________________
૨/૪/-/303
૧૮૩
૧૮૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ
કોઈ બે-ત્રણ ચાવત્ છ-કાયને હણે. તે આ રીતે બધાંના હણનારા ગણાય છે કેમકે સર્વ વિષયારંભમાં પ્રવૃત છે. તેની પ્રવૃત્તિ એ તેમની અનિવૃત્તિ જ છે. જેમ કોઈ ગ્રામઘાતાદિમાં પ્રવૃત્ત હોય, તેઓ તે સમયે અમુક પુરષોને ન જુએ તો પણ • x• તેમના ઘાતક જ ગણાય. આ બધું દષ્ટાંતના બોધમાં પણ જાણવું.
o અસંજ્ઞી દેટાંત - જેને સંજ્ઞા છે, તે સંજ્ઞી, સંજ્ઞા વગરના તે અસંજ્ઞી, જેને મનથી દ્રવ્યતાનો અભાવ છે, વધુ-વધુ વિચારવાની શક્તિ નથી, જેમ કોઈ ઉંઘતા કે મૂર્ણિત હોય તેમ, આ અસંજ્ઞી પૃવીકાયિકથી વનસ્પતિકાયિક છે તથા છઠ્ઠા વિક્લેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિયો છે. તે સર્વે અસંજ્ઞીને વિચાર-મીમાંસા-તકદિ હોતા નથી. જેમ કોઈ સંજ્ઞીને મંદ-મંદ પ્રકાશમાં કંઈ દેખાતા તર્ક થાય કે શું આ ઠુંઠું છે કે પુરુષ છે? તેવી તર્કસંજ્ઞા અસંજ્ઞીને ન હોય. તથા સંજ્ઞી-પૂર્વે જોયેલ વિષયની તેના ઉત્તષ્કાળે વિચારણા થાય, પ્રજ્ઞા-સ્વબુદ્ધિથી નિર્ણય કરે કે આ વસ્તુ છે. મનના કરવું તે મતિ- એ અવગ્રહાદિ રૂપ છે. તથા સ્પષ્ટ ભાષા આ બધું જેને હોતું નથી તે.
જો કે બેઇન્દ્રિયાદિને જીભ, ગળું આદિ છે, પણ તેમને સ્પષ્ટ વાણી નથી. તેથી તેમને હું પાપ-હિંસાદિ કરુ - કરાવું નહીં તેવી નિશ્ચયપૂર્વકની વાણી નથી, તથા કરું - કરાવું નહીં, તેવા અધ્યવસાયો નથી. આવા અસંજ્ઞીઓ બાળક જેવા, બધાં પ્રાણીના ઘાતની નિવૃતિના અભાવથી તથા ઘાતકપણાના યોગથી ઘાતક છે - જેમકે બેઇન્દ્રિયાદિ જીવો બીજાના ઉપઘાતમાં પ્રવર્તે છે, કેમકે તેઓ બીજા જીવોનું ભક્ષણ કરે છે, અવિરતિથી તેમને મૃષાવાદ પણ છે, માત્ર કર્મપરતંત્રતાથી તેમને વાણી નથી. દહીં આદિ ખાવાથી સ્પષ્ટ અદત્તાદાન છે જ. કેમકે તેને આ મારું છે કે પારકુ તેનું જ્ઞાન નથી. તીવ્ર નપુંસક વેદોદયથી, મૈથુન વિરતિના અભાવે મૈથુન છે, શનાદિ સ્થાપનાથી પરિગ્રહ છે. ક્રોધાદિથી મિથ્યાદર્શનશલ્યનો સદ્ભાવ પણ જાણવો.
આ બધાં પાપોની વિધમાનતાથી સતે-દિવસે, સુતા-જાગતા નિત્ય પ્રશઠ વ્યતિપાતચિત દંડવાળા છે, તે દશવિ છે - તે અસંજ્ઞીઓ થોડી પણ નિવૃત્તિના અભાવે તે નિમિત્તથી કર્મબંધ કરનાર છે. તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શન શચવાળા થાય છે. જો કે તે જીવો વિશિષ્ટ મતવચન વ્યાપારરહિત છે, તો પણ બધાં પ્રાણીને દુ:ખ ઉત્પાદનથી, શોકના ઉત્પાદનથી, વયની હાનિ કરવાથી તથા મનવચન-કાયાના પતનથી ત્રિપાતન ભાવ વડે અથવા ખેદ ઉપજાવવાથી તથા મુઠી,
ફાદિથી પ્રહાર વડે કે તેવો બાઘાંતર પીડા વડે તે અસંજ્ઞીઓ પણ દેશ-કાળસ્વભાવથી દુર એવા બઘાં જીવોને પીડતાં નથી, તો પણ વિરતિના અભાવે - x - દુ:ખ, પરિતાપ, કલેશાદિથી અપતિવિરત હોય છે. દુ:ખ દેવાનો ગુણ સત્તામાં હોવાથી તેના નિમિતના કર્મો બંધાય છે.
આ પ્રમાણે વિપકૃષ્ટ દૂરવર્તી] જીવો સંબંધી કર્મબંધ બતાવીને હવે ઉપસંહાર કરે છે - x- શું વિશેષતા બતાવે છે ? જે આ પૃથ્વીકાયાદિ અસંજ્ઞી જીવો છે, તેમને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા તથા મન-વચનની કિરણ સ્વયં કરવા, બીજા પાસે કરાવવા કે કરનારને અનુમોદવાની પ્રવૃત્તિ નથી. તેઓ નિત્ય શત્રુપણે, મિથ્યાત્વમાં રહી પ્રશઠ
વ્યતિપાત ચિત દંડવાળા દુ:ખ ઉત્પાદનથી લઈને પરિફ્લેશાદિ પાપોથી મુક્ત ના હોવાથી અસંજ્ઞી હોવા છતાં, સર્વકાલ હિંસા માટે અયોગ્ય હોવા છતાં તેઓ હિંસા ન કરે તો પણ - x • જીવહિંસા કરનારા છે. ચાવતું મિથ્યાદર્શન શલ્યના પાપો કરનારા છે એટલે કે પાપ કરવા સમર્થ ન હોવા છતાં નિવૃત્તિ અભાવે આ કહ્યું. - આ રીતે બે દટાંત કહ્યા. તેમાં રહેલા બાકીના અર્થને બતાવવા પ્રશ્નરૂપે કહે છે - તમે બતાવેલ સંજ્ઞી-સંજ્ઞી જીવો ભવ-ભવવત્ નિયત છે કે સંજ્ઞી થઈ અiી કે અસંજ્ઞી થઈ સંજ્ઞી પણ થાય ? આચાર્ય કહે છે - સર્વ યોનિ - સંવૃત, વિવૃત આદિમાં રહેલા જીવો કે જે નારકાદિ કોઈ પણ વિશિષ્ટ યોનિક હોય - તેઓ જન્મ અપેક્ષાએ બધી યોનિવાળા જીવો મનઃપયપ્તિ ન પામે ત્યાં સુધી અસંજ્ઞી છે અને કરણથી પર્યાતિ પુરી થતાં તે જ જન્મમાં સંજ્ઞી ગણાય છે. બીજા જન્મની અપેક્ષાએ તો એકેન્દ્રિયાદિ રૂપે ઉત્પન્ન થઈ, પછીના ભવોમાં તેવા કર્મ પરિણામથી મનુષ્યાદિ રૂપે પણ જન્મ લે, તો અસંજ્ઞી પણ સંજ્ઞી થાય. તેમાં ભવ્ય-ભવ્યd માફક નિયમ નથી કે ન જ બદલાય - - કર્મને વશ જીવ સંજ્ઞી થઈને અiી પણ થાય અને અસંજ્ઞી થઈને સંજ્ઞી પણ થાય.
વેદાંતવાદી મતમાં તો પ્રત્યક્ષ જ દોષ દેખાય છે. જેમકે - સંજ્ઞી મૂછ આદિથી અસંજ્ઞી બને છે, મૂછદિ દૂર થતાં સંજ્ઞી બને છે. જન્માંતરે તો તેમાં જરૂર દોષ આવશે. આ રીતે સંજ્ઞી-અસીપણું કર્મને કારણે બદલાય છે, તેમાં દોષ નથી. જેમ જાગતો સુવે પણ છે અને સુતેલો જાગે પણ છે. એ રીતે સુવા-જાગવાની અવસ્થા માફક સંજ્ઞી-સંજ્ઞીપણું બદલાય છે. તેમાં પૂર્વે કરેલ કર્મ જે ઉદયમાં આવ્યું અને જે બાંધ્યું છે, તેને પૃચ કર્યા વિના, છેધા વિના, દૂર કર્યા વિના, તપાવ્યા વિના [ચારે શબ્દો એકાર્યક છે, કિંચિત્ ભેદ છે] અસંજ્ઞીઓમાંથી સંજ્ઞી, સંજ્ઞીમાંથી અસંજ્ઞી, સંજ્ઞીમાંથી સંજ્ઞી કે અસંજ્ઞીમાંથી અસંજ્ઞીપણે સંક્રમે - x •x - એ ચઉભંગી સુગમાં બતાવી છે.
હવે ઉપસંહાર કરે છે - x- ઉક્ત લબ્ધિ અને કરણ પર્યાપ્તિથી પર્યાપ્ત અને તે સિવાયના અપર્યાપ્તા અન્યોન્ય સંક્રમચી સંજ્ઞી કે અસંજ્ઞી થનારા તે બધાં અપ્રત્યાખ્યાનપણાથી મિથ્યાચારવાળા છે. તથા બધાં જીવોમાં પણ હંમેશાં દુષ્ટ ચિતપણું રહે છે. • x - તેથી પ્રાણાતિપાતાદિ અઢારે આશ્રવહારોમાં જીવો વર્તે છે. આ રીતે વાદીએ જે કહ્યું હતું - x • તેનું ખંડન થયું અને બતાવ્યું કે - વિરતિના અભાવે અને પાપકર્મની યોગ્યતાથી પાપકર્મનો સભાવ બતાવ્યો છે - આ રીતે તીર્થકર ભગવંતે પૂર્વે કહેલને ફરી કહી બતાવે છે, યાવતુ પાપકર્મ કરે છે. આ રીતે પ્રત્યાખ્યાનીને કર્મના સંભવ ચકી પાપનો સંભવ હોવાથી નાકાદિ લક્ષણ સંસારને સમજીને વૈરાગ્ય થવાથી તે પ્રણવચિત [વાદી] આચાર્યને પૂછે છે
• સૂત્ર-૩૦૪ :
પેક પિનકતf] કહે છે - મનુષ્ય શું કરતા-કરાવતા સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનારા થાય છે ? આચાર્યએ કહ્યું કે -