a, ત્રણ માંસ, ગોરસ, જૂસ-ઓસામણ, ભચ-મીઠાઈ, ગોળપાપડી, મૂળમ્ફળ, હરિત, શાક, રસાલુ, પાન, પાણી, પાનક, છાશથી સંઘેલું શાક. આ અઢાર પ્રકારનો આહાર બે પ્રકારે છે - નિર્દોષ, લૌકિક. જેમકે ત્રણ પ્રકારે માંસ વગેરે વિવેકીને ત્યાજ્ય છે. જૂસ એટલે મગ, ચોખા, જીરક આદિનો રસ. ભક્ષ્ય એટલે ખાંડના ખાજા વગેરે. ગુલલાવણિકા એટલે ગોળ ધાણા કે ગોળ પાપડી. મૂલ અને ફળને એક પદ રૂપે લીધા. શાક-વત્યુલાદિની ભાજી, -x • x • ઇત્યાદિ. જ્યાં સુધી પ્રાણ ધારણ કરે ત્યાં સુધી ખભા ઉપર વહન કરવા વડે પણ તે માતાપિતાનો બદલો વાળવો અશક્ય છે, કેમકે તે અનુભવેલ ઉપકાર વડે તે માતાપિતાનો પ્રત્યુપકાર કરનાર હોય છે.
કહ્યું છે કે - જેના ઉપર ઉપકાર કરેલ છે એવો માણસ સજ્જન થાય તેમાં તેનો શો ગુણ ? જે અનુપકારી પ્રત્યે ઉપકાર કરે તે સજ્જન કહેવાય. જો તે પુરુષ, માતાપિતાને ધર્મને વિશે સ્થાપે તો બદલો વાળી શકે. કેવી રીતે સ્થાપે ? અનુષ્ઠાનથી સ્થાપે છે. શું કરીને? ધર્મ કહીને, સમજાવીને, વિશેષ ભેદથી પ્રરૂપીને અથવા સામાન્યથી કહીને - જેમકે ધર્મ કરવો જોઈએ. વિશેષથી પ્રરૂપીને એટલે કે ધર્મ
दृष्टि हह