SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/ભૂમિકા ૨૦૯ મિત્રને એકાંતમાં આપજો. તે મંત્રી પણ સંમત થયા. આર્વકપુરે જઈને રાજાને ભેટયું સજાને આપ્યું. બીજે દિવસે આકકુમારને અભયકુમારની ભેટ અને સંદેશો આપ્યો. આર્વકકુમારે એકાંતમાં જઈને તે પ્રતિમાને સ્થાપી. તેને સ્થાપતા ઇહા-અપોહવિમર્શથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને થયું કે અભયકુમારે મારા ઉપર મહાન્ ઉપકાર કર્યો કે મને સદ્ધર્મનો બોધ પમાડ્યો. વળી તે જાતિસ્મરણથી તેણે વિચાર્યું કે - મને દેવલોકના ભોગોથી વૃપ્તિ ન થઈ, તો હવે આ અાકાલીન તુચ્છ મનુષ્ય ભોગોમાં ક્યાંથી વૃદ્ધિ થશે ? આવું વિચારી કામભોગથી ખેદ પામીને, યથોચિત પરિભોગ કરતો ન હતો. રાજાને ભય લાગ્યો કે આ ક્યાંક ભાગી જશે, તેથી ૫૦૦ રાજપુત્રોને તેની રક્ષા માટે મૂક્યા. આર્વકકુમારે ઘોડા ખેલવવાના બહાને તેઓને વિશ્વાસમાં લીધા. પછી સારા ઘોડા પર બેસી ભાગી ગયો. પછી જ્યારે વિય પ્રવજ્યા લીધા, તે વખતે દેવીએ [આકાશવાણી] કરી કે - તને ઉપસર્ગ થશે, માટે હાલ દીક્ષા ન લે. આઠે વિચાર્યું કે હું રાજ્ય નહીં કરું, મને છોડીને બીજી કોણ દીક્ષા લેશે? એમ નિશ્ચય કરી, તે દેવીને અવગણીને દીક્ષા લીધી. વિચરતા-વિચરતા કોઈ વખતે તે વસંતપુરે કાયોત્સર્ગ ધ્યાને કોઈ પ્રતિજ્ઞા સ્વીકારી રહ્યા. તેના પૂર્વભવના પત્ની સાળી દેવલોકથી ચ્યવી ત્યાં શ્રેષ્ઠી પુત્રીરૂપે ઉત્પન્ન થયેલી. બીજી સખીઓ સાથે રમતાં આદ્રમુનિના [પગ પકડી] આ મારા પતિ છે, તેમ કહ્યું ત્યારે નીકટવર્તી દેવીએ ૧૨ કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી કહ્યું કે - આ કન્યાએ સારો વર પસંદ કર્યો. રાજા તે ધન લેવા આવ્યો ત્યારે દેવીએ કહ્યું - આ ધન આ બાલિકાનું છે, તેના પર બીજાનો હક્ક નથી. તેથી કન્યાના પિતાએ તે ધન થાપણરૂપે સ્વીકાર્યું. આર્વક મુનિ તેને અનુકૂલ ઉપસર્ગ માની તુરંત ત્યાંથી બીજે ચાલ્યા ગયા. સમય જતાં તે કન્યાને પરણવા અનેક ‘કુમારો' આવ્યા. ત્યારે માતા-પિતાને કન્યાઓ પૂછયું કે આ કુમારોના આગમનનું પ્રયોજન શું છે? તેમણે કહ્યું કે તારી સાથે લગ્ન કરવા. કન્યાએ કહ્યું - કન્યા એકને અપાય છે, અનેકને નહીં. તમે જેનું ધન લીધું છે, તેને હું પરણેલી છું. ત્યારે પિતાએ કહ્યું - તું તેને કેવી રીતે ઓળખીશ ? કન્યાએ કહ્યું કે - તેના પગના ચિન્હો ઉપરથી હું તેને ઓળખીશ. પિતાએ તેણીને બધાં ભિક્ષને દાન દેવાનું કાર્ય સોંપ્યું. પછી બાર વર્ષ ગયા. કોઈ વખતે આદ્રકમુનિ ભવિતવ્યતા યોગે વિહાર કરતાં ત્યાં આવ્યા. પગના ચિહથી કન્યાએ તેમને જાણ્યા. ત્યારે તે કન્યા પોતાના પરિવાર સાથે તેમની પાછળ ત્યાં આવી. આદ્ધક મુનિને પણ દેવીનું વચન યાદ આવ્યું. પૂર્વ કર્મના ઉદયથી અને અવસ્થંભાવિ ભવિતવ્યતા યોગથી પ્રતિભગ્ન થઈને તે કન્યા સાથે ભોગ ભોગવવા માંડ્યા. પુત્ર થયો. આદ્રકુમારે તે સ્ત્રીને કહ્યું, હવે આ પુત્ર તારો બીજો આઘાર થયો છે, તેથી હું મારું દીક્ષા-કાર્ય સાધું. તે સ્ત્રીએ પુત્રને વ્યુત્પાદિત કરવા રૂની પુણી કાંતવાનું શરૂ કર્યું. પુગે પૂછયું - આ ગરીબને યોગ્ય કાર્ય તું કેમ કરે છે ? તેણી બોલી તારા પિતા