SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧/૧૩૫ ૧૫૩ ન કરવા વડે કે ન કરવા માટે પાપોની નહીં કરે છે. પાપો જ ન કરવા માટે પાપોથી કાયાને અટકાવે છે. અતીતકાલ વિષયક ગહ હોય, તે કહી. હવે ભાવિ કાલ વિષયક પચ્ચખાણ બે સૂત્ર વડે કહે છે - સૂગ સુગમ છે. વિશેષ એ કે - ગહનિ વિશે, બે આલાપક આ રીતે - મન વડે ઇત્યાદિ. કાયા વડે કોઈ પાપકમોંને ન કરવા પચ્ચકખાણ કરે છે. આ અંત પર્યક્ત એક આલાપક. અથવા પચ્ચખાણ ત્રણ પ્રકારે કહ્યા છે. • x • તે બીજો આલાવો જાણવો. તેમાં કાયાને પણ કોઈ એક પાપકર્મ ન કરવા માટે પ્રતિસંહરે છે અથવા પાપકર્મથી કાયાને પ્રતિસંહરે છે. તે પાપકર્મોને જ ન કરવા માટે પાપકર્મ પ્રત્યાખ્યાતા પરોપકારીઓ હોય છે, તે બતાવવા માટે દૃષ્ટાંતભૂત વૃક્ષોની પ્રરૂપણા કરે છે– • સૂગ-૧૩૬ - -૧-ત્રણ વૃક્ષો કહ્યા છે - પગસહિત પુuસહિત, ફળસહિત. -- પ્રમાણે ત્રણ પ્રકારે પુરુષો કહ્યા છે - પત્રસહિત વૃક્ષ સમાન, પુuસહિત વૃક્ષો સમાન, ફલ સહિત વૃક્ષો સમાન. --પુરુષ ત્રણ પ્રકારે કહા છે • નામપુર, સ્થાપનાપુર, દ્રવ્યપુરુષ. -૪-ત્રણ પ્રકારે પુરણ કહ્યા છે - જ્ઞાનપુર, દશનપુરષ, ચાર્ષિ . -પ-ત્રણ પ્રકારે પુરણ કહ્યા છે વેદપુરુષ, લિંગપુરુષ, અભિલાપપુરુષ. - ૬-ત્રણ પ્રકારે પુરુષ કહl છે - ઉત્તમપુરુષ, મધ્યમપુરષ, જઘન્યપુરુષ. • - ઉત્તમપુરો ત્રણ પ્રકારે છે - ધર્મપુરુષ, ભોગપુરુષ, કર્મપુરષ, ધર્મપુરષ તે અરિહંતો, ભોગપુરુષ તે ચક્રવર્તી, કર્મપુરુષ તે વાસુદેવ -૮-મધ્યમ પુરુષો ત્રણ પ્રકારે - ઉગ્ર, ભોગ, રાજન્ય. -૬-જઘન્યપુરુષ ગણ-દાસ, નૃત્ય, ભાગિયા. • વિવેચન-૧૩૬ : બે સૂત્ર છે - પત્રોને જે પ્રાપ્ત થાય તે પત્રોપણ, એવી રીતે બીજા બે વૃક્ષો જાણવા. દષ્ટાંત સંબંધી ઉપનય કહે છે -પુરુષના પ્રકારો આ રીતે પસાદિ યુકતપણાએ ઇચ્છાવાળાને વિશે ઉપકાર માત્ર વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉપકાને કરવાવાળા વૃક્ષો છે, તે રીતે લોકોત્તર પુરુષો સૂત્ર, અર્થ, સૂત્રાર્થના દાનાદિ વડે અનુક્રમે વિશેષ વિશેષ ઉપકાર કરનારા હોવાથી વૃક્ષ સમાન માનવા. એવી રીતે લૌકિક પુરુષો પણ માનવા. અહીં ‘પતોવગ’ ઇત્યાદિ. સૂગના કથનમાં પ્રાકૃત શૈલી છે. • x • ધે પુરુષના પ્રસ્તાવથી પુરુષોને સાત સૂત્ર વડે નિરૂપણ કરે છે - તે સુગમ છે. વિશેષ એ કે - નામ એ જ પુરુષ તે નામપુરુષ. પુરુષ પ્રતિમાદિ સ્થાપનાપુરુષ. પુરુષપણે ભાવિમાં ઉત્પન્ન થશે કે ભૂતકાળમાં જે ઉત્પન્ન થયા છે, તે દ્રવ્યપુરષ. અહીં વિશેષ સંબંધ ઇન્દ્રના સૂત્રથી જોઈ લેવો. કહ્યું છે - આગમથી અનુપયુક્ત, નોઆગમથી દ્રવ્ય પુરુષ ત્રણ પ્રકારેએકભવિકાદિ ત્રણ પ્રકારે છે - મૂલ, ઉતર નિર્મિત. મૂલગુણ નિર્મિત પુરુષને પ્રાયોગ્ય દ્રવ્યો અને ઉત્તગુણ નિર્મિત - તે આકારવાળા પુદ્ગલો. તે જ ભાવપુરના