SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬-૦૩૮ થી ૩૪૦ ૨૧૧ વડે, શૂન્યગૃહાદિમાં આજીવિકા કરતો હતો. તેવું કઠિન અનુષ્ઠાન ચાવ:જીવ કરવા અશકત થયો, તેથી મને છોડી ઘણાં શિષ્યોનો આડંબર કરી વિચરે છે. તેણે પૂર્વચર્યા ત્યાગીને હવે આ ઢીલો માર્ગ લીધો છે. દેવ-મનુષ્યની સભામાં બેસે છે. ઘણાં સાઘની વચ્ચે બેસે છે. ઘણાં લોકોના હિતને માટે ઉપદેશ દે છે. પહેલાના તેના કૃત્ય સાથે આનો મેળ નથી. તે હાલ ત્રણ વૃત પ્રકારના સિંહાસન, અશોકવૃક્ષ, ભામંડલ, ચામરાદિ ભોગવે છે. જો તે મોક્ષનું અંગ હોય તો પૂર્વે એકલા ફરી કષ્ટ ભોગવ્યું તે કલેશને માટે જ થયું જો તે પરમાર્થરૂપ કર્મનિર્ભર હેતુક હતી તો વર્તમાન અવસ્થા બીજાને ઠગવા દંભરૂપ છે. પહેલાં મૌનવતી હતો હવે ઉપદેશ દે છે. તે કેવું? [૩૪૦ પૂર્વાદ્ધ) વળી, જે પૂર્વે આચર્ય, તે એકાંતચારી શોભન હતું. તો તે નિપેક્ષપણે કરવું જોઈએ. જો હાલ મહાપરિવારવૃત્ત સારું માને છે, તો પૂર્વે જ આચર્યું હોત. આ બંને આચરણ છાયા-આતપ માફક અત્યંત વિરોધી છે, તે સાથે ન રહે. જો મૌનમાં ધર્મ છે, તો આ મોટી દેશના શા માટે ? જો આ ધર્મ છે, તો પૂર્વે મૌન કેમ રાખ્યું ? તે પૂવપિરમાં વિરોધ છે. હવે આદ્રકમુનિ ગોશાળાને ઉત્તર આપે છે. • સૂત્ર-૩૪. ઉત્તરાર્ધથી ૪૩ : હૈિ ગોશાલકા ભગવત મહાવીર] પૂર્વે હાલ કે ભાવિમાં હંમેશા એકાંતને જ અનુભવે છે...લોકને જાણીને ગરમ-સ્થાવરોને કલ્યાણકારી એવા શ્રમણ-મહણ ભગવંત હજારો લોકો વચ્ચે મ કહેતા પણ એકાંતને જ સાધે છે. કેમકે તેમની ચિત્તવૃત્તિ જ એવી છે...ધર્મ કહેતા પણ તેમને દોષ નથી. કેમકે તેઓ ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય, ભાષાના દોષોને વર્જનાર છે, તેથી ભગવંતને ભાષાનું સેવન ગુણ જ છે...કમથી દૂર રહેનાર ભગવંતે શ્રમણો માટે પાંચ મહાવ્રતો, શાક માટે પાંચ આણવો, પાંચ આશ્રવ અને સંવર તથા વિરતિની શિક્ષા પામે છે. તિવેજિ. વિવેચન-૭૪૦ ઉત્તરાર્ધથી 9૪૩ - હે ગોશાલક !] ભગવત પહેલાં મૌની કે છોકચારી હતાં તે ઘાતિકમના ક્ષયાર્થે હતા. હવે જે દેશના આપે છે તે ભવોપગ્રાહી કર્મોના ફાય માટે, વિશેષથી તીર્થકર નામકર્મના વેદનાર્થે છે • x • તથા અન્ય શુભકર્મો ભોગવવાને છે. અથવા ત્રણે કાળમાં રાગદ્વેષરહિતપણે, એકત્વ ભાવના ન છોડવાથી એકવને જ સેવે છે. ભગવંત સર્વજનના હિતાર્થે ધર્મ કહી પૂર્વાપર કરણીને સાંધે છે. પૂવપિર ક્રિયા આશંસારહિત કરવાથી ભેદ નથી. તેથી પૂર્વાપરના વિરોધની તમારી શંકા દૂર થાય છે. [૪૧] જીવોને ધમપદેશ દાનથી થતો ઉપકાર કહે છે - કેવલજ્ઞાનથી છ દ્રવ્યાત્મક લોકનું સ્વરૂપ જાણીને - સમજીને બેઇન્દ્રિયાદિ બસ તથા પૃથ્વી આદિ સ્થાવર જીવોને શાંતિ-રક્ષણ કરનારા છે, બાર પ્રકારના તપથી તપ્ત દેહવાળા, કોઈને ન હણો તેવી પ્રવૃત્તિ હોવાથી માહણ કે બ્રાહ્મણ એવા ભગવંત રાગદ્વેષરહિત, પ્રાણિની હિતાર્થે-પોતાના લાભ, ખ્યાતિ માટે નહીં, ધર્મ કહેતા પણ પૂર્વેના મૌનવ્રત માફક વાસંયમી જ છે. દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થતાં ભાષાના ગુણ-દોષને જાણીને બોલે છે, દિવ્યજ્ઞાન પૂર્વે તેઓ મૌનવ્રતી હોય છે. દેવાદિની સભા મથે બેસે છતાં કમળની જેમ ૨૧૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિર્લેપ રહે. આશંસારહિત હોવાથી એકાંતને જ સાધે છે. ૦ શંકા - એકાકી અને પરિવારસહિત બંને પ્રત્યક્ષ જુદા છે, તે કેમ ? o સમાધાન - સત્ય છે, પણ તે બાહ્યથી, સંતસ્થી કોઈ ભેદ નથી, તે કહે છે - તે ભગવંત શુક્લધ્યાનરૂપ લેશ્યાવાળા છે અથવા તેમનું શરીર પૂર્વવત્ છે, તે કહે છે - તેઓ અશોકવૃક્ષાદિ અષ્ટ પ્રાતિહાર્યયુક્ત છતાં તે ગર્વીષ્ઠ નથી. પૂર્વવત્ શરીર સંસ્કાર કરતા નથી. રાગ-દ્વેષરહિત ભગવંત એકલા હોય કે પરિવારવાળા, છતાં એકલા જ છે. તેમને બંને અવસ્થામાં કોઈ ભેદ નથી. કહ્યું છે કે રાગ-દ્વેષ જીત્યા પછી વનમાં વસવાથી શું ? - x - બાહ્ય ભેદ હોવા છતાં કષાયજય આદિ કારણે અંતરથી ભેદ નથી. [૪૨] રાગદ્વેષ રહિતતાથી બોલવા છતાં દોષનો અભાવ છે, તે કહે છે - તે ભગવંતને ઘાતિક દૂર થતાં, બધાં પદાર્થોનું જ્ઞાન થયું છે, જગત્ ઉદ્ધાર કરવા અને પરહિત પ્રવૃતને સ્વાર્થ ન હોવાથી ધર્મ કહેવા છતાં દોષ નથી. તેઓ ક્ષમા પ્રધાન હોવાથી ક્રોધરહિત છે. ઉપશાંતતાથી માનરહિત છે, સ્વ-વિષય પ્રવૃત્તિ નિષેધથી ઇન્દ્રિયોને જીતી છે, વચ્ચેન્દ્રિયતાથી લોભ નિવાય છે, લોભત્યાગથી માયાત્યાગ થયો. કેમકે માયા લોભનું મૂળ છે. અસત્યા, સત્યામૃષા, કર્કશ શબ્દો આદિ ભાષાના દોષને છોડેલા છે. ભાષાના ગુણો - હિત, મિત, દેશકાલોયિત, અસંદિગ્ધાદિ બોલવું આદિ ગુણવાનને બોલવા છતાં દોષ નથી. છાસ્થાને મૌન-કેવલીને ભાષણ ગુણકારી છે. [૩૪]] ભગવંત કેવો ધર્મ કહે છે - સાધુને માટે પ્રાણાતિપાતાદિથી વિરમવું તે પાંચ મહાવ્રત કહ્યા. તેની અપેક્ષાએ લઘુ-આણવંત શ્રાવકોને માટે કહ્યા. હિંસા આદિ પાંચ આશ્રવો, તેનો સંવર, ૧૩-પ્રકારે સંયમ કહ્યો. સંવવાળાને જ વિરતી છે, તેથી વિરતી બતાવી. ‘ત્ર' શબ્દથી તેના ફળરૂપ નિર્જરા અને મોક્ષ બતાવ્યા. આ પ્રવચનમાં કે લોકમાં બ્રામણ તે સંપૂર્ણ સંયમ છે, તેમાં કરવા યોગ્ય મહાવત-અણુવ્રતરૂપ મૂલગુણો તથા સંવરવિરતિ આદિ રૂપ ઉત્તરગુણો પૂર્ણ સંયમમાં આદરવા. એવું પ્રજ્ઞાવાને કહ્યું છે. તે ભગવંત મહાવીર કમને દૂર કરનારા, તપ-ચરણયુક્ત શ્રમણ છે, તેમ હું કહું છું. ભગવંત સ્વયં પંચ મહાવ્રતયુક્ત, ઇન્દ્રિય અને મનથી ગુપ્ત, વિરત, કર્મ દૂર કરનારા થઈ બીજાને તેવો ઉપદેશ આપ્યો. અથવા આદ્રક મુનિના વચન સાંભળીને ગોશાલકે કહ્યું તમે જે કહ્યું તેનો પ્રતિપક્ષ હું કહું છું તે સાંભળ. • સૂત્ર-૩૪૪ થી 9૪૭ : [ગોશાલક- અમારા મતમાં ઠંડુ પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી સેવનમાં પણ એકાંતચારી તપીને પ માનેલ નથી... દ્રિક- સચિત્ત પાણી, બીજકાય, અાધાકર્મ અને સ્ત્રી આનું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી... સચિવ બીજ-પાણી અને સ્ત્રીનું સેવન કરનારા પણ શ્રમણ માનીએ તો ગૃહસ્થ પણ શ્રમણ મનાશે. કેમકે તેઓ પણ તેમનું સેવન કરે છે...જે સાધુ થઈને પણ બીજ અને સચિત્ત પાણીનો ભોગી છે, તે જીવિતાર્થે જ ભિક્ષાવૃત્તિ કરે છે. તે જ્ઞાતિ સંયોગ છોડી કાયાને હોય છે, અંતર ન બને.
SR No.008995
Book TitleAgam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy