________________
૨/૩/૮૪
ત્રણ ગુપ્તિ વડે પ્રણિધાન યોગયુક્ત તે આઠ ચાસ્ત્રિના આચાર જાણવા. નોચાસ્ત્રિાચાર તે તપાચાર આદિ છે. તેમાં તપાચાર બાર ભેદે છે. કહ્યું છે કે - કુશલ પુરુષોએ કહેલ બાહ્ય અને અત્યંતરસહિત બાર પ્રકારના તપને વિશેષ ગ્લાનિરહિતપણે, આશંસા વિના જે તપ તે તપાચાર જાણવો.
૯૩
વીર્યાચાર એટલે જ્ઞાનાદિને વિશે શકિતનું ગોપન ન કરવું, તેમજ ઉલ્લંઘન ન કરવું તે. કહ્યું છે કે - પ્રગટ બળ અને વીર્ય વિશિષ્ટ, સાવધાન થઈને જે યથોક્ત
જ્ઞાનાદિમાં પરાક્રમ કરે છે, યથાશક્તિ જોડાયેલ છે તે વીર્યાચાર જાણવો. હવે વીર્યાચારના જ વિશેષ કયન માટે છ સૂત્રો કહે છે–
છ
તો પશ્ચિમા આદિ-પ્રતિજ્ઞાનો સ્વીકાર તે પડિમા. પ્રશસ્ત ભાવરૂપ શાંતિ તે સમાધિ તેની પ્રતિમા તે સમાધિપ્રતિમા. દશાશ્રુતસ્કંધમાં આ બે ભેદે કહી છે - શ્રુતસમાધિ પ્રતિમા અને સામાયિકાદિ ચાસ્ત્રિસમાધિ પ્રતિમા.
ઉપધાન-તપ, તેની પ્રતિમા તે ઉપધાન પ્રતિમા, તે બાર ભિક્ષુ પ્રતિમા અને અગિયાર શ્રાવક પ્રતિમારૂપ છે - વિવેચન એટલે વિવેક-ત્યાગ. તે અંતરંગ કષાયાદિનો અને બાહ્યથી ગણ, શરીર, ભાતપાણી આદિનો ત્યાગ. તેનો સ્વીકાર તે વિવેક પ્રતિમા. કાયોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ પ્રતિમા.
પ્રત્યેક પૂર્વાદિ ચાર દિશામાં ક્રમશઃ ચાર પ્રહર કાયોત્સર્ગ કરવા રૂપ બે અહોરાત્ર પ્રમાણવાળી તે ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા પણ એ જ પ્રકારે સંભવે છે.
પણ જોયેલ ન હોવાથી કહી નથી. મહાભદ્રા પણ તેમજ જાણવી. વિશેષ એ કે - તે અહોરાત્ર કાયોત્સર્ગ રૂપ ચાર અહોરાત્ર પ્રમાણ છે. સર્વતોભદ્રા તો પ્રત્યેક દશ
દિશાઓમાં ક્રમશઃ અહોરાત્ર કાયોત્સર્ગ રૂપ દશ
અહોર વાળી છે.
મોકપ્રતિમા તે પ્રણવણ પ્રતિમા. કાળ ભેદે તે નાની, મોટી હોય છે. વ્યવહાર સૂત્રમાં કહ્યું છે - આ પ્રતિમા દ્રવ્યથી પ્રસવણ વિષયક, ક્ષેત્રથી ગામાદિથી બહાર, કાળથી શરદ્ અને ગ્રીષ્મઋતુમાં સ્વીકારાતી, જો ભોજન કરીને સ્વીકારાય તો ચૌદ ભક્ત વડે કરાય છે, ભોજનરહિત સ્વીકારે તો સોળભક્તથી કરાય છે. ભાવથી તો દેવાદિના ઉપસર્ગને સહેવારૂપ નાની પ્રતિમા છે. મોટી મોક પ્રતિમા પણ એમજ જાણવી. વિશેષ એ કે - ભોજનસહિત ૧૬ ભક્ત, ભોજનરહિત-૧૮ ભક્ત વડે તે સ્વીકારાય છે.
યવની જેમ મધ્ય છે જેને તે સવમધ્યા. ચંદ્ર માફક કલાની વૃદ્ધિ-હાનિ વડે તે ચંદ્રપ્રતિમા. તે આ પ્રમાણે - શુક્લ પક્ષમાં એકમને દિવસે એક કવલ આહાર કરીને પ્રતિદિન વધતાં વધતાં પૂર્ણિમાએ પંદર કવલ આહાર કરે અને કૃષ્ણપક્ષની
એકમે પંદર કવલ આહાર કરીને પ્રત્યેક દિવસે એક એક કવલ ઘટાડતા અમાસે એક ક્વલ આહાર કરે તે સવમધ્યાચંદ્ર પ્રતિમા.