દીક્ષા લેવા ઇચ્છે છે, તું નાનો છે. અસમર્થ છે. તારા પાલન-પોષણ [4/14 ૨૧૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ માટે આ કાર્ય કરું છું. તે બાળકે ઔત્પાતિકી બુદ્ધિ વડે તે કાંતેલા સૂતને લઈને તેના પિતા આદ્રકુમારને વીંટી દીધા, હવે તમે ક્યાં જશો ? આદ્રકુમારે વિચાર્યું કે આ સૂતના જેટલા આંટા હોય તેટલા વર્ષ માટે અહીં રહેવું. તે તાંતણા બાર હતાં. તેથી બાર વર્ષ ઘરમાં રહ્યા. પછી ઘેસ્ટી નીકળી દીક્ષા લીધી. તે સૂત્રાર્થ નિપજ્ઞ આદ્રક મુનિ એકાકી વિચરતા રાજગૃહી પ્રતિ ચાલ્યા. રસ્તામાં તેને તેના પિતાએ નીમેલ ૫oo અંગરક્ષકો મળ્યા. જેઓ રાજાના ભયથી પાછા ગયા ન હતા. અટવીમાં ચોરી-લૂંટથી પેટ ભરતા હતા. • x - આદ્રકમુનિના વચનથી તેઓ બોધ પામ્યા, દીક્ષા લીધી. રાજગૃહ નગરના પ્રવેશ વખતે તેમણે ગોશાલક, હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદમાં હરાવ્યા. તેમના દર્શનથી હાથી બંધન તોડીને ભાગ્યો. આÁકમુનિથી પ્રતિબોધ પામી હસ્તિતાપસાદિએ દીક્ષા લીધી. વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું કે - તમારા દર્શનથી હાથી કેમ ભાગ્યો-સંવૃત થયો ? ત્યારે આદ્રક મુનિએ કહ્યું - આ હાથીનું માણસોએ વનમાં બાંધેલ બંધન તોડવું દુકર ન હતું. પણ મને મારે પુગે તાંતણાથી બાંધેલ તે તોડવા દુકર હતા. અર્થાત લોહસાંકળ કરતા તેહના તંતુઓ પ્રાણી માટે તોડવા વધુ દુકર છે. આર્વક કથા પુરી થઈ. • x • હવે સૂત્ર કહે છે - ૪ - • સૂત્ર-૭૩૮ થી ૩૪૦ પૂર્વાર્ધ - [ગોશાલકે કહ્યું- હે આદ્રક ! આ સાંભળ, શ્રમણ મહાવીર પહેલા એકાંતચારી શ્રમણ હતા. હવે તે અનેક ભિક્ષુઓને સાથે લઈ, જુદી જુદી રીતે વિસ્તારથી ઉપદેશ આપે છે... અસ્થિર મહાવીરે તેને આજીવિકા બનાવી છે, સભામાં જઈને અનેક ભિક્ષ મળે, ઘણાં લોકોને ઉપદેશ દે છે, તેનો વ્યવહાર પૂર્વના વ્યવહાર સાથે મેળ નથી ખાતો...આ રીતે તેમનું એકાંત વિચરણ કાં તો યોગ્ય હતું અથવા વર્તમાન વ્યાવહાર યોગ્ય છે પણ બંને પરસ્પર વિરુદ્ધ આચરણ સારા ન હોઈ શકે. • વિવેચન-૭૩૮ થી ૩૪૦ પૂર્વાર્ધ : [૩૮] ગોશાલકનો આદ્રક સાથે થયેલ વાદ, આ અધ્યયનમાં કહે છે - તે પ્રત્યેક બુદ્ધ આર્વમુનિને ભગવંત પાસે આવતા જોઈને ગોશાળો બોલ્યો - હે આદ્રકા તું સાંભળ, તારા આ તીર્થકરે પહેલાં શું કર્યુ? તેઓ એકાંતજનહિત પ્રદેશમાં વિચરતા એકાંતચારી હતા તથા શ્રમ પામે તે શ્રમણતપ, ચરણમાં ઉઘુક્ત હતા. હવે તે ઉગ્ર તપયાત્રિથી હારીને, મને છોડીને દેવાદિ મળે જઈને ધર્મ કહે છે. તથા ઘણાં શિષ્યોથી પરિવરીને તારા જેવા ભોળા જીવોને હવે જુદી-જુદી રીતે વિસ્તારથી ધર્મ કહે છે. [૩૯] ગોશાળો ફરી કહે છે - તારા ગુરુએ ઘણાં લોકો વચ્ચે ધમદિશના આરંભી છે, તે આજીવિકા માટે સ્થાપી છે, એકલા હોવાથી લોકો વડે પરાભવ થાય એમ માનીને તેણે મોટો પરિવાર બનાવ્યો છે. કહે છે - છત્ર, શિણ, પાત્ર, વસ્ત્ર, લાઠી આદિ વેશ અને પરિવાર વિના કોઈ ભિક્ષા પણ ન આપે. આ બધો દંભ મહાવીરે આજીવિકા માટે કર્યો છે, તે અસ્થિર છે, પહેલાં મારા સાથે એકલો તાપ્રાંત અશન
SR No.008995
Book TitleAgam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy