________________
૧/૫/૧/૩૧૫ થી ૩૧૩ .
૧૫૫ આ લોકમાં વકૃત દુષ્કૃત્યોથી દુઃખી થઈ નકની વેદના ભોગવે છે.
ત્યાં ઠંડીથી સંપ્રસ્ત થઈને ગાઢ સુતપ્ત અગ્નિ પાસે જાય છે. ત્યાં તે દુર્ગમ સ્થાનમાં પણ શાતા પામતા નથી. ત્યાં સદા તત સ્થાને તપે છે.
ત્યાં દુઃખોપનીત શબ્દ નગરવધ માફક સંભળાય છે. ઉદીefકમ પરમાધામી ઉદીfકર્મી નારકોને પુનઃ પુનઃ ઉત્સાહથી દુઃખ આપે છે.
વિવેચન-૩૧૫ થી ૩૧૭ :
આ પ્રમાણે નાકીના જીવો ઘણું પકાવવા છતાં નકમાં તેઓ રાણરૂપે થતા નથી, તેથી તેની તીવ્ર વેદનાની તુલના અગ્નિમાં પકાવાતા મત્સ્ય જોડે ન થાય અર્થાતુ અનન્ય સંદેશ એવી આ તીવ્ર વેદના વાણીથી જૂ થઈ ન શકે, તેવી હોય છે અથવા તીવ્ર વેદના ભોગવવા છતાં પણ બાકી રહેલા કમને કારણે તારક જીવો મરતા નથી. ઘણાં કાળ સુધી ઉકત શીત-ઉણ વેદના-જનિત તથા દહન, છેદન, ભેદન, તક્ષણ, ત્રિશૂલારોપણ, કુંભીપાક, શાભલી-વૃક્ષારોહણ આદિ પરમાધામી જનિત અને પરસ્પર ઉદીરણાથી ઉત્પન્ન દુઃખ કર્મોના વિપાકથી અનુભવતા રહે છે. તથા સ્વકૃત હિંસાદિ અઢાર પાપસ્થાનરૂપ દુકૃતથી નિરંતર ઉદયમાં આવેલા દુ:ખથી દુ:ખી થઈ પીડાય છે. આંખના પલકારા જેટલો કાળ પણ દુ:ખમુક્ત થતાં નથી.
તે મહાયાતના નસ્ક સ્થાન નાકજીવોના ‘લોલન'થી સારી રીતે વ્યાપ્ત છે, તે નરકમાં અતિ ઠંડીથી પીડાયેલા, નાકો ઘણાં તપેલા અગ્નિ તરફ જાય છે, ત્યાં પણ અનિથાને વઘારે બળતા જરાપણ સખને પામતા નથી, વળી નિરંતર મહાદાહ હોવાથી તે રહિત અભિતાપવાળા છે, છતાં તેનારકોને પરમાધામીઓ અતિ તપેલા તૈલાગ્નિ થકી બાળે છે.
તે નાચ્છીઓને પરમાઘામીઓ દ્વારા ઘણાં દુ:ખ અપાતા તેઓ ભયાનક હાહાકારપૂર્વક આકંદ કરે છે, જે અવાજ નગરના વધ જેવો સંભળાય છે. તેઓ દુ:ખથી કરુણાપ્રધાન પોકારો કરે છે - હે માત!, હે તાત! કષ્ટથી અનાથ એવો હું તમારા શરણે આવ્યો છું, મને બચાવો. આવા શબ્દો ત્યાં સંભળાય છે. તથા તે નારકીને સ્વકૃત કર્મનો કટવિપાક પ્રાપ્ત થતા તેઓને મિથ્યાત્વ, હાસ્ય, રતિ આદિના ઉદયવાળા પરમાધામીઓ વારંવાર ઉત્સાહપૂર્વક અતિ અસહ્ય એવા દુઃખ વિવિધ ઉપાયોથી કરી અસાતા વેદનીય ઉદીરે છે.
• સૂગ-૩૧૮,૩૧૯
પરમાધામી નાકોના પ્રાણોનું વિયોજન કરે છે, તેનું યથાર્થ કારણ હું તમને કહું છું. તેણે પૂર્વે જેવો દંડ બીજાને આપ્યો, તે અજ્ઞાનીને પરમાધામીઓ દંડ આપીને પૂર્વ પાપોનું સ્મરણ કરાવે છે...નકપાળોથી તાડિત તે નાકો વિષ્ટા-મૂકવાળા સ્થાનમાં પડે છે, ત્યાં તેનું ભક્ષણ કરતાં રહે છે અને કર્મને વશ થઈ ત્યાં કીડાઓ દ્વારા ખવાય છે.
• વિવેચન-૩૧૮,૩૧૯ : - પાપકર્મી પરમાધામીઓ નારકોના શરીરને ઇન્દ્રિયાદિ પ્રાણોથી જુદું પાડે છે.
૧૫૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીક અનુવાદ/૧ શરીરના અવયવોને વહેરીને-કાપીને જુદા પાડે છે.
તેઓ આવું કેમ કરે છે ? તેનું યથાર્થ કારણ હું તમને કહું છું. પીડાને ઉત્પન્ન કરે છે માટે તે દંડ છે. તે નિર્વિવેકી પરમાધામીઓ તે નાજીવોને પૂર્વભવોના કૃત્યો યાદ કરાવે છે. જેમકે-તું જયારે પ્રાણીઓના માંસને કાપી-કાપીને ખાતો હસતો હતો, તેનો રસ અને દારૂ પીતા, પરસ્ત્રીગમન કરતો હતો. હવે તે કર્મથી પીડાતો, તેના વિપાક ભોગવતો શા માટે બરાડા પાડે છે. આ પ્રમાણે પૂર્વકૃત બધાં દુ:ખ વિશેષને યાદ કરાવીને તેવા પ્રકારના જ દુ:ખવિશેષ પરમાધામીઓ તેમને આપીને પીડે છે.
- તે બીચારા નાસ્કો પરમાધામી વડે તાડિત થઈને નાસતા બીજા ઘોરતર નકના કોઈ ભાગમાં જાય છે - તે નરક ભાગ કેવો છે? ત્યાં બીભત્સ દેખાતા વિટા, લોહી, માંસ આદિ મળથી ભરેલા અતિ સંતાપયુક્ત સ્થાનમાં તે નારજીવો સ્વકમથી બદ્ધ આવા નરકમાં અશુચિ આદિ ભક્ષકો ઘણો કાળ રહે છે. તતા પરમાધામીએ વિકર્વેલા કૃમિઓથી પીડાય છે. પરસ્પર પીડા કરેલા તે નારકો પોતાના અશુભકૃત્યોથી પીડાય છે.
આગમમાં કહ્યું છે - છઠ્ઠી અને સાતમી નારકીમાં જીવો ઘણાં સૂક્ષ્મ લાલ કુંથુઆ જેવા ઝીણાં રૂપ કરી એક-બીજાને શરીરને - x - x - પીડે છે.
• સૂl-૩૨૦,૩૨૧ -
નક સ્થાન સદા ઉણ રહે છે. સ્વભાવ અતિ દુઃખપદ છે. પરમાધામી નાસ્કોને બેડીના બંધનમાં નાંખી, શરીર અને મસ્તકમાં છિદ્ર કરી પીડે છે.
પરમાધામીઓ તે જ્ઞાનીના નાક, હોઠ, કાન અાથી છેદે છે, જીભ બહાર ખેચીને તીક્ષ્ણ શૂળ ભોંકી નાસ્કોને પીડે છે.
• વિવેચન-૩૨૦,૩૨૧ :
ત્યાં નરકમાં સર્વકાળ સંપૂર્ણ ઉણપધાન સ્થિતિ હોય છે. કેમકે ત્યાં પ્રલય કાળથી વધુ અગ્નિથી વાયુ આદિ અત્યંત ઉણરૂપ હોય છે. તેનું કારણ પૂર્વે તે નારકોએ નિધd, નિકાચિત અવસ્થાવાળાં કર્મો બાંધેલ હોય છે. વળી વિશેષથી કહે છે - અતિ દુ:ખ - અસાતા વેદનીયવાળો જ્યાં સ્વભાવ છે, તેવા સ્થાનમાં રહેલા જીવને બેડીમાં બાંધીને-નાંખીને પછી તે નાકના મસ્તકમાં ખીલાથી કાણાં પાડીને દુ:ખ આપે છે અને બધાં અંગોને ચામડાની માફક પહોળા કરી પીડે છે.
વળી તે પરમાધામીઓ પૂર્વના દુશગ્નિ યાદ કરાવીને તે નિર્વિવેક નાસ્કોને પ્રાયઃ સર્વદા વેદના આપે છે. અસ્ત્રાથી નાક, બંને હોઠ અને કાનોને છેદે છે. તથા દારુ, માંસના સ્વાદને તથા મૃષાવાદીની જીભને વેંત માત્ર ખેંચીને તીક્ષણ શૂલ વડે કાપી નાંખે છે.
• સૂત્ર-3૨ થી ૩ર૪ :
નારકોના શરીરથી લોહી-પરુ કરતા રહે છે, તેઓ તાળ માફક શબ્દ કરતાં રાત-દિન રહે છે. બળતા અને ક્ષાર પ્રક્ષિપ્ત અંગથી લોહી આદિ ગણે છે.
લોહી-પરુ પકાવનાર, નવા સળગાવેલ અગ્નિ જેવી તત, પુરષથી અધિક