________________
૧/૫//૩૨૨ થી ૩૨૪
૧૫૩
૧૫૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
પ્રમાણવાળી, લોહી-પરુથી ભરેલી કુંભી વિશે તમે સાંભળેલ હશે.
પરમધમી તે કુંભમાં આતરે કરુણ ક્રંદન કરતા અજ્ઞાની નારકોને નાખી પકાવે છે, તેમને તરસ લાગતા સીસું-તાંબુ હતા તે આતસ્વર કરે છે.
• વિવેચન-૩૨૨ થી ૩૨૪ -
તે નાસ્કો નાક-ઓઠ-જીભ છેદાવાથી લોહી ઝરતાં જે પ્રદેશે રાતદિન કાઢે છે, ત્યાં તે અજ્ઞાની પવનથી પ્રેરિત સુકા તાડમના સંચય માફક સદા મોટા સ્વરે રડતાં રહે છે. તથા અગ્નિથી બાળેલા અને ક્ષારથી સિંચેલા અંગથી લોહી-માંસ સદા ગળતા રહે છે.
વળી સુધમસ્વિામી જંબૂસ્વામી પાસે વીર ભગવંતના વચનો પ્રગટ કરે છે. તમે સાંભળેલ છે કે ત્યાં લોહી તથા પરુ બંનેને પકવનારી કુંભી છે ત્યાં નવો સળગાવેલ અગ્નિ છે, તેનો તાપ જેમાં છે, તેવી અતિ તપેલ કુંભી છે, વળી તે કુંભી પુરુષ પ્રમાણથી અધિક મોટી છે. ઉભી ઉંટડીના આકારવાળી લોહી-પરુથી પૂર્ણ છે. તે ચોતરફ અગ્નિ સળગાવેલ અને બીભત્સ દેખાય છે.
તે ચોતરફ અનિયી બળતી, લોહી-પરુ અને કાપેલા અંગોથી પૂર્ણ, દુર્ગાવાળી કુંભમાં તે શરણરહિત, આર્તસ્વર કરતા નારકોને ફેંકીને પકાવે છે. તે નારકો તે રીતે પીડા પામતા, તાપથી બળતા, રોતા-રોતા તરસ શાંત કરવા પાણી માંગે છે. ત્યારે
તને દારુ બહુ પ્રિય હતોને ?” એમ યાદ કરાવી તપેલ તાંબુ પાય છે, તેથી તે આમસ્વરે બરાડા પાડે છે.
હવે ઉદ્દેશાના ઉપસંહાર માટે કહે છે• સત્ર-૨૨૫,૩૨૬ -
પૂર્વે આધમ ભાવોમાં હજારો વખત પોતે પોતાને ઠગીને તે ઘણાં ફૂરકમ ત્યાં રહે છે. જેવા કૂતકર્મ હોય તેવા જ તેના ફળ હોય.
અનાપુરષ પાપ ઉપાર્જન કરીને અનિષ્ટ, અપિય, દુધી, અશુભ wાળી, માંસ-લોહીથી પૂર્ણ નકભૂમિમાં કર્મવશ થઈ વસે છે.
– તેમ હું કહું છું. • વિવેચન-૩૫,૩૨૬ -
- આ મનુષ્ય ભવમાં બીજાને ઠગવા જતાં ખરી રીતે પોતાના આત્માને જ ઠગે છે. બીજાને પીડા આપવામાં જરા સુખ માનીને પોતાને ઠગતાં ઘણાં ભવોમાં અધમ ભવમાં-માછીમાર, કસાઈ આદિના ભવોમાં પૂર્વજન્મોમાં લાખો ભવોને અનુભવતા તેમાં વિષયમાં સ્કત અને સુકૃતમાં વિમુખ બનીને ઉક્ત મહાઘોર, અતિદાયણ નકાવાસ પામીને તે મનુષ્યો પરસ્પર દુ:ખ પમાડતા ઘણો કાળ રહે છે. તેનું કારણ કહે છે
પૂર્વજન્મમાં જેવા અધ્યવસાયથી જઘન્ય, જઘન્યતાદિ ભાવે કર્મો કર્યા હોય, તે જ પ્રમાણે તે નારકીજીવોને વેદના-ભાર સ્વથી, પરથી કે ઉભયથી ભોગવે છે. તે કહે છે - માંસ ખાનારને તેનું જ માંસ કાપી, તપાવીને ખવડાવે છે. તથા માંસ-રસ પીનારને તેના લોહી-પરુ અને તપાવેલ તાંબુ પીવડાવે છે તથા માછીમાર અને
શિકારીને તે જ પ્રમાણે છેદી, ભેદીને મારે છે. તથા જૂઠું બોલનારને, તે યાદ કરાવીને તેની જીભને છેદે છે. પૂર્વ જન્મે બીજાનું દ્રવ્ય હરનારના અંગોપાંગ છેદે છે. તથા પરદારાણમકના વૃષણ છેદી, શાભલીવૃક્ષ સાથે ઉપગૃહનાદિ કરાવે છે. મહાપરિગ્રહીમહારંભીને અને ક્રોધ-માન-માયી-લોભીને તેમના પૂર્વકૃત દુકૃત યાદ કરાવીને તેવાં જ દુ:ખો પમાડે છે. જેવા જેના કર્મ તેવો તે કર્મના ફળનો ભાર હોય છે.
- વળી અનાર્યકર્મ કરવાથી અનાર્યો હિંસા, જૂઠ, ચોરી આદિ આશ્રવ દ્વારો સેવીને, અશુભ કર્મો ઉપાર્જન કરીને તે ઝુકર્મ કરનારા નરકમાં આવીને વસે છે - કેવા બનીને ?- શબ્દાદિ ઇષ્ટ અને કાંત વિષયોથી વિવિધ પ્રકારે હીન બની નરકમાં વસે છે. અથવા જેને માટે પાપ બાંધે છે, તે માતા, પુત્ર, પત્ની આદિ તથા મનોહર વિષયોથી છૂટા પડીને એકલા જ મડદાં ગંધાતા હોય તેવા નરકમાં સંપૂર્ણ અત્યંત અશુભ સાર્શમાં એકાંત દુ:ખદાયી સ્થાને અશુભકર્મ ઉદયમાં આવતાં માંસપેશી, લોહી, પરુ, આંતરડા, ફેફસાંના કાદવ વડે વ્યાપ્ત બધી વિષ્ટાઓથી અધમ બીભત્સ દેખાવવાળા, હાહાકાર આકંદપૂર્વક કષ્ટ છે તથા “હવે બસ, ન મારો” આદિ પોકારચી દિશાઓને બહેરી બનાવે તેવા પરમ અધમ નારકાવાસમાં ચોતફ દુઃખવાળા ઉત્કૃષ્ટ 33 સાગરોપમના આયુ ભોગવતા નરકમૃથ્વીમાં રહે છે. * * * * *
રાધ્યયન-૫ “નરયવિભત્તિ'' : ઉદ્દેશા-૧-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે અધ્યયન-૫ નરયવિભત્તિ - ઉદ્દેશો-૨ છે. ૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વના ઉદ્દેશામાં જે કમોં વડે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે અને જેવી અવસ્થા ભોગવે છે, તે બતાવ્યું, તેને જ હવે વિશેષ પ્રકારે અહીં બતાવશે. આ સંબંધે આવેલા ઉદ્દેશકનું સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું જોઈએ
• સૂત્ર-૩૨૭,૩૨૮ :
હવે હું શad દુઃખદાયી નક સ્થાન વિશે યથાર્થ વાત તમને કહીશ પાપકર્મ કરનાર અજ્ઞાની જીવો પૂવકૃત કર્મોને કઈ રીતે વેદે છે–
પરમાધામીઓ હાથ, પગ બાંધીને નાકીના પેટને છરી, તલવારથી કાપે છે. તે અજ્ઞાનીના શરીરને પકડીને ચીરી-ફાડીને, તેની પીઠની ચામડી ઉતરડે છે.
• વિવેચન-૩૨૩,૩૨૮ :
પૂર્વે કહ્યા સિવાયનું બીજું હું તમને કહું છું - તે સંબંધ છે. જ્યાં સુધી આયુ હોય ત્યાં સુધી દુ:ખ હોવું તે શાશ્વત દુ:ખ છે. એવો જેનો કે જેમાં સ્વભાવ છે તે નક. ત્યાં આવો નિત્ય દુઃખ સ્વભાવ છે, આંખના પલકારા માત્ર પણ સુખ ત્યાં હોતું નથી. આ વાત જેવી છે તેવી હું તમને બતાવીશ. અહીં ઉપચાર કે અર્થવાદ નથી. જે જીવો પરમાને જાણતા નથી, વિષયસુખના લાલચુ બનીને વર્તમાન સુખને જોનારા