વજ્રમધ્યપ્રતિમા - કૃષ્ણપક્ષથી આરંભે એકમે પંદર કવલ આહાર કરે, એક એક કવલ હાનિ વડે અમાસે એક કવલ, પછી શુક્લપક્ષે એકમે એક કવલ અને
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રતિદિન એક એક વધતા પૂનમે પંદર કવલ. તે વજ્રની જેમ મધ્યમાં પાતળી હોવાથી તે વજ્રમધ્યાચંદ્ર પ્રતિમા કહેવાય. એ રીતે ભિક્ષાદિમાં જાણવું.
પ્રતિમા સામાયિક વાળાને હોય છે, તેથી સામાયિકને કહે છે - મ - જ્ઞાનાદિનો માય - લાભ તે સમાય, તે જ સામાયિક. તે અગાર અને અનગાર સ્વામીના ભેદથી બે છે - દેશવિરતિ અને સર્વવિરતિ.
જીવધર્મના અધિકારમાં જીવતા બીજા ધર્મોને ચોવીશ સૂત્રો વડે કહે છે– • સૂત્ર-૮૫ ઃ
[૧] ઉપપાત બે ભેદે છે - દેવોનો, નાસ્કોનો. [૨] ઉદ્ધર્તના બે ભેટે છે • નૈરયિકોની, ભવનવાસીઓની. [૩] ચ્યવન બે ભેદે છે - જ્યોતિકોનું, વૈમાનિકોનું. [૪] ગર્ભ વ્યુત્ક્રાંતિ બે ભેદે છે - મનુષ્યોની, પંચેન્દ્રિય તિર્યંચોની. [૫] ગર્ભસ્થ જીવોનો આહાર બે ભેદે છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને [૬] ગર્ભસ્થની વૃદ્ધિ બે ભેદે છે - મનુષ્યોની, પંચેન્દ્રિયતિયોની. એવી રીતે [9] નિવૃદ્ધિ, [૮] વિક્ર્વણા, [૯] ગતિ પર્યાય, [૧૦] સમુદ્ઘાત, [૧૧] કાળસંયોગ, [૧૨] જન્મવું, [૧૩] મરણ એ સર્વે જાણવા.
୧୪
[૧૪] ચામડીવાળા સંધિ બંધનો જે ભેદે છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૧૫] શુક્ર-શોણિત સંભવા બે છે - મનુષ્યો, પંચેન્દ્રિય તિર્યંચો. [૧૬] સ્થિતિ બે ભેદે છે - કાયસ્થિતિ, ભવસ્થિતિ [૧૭] કાયસ્થિતિ બે ભેટે મનુષ્યોની, પંચેન્દ્રિય તિોની. [૧૮] ભવસ્થિતિ બેની-દેવોની, નારકોની. [૧૯] આયુષ્ય બે ભેટે છે - અદ્ધાયુક, ભવાયુદ્ધ. [૨૦] અદ્ધાયુ બને છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૨૧] ભવાયુષ બેને છે - દેવોને, નૈરયિકોને, [૨૨] કર્મ બે ભેદે છે - પ્રદેશ કર્મ, અનુભાવ કર્મ. [૨૩] યથાયુને બે પાળે છે - દેવો, નારકો. [૨૪] બેના આયુ સંવતક છે - મનુષ્યના અને પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના.
• વિવેચન-૮૫ :
૧-આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ચોખ્ખું બે પ્રકારના જીવ સ્થાનકનું ઉત્પન્ન થવું તે ઉપપાત. ગર્ભ અને સંમૂર્ખન લક્ષણ જન્મના બે પ્રકાર છે, તેથી આ જુદો જન્મ વિશેષ છે. જે દીપે છે તે દેવ. ચાર નિકાયના દેવો અને પૂર્વવત્ નાસ્કો, તેઓનું ઉપજવું તે ઉત્પાત. -૨- ઉર્તવું તે ઉદ્વર્તના, દેવાદિનું શરીસ્થી નીકળવુંમૃત્યુ. તે વૈરયિકો અને ભવનવાસી દેવોને જ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, બીજાને
માટે તો મરણ જ કહેવાય છે. નારકો તથા અધોલોક દેવ આવાસ વિશેષમાં રહેવાના સ્વભાવવાળા ભવનવાસીની ઉદ્ધર્તના છે.
૩-જ્યોતિકો અને વૈમાનિકોનું મરણ ચ્યવન કહેવાય છે. નક્ષત્રોમાં ઉત્પન્ન થયેલ તે જ્યોતિકો, આ માત્ર શબ્દ વ્યુત્પત્તિ છે. પણ પ્રવૃત્તિ નિમિત્તનો આશ્રય કરવાથી તે જ્યોતિકો ચંદ્ર આદિ છે. ઉર્ધ્વલોકવર્તી તે વૈમાનિક-સૌધર્માદિવાસી દેવો.