ભેદ છે ૧૫૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જ્ઞાનપુરુષાદિ. જેને જ્ઞાન લક્ષણરૂપ ભાવ પ્રધાન છે, તે જ્ઞાનપુરુષ. એ પ્રમાણે બીજા બંને ભેદો પણ જાણવા. વેદ-પુરુષ વેદના અનુભવની પ્રધાનતા છે તે વેદપુરુષ. તે સ્ત્રી, પુરુષ, નપુંસક સંબંધી ત્રણ લિંગ હોય છે. તથા પુરુષ ચિન્હ-દાઢી મુછાદિ ઉપલક્ષિત પુરુષ તે ચિન્હપુરષ. જેમ નપુંસક છતાં દાઢી-મૂંછ ચિહ્નવાળો પુરષ. અથવા પુરષ વેદરૂપ ચિહપુરષ. જેના વડે બોલાય છે તે અભિલાપ - શબ્દ, તે જ પુરુષ પુલિંગપણે કથન કરવાથી જેમ ઘટ, કૂટ. કહ્યું છે કે - અભિલાપ પુલિંગાભિધાન માત્ર, જેમ ઘટ શબ્દ છે. ચિલપરને વિશે પુરુષાકૃતિ નપુંસક પુરુષ વેદે કે પુરુષવેશે કહેવાય છે. ત્રણ લિંગમાં વર્તનાર પણ પુરુષવેદાનુભવ કાલે વેદપુરુષ કહેવાય છે. ધર્મપુરુષ - ધર્મ-ક્ષાયિક ચાસ્ત્રિાદિ, તેને મેળવવા તત્પર પુરુષ તે ધર્મપુરુષ. કહ્યું છે કે - ધર્મને ઉત્પન્ન કરવાના વ્યાપારમાં તત્પર તે ધર્મપુરુષ. જેમકે - સુસાધુ..ભોગ-મનોજ્ઞ શબ્દાદિ તત્પર પુરષ, તે ભોગ પુરષ. કહ્યું છે કે - જેણે વિષયસુખ સારી રીતે મેળવેલ છે, તે ચક્રવર્તી તે ભોગપુરપ. કર્મ - મહારંભાદિ વડે પ્રાપ્ત કરેલ નરકાયુકાદિ. | ઉગ્ર-ભગવંત ઋષભદેવના રાજ્યકાળમાં જે આરક્ષકો હતા તે... ભોગ - તે રાજ્યમાં ગુરુપદે રહેલ. રાજન્ય - તે રાજ્યમાં જે મિત્ર હતા તે પુરુષો. કહ્યું છે કે - ઉગ્ર, ભોગ, સજન્ય, ક્ષત્રિય તે ચારનો સંગ્રહ હતો - તેમાં અનુકર્મ આરક્ષક, ગુ, વયસ્ક જાણવા બાકીના બધાં ક્ષત્રિયો છે. તેમના વંશજો પણ ઉગ્ર આદિ રૂપે જાણવા. જો ત્રણેનું માધ્યમપણું અનુકૃષ્ટપણાથી, અજઘન્યપણાથી છે...દાસ-દાસીમાદિ, મૃતક-મચથી કામ કરનાર, ભાણ જેમને વિદ્યમાન છે, તે ભાગીયા • ચોથો ભાગ લેનારાદિ જાણવા. મનુષ્ય પુરુષોનું ત્રિવિધપણું કહ્યું. હવે સામાન્યથી જલચર, સ્થલચર, ખેચર વિશેષ તિર્યંચોનું બાર સૂત્રો વડે મૈવિધ્ય કહે છે. • સૂઝ-૧૩૩ થી ૧૩૯ : [૧૩] -૧-ત્રણ પ્રકારે મસ્સો કહ્યા છે . અંડજ પોતજ, સંમૂર્ણિમજ - -અંડજ મસ્સો ત્રણ પ્રકારે કહ્યા છે - શ્રી, પુરુષ, નપુંસક. -3- પોતજ મચ્યો ત્રણ પ્રકારે કહ્યા છે . ી, પુરુષ, નપુંસક. [સંમૂછિમજ જાપુંસક જ હોય. -૧-પક્ષીઓ ત્રણ પ્રકારે છે તિર્યંચયોનિક પુરુષ, મનુષ્યયોનિક પુરણ, દેવપુરુષ. -ર-તિચિયોનિક પુરુષ ત્રણ પ્રકારે છે : જલચર, સ્થલચર, બેચર. - 3-મનુષ્ય પુરો ત્રણ પ્રકારે છે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્લીપજ ૧-નપુંસકો ત્રણ પ્રકારે છે . નૈરયિકનપુંસક, તિરચિયોનિકનપુંસક, મનુષ્ય નપુંસક. --તિર્યંચયોનિક નપુંસકો ત્રણ પ્રકારે છે . જલચર, સ્થલચર, ખેચર, -૩-મનુષ્યનપુંસક ત્રણ પ્રકારે છે . કમભૂમિજ, અકર્મભૂમિજ, અંતદ્વીપજ.
